Book Title: Pandita Virvijayji Jain Educational Certificate Course
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Panditvaryashri Virvijayji Upashray Ahmedabad
View full book text
________________
૬૫
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૩
કથા-પઃ મરુદેવા માતા આ ચોવીસીમાં સૌથી પહેલા ભગવાન્ ઋષભદેવ થયા. ઋષભદેવના પિતાનું નામ નાભિકુલકર હતું. અને માતાનું નામ મરુદેવા માતા હતું. જ્યારે ઋષભદેવે રાજ્ય, દરબાર, પત્ની બધું જ છોડીને દીક્ષા લીધી. ત્યારે તેમના માતા મરુદેવા ને ખૂબ જ દુઃખ થયું. મરુદેવા માતાનો પુત્રના જવાથી એટલા બધાં રડવા લાગ્યા કે રડતા-રડતા તેમની આંખોમાં આંસુ જામી ગયા અને તેમને દેખાતું બંધ થઈ ગયું. માતા રોજ રોજ તેના પૌત્ર ભરતને ફરીયાદ કરે કે તું મારા ઋષભની ખબર લેતો નથી. એક વર્ષ થયું મારો ઋષભ ભૂખ્યો-તરસ્યો ફરે છે. ટાઢતડકો સહન કરે છે. બેટા એક વખત તો તું મને મારો ઋષભ જોવા દે.
મરુદેવા માતા તો આ રીતે વિલાપ કરતા કરતા દિવસો પસાર કરે છે. એમ કરતા ૧000 વર્ષ ચાલ્યા ગયા. ભગવાન્ ઋષભદેવને તો સંસારના કોઈ સંબંધો યાદ પણ નથી આવતા. પોતાના ધ્યાન અને તપમાં જ રમણ કરતા ભગવંતને તો કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. ભરતે આ સુવર્ણ અવસર જાણીને મરુદેવા માતાને કહ્યું. ચાલો માતાજી, હું તમને તમારા ઋષભના દર્શન કરાવું.
ભગવંતનો કેવળજ્ઞાન મહોત્સવ કરવા ઇંદ્રો-દેવ-દેવી બધા આવી રહ્યા હતા. અપૂર્વ સંગીતના અવાજો સંભળાતા હતા. આવું સુંદર સંગીત સાંભળીને મરુદેવા માતા પુછે છે કે ભારત આ અવાજો શેના સંભળાય છે. ભારત જવાબ આપે છે કે એ તમારા પુત્રનો જ બધો વૈભવ છે. મરુદેવા માતાને હર્ષના આસું આવી ગયા તેની આંખો આડેથી અશ્રુ ખરી પડ્યા. મરુદેવા માતા ફરી દેખતા થઈ ગયા.
પરમાત્માની અપૂર્વ ઋદ્ધિ ને પ્રાતિહાર્યની સમૃદ્ધિ જોઈને મરુદેવા માતા વિચારે કે અરેરે ! ધિક્કાર છે આ મોહને હું માનતી હતી કે મારો ઋષભ ક્યાં હશે? કેટલો દુઃખી હશે? મને સંદેશો પણ મોકલતો નથી કે તે તો આટલો બધો સુખી છે. ખરેખર કોણ માતા? કોણ પિતા? નિરર્થક મેં આ બધાનો મોહ કર્યો. આ બધાં જ પારકા છે. એ પ્રકારે અન્યત્વ નામની વૈરાગ્ય ભાવના ભાવતા મદેવા માતાને કેવળજ્ઞાન થયું ગયું. આ ચોવીસીમાં સર્વ પ્રથમ મોક્ષે ગયા.
તમે પણ બધા “આ મારું છે. આ મારું છે” કરો છો ને? હવે ખ્યાલમાં રાખશો ને કે આમાંનું કંઇજ તમારું નથી. બધું જ પારકું છે. તો મરુદેવા માતાની જેમ તમે પણ વૈરાગ્યભાવથી મહાનું સુખને પામનારા બનશો.