Book Title: Paramnu Pavan Smaran
Author(s): Ratnabodhivijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 43
________________ પછી ગર્ભનાં પ્રભાવથી સુમતિને પ્રાપ્ત કરેલી રાણીએ ફેંસલો કર્યો: ધનની જેમ પુત્રનાં પણ બે ભાગ કરી દો. (ત્રિષષ્ઠિ-આવશ્યકચૂર્ણિ ગ્રંથ પ્રમાણે રાણીએ કહ્યું કે મારા ઉદરમાં અચિંત્ય જ્ઞાની તીર્થકર છે. તેઓ જન્મીને ફેંસલો કરશે. ત્યાં સુધી રાહ જુઓ.) તો સાચી મા બોલી. “ના ના, ધન એને સોંપી દો. પુત્ર જીવતો જોઇએ.” ખોટી મા બોલી. “બરાબર છે. બે ટુકડા કરી દેવા જોઇએ. અને ચુકાદો થઇ ગયો. રાજાએ સાચી માને પુત્ર અને ધન આપ્યાં અને બીજીને ખોટી સમજીને બહાર કાઢી. ભગવાન ગર્ભમાં હતાં ત્યારે મંગલા રાણીને આવી સુંદર બુદ્ધિ થઇ. માટે ભગવાનનું નામ “સમતિ' પડયું. 'વિવાહ અને રાજ્ય : યોવનાવસ્થામાં રહેલા જન્મજાત વેરાગી ભગવાનનો માતા-પિતાના આગ્રહથી વિવાહ થયો અને દશ લાખ પૂર્વ કાળ આયુષ્ય વીત્યે છતે રાજ્યભાર સ્વીકાર્યો. ઓગણત્રીસલાખ પૂર્વ સુધી રાજ્ય પાલન કર્યું. દીક્ષા: અવસરે જાતે જ વૈરાગી અને જ્ઞાની સ્વયંબુદ્ધ ભગવાનને પણ લોકાંતિક દેવોએ પોતાનાં આચાર મુજબ વિનંતિ કરી, અને ભગવાને ૧ વર્ષ વરસીદાન આપ્યું. વાર્ષિકદાનને અંતે દેવતાઓ નીચે પધાર્યા અને ભગવાનનો દીક્ષાભિષેક કર્યો. પછી અભયંકરા શિબિકામાં બિરાજી ભગવાન સેંકડો દેવીદેવો-માનવો સહિત સહસ્ત્રાપ્રવનમાં પધાર્યા. વૈશાખ સુદ નવમીના દિવસે મધ્યાને મઘા નક્ષત્રમાં એકાસણાના પચ્ચકખાણવાળાં પ્રભુએ ૧૦૦૦ રાજાઓ સાથે દીક્ષા ગ્રહણ કરી. બીજે દિવસે વિજયપુરમાં પધરાજાને ઘેર પરમાન્ન-ખીરથી ભગવાને પારણું કર્યું. ત્યાં પાંચ દિવ્ય થયાં. ત્યાં તેણે પૂજા માટે રત્નપીઠ બનાવી. કેવલજ્ઞાન : દીક્ષા લઇને ૨૦ વર્ષ સુધી વિહાર કરતાં કરતાં પ્રભુ છેવટે પોતાનાં દીક્ષાસ્થાન સહસામ્રવનમાં પધાર્યા. ત્યાં પ્રિયંગુવૃક્ષ નીચે ચૈત્ર સુદ૧૧ મઘા નક્ષત્રમાં છઠ્ઠ તપવાળાં ભગવાનને કેવલજ્ઞાની પ્રાપ્તિ થઈ. દેવોએ ઉત્સવ મનાવ્યો. સમવસરણ વિરચાયું. તીર્થની સ્થાપના થઇ. તુંબરૂ નામે યક્ષ શાસનદેવ અને મહાકાલી નામે યક્ષિણી શાસનદેવી થયાં. નિર્વાણ : કેવલજ્ઞાનની ઉત્પત્તિથી માંડીને વશ વર્ષ બાર પૂર્વાગ ન્યૂન એકલાખ પૂર્વ આ ધરતી પર વિહાર કરીને, પોતાનો મોક્ષકાલ નજીક જાણીને ભગવાન સમેતશિખર પધાર્યા. ત્યાં ૧૦૦૦ સાધુ ભગવંતોની સાથે ૧ માસનું અનશન કરી, ચૈત્ર સુદ-નવમીએ પુનર્વસુ નક્ષત્રમાં ભગવાન નિર્વાણ પામ્યાં. ઇન્દ્રોએ નિર્વાણ મહોત્સવ મનાવ્યો. - ૨૮ જ જૈન તીર્થકર ચરિત્ર

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126