Book Title: Pandita Virvijayji Jain Educational Certificate Course
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Panditvaryashri Virvijayji Upashray Ahmedabad
View full book text
________________
૧૬
જૈન એયુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૧ બાળકો આ છે વંદનનો મહિમા. ફક્ત ભાવથી વંદન કરવાથી જ મોક્ષ મળતો હોય તો આપણે શું કામ આવી તક ગુમાવીએ. બાળકો તમને કોઈ એવું નહીં કહે કે દરરોજ આટલા મહારાજ(સાધુ), આટલા દેરાસર વંદન કરવા જાઓ, પરંતુ તમે નિશાળે જતાં આવતાં રસ્તે મળતાં મહારાજ ને ભાવથી “મFએણવંદામિ' અને રસ્તામાં આવતાં દેરાસર જોઈને “બે હાથ જોડી” નમો જિણાણે તો કહી શકો ને.
બાળકો આજથી આટલું અવશ્ય કરજો અને આજ થી આ સુત્ર યાદ રાખી લો વંદના પાપ નિકંદના” એટલેકે વંદન કરવાથી પાપ દુર થાય છે.
કથા- ૩ઃ ઢંઢણકુમાર કૃષ્ણ વાસુદેવની ઢંઢણા નામની રાણીના એક પુત્રનું નામ ઢંઢણકુમાર હતું. તેઓ ખૂબજ ધર્મ કરતા હતા. ઢંઢણકુમારે નેમિનાથ ભગવાનની દેશના સાંભળી વૈરાગ્યથી પ્રભાવિત થઈ ને ભાવપૂર્વક પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી તેઓ દ્વારિકા નગરીમાં ભિક્ષાર્થે જાય છે. પણ શુધ્ધ ભિક્ષા મળતી નથી. શુદ્ધ ભિક્ષા એટલેકે ભાવથી વહોરાવેલી નિર્દોષ ભિક્ષા, પરંતુ તેમને શુદ્ધભિક્ષા મળતી નથી. કારણકે તેમણે પૂર્વભવમાં પાપ કર્યું હોય છે. તે અંતરાય કર્મ ઉદયમાં આવેલું હોય છે.
પૂર્વભવમાં તે પાંચસો ખેડૂતનો અધિકારી હતો ત્યારે બધાં ખેડૂત અને બળદોને ભોજનના સમયે છુટ્ટી મળે ત્યારે પોતાના ખેતરમાં બપોરે હળ ખેડાવતો. આ રીતે ૫૦૦ ખેડૂતો અને ૧૦૦૦ બળદોને ભોજનમાં અંતરાય કર્યો હતો. આ અંતરાય કર્મનો ઉદય થયો હોવાથી આ ભવમાં શુદ્ધ આહાર મળતો ન હતો.
ઢંઢણકુમાર ગમે તેમ કરીને કર્મનો નાશ કરવાનું વિચારે છે. અને તે પ્રભુપાસે અભિગ્રહ ધારણ કરે છે કે જયાં સુધી મને સ્વલમ્બિએ શુદ્ધ આહાર ન મળે ત્યાં સુધી આહાર ન કરવો. દરરોજે ઢંઢણમુનિ ભિક્ષા લેવા જાય છે. પરંતુ શુદ્ધ આહાર મળતો નથી અને પાછા આવી ને ભોજન અને પાણીનો ત્યાગ કરીને ભુખ અને તરસ સહન કરે છે.
એક વખત કૃષ્ણમહારાજા એ નેમિનાથ પ્રભુને પૂછ્યું આપના અઢાર હજાર સાધુમાં સૌથી શ્રેષ્ઠ કોણ ? ભગવંતે જવાબ આપ્યો ઢઢણમુનિ.
ઢંઢણમુનિના અભિગ્રહની વાત સાંભળી કૃષ્ણ મહારાજાને થયું કે હું જલ્દી ઢંઢણમુનિને વંદન કરું. ભિક્ષા માટે નીકળેલા મુનિ માર્ગમાં મળ્યા ત્યારે કૃષ્ણ મહારાજાએ હાથી ઉપરથી ઉતરી વંદન કર્યું. તે જોઈ બધા રાજાઓ પણ મુનિને ચરણે પડ્યા. એક વણિકે આ જોયું અને પ્રભાવિત થઈને લાડવા વહોરાવ્યા.
ઢંઢણમુનિએ નેમિનાથ ભગવાનને પૂછ્યું શું મારું અંતરાય કર્મ નષ્ટ થઈ ગયું ? ભગવાને કહ્યું ના આ તો કૃષ્ણ મહારાજા ને લીધે તને ભિક્ષા મળી.