Book Title: Pandita Virvijayji Jain Educational Certificate Course
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Panditvaryashri Virvijayji Upashray Ahmedabad
View full book text
________________
૧૬૪
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬ ભગવાને ઉત્તર આપ્યો રાજર્ષિને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે.
શ્રેણિક રાજા મુંઝાયા. ભગવાને ખુલાસો કર્યો કે દુર્મુખના શબ્દોથી તેમના ધ્યાનમાં ભંગ થયો હતો અને એ વખતે તેમના મનમાં શત્રુને નાશ કરવાનું યુદ્ધ ચાલતું હતું. બધા જ શસ્ત્રો ખલાસ થઈ જતાં તેમને મુગટથી શત્રુને મારવાનું વિચાર્યું અને ત્યાં જ માથા ઉપર હાથ જતાં મુંડન કરેલું માથું હાથમાં આવતાં તેઓ વિચારમાંથી બહાર આવે છે. અને આત્મનિંદા કરતાં કરતાં પોતાની જાતને ધિક્કારતાં ધ્યાન ધરે છે અને કેવળજ્ઞાન પામી મોક્ષે જાય છે. એક ચિત્તે ધ્યાન ધરવાથી પણ મોક્ષે જવાય છે. આપણે પ્રભુને પ્રાર્થના ભાવથી અને ધ્યાનપૂર્વક કરવી જોઈએ.
૪. દેવપાલ અચલપુરમાં દેવપાલ નામે નોકર હતો. વનમાં ગાયો ચારવા જાય. પુષ્ય યોગે એકવખત આદિનાથની પ્રતિમા મળી. નાનકડી ઘાસની ઝુંપડી બનાવી પરમાત્માને પધરાવ્યા. રોજ પુષ્ય પૂજાનો નિયમ કર્યો. પ્રભુ પૂજા વિના ભોજન ન કરે.
પ્રભુને કલાકો સુધી નીરખ્યા કરે અને મનમાં આનંદની છોડો ઉડે. એક વખત ઘણાં વરસાદથી નદીમાં પૂર આવ્યું. દેવપાલ ગામમાં અને પ્રભુ જંગલમાં, વચ્ચે પુરપાટ વહેતી નદી. પ્રભુની પૂજા કેમ કરવી? શુન્યમનસ્ક થઈ બેઠો છે.
શ્રેષ્ઠીએ જમવા બોલાવ્યો. દેવપાલે કહ્યું મારે પ્રભુ પૂજા વગર ન જમવાનો નિયમ છે. દેવપાલની આંખમાં અશ્રુધારા વહે છે, મૂકેલું ભોજન કરતો નથી.
આમને આમ અઠવાડીયું થયું, દેવપાલ ભુખ્યો તરસ્યો છે. આઠમે દિવસે પુર ઓસરતા દોડડ્યો પૂજા કરવા. ત્યાં ભયંકર સિંહ જોયો. ડર્યા વિના પ્રભુ પૂજા કરી.
હે સ્વામી આપના દર્શન વિના મારા સાત દિવસો નિષ્ફળ ગયા.
ત્યારે તેના સત્વ અને ભક્તિથી પ્રસન્ન થયેલો દેવ બોલ્યો તું વરદાન માંગ. દેવપાલે તે ગામનું રાજ માગ્યું. દેવે તથાસ્તુ કહ્યું.
સાતમે દિવસે તે ગામનો અપુત્રીયો રાજા મરણ પામ્યો. દેવપાલ દેવના વરદાનથી રાજા થયો. પણ પહેલાનો નોકર હોવાથી કોઈ તેની આજ્ઞા માનતું ન હતું. દુ:ખી થઈ ગયો. તેને દુઃખી થઈને દેવને યાદ કર્યા અને કહ્યું આવું રાજ મારે જોઈતું નથી.
દેવતા કહે તું કુંભાર પાસે માટીના હાથી જેવો હાથી બનાવ, તેના પર