Book Title: Pandita Virvijayji Jain Educational Certificate Course
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Panditvaryashri Virvijayji Upashray Ahmedabad
View full book text
________________
૧૬૨
જેને એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬ છે, ચોમાસાની વર્ષા. કાદવના થર બાઝી ગયા. મેધ ગર્જના અને વીજળીના કડાકા ચાલુ થયા. પણ બાહુબલી તો કાયોત્સર્ગમાં અડોલ જ છે.
પગની નીચેથી ઉગેલી વેલ આખા શરીરને વીંટળાઈને માથા સુધી પહોંચી ગઈ છે. પગની નીચે તથા આજુબાજુ શૂળો ઉગી નીકળી છે. પંખીઓએ શરીર પર માળા બાંધ્યા છે. સાપે ત્યાં રાફડા બનાવ્યા છે. વેલમાં રહેલી જીવાતો શરીરે ચટકા ભરી રહી છે. પંખીઓ ચાંચો મારે છે, સાપ પોતાના દાંત બેસાડે છે. પછી શરૂ થાય છે હાડ થીજાવી દે તેવી ઠંડી.
છતાં હજી બાહુબલી અડોલ છે. કેવા વીર અને બળવાનું છે. કેટલું બધું સહન કરવાની શક્તિ છે. આત્મભાવમાં સ્થિર થઈ ગયા છે. આખું વર્ષ આ રીતે વીતી ગયું, બધા જ કર્મોને ખપાવી દીધા પણ ચંદ્રમામાં જેમ ગ્રહણ લાગે તેમ અભિમાન આડે આવે છે તેથી કેવળજ્ઞાન પ્રાપ્ત થતું નથી.
ઋષભદેવ પ્રભુ બ્રાહ્મી અને સુંદરીને મોકલે છે. બને ત્યાં જઈને બોલે છે વીરા મોરાં ગજ થકી ઉતરો. એટલેકે અભિમાનના હાથી ઉપરથી ઉતરો. બાહુબલીજીના ચિત્ત તંત્ર પર શબ્દો પછડાયા ને ત્યાંજ ભાઈને વંદન ન કરવારૂપ અભિમાન ઓગળી ગયું. હજી તો ભાઈ ને વંદન કરવા જવા માટે એક ડગલું દીધું ત્યાં તો અભિમાન નું જે કર્મ આડે આવતું હતું તે નાશ પામ્યું અને બાહુબલીજીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું અને મોક્ષે ગયા.
બાહુબલીજીમાં કેટલું બધું બળ હતું અને તેમની સહન કરવાની શક્તિ નો કોઈ જ પાર ન હતો અને તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
આપણે પણ આપણી પાસે જે હોય તેનાથી ચલાવી લેવાની શક્તિ હોવી જોઈએ અને ન હોય તે માટે સહનશક્તિ હોવી જોઈએ.
બાહુબલીએ જે રીતે પૂર્વના ભવમાં ૫OO સાધુ ભગવંતોની વૈયાવચ્ચ કરવા દ્વારા અપૂર્વ બળ પ્રાપ્ત કર્યું તે તો બીજા પણ કદાચ કરી શકે, પણ ચકવર્તી જેવા બળવાનને પણ ભોંય ભેગા કરવાની શક્તિ પોતાના કર્મો ખપાવી દેવામાં વાપરનાર વિરલા જ હોઈ શકે. તેનું બળ જ તેના ત્યાંગમાં શક્તિ સીંચી ગયું અને પૂર્વ ભવનું સાધુ પણું આ ભવે સિદ્ધ બનાવી ગયું.
૩. પ્રસન્નચંદ્ર રાજર્ષિ પ્રસન્નચંદ્ર રાજર્ષિ એક વખત સાંજના સમયે ફરતાં ફરતાં આકાશમાં જુએ છે અને વિચારે છે અરે ! આ સંધ્યાના વાદળાના રંગની સુંદરતા ક્યાં ગઈ?