Book Title: Pandita Virvijayji Jain Educational Certificate Course
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Panditvaryashri Virvijayji Upashray Ahmedabad

View full book text
Previous | Next

Page 145
________________ ૧૪૪ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬ પહેલે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર, પક્ષ દિવસમાંહિ સૂમ બાદર જાણતાં, અજાણતાં હુઓ હોય, તે સવિ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ (૧) બીજે સ્થૂલ - મૃષાવાદ-વિરમણવ્રતે પાંચ અતિચાર-સહસા રહસ્સેદારે સહસાત્કારે કુણહિ પ્રત્યે અજુગતું આળ-અભ્યાખ્યાન દીધું. સ્વદારા-મંત્રભેદ કીધો. અનેરા કુણહીનો મંત્ર, આલોચ, મર્મ પ્રકાશ્યો. કુણહીને અનર્થ પાડવા કૂડી બુદ્ધિ દીધી. કુડો લેખ લખ્યો, કૂડી સાખ ભરી, થાપણ-મોસો કીધો. કન્યા, ગૌ, ઢોર ભૂમિસંબંધી લેહણે દેહણે વ્યવસાયે વાદ વઢવાડ કરતાં મોટકું જુઠું બોલ્યા. હાથ-પગ-તણી ગાળ દીધી. કડકડા મોડ્યા, મર્મ વચન બોલ્યા, બીજે સ્થૂલ-મૃષાવાદ-વિરમણવ્રત વિષયો અનેરો જે કોઈ અતિચાર, પક્ષ દિવસમાંહિ, સૂક્ષ્મ બાદર જાણતાં, અજાણતાં હુઓ હોય, તે સવિ, મન, વચન, કાયાએ કરી, મિચ્છા મિ દુક્કડ (૨) ત્રીજે સ્થૂલ અદત્તાદાન-વિરમણવ્રતે પાંચ અતિચાર-તેના હડપ્પઓગે. ઘર, બાહિર, ક્ષેત્રે, ખળે પરાઈ વસ્તુ અણમોકલી લીધી, વાવરી, ચોરાઈ વસ્તુ વહોરી. ચોર ધાડ પ્રત્યે સંકેત કીધો, તેહને સંબલ દીધું, તેહની વસ્તુ લીધી. વિરુદ્ધ રાજ્યાતિક્રમ કીધો. નવા, પુરાણા, સરસ, વિરસ સજીવ, નિર્જીવ વસ્તુના ભેળ-સંભેળ કીધા. કૂડે કાટલે, તોલે, માને, માપે, વહોર્યા, દાણચોરી કીધી. કુણહીને લેખે વરસ્યો. સાટે લાંચ લીધી, કૂડો કરતો કાઢ્યો, વિશ્વાસઘાત કીધો, પરવંચના કીધી. પાસિંગ કૂડાં કીધાં. દાંડી ચઢાવી. લકે ત્રહકે કૂડાં કાટલાં માન માપાં કીધાં. માતા, પિતા, પુત્ર, મિત્ર, કલત્ર, વંચી કુણહીને દીધું. જુદી ગાંઠ કીધી. થાપણ ઓળવી. કુણહીને લેખે પલેખે ભૂલવ્યું. પડી વસ્તુઓળવી લીધી. ત્રીજે સ્થૂલ અદત્તાદાન-વિરમણવ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર, પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં, અજાણતાં હુઓ હોય, તે સવિ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ.(૩) ચોથે સ્વદારાસંતોષ, પરસ્ત્રીગમનવિરમણવ્રતે પાંચ અતિચાર-અપરિગ્દહિયા-ઈત્તર અપરિગૃહતાગમન, ઈત્રપરિગૃહીતાગમન કીધું. વિધવા, વેશ્યા, પરસ્ત્રી, કુલાંગના, સ્વદારા-શોકતણે વિષે દૃષ્ટિ-વિપર્યાસ કીધો. સરાગ વચન બોલ્યા. આઠમ ચૌદશ અનેરી પર્વતિથિના નિયમ લઈ ભાંગ્યા; ઘરઘરણાં કીધાં, કરાવ્યાં; વર-વહુ વખાણ્યાં. કુવિકલ્પ ચિંતવ્યો. અનંગક્રીડા કીધી. સ્ત્રીનાં અંગોપાંગ નીરખ્યાં, પરાયા વિવાહ જોડ્યા. ઢીંગલા-ઢીંગલી પરણાવ્યાં. કામભોગતણે વિષે તીવ્ર અભિલાષ કીધો. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર સુહણે સ્વપ્નાંતરે હુઆ, કુસ્વપ્ર લાવ્યાં. નટવિટ, સ્ત્રી શું હાં કીધું. ચોથે સ્વદારા-સંતોષ પરસ્ત્રી-ગમનવિરમણ વ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર, પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં, અજાણતાં હુઓ હોય, તે સવિ મન, વચન, કાયાએ કરી, મિચ્છા મિ દુક્કડ (૪) પાંચમે સ્થૂલ પરિગ્રહ-પરિમાણ વ્રતે પાંચ અતિચાર-ધણ ધન્ન-ખિત્ત-વત્થ૦ ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રૂખ, સુવર્ણ, કુષ્ય, દિપદ, ચતુષ્પદ એ નવવિધ પરિગ્રહતણા નિયમ ઉપરાંત વૃદ્ધિ દેખી, મૂછ લગે સંક્ષેપ ન કીધો; માતા, પિતા, પુત્ર, સ્ત્રીતણે લેખે કીધો. પરિગ્રહ પરિમાણ લીધું નહી, લઈને પડ્યું નહીં, પઢવું વિચાર્યું, અલીધું મેલ્યુ, નિયમ

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174