Book Title: Pandita Virvijayji Jain Educational Certificate Course
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Panditvaryashri Virvijayji Upashray Ahmedabad

View full book text
Previous | Next

Page 169
________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬ લાખનો વેપાર, રસનો વેપાર, કેશનો વેપાર, વિષનો વેપાર, યંત્રપિલણ નિર્ણાંછન, દવઅગ્નિ, સર-દ્રાદિ શોષવવા અને અસતિ પોષણ. ૭ બાહ્યતપના છ ભેદોના નામ આપો. ૧૬૮ ૮. ૯. અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતા. અત્યંતર તપનાં છ ભેદોના નામ આપો. પ્રાયશ્ચિત, વિનય, વેયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને ઉત્સર્ગ અજિત શાંતિ સ્તોત્રની રચના કોણે કરી છે ? આ સ્તોત્ર ની રચના નંદિષેણ મુનિએ, શત્રુંજય તીર્થ ઉપર કરી છે. ૧૦. અજિત શાંતિ સ્તોત્રમાં કયા ભગવંતની સ્તુતિ કરાઈ છે. અજિતનાથ અને શાંતિનાથ એ બે ભગવંતની અલગ-અલગ તથા સંયુક્ત સ્તુતિ કરાઈ છે. ૧૧. પક્ષિ આદિ પ્રતિક્રમણમાં કરાતો છીંકનો કાઉસ્સગ્ગ ક્યારે કરાય છે ? પદ્મિ આદિ પ્રતિક્રમણમાં છીંકનો કાઉસ્સગ્ગ છેલ્લા દુમ્ભય કમ્મક્ષય ના કાઉસ્સગ્ગ ની પહેલા કરવામાં આવે છે. ૧૨. જેને મંગલરૂપ, લોકમાં ઉત્તમ અને શરણ ગ્રહણ કરવા લાયક કહ્યા છે. તે ચાર ના નામ આપો. અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલી ભગવંત પ્રરૂપિત ધર્મ એ ચાર મંગલરૂપ છે. લોકમાં ઉત્તમ છે અને શરણ ગ્રહણ કરવા લાયક છે. ૧૩. સંથારા પોરિસી સૂત્રમાં અઢાર પાપ સ્થાનકના નામ કઈ ગાથામાં આવે છે. પાણાઈવાયમલિયં અને કલહં અધ્માણ એ આઠમી તથા નવમી ગાથા માં અઢાર પાપસ્થાનકના નામ આવે છે. ૧૪. સંલેષણા સંબંધિ અતિચારમાં કઈ પાંચ ઈચ્છાને દોષરૂપ ગણી છે ? આલોક, પરલોક, જીવિત, મરણ અને કામભોગ સંબંધિ આશંસાઈચ્છાને દોષરૂપ ગણી છે. ૧૫. સ્થંડિલ પડિલેહણ કરતા કુલ કેટલા માંડલા કરાય છે ? સ્થંડિલ પડિલેહણમાં ચારે દિશામાં છ-છ માંડલા થઈ કુલ ચોવીસ માંડલા કરવામાં આવે છે.

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174