Book Title: Pandita Virvijayji Jain Educational Certificate Course
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Panditvaryashri Virvijayji Upashray Ahmedabad

View full book text
Previous | Next

Page 147
________________ ૧૪૬ જેન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬ વિષયરસ વખાણ્યા. રાજકથા, ભક્તકથા, દેશકથા, સ્ત્રીકથા કીધી. પરાઈ તાંત કીધી તથા પશુન્યપણું કીધું, આ-રોદ્રધ્યાન ધ્યાયાં. ખાંડા, કટાર, કોશ, કુહાડા, રથ, ઉખલ, મુશલ અગ્નિ, ઘરંટી, નિસાહ, દાતરડાં પ્રમુખ અધિકરણ મેલી, દાક્ષિણ્ય લગે માગ્યાં આપ્યાં. પાપોપદેશ કીધો. અષ્ટમી-ચતુર્દશીએ ખાંડવા, દળવાતણાં નિયમ ભાંગ્યા. મુખરપણા લગે અસંબદ્ધ વાક્ય બોલ્યા. પ્રમાદાચરણ સેવ્યાં. અંઘોલે, નાહણે, દાતણે, પગ ધોઅણ, ખેલ પાણી તેલ છાંટ્યાં, ઝીલણ ઝીલ્યાં, જુગટે રમ્યા, હિંચોળે હિંચ્યા. નાટકપ્રેક્ષણક જોયાં. કણ, કુવસ્તુ, ઢોર લેવરાવ્યાં. કર્કશ વચન બોલ્યા. આક્રોશ કીધા. અબોલા લીધા. કાકડા મોડ્યા, મચ્છર ધર્યો. સંભેડા લગાડયા, શ્રાપ દીધા. ભેંસા, સાંઢ, હુડુ, કુકડા, શ્વાનાદિક ઝુઝાર્યા, ઝૂઝતા જોયા. ખાદી લાગે અદેખાઈ ચિંતવી. માટી, મીઠું, કણ, કપાસીયા, કાજવિણ ચાંપ્યા, તે ઉપર બેઠા, આલી વનસ્પતિ ખૂદી. સૂઈ-શસ્ત્રાદિકનીપજાવ્યાં. ઘણી નિદ્રા કીધી. રાગ દ્વેષ લગે એકને ઋદ્ધિપરિવાર વાંછી, એકને મૃત્યુહાનિ વાંછી. આઠમે અનર્થદંડ વિરમણવ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર, પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિ મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડ (૮) નવમે સામાયિક વ્રતે પાંચ અતિચાર-તિવિહે દુપ્પણિહાણે, સામાયિક લીધે મને આહટ્ટ દોહટ્ટ ચિંતવ્યું. સાવદ્ય વચન બોલ્યા. શરીર અણપડિલેહ્યું હલાવ્યું. છતી વેળાએ સામાયિક ન લીધું. સામાયિક લઈ ઉઘાડે મુખે બોલ્યા. ઊંઘ આવી. વાત વિકથા ઘરતણી ચિંતા કીધી. વીજ, દીવા, તણી ઉત્તેહિ હુઈ. કણ, કપાસીયા, માટી, મીઠું, ખડી, ધાવડી, અરણેટો, પાષાણ પ્રમુખ ચાંપ્યાં. પાણી, નીલ, ફૂલ, સેવાલ, હરિયકાય, બીયકાય ઈત્યાદિક આભડ્યાં. સ્ત્રી-તિર્યંચ તણા નિરંતર પરંપર સંઘટ્ટ હુઆ. મુહપત્તિ સંધટ્ટી. સામાયિક અણપૂગ્યું પાર્યું, પારવું વિચાર્યું, નવમે સામાયિકવ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ, સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિ મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડ (૯) દશમે દેશાવગાશિકવ્રતે પાંચ અતિચાર-આણવણે પેસવણે આણવણપ્પાઓગે, પેસવણપ્પોગે, સદાણુવાઈ, રૂવાણુવાઈ, બહિયાપુગ્ગલ પમ્ભવે. નિયમિત ભૂમિકામાંહિ બહારથી કાંઈ અણાવ્યું. આપણ કને થકી બહાર કાંઈ મોકલ્યું. અથવા રૂપ દેખાડી, કાંકરો નાખી, સાદ કરી આપણપણું છતું જણાવ્યું. દશમે દેશાવગાશિકવ્રતવિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ, સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ (૧૦) અગિયારમે પૌષધોપવાસવ્રતે પાંચ અતિચાર-સંથાચ્ચારવિહિo અપ્પડિલેહિય દુપ્પડિલેહિયસિજ્જાસંથારએ, અપ્પડિલેહિયદુપ્પડિલેહિય ઉચ્ચાર-પાસવણ ભૂમિ. પોસહ લીધે સંથારાતણી ભૂમિ ન પૂંજી, બાહિરલા લહુડાં વડાં અંડિલ દિવસે શોધ્યાં નહીં, પડિલેહ્યાં નહીં, માતરું અણપૂંજ્યું હલાવ્યું, અણપૂંજી ભૂમિકાએ પરઠવ્યું. પરઠવતાં અણજાણહ જસુગ્રહો' ન કહ્યો પરઠવ્યા પૂંઠે વાર ત્રણ “વોસિરે વોસિરે' ન કહ્યો. પૌષધશાળામાંહિ પેસતાં ‘નિસીહિ' નિસરતાં ‘આવર્સીહિ' વાર ત્રણ ભણી નહીં. પુઢવી, અપુ, તેજ, વાઊ, વનસ્પતિ, ત્રસકાયતણા સંધટ્ટ, પરિતાપ, ઉપદ્રવ હુઆ, સંથારા-પોરિસી તણો

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174