Book Title: Pandita Virvijayji Jain Educational Certificate Course
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Panditvaryashri Virvijayji Upashray Ahmedabad

View full book text
Previous | Next

Page 167
________________ ૧૬૬ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬ - સોહાગદેવી વિચારવા લાગ્યા હવે શું કરવું? પોતાના પતિને વિનવણી કરે છે કે હું તો આજીવન બ્રહ્મચર્ય પાળીશ પણ તમે સુખેથી બીજી સ્ત્રીને પરણો. ત્યારે જિનદાસે પણ હર્ષથી જણાવ્યું કે ચાલો આવો સુવર્ણ અવસર પ્રાપ્ત થયો છે. આપણે બંને જણા હવેથી એકાંતરે નહીં પરંતુ દરરોજે બ્રહ્મચર્ય પાળીશું. બંને જણા શાશ્વત સુખનો ઉપાય કરવા માટે આરાધનમય જીવન વીતાવવા સજ્જ બન્યા. અવસરે દીક્ષા લેવા માટેનું વિચારી ગુરુ મહારાજ પાસે જઈ આજીવન બ્રહ્મચર્ય લઈ ચતુર્થ વ્રત અંગીકાર કર્યું અને મોક્ષે પણ જશે. શ્રાવક કહે અમે તો આવા બાલ બ્રહ્મચારી દંપતીને કદી જોયા સાંભળ્યા નથી. બ્રહ્મચર્ય પાળવામાં કેટલું પુણ્ય રહેલું છે કે એક લાખ સાધÍકને ભોજન કરાવવા જેટલું પુણ્ય માત્ર આ દંપતિને જમાડવાથી થાય છે. માટે થોડો પણ બ્રહ્મચર્યનો નિયમ લેવો જોઈએ. ( ૫ જૈન ભૂગોળ ) સકલતીર્થ - ત્રણે લોકના શાશ્વત ચેત્યોનો સંક્ષિપ્ત પરીચય આપણી સાચી ભૂગોળ”માં આપણે શ્રેણી-૧માં ચૌદ રાજલોકનો પરીચય જોયો. શ્રેણી-પમાં “તીર્થાલોકના શાશ્વત ચૈત્યો” નો પરીચય જાણ્યો. પરંતુ લોક ત્રણ છે. ઉર્ધ્વલોક, અધોલોક અને તીર્થાલોક, તેમાં ઉર્ધ્વલોકમાં રહેલા શાશ્વત ચૈત્યો ૮૪,૯૭,૦૨૩ છે. તે આ પ્રમાણે છે. પહેલા સ્વર્ગે ૩૨ લાખ, બીજા સ્વર્ગે ૨૮ લાખ, ત્રીજા સ્વર્ગે ૧૨ લાખ, ચોથા સ્વર્ગે ૮ લાખ, પાંચમા સ્વર્ગે ૪ લાખ, છઠ્ઠા સ્વર્ગે ૫૦ હજાર, સાતમા સ્વર્ગે ૪૦હજાર, આઠમા સ્વર્ગે ૬ હજાર, નવ અને દશમાં સ્વર્ગે ૪૦૦, અગિયાર અને બારમાં સ્વર્ગે ૩૦૦, નવરૈવેયકમાં ૩૧૮, અનુત્તર વિમાનમાં-પાંચ. આ ચૈત્યોમાં બારે દેવલોકના જિનાલયોમાં પ્રત્યેકમાં ૧૮૦ શાશ્વત પ્રતિમાજી છે જ્યારે રૈવેયક તથા અનુત્તરના કુલ ૩૨૩ જિનાલયોમાં પ્રત્યેકમાં ૧૨૦ પ્રતિમાજી છે. તેથી ૮૪,૯૭,૦૨૩ એવા ઉર્ધ્વલોકના શાશ્વત જિનાલયમાં કુલ ૧,પર,૯૪,૪૪,૭૬૦ શાશ્વત પ્રતિમાજી રહેલા છે. અધોલોકમાં ભવનપતિના ભવનોમાં ૭,૭૨,૦૦,૦૦૦ શાશ્વત ચેત્યો છે. તે આ પ્રમાણે પહેલા ભવનમાં ૬૪ લાખ, બીજા ભવનમાં ૮૪ લાખ, ત્રીજા ભવનમાં ૭૨ લાખ, ચોથા થી નવમાં એ છ એ ભવનમાં પ્રત્યેકમાં ૭૬-૭૬ લાખ, દશમાં ભવનમાં ૯૬ લાખ શાશ્વત જિનાલયો છે. તે દરેકમાં ૧૮૦ જિનપ્રતિમા છે. તેથી ૧૩,૮૯,૬૦,૦૦,OOO શાશ્વત પ્રતિમાજી અધો લોકના ભવનોમાં બિરાજમાન છે.

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174