Book Title: Paramnu Pavan Smaran
Author(s): Ratnabodhivijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 33
________________ બીજા તીર્થકર-શ્રી અજિતનાથ ભગવાનને છે . પૂર્વભવઃ જંબૂઢીપ, મહાવિદેહ ક્ષેત્ર, સીતા નદીના કિનારે વસ્ત્ર નામના વિજયમાં-વિજય નામનો દેશ અને સુસીમા નામની નગરી છે. તેમાં વિમલવાહન રાજા છે. એને વૈરાગ્યપૂર્વક રાજ્ય ભોગવતા એકદા શ્રી અરિંદમ નામના આચાર્ય ભગવંતનો યોગ થયો. તેમની દેશનાથી સમકિત મેળવ્યું. દીક્ષાનાં ભાવ થયાં. રાજ્ય પુત્રને સોંપી દીક્ષા ગ્રહણ કરી. આઠ સમિતિ-ગુપ્તિનાં પાલન અને ૨૨ પરીષહોને સહન કરવાપૂર્વક વિચારવા લાગ્યાં. વિમલવાહન રાજર્ષિએ અરિહંત, સિદ્ધ, ગુરૂ, બહુશ્રુત, સ્થવિર, તપસ્વી, શ્રુતજ્ઞાન અને સંઘની ઉતમોતમ સેવા કરી. તથા એકાવલી, કનકાવલી, રત્નાવલી, લઘુ સિંહનિષ્ક્રીડિત, મહાસિંહનિષ્ક્રીડિત આદિ ઘણાં ઉત્કૃષ્ટ તપો આરાધ્યાં. એક માસથી ૮ માસ સુધીનાં ઉપવાસો વારંવાર કર્યા. આમ, તપની સેવાથી તથા બીજા પણ સ્થાનોની સેવાથી આ મહાત્માએ તીર્થંકર નામકર્મ ઉપામ્યું. ત્યાંથી કાળ કરીને વિજય નામનાં અનુત્તર દેવલોકમાં તેઓ ૩૩ સાગરોપમની સ્થિતિવાળા દેવ થયાં. ચ્યવન કલ્યાણક : આજ જંબૂઢીપના દક્ષિણાર્ધભરત ક્ષેત્રમાં ઇ વસાવેલી વિનીતા (અયોધ્યા) નગરીનાં રાજા જિતશત્રુ-રાણી વિજયાદેવી છે. રાજાનાં ભાઇ યુવરાજ સુમિત્ર, એમની રાણી વૈજયંતી દેવી છે. બન્ને મહારાણીને રાતે ૧૪ મહાસ્વપ્નોનાં દર્શન થયાં. તે દિવસ હતો વૈશાખ સુદ-૧૩. રોહિણી નક્ષત્ર એ વખતે હતું. ઇન્દ્રનું આસન કંપ્યું. અને ભગવાનનું ચ્યવન જાણી તેમણે સિંહાસન પરથી ઊતરી શકસ્તવનો પાઠ કર્યો. જન્મ કલ્યાણક ઃ મહાસુદ આઠમની મધ્યરાત્રિના સમયે ગર્ભકાળ વીત્યે છતે બન્ને માતાઓએ પુત્રને જન્મ આપ્યો. સ્વપ્નશાસ્ત્રીઓનાં સૂચન પ્રમાણે એક તીર્થંકર હતાં, બીજા ચક્રવર્તી હતાં. ૫૬ દિíમારી આવી, તીર્થંકરનું સૂતિકર્મ કર્યું તથા ૬૪ ઇન્દ્રો આવ્યાં, ભગવાનનો મેરૂશિખરે મહા અભિષેક કર્યો. આમ જન્મકલ્યાણક ઊજવ્યું. SG ૧૮ * જૈન તીર્થંકર ચરિત્ર

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126