Book Title: Pandita Virvijayji Jain Educational Certificate Course
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Panditvaryashri Virvijayji Upashray Ahmedabad

View full book text
Previous | Next

Page 148
________________ 5, જેને એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬ ૧૪૭ વિધિ ભણવો વિસા, પોરિસીમાંહિ ઊંધ્યા, અવિધ સંથારો પાથર્યો. પારણાદિકતણી ચિંતા કીધી, કાળવેળાએ દેવ ન વાંધા, પડિક્કમણું ન કીધું, પોસહ અસુરો લીધો, સવેરો પાર્યો. પર્વતિથિએ પોસહલીધો નહીં. અગિયારમેં પૌષધોપવાસવૃત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂમ બાદર જાણતા અજાણતાં હુઓ હોય તે સવિ મને, વચન, કાયાએ કરી, મિચ્છા મિ દુક્કડ (૧૧) બારમે અતિથિ-સંવિભાગ-વ્રતે પાંચ અતિચાર-સચિત્તે નિમ્બિવણે૦ સચિત્ત વસ્તુ હેઠ ઉપર છતાં મહાત્મા મહાસતી પ્રત્યે અસૂઝતું દાન દીધું, દેવાની બુદ્ધિએ અસૂઝતું ફેડી સૂઝતું કીધું પરાયું ફેડી આપણું કીધું, અણદેવાની બુદ્ધિએ સૂઝતું ફેડી અસૂઝતું કીધું, આપણું ફેડી પરાયું કીધું. વહોરવા વેળા ટળી રહ્યા, અસુર કરી મહાત્મા તેડ્યા. મત્સર ધરી દાન દીધું. ગુણવંત આવ્યે ભક્તિ ન સાચવી. છતી શક્તિએ સાહમિમ-વચ્છલ્લ ન કીધું. અનેરા ધર્મક્ષેત્ર સીદાતા છતી શક્તિએ ઉદ્ધર્યા નહીં. દીન ક્ષીણ પ્રત્યે અનુકંપાદાન ન દીધું. બારમે અતિથિ-સંવિભાગ વ્રતવિષઈયો અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂમ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિ મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. (૧૨) સંલેષણા તણા પાંચ અતિચાર-ઈહલોએ પરલોએ.. ઈહલોગા-સંસMઓગે, પરલોગાસંસપ્ટઓગે, જીવિઆસંસપ્પઓગે, મરણા-સંસપ્પઓગે, કામભોગાસંસપ્પઓગે, ઈહલોકે ધર્મના પ્રભાવ લગે રાજ-ઋદ્ધિ, સુખ, સૌભાગ્ય, પરિવાર વાંડ્યાઃ સુખ આવ્યું જીવિતવ્ય વાંછ્યું, દુઃખ આવ્યે મરણ વાંડ્યું. કામભોગતણી વાંછા કીધી. સંલેષણા વ્રતવિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ મન, વચન, કાયાએ કરી તસ્સ મિચ્છા મિ દુક્કડં. (૧૩) તપાચાર બાર ભેદ-છ બાહ્ય, છ અત્યંતર, અણસણ-મૂણોઅરિઆ અણસણ ભણી ઉપવાસ વિશેષ પર્વતિથિએ છતી શક્તિએ કીધો નહી. ઊણોદરી વ્રત તે કોળિયા પાંચ સાત ઉણા રહ્યા નહીં. વૃત્તિ સંક્ષેપ તે દ્રવ્ય ભણી સર્વ વસ્તુઓનો સંક્ષેપ કીધો નહીં. રસત્યાગતે વિગ ત્યાગ ન કીધો. કાયફલેશલોચાદિક કષ્ટ સહન કર્યા નહીં. સલીનતા-અંગોપાંગ સંકોચી રાખ્યાં નહીં, પચ્ચખ્ખાણ ભાગ્યાં, પાટલો ડગડગતો ફેક્યો નહીં. ગંઠસી, પોરિસી, સાઢપોરિસી પુરિમટ્ટ, એકાસણું, બેઆસણું, નીવિ, આયંબિલ પ્રમુખ પચ્ચખાણ પારવુંવિસાવું, બેસતાં નવકાર ન ભણ્યો, ઊઠતાં પચ્ચકખાણ કરવુંવિસાવું, ગંઠસીયું ભાંગ્યું, નીવિ, આયંબિલ, ઉપવાસાદિ તપ કરી કાચું પાણી પીધું, વમન હુઓ. બાહ્ય તપવિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ મન, વચન, કાયાએ કરી, મિચ્છા મિ દુક્કડં. (૧૪) અત્યંતર તપ-પાયચ્છિત્ત વિણઓ૦ મનશુદ્ધ ગુરુકને આલોયણ લીધી નહીં; ગુરુદત્ત-પ્રાયશ્ચિત્ત તપ લેખાશુદ્ધ પહોંચાડ્યો નહીં,દેવ, ગુરુ, સંઘ, સાહષ્મી પ્રત્યે વિનય સાચવ્યો નહીં. બાલ વૃદ્ધ, ગ્લાન, તપસ્વી પ્રમુખનું વેયાવચ્ચ ન કીધું. વાંચના, પૃચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા, ધર્મકથા લક્ષણ પંચવિધ સ્વાધ્યાય ન કીધો, ધર્મધ્યાન શુક્લધ્યાન ન ધ્યાયાં, આર્તધ્યાન રૌદ્રાધ્યાને ધ્યાયાં. કર્મક્ષય નિમિત્તે લોગસ્સ દશ-વીશનો કાઉસ્સગ ન કીધો. અત્યંતર તપ વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસ માંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ (૧૫)

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174