Book Title: Paramnu Pavan Smaran
Author(s): Ratnabodhivijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 44
________________ છઠ્ઠા તીર્થંકર શ્રી પદ્મપ્રભ સ્વામી :: પૂર્વભવ : ધાતકીખંડ દ્વીપ-વત્સ વિજય-સુસીમાનગરી-અપરાજિત નામે રાજા. સમકિતી-તત્ત્વચિંતન કરનારો છે. એકવાર ધર્મજાગરિકામાં અનિત્ય ભાવના ભાવતાં ભાવતાં સંસારનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો. અને એ મુજબ રાજ્ય પોતાના પુત્રને સોંપી પિહિતાશ્રવ નામનાં આચાર્ય પાસે દીક્ષા લીધી. પછી વીશસ્થાનકમાંથી અમુક સ્થાનકોની આરાધના કરી તીર્થંકર નામકર્મબંધ કર્યો. અંતે આરાધના કરી. નવમા ત્રૈવેયકમાં દેવ થયાં. જન્મ : એકત્રીસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરીને જંબૂદ્દીપ ભરતક્ષેત્ર કૌશાંબી નગરીમાં ધર રાજાની રાણી સુસીમાની કુક્ષિમાં મહાવદ-૬ (પોષ વદ-૬) ચિત્રા નક્ષત્રમાં પ્રભુનું ચ્યવન થયું. ચૌદ સ્વપ્ના જોયાં. ઇન્દ્રોએ ચ્યવન કલ્યાણક ઉજવ્યું. નવમાસ સાડાસાત દિવસ પસાર થતાં કાર્તક વદ-૧૨ (આસો વદ૧૨)નાં દિવસે ચિત્રા નક્ષત્રમાં પદ્મ (કમળ)ના લંછનવાળાં (લાલ) રક્ત વર્ણના ભગવાનને માતાએ જન્મ આપ્યો. ૫૬ દિક્કુમારિકા અને ૬૪ ઇન્દ્રોએ જન્મકલ્યાણક ઉજવ્યું. બીજે દિવસે નગરીમાં મહોત્સવ ઉજવવામાં આવ્યો. મહેલમાં આનંદ આનંદ છવાઇ ગયો. નામ સ્થાપન ઃ પદ્મ-ક્તકમળ. એના જેવી પ્રભુનાં દેહની કાંતિ છે, માટે તેમને પદ્મપ્રભ કહ્યાં. આ સામાન્ય કારણ છે. (કારણકે વાસુપૂજ્ય ભગવાનને પણ લાગુ પડે છે.) વિશેષથી તો ભગવાન ગર્ભમાં હતાં ત્યારે માતાને પદ્મની શય્યામાં સૂવાનો દોહદ થયો હતો, જે દેવતાઓએ પૂર્ણ કર્યો હતો. માટે તેમનું નામ પદ્મપ્રભ રાખવામાં આવ્યું. વિવાહ અને રાજ્ય : જન્મથી મહાવૈરાગી ભગવાને યૌવનવયે માતાપિતાનાં આગ્રહથી પાણિગ્રહણ કર્યું. જન્મથી સાડાસાત લાખ પૂર્વ ગયા પછી રાજ્ય ગ્રહણ કર્યું. સાડી એકવીશ લાખ પૂર્વ અને સોળ પૂર્વાંગ સુધી રાજ્ય પાલન કર્યું. દીક્ષા : અવસરે લોકાંતિકોથી વિનવાયેલા ભગવાને વ૨સીદાન આપ્યું. અંતે ઇન્દ્રોએ અભિષેક કર્યો. શિબિકામાં બિરાજીત થઇ ભગવાન સહસ્રામ્રવનમાં પરમનું પાવન સ્મરણ ૨૯

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126