Book Title: Pandita Virvijayji Jain Educational Certificate Course
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Panditvaryashri Virvijayji Upashray Ahmedabad
View full book text
________________
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૧ ઢંઢણકુમારે તે લાડવાનો ચૂરો કરી નાખ્યો અને અત્યંતર તપમાં આરૂઢ થયા એ રીતે ધ્યાન માં આરૂઢ થયેલા તેઓને ત્યાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું અને મોક્ષે ગયા.
બાળકો આપણને કાંઈ દુઃખ હોયતો તે પૂર્વજન્મમાં કરેલા કર્મોને કારણે હોય પરંતુ જો આપણે ધ્યાન, તપ અને ધર્મ કરીએ તો તે નાશ પામે છે. અને આપણને સુખ મળે છે. માટે આજથી જ આ સુત્ર અપનાવી લો “કર્મ કરો ચક્યૂર’
કથા-૪ઃ થાવગ્સાપુત્ર થાવગ્ગાપુત્ર નામે એક સાર્થવાહી પુત્ર હતો. તે ખૂબજ ધનવાન હતો. તેને સ્વર્ગની અપ્સરા સમાન સૌંદર્યવતી, લાવણ્ય નીતરતી રૂપવાન બત્રીશ સ્ત્રીઓ હતી, દરેક પાસે એક કરોડ સોનામહોર અને એક એક મહેલ હતો. તથા ગોળાકારે રહેલા મહેલોની વચ્ચે થાવસ્ત્રાપુત્રનો એક મહેલ હતો, સ્વર્ગના દેવની માફક સુખ ભોગવતો રહેતો હતો.
એક વખત નેમિનાથ ભગવંતની દેશના સાંભળવા ગયો. અસીમ કૃપાળુ નેમિનાથ પરમાત્માએ સંસારનું બિહામણું સ્વરૂપ તેને સમજાવ્યું. સંસાર માં રહેવાથી એક જન્મ પછી મરણ અને પછી પાછો જન્મ અને મરણ ની માયાજાળમાં થી છૂટવા માટે સંસારનો ત્યાગ કરવો જરૂરી છે એવું સમજાવ્યું. આ સાંભળીને થાવસ્યાસુત કંપી ઉઠ્યો. ધ્રુજી ઉઠ્યો આ સંસારના બિહામણા સ્વરૂપથી, પ્રભુએ મૃત્યુનું સ્વરૂપ સમજાવ્યું. થાવસ્ત્રાપુત્રે સોનામહોરો, રૂપવંતી પત્ની, મહેલ સર્વસ્વનો ત્યાગ કર્યો. નેમિનાથ ભગવાનનું શરણ સ્વીકારી લીધું. ૧૦૦૦ પુરુષો સાથે દીક્ષા લીધી. અને શત્રુજ્ય તીર્થ પર એક માસની આરાધના કરી કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા.
જ્યારે થાવસ્યાસુતે દીક્ષા લીધી ત્યારે કૃષ્ણ મહારાજાએ પૂછયુ હતું કે તું આવો હર્યો ભર્યો સંસાર છોડી દે છે તેનું કારણ શું? તારી પાસે શું સુખ નથી ? પૈસા છે. આટલી સરસ પત્ની, બાળકો વગેરે ...છે.
થાવગ્ગાપુત્રએ સમજાવ્યું કે રાજન! મૃત્યુ સંસાર ને મારે છે અને સંસારી મરે છે. અનંત દુઃખની પરંપરા લઈને જાય છે. અને મૃત્યુ પછી ચાર ગતિના દુ:ખ ભોગવે છે. જ્યારે સાધુ સમાધિ પૂર્વક મરે છે,મરીને મૃત્યુ ઉપર વિજય મેળવે છે.
બાળકો થાવસ્યાસુતે તો આ સંસારનો, સંસારના પરિભ્રમણનો, ચારગતિની રખડપટ્ટીનો ત્યાગ કરી અને અનંતા દુઃખમાંથી મુક્તિ મેળવી લીધી તો આપણે શું કરીશું? જો આપણાથી સંસારનો ત્યાગ ન થાય તો કંઈ નહીં. પરંતુ “સંસાર અસાર છે” એવી ભાવના હંમેશા ભાવથી કરવી જોઈએ. તો આ જન્મે તો નહીં પરંતુ કદાચ આવતા જન્મે તો આપણે આ સંસારમાંથી અને જીવન મરણ ના ફેરામાંથી મુક્ત થઈને મોક્ષ પામીશું” “યાદરાખો બાળકો સંસાર અસાર છે.”