Book Title: Paramnu Pavan Smaran
Author(s): Ratnabodhivijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 27
________________ યુગલિયાઓ : ‘‘ભૂત આવ્યું, ભૂત આવ્યું.'' કરતાં રાજા પાસે આવ્યાં. રાજાએ અવધિજ્ઞાનથી અગ્નિ જાણીને કહ્યું, ‘‘એમાં ધાન્ય રાંધીને પકવો-પછી ખાવ.'' લોકોએ તો ધાન્ય સીધું નાંખ્યું આગમાં. પાછું મળ્યું નહીં. ભગવાન તે વખતે હાથી ૫૨ સવાર હતાં. બધાંને બોલાવ્યાં. ગાર-માટીનો પિંડો મંગાવ્યો. હાથીનાં ગંડસ્થળ પર રાખી સુકવ્યો. પ્રથમ માટીનું વાસણ બનાવ્યું. પછી કહ્યું. કે “આમાં ધાન્ય મુકી, અગ્નિ પર રાખી પકાવી એનું ભક્ષણ કરો.'' લોકોએ જાતજાતનાં વાસણો બનાવ્યાં. કુંભારની કલા અસ્તિત્વમાં આવી. ભગવાને જેઓને વાસણો વગેરેની કળા શિખવી તે કુંભાર કહેવાયા. જેઓને ઘર વગેરે બનાવતા શીખવાડ્યું તેઓ સુથાર કહેવાયા, જેઓને કપડા વણતા શીખવાડ્યું તેઓ વણકર કહેવાયા. જેઓને વાળ સમારતા-સુધારતા શીખવાડ્યું તે બધા નાપિત કહેવાયા. જેઓને ચિત્ર વગેરે બનાવતા શીખવાડ્યું તે ચિત્રકાર કહેવાયા... આ પાંચ કુંભકાર, વર્ધકી=સુથાર, ચિત્રકાર, વણક૨ અને વાળંદમુખ્ય શિલ્પો (વ્યવસાયો) થયાં. એના પ્રત્યેકનાં વીશ-વીશ ભેદ થવાથી, ૧૦૦ શિલ્પો થયાં. એ રીતે ઘાસ લાવવું, કાષ્ઠ લાવવાં (કઠિયારો), કૃષિ અને વ્યાપાર આ બધાં કર્મો ભગવાને બતાવ્યા. સામ-દામ-દંડ-ભેદ નીતિઓની રચના કરી. ભગવાને કોને શું શીખવ્યું ? ભરતને બહોંતેર પુરૂષોની કળાઓ શીખવી. બાહુબલીને હસ્તિ, અશ્વ, સ્ત્રી, પુરૂષનાં અનેક પ્રકારનાં લક્ષણોનું જ્ઞાન આપ્યું. બ્રાહ્મીને જમણા હાથ વડે, ૧૮ લીપીઓ બતાવી. સુંદરીને ડાબા હાથ વડે ગણિત બતાવ્યું, તથા સ્ત્રીઓની ૬૪ કલા બતાવી. વસ્તુઓનાં વિવિધ પ્રકારનાં માપદંડો, મણિ વગેરેમાં છેદ કરી દોરો પરોવવાનું જ્ઞાન તથા વાદી-પ્રતિવાદીનો વ્યવહાર, ન્યાયાધીશની નિમણુંક, હસ્તિ વગેરેની પૂજા, ધનુર્વેદ અને વેદક (ડોક્ટરી)ની ઉપાસના, સંગ્રામ, અર્થશાસ્ત્ર, બંધ, ઘાત, ગોષ્ઠિ, વધ વગેરે પ્રવર્તવા લાગ્યાં. આ માતાં, આ પિતા, આ ભાઇ, આ સ્ત્રી, આ પુત્ર અને આ ઘર મારૂં, આ ધન મારૂં-આ રીતની મમતાપ્રેરિત લાગણીઓ ત્યારથી લોકોમાં શરૂ થઇ. પ્રભુનાં લગ્નમાં વસ્ત્ર-અલંકારો જોયેલા. તે પોતે પહેરવાં લાગ્યાં. બીજાએ જૈન તીર્થંકર ચરિત્ર ૧૨

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126