Book Title: Paramnu Pavan Smaran
Author(s): Ratnabodhivijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 37
________________ સ્થાપના થઈ. સગર ચક્રીનાં પિતા સુમિત્ર-જે અગાઉ સાધુ જેવા હતાં. તેમણે દીક્ષા લીધી. જેમને ગણધર નામ કર્મનો ઉદય થયો હતો, તેવા સિંહસેન વગેરે ૯૫ જણાને ગણધર બનાવ્યાં. તેજ વખતે તીર્થના શાસનદેવ મહાયક્ષ અને શાસનદેવી અજિતબલા પણ પ્રગટ થયાં. દરેક ભગવાનનાં શાસનદેવ-શાસનદેવી પ્રાયઃ વ્યંતર નિકાયનાં યક્ષ-દેવોમાંનાં હોય છે. અષ્ટાપદ તીર્થરક્ષા : ભગવાન અજિતનાથનાં ધર્મશાસન કાળમાં આ પૃથ્વી પર સૌથી અધિક ૧૭૦ તીર્થકરો તેમજ સાધુ-સાધ્વીજી ભગવંતો હયાત હતાં. ભગવાનનાં પિત્રાઇ સગર ચક્રવર્તીનાં ૬૦,૦૦૦ પુત્રોએ અષ્ટાપદતીર્થની રક્ષા કરવા એક હજાર યોજનની ખાઇ ખોદતા અને તેમાં ગંગા નદીનું પાણી ભરતા પાતાલવાસી નાગનિકાયનાં દેવોનાં કોપનાં ભોગ બનવું પડ્યું, અને એકી સાથે તેમનું મૃત્યુ થયું. ઇન્દ્ર નીચે આવીને સગર ચક્રવર્તીને ઉપાયપૂર્વક સમાચાર આપ્યાં. એમનો કલ્પાંત (આઘાત-શોક) ઘટાડ્યો. ગંગાનાં ધસમસતા પાણીને વાળવા માટે સગર ચક્રીએ પૌત્ર ભગીરથને મોકલ્યો. તેણે તે કામ કરી બતાવ્યું. તેથી ગંગા ભાગીરથી કહેવાઇ. અને ૬૦,૦૦૦ પુત્રોમાં મુખ્ય પુત્ર જનુનાં નામે ગંગા જાનવી કહેવાઇ. શત્રુંજયની રક્ષા : સગર ચક્રવર્તીને પણ એકદા શત્રુંજય તીર્થની રક્ષા કરવાનું મન થયું. એ માટે તેમણે દક્ષિણમાંથી લવણસમુદ્રને ખેંચ્યો. દરિયો જમીન પર પથરાવા લાગ્યો. દ્વારકા સુધી ખેંચાઇ આવ્યો, ત્યારે ઇન્દ્ર નીચે આવ્યાં. કહ્યું: “કલિકાલમાં આ તીર્થ તરવાનો ઉપાય છે.” માટે સગર અટક્યાં પરંતુ ભરત ક્ષેત્રની ધરતી પર લવણ સમુદ્રમાં ખારાં પાણી ફેલાયેલા રહી ગયા. એકદા ભગવાન વિહાર કરીને વિનીતામાં પધાર્યા. ત્યારે સગર ચક્રવર્તીએ દીક્ષા લીધી. તથા ૬૦,૦૦૦ પુત્રોની સાથે ગયેલાં સામંત-મંત્રીઓએ પણ દીક્ષા લીધી. સર્વેને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ. નિર્વાણ કલ્યાણક ઃ દીક્ષા કલ્યાણકથી એક પૂર્વાગે ન્યૂન (ઓછા) એવાં ૧ લાખ પૂર્વ જતાં ભગવાન સમેતશિખરે પધાર્યા. ૭૨ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ થતાં, ૧૦૦૦ શ્રમણો સાથે પાદપોપગમન અનશન કર્યું. ૬૪ ઇન્દ્રો આવીને પ્રદક્ષિણા કરી બેઠાં. ૧ માસ પૂર્ણ થયો. ચૈત્ર સુદ-૫ના દિવસે મૃગશિર નક્ષત્રમાં પર્યકઆસનમાં બિરાજીત પ્રભુને નિર્વાણ પ્રાપ્ત થયું. ( ૨૨ % જેન તીર્થકર ચરિત્ર

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126