Book Title: Pandita Virvijayji Jain Educational Certificate Course
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Panditvaryashri Virvijayji Upashray Ahmedabad
View full book text
________________
૯૫
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૪ ૧૫. લધુશાંતિ સ્તોત્રમાં સ્પષ્ટ મંત્રાક્ષર સ્વરૂપે આવતો મંત્ર ક્યો છે?
ઓમિતિ નમો નમો હૈ હી હું છું યઃ ક્ષઃ હી ફર્ ફ સ્વાહા” એ સ્પષ્ટ મંત્રાક્ષર સ્વરૂપ મંત્ર છે.
| ૭. સામાન્ય તત્ત્વજ્ઞાન) પ્રશ્નો) ૧. વંદનના કેટલા ભેદ છે? ક્યા ક્યા?
વંદનના ત્રણ ભેદ છે. (૧) જધન્ય કે ફિટ્ટાવંદન-બે હાથ જોડી માથું નમાવી નમસ્કાર કરવો તે. (૨) મધ્યમ/થોભ વંદન - ખમાસમણ દઈ પંચાગ પ્રણિપાત યુક્ત વંદન કરવું તે. (૩) ઉત્કૃષ્ટ વંદન - વાંદણા સૂત્ર
પૂર્વક દ્વાદશાવર્ત વંદન કરવું તે. ૨. મુદ્રા એટલે શું? તેના નામ જણાવો.
સૂત્રો બોલતી વખતે હાથ, પગ આદિ અંગોની વિશિષ્ટ રચના તે મુદ્રા.
તેના ત્રણ ભેદ છે. ૧-યોગમુદ્રા, ૨-જિનમુદ્રા, ૩-મુક્તાશક્તિ મુદ્રા ૩. ઈન્દ્રિયો કેટલી છે. ? કઈ કઈ ? તેના વ્યવહારમાં શું નામ છે?
ઇન્દ્રિયો પાંચ છે. સ્પર્શનઇન્દ્રિય-શરીર, રસનાઇન્દ્રિય-જીભ,ઘાણ ઇન્દ્રિય-નાક, ચક્ષુઇન્દ્રિય-આંખ, શ્રવણ ઇન્દ્રિય-કાન. પરમાત્માનો જન્માભિષેક કરવા કેટલા ઇન્દ્રો આવે છે? ક્યા ક્યા? જન્માભિષેક કરવા ૬૪ ઈન્દ્રો આવે છે. ભવનપતિના ૨૦ ઈન્દ્રો, વ્યંતરના ૧૬ ઇન્દ્રો, વાણવ્યંતરના ૧૬ ઈન્દ્રો, જ્યોતિષ્ક ના ૨-ઈન્દ્રો, વૈમાનિકના ૧૦ ઈન્દ્રો. તીર્થંકર પરમાત્માને જન્મથી કેટલા જ્ઞાન હોય છે ? પરમાત્માને જન્મથી ત્રણ જ્ઞાન હોય- મતિ, શ્રત અને અવધિ. તીર્થંકર પરમાત્માને મન:પર્યવ જ્ઞાન ક્યારે થાય છે?
પરમાત્મા દીક્ષા ગ્રહણ કરે ત્યારે ચોથું મનઃ પર્યવજ્ઞાન થાય છે. ૭. જ્ઞાનની આરાધનાનું મુખ્ય પર્વ કયું છે ? તે ક્યારે આવે છે ?
જ્ઞાન આરાધનાનું મુખ્ય પર્વ ‘જ્ઞાન પંચમી છે. તે કારતક સુદ પાંચમના આવે છે. પ્રણામ એટલે શું? તેના ભેદો જણાવો. પ્રણામ એટલે વંદના નમસ્કાર કરવો તે. તેના ત્રણ ભેદ છે. (૧) અંજલિબદ્ધ પ્રણામ (૨) અર્ધાનવત પ્રણામ (૩) પંચાંગ પ્રણામ
૪.