Book Title: Pandita Virvijayji Jain Educational Certificate Course
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Panditvaryashri Virvijayji Upashray Ahmedabad

View full book text
Previous | Next

Page 144
________________ ૧૪૩ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬ ચારિત્રિયાનાં ચારિત્ર, શ્રી જિનવચન તણો સંદેહ કીધો. આકાંક્ષા-બ્રહ્મા, વિષ્ણુ મહેશ્વર, ક્ષેત્રપાલ, ગોગો, આસપાલ, પાદરદેવતા, ગોત્રદેવતા, ગ્રહપૂજા, વિનાયક, હનુમંત, સુગ્રીવ, વાલી, નાહ ઈત્યેવમાદિક દેશ, નગર, ગામ, ગોત્ર, નગરી, જુજુઆ, દેવ-દેહરાના પ્રભાવ દેખી રોગ આતંક કષ્ટ આવ્ય ઈહલોક પરલોકાર્પે પૂજ્યા, માન્યા, સિદ્ધ વિનાયક જીરાઉલાને માન્યું-ઇડ્યું. બૌદ્ધ-સાંખ્યાદિક સંન્યાસી, ભરડા, ભગત, લિંગિયા, જોગીયા, જોગી, દરવેશ અનેરા દર્શનીયા તણો કષ્ટ, મંત્ર, ચમત્કાર દેખી, પરમાર્થ જાણ્યા વિના ભૂલ્યા, વ્યામોહ્યા. કુશાસ્ત્ર શીખ્યાં, સાંભળ્યાં. શ્રાદ્ધ, સંવત્સરી, હોળી, બળેવ, માહપૂનમ, અજા-પડવો, પ્રેતબીજ, ગૌરીત્રીજ, વિનાયક-ચોથ, નાગપંચમી, ઝીલણા છટ્ટી, શીલ-સાતમી, ધ્રુવ આઠમી, નૌલી-નવમી, અહવા-દશમી, વ્રત-અગ્યારશી. વચ્છ બારશી. ધનતેરસી, અનંતચઉદશી, અમાવાસ્યા, આદિત્યવાર, ઉત્તરાયણ, નૈવેદ્ય કિીધાં. નવોદક, યાગ,ભોગ, ઉતારણાં કીધાં, કરાવ્યાં. અનુમોદ્યાં, પીપળે પાણી ઘાલ્યાં, ઘલાવ્યાં; ઘર બાહિર ક્ષેત્રે, ખલે, કૂવે, તળાવે, નદીએ, દ્રહે, વાવીએ, સમુદ્ર, કુંડ, પુન્ય-હેતુ સ્નાન કીધાં, કરાવ્યાં, અનુમોદ્યાં, દાન દીધાં. ગ્રહણ શનિશ્ચર, મહા માસે નવરાત્રીએ નહાયાં.અજાણના થાપ્યાં. અનેરા વ્રતવ્રતોલાં કીધાં, કરાવ્યાં. વિતિગિચ્છા' - ધર્મ સંબંધીયા ફલતણે વિષે સંદેહ કીધો. જિન અરિહંત ધર્મના આગાર, વિશ્વોપકારસાગર, મોક્ષમાર્ગના દાતાર ઈસ્યા, ગુણ ભણી ન માન્યા, ન પૂજયા. મહાસતી, મહાત્માની ઈહલોક પરલોક સંબંધીયા ભોગવાંછિત પૂજા કીધી. રોગ, આતંક કષ્ટ આવ્યે ખીણ વચન ભોગ માન્યા, મહાત્માના ભાત, પાણી, મલ, શોભાતણી નિંદા કીધી. કુચારિત્રીયા દેખી ચારિત્રીયા ઉપર કુભાવ હુઓ. મિથ્યાત્વી તણી પૂજા-પ્રભાવના દેખી પ્રશંસા કીધી, પ્રીતિ માંડી; દાક્ષિણ્ય લગે તેમનો ધર્મ માન્યો, કીધો. શ્રી સમ્યકત્વ-વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર, પક્ષ દિવસમાંહિ, સૂમ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ મન, વચન, કાયાએ કરી, મિચ્છા મિ દુક્કડં. પહેલે સ્થૂલ પ્રાણાતિપાત-વિરમણવ્રતે પાંચ અતિચાર-વહબંધ-છવિચ્છેએ દ્વિપદ ચતુષ્પદ પ્રત્યે રીવશે ગાઢો ઘાવ ઘાલ્યો, ગાઢ બંધને બાંધ્યો, અધિક ભાર ઘાલ્યો. નિલંછન કર્મ કીધા. ચારા પાણી તણી વેળાએ સાર-સંભાળ ન કીધી. લેહણે-દેહણે કિણહિ પ્રત્યે લંઘાવ્યો. તેણે ભૂખે આપણે જમ્યા, કને રહી મરાવ્યો, બંદીખાને ઘલાવ્યો. સળ્યાં ધાન્ય તાવડે નાખ્યાં, દળાવ્યાં, ભરડાવ્યાં, શોધી ન વાવર્યા, ઈધણ, છાણાં અણશોધ્યાં બાળ્યાં, તે માહિ સાપ, વીછી, ખજૂરા, સરવલા, માંકડ, જુઆ, શિંગોડા સાહતાં મૂઆ, દુહવ્યા, રૂડે સ્થાનકે ન મૂક્યા. કીડી-મંકોડીના ઈંડા વિછોહ્યાં. લીખ ફોડી, ઉદ્દેહી, કીડી, મંકોડી, ધીમેલ, કાતરા, ચુડેલ, પંતગીયા, દેડકાં, અળસીયાં, ઈયળ, કુંતા, ડાંસ, મસા, બગતરા, માખી, તીડ પ્રમુખ જીવ વિણઠ્યા. માળા હલાવતાં, ચલાવતાં પંખી, ચકલાં, કાગતણાં ઈડા ફોડ્યા. અનેરા એકેદ્રિયાદિક જીવ વિણાસ્યા, ચાંપ્યા, દુહવ્યા. કાંઈ હલાવતાં, ચલાવતાં, પાણી છાંટતાં, અનેરા કાંઈ કામકાજ કરતાં નિર્ધસપણું કીધું. જીવરક્ષા રૂડી ન કીધી સંખારો સૂકવ્યો. રૂડું ગળણું ન કીધું. અણગળ પાણી વાપર્યું, રૂડી જયણા ન કીધી. અણગળ પાણીએ ઝીલ્યા. લૂગડાં ધોયાં. ખાટલા તાવડે નાંખ્યા, ઝાટક્યા જીવાકુલ ભૂમિ લીંપી. વાશી ગાર રાખી. દળ, ખાંડણે, લીંપણે રૂડી જયણા ન કીધી. આઠમ ચઉદસના નિયમ ભાંગ્યા, ધૂણી કરાવી.

Loading...

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174