Book Title: Pandita Virvijayji Jain Educational Certificate Course
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Panditvaryashri Virvijayji Upashray Ahmedabad
View full book text
________________
૧૪૨
જેને એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬ પંચવિઘ જ્ઞાનતણી અસદુહણા કીધી. કોઈ તોતડો બોબડો દેખી હસ્યો વિતર્યો, અન્યથા પ્રરૂપણા કીધી.જ્ઞાનાચાર વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ, સૂમ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ મન, વચન, કાયાએ કરી, મિચ્છા મિ દુક્કડ.
દર્શનાચારે આઠ અતિચાર - નિત્સંકિય નિષ્ક્રખિય, નિબ્રિતિગિચ્છા અમૂઢદિટ્ટી અ, ઉવવૂહ થિરીકરણ, વચ્છલ્લ પભાવણે અટ્ટ . ૧
દેવ-ગુરુ-ધર્મ તણે વિષે નિઃશંકપણું ન કીધું, તથા એકાંત નિશ્ચય ન કીધો. ધર્મસંબંધીયા ફલતણે વિષે નિઃસંદેહ બુદ્ધિ ધરી નહીં. સાધુ સાધ્વીનાં મલ-મલિન ગાત્ર દેખી દુગંછા નિપજાવી, કુચારિત્રીયા દેખી ચારિત્રીયા ઉપર અભાવ હુઓ. મિથ્યાત્વીતણી પૂજા પ્રભાવના દેખી મૂઢદષ્ટિપણું કીધું, તથા સંઘમાંહે ગુણવંત-તણી અનુપબૃહણા કીધી. અસ્થિરીકરણ, અવાત્સલ્ય, અપ્રીતિ, અભક્તિ નિપજાવી, અબહુમાન કીધું. તથા દેવદ્રવ્ય, ગુરુદ્રવ્ય, સાધારણદ્રવ્ય, ભક્ષિત ઉપેક્ષિત પ્રજ્ઞાપરાધે વિખાણ્યાં, વિણસતાં ઉવેખ્યાં, છતી શક્તિએ સાર સંભાળ ન કીધી તથા સાધર્મિક સાથે કલહ કર્મબંધ કીધો. અધોતી, અષ્ટપડ-મુખકોશ પાખે દેવપૂજા કીધી. બિંબપ્રત્યે વાસકુંપી, ધૂપધાણું, કળશતણો ઠબકો લાગ્યો, બિમ્બ હાથ થકી પાડ્યું, ઉસાસ નિઃસાસ લાગ્યો. દેહરે ઉપાશ્રયે મલશ્લેષ્માદિક લોઢું. દેહરામાંહે હાસ્ય, ખેલ, કેલિ, કુતૂહલ, આહાર, નિહાર કીધાં, પાન, સોપારી, નિવેદીયાં ખાધાં, ઠવણાયરિય હાથ થકી પાડ્યાં પડિલેહવા વિચાર્યા. જિનભવને ચોરાશી આશાતના, ગુરુ પ્રત્યે તેત્રીસ આશાતના કીધી હોય, ગુરુવચન “તહત્તિ' કરી પડિવન્યું નહીં. દર્શનાચાર વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર, પક્ષ દિવસમાંહિ, સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ મને, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ (૨)
ચારિત્રાચારે આઠ અતિચારપણિહાણ જોગજુરો, પંચહિં સમિઈહિં તોહિ ગતીહિં;
એસ ચરિત્તાયારો, અવિહો હોઈ નાયવો ૧il ઈર્યાસમિતિ તે અણજોયે હિંડ્યા. ભાષાસમિતિ તે સાવધ વચન બોલ્યા. એષણા સમિતિ તે તૃણ, ડગલ, અન્ન, પાણી, અસૂઝતું લીધું. આદાનભંડમાનિજોવણા-સમિતિ તે આસન, શયન, ઉપકરણ, માતરું પ્રમુખ અણપૂંજી જીવાકુલ ભૂમિકાએ મૂક્યું-લીધું. પારિષ્ઠાપનિકા-સમિતિ તે મલ, મૂત્ર, શ્લેષ્માદિક અણપૂંજી જીવાકુલ ભૂમિકાએ પરઠવ્યું. મનોગુમિ મનમાં આર્નરોદ્ર ધ્યાન ધ્યાયાં. વચનગુપ્તિ સાવદ્ય વચન બોલ્યા. કાયમુર્તિ શરીર અણપડિલેહ્યું હલાવ્યું, અણપૂંજે બેઠા. એ અષ્ટ પ્રવની માતા તે સાધુતણે ધર્મે સદેવ અને શ્રાવકતણે ધર્મે સામાયિક પોસહ લીધે, રૂડી પેરે પાળ્યાં નહીં, ખંડણા વિરાધના હુઈ. ચારિત્રાચાર વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર, પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિ મન, વચને, કાયાએ કરી, મિચ્છા મિ દુક્કડ (૩)
વિશેષતઃ શ્રાવકતણે ધર્મે શ્રીસમ્યક્ત મૂલ બાર વ્રત, સમ્યકત્વતણા પાંચ અતિચાર-સંકાકંખવિગિચ્છા શંકા-શ્રી અરિહંતતણાં બલ, અતિશય, જ્ઞાનલક્ષ્મી, ગાંભીર્યાદિક ગુણ, શાશ્વતી પ્રતિમા,

Page Navigation
1 ... 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174