Book Title: Paramnu Pavan Smaran
Author(s): Ratnabodhivijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 28
________________ આપેલી કન્યા સાથે પોતાનાં પુત્રનો વિવાહ કરવા લાગ્યાં. અને ભાઇ-બહેનનો સંબંધ અસ્તિત્વમાં આવ્યો. ૧૬ પ્રકારનાં સંસ્કારો ત્યારથી પળાતાં ચાલ્યા. પ્રભુએ ઉગ્ર-ભોગ-રાજન્ય-ક્ષત્રિય આ ચાર કુલોની રચના કરી. આરક્ષક-કોટવાલ વગેરે પુરૂષો ઉગ્ર કુલવાળા, પ્રભુનાં મંત્રીઓ અને પ્રભુને પૂજનીય સ્થાનવાળાઓ, ભોગ કુલવાળ, સમાન વયવાળા રાજન્ય કુળવાળા, અને બાકી બચેલી સર્વ પ્રજાવર્ગ ક્ષત્રિય થયો. | સર્વ કોઇ વ્યવસ્થા રચીને આ જગતને મજબૂત સંસ્કૃતિમાં બદ્ધ કરીને જ્યારે ૮૩ લાખ પૂર્વ કાળ વીતી ચૂક્યો, ત્યારે ભગવાનને સંયમમાર્ગે જવા માટે અંતરનો સાદ સંભળાવા લાગ્યો. એ જ વખતે બ્રહ્મ નામનાં પાંચમા દેવલોકનાં અંતે વસનારાં સારસ્વત આદિત્ય, વનિ, અરૂણ, ગઈતોય, દ્રષિતાશ્વ, અવ્યાબાધ, મફત અને અરિષ્ટ આ નવ લોકાંતિક દેવોએ ભગવાનની સામે પ્રગટ થઇને બે હાથ જોડી ભાવપૂર્વક પ્રાર્થના કરીઃ “હે ભગવાન્ ! જેમ લોક-વ્યવસ્થા પ્રવર્તાવી, તેમ હવે ધર્મ-તીર્થ પ્રવર્તાવો.' પ્રભુનું સાંવત્સરિકદાન-મહાભિનિષ્ક્રમણઃ ભગવાને રાજદરબાર ભર્યો. ભરત વગેરેને પોતાની વાત જણાવી. સાથોસાથ કહ્યું કે “જો કોઇ રાજા ન હોય. તો ધરતી પર મત્સ્ય-ગલાગલ ન્યાય પ્રવર્તે છે. શક્તિશાળી નબળાં પર ચડી બેસે છે. માટે અયોધ્યાનું રાજ્ય ભરત સ્વીકારે.” બાકીનાં ૯૯ પુત્રોને પણ યોગ્ય દેશ સોંપી ભગવાને સાંવત્સરિક દાનનો પ્રારંભ કર્યો. ૧ વર્ષનું વર્ષીદાન પત્યે છતે ૬૪ ઇન્દ્રોએ અભિષેક કર્યો. સુદર્શના શિબિકામાં બિરાજીત થઇ પ્રભુ સિદ્ધાર્થ-ઉદ્યાનમાં પધાર્યા ચૈત્ર વદી આઠમે (ગુજરાતી ફાગણ વદી આઠમે) ઉતરાષાઢા નક્ષત્રમાં ચંદ્રના યોગે ભગવાને ચાર વાર મુઠ્ઠીથી લોચ કર્યો. કેશ સૌધર્મેન્દ્ર પોતાનાં વસ્ત્રનાં છેડામાં લીધાં. પ્રભુએ જ્યાં પાંચમી વાર મુઠ્ઠીથી લોન્ચ કરવાની ઇચ્છા કરી કે સૌધર્મઇન્દ્ર બોલ્યા “પ્રભુ ! આ આટલી કેશાવલી આપને ખૂબ શોભે છે. તો તે રહેવા દો.” અને પ્રભુએ તે રહેવા દીધી. ઇન્દ્ર ભગવાનનાં વાળને ક્ષીર સમુદ્રમાં પધરાવ્યા. પ્રભુએ સર્વસાવદ્યના ત્યાગની પ્રતિજ્ઞા કરી ત્યારે પ્રભુને ૪ થું મન:પર્યવજ્ઞાન પ્રગટ્યું. પ્રભુએ પછી વિહાર કર્યો. પરમનું પાવન સ્મરણ ૧૩ *

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126