Book Title: Paramnu Pavan Smaran
Author(s): Ratnabodhivijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 26
________________ રાજા.” ઋષભ-“નાભિ કુલકર તમને જે કહે, એ તમારાં રાજા.” યુગલિકો નાભિની પાસે ગયાં. અને નાભિ કુલકરે કહ્યું: “ઋષભ તમારો રાજા થાઓ.” ત્યારે ખુશ થતાં યુગલિકો અભિષેકનું જલ સંગ્રહીત કરવા કમળની પાંખડીનાં પાંદડાં-પડીયા બનાવી સરોવર તરફ ચાલ્યાં. તેજ વખતે ઇન્દ્રનું સિંહાસન કંપ્યું. એણે પ્રભુનો રાજ્યાભિષેક અવસર જાણી વિશાળ સભા રચી રાજ્યાભિષેક કરાવ્યો. દિવ્ય વસ્ત્રો પરિધાન કરાવ્યાં. શરીર પર યોગ્ય સ્થાને રત્નાલંકારો રચાવ્યાં. માથે મુગટ મુકાવ્યો, અને ત્યારે યુગલિયાઓ જળ લઇને આવ્યાં. આવીને જુએ તો ભગવાન શોભાસજ્જ છે, એમને મસ્તક પર આ જળ નાંખવું ન ઘટે. એમ વિચારી ચરણ પર જલ રેડ્યું. આથી ઇન્દ્ર ખુશ થયાં. વિનીતા-નગરી-રચના : યુગલીઓનાં વિનયથી ખુશ થયેલાં ઇન્દ્ર પોતાનાં દેવ કુબેરને આજ્ઞા કરી. “આમને રહેવા માટે ૧૨ યોજન x ૯ યોજનની નગરી બનાવો.” અને કુબેરે પણ નગરી રચાવી તેનું નામ (યુગલિકો વિનીત હોવાથી) વિનીતા પાડવામાં આવ્યું. એનું જ બીજું નામ અયોધ્યા પણ રાખ્યું. હવે, ઋષભ રાજાએ રાજ્ય રચના કરી. એમાં સર્વ પ્રથમ મંત્રીઓ. પછી દંડનાયકો-આરક્ષકો, પછી સૈન્ય માટે હાથી-ઘોડાં-રથ સંગ્રહીને સેનાપતિઓ-, પાયદલ સેનાના સેનાપતિ નીમ્યા. ગાય, બળદ, ઊંટ, મહિષ, ખચ્ચરને સંઘર્યા. અન્ન રાંધવાની શરૂઆત ઃ કલ્પવૃક્ષો નિષ્ફળ થયાં. લોકો કંદમૂળફલાદિ ખાવાં લાગ્યાં. તેમ જમીનમાં અત્યંત રસ-કસ હોવાથી સ્વમેળે ઉગી ઊઠેલાં ધાન્ય ઘઉં-ચોખા-કઠોળ પણ ખાવા લાગ્યાં. ધીરે-ધીરે કાચા ધાન્ય એમને પચ્યા નહીં. તેઓએ ઋષભરાજા પાસે ફરિયાદ કરી. પ્રભુ કહેઃ “તેમને ચોળીને ફોતરાં કાઢી ખાવ. ધીરે-ધીરે તે આહાર પણ ન પડે ત્યાં પ્રભુએ કહ્યું, “તેને હાથમાં મસળી, પાણીમાં પલાળી, પાંદડાનાં પડયામાં લઇને ખાવ.” આમ કરતાં પણ અજીર્ણ થયું, તો પ્રભુએ ઉપાય સૂચવ્યો.” પૂર્વે કહ્યા પ્રમાણે કર્યા પછી, તે ધાન્યને મુઠીમાં રાખી, અથવા કાંખમાં થોડો વખત રાખીને, ભક્ષણ કરો. (જથી થોડી ગરમી મળવાથી થોડું નરમ પડે.) ધીરે ધીરે તેમ કરતાં પણ અજીર્ણ થયું. લોકો દુઃખી થઇ ગયાં. અને એજ વખતે, બે ઝાડની ડાળીઓ ઘસાવાથી અગ્નિ પ્રગટ્યો. પરમનું પાવન સ્મરણ બ ૧૧

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126