Book Title: Pandita Virvijayji Jain Educational Certificate Course
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Panditvaryashri Virvijayji Upashray Ahmedabad
View full book text
________________
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૪ દશાર્ણભદ્ર રાજા તો એ જોઈને જ દંગ રહી ગયો. રાજાને થયું કે ઇન્દ્રની સમૃદ્ધિ પાસે મારી ઋદ્ધિતો તણખલાં જેટલી પણ માંડ માંડ છે. હવે જો મારે મારું માન ટકાવવું હોય તો મારે દીક્ષા જ લેવી પડે. ખરેખર ! દશાર્ણભદ્ર રાજાએ દીક્ષા લઈ લીધી. તે તો ભગવાન્ મહાવીરના ચરણોમાં સમર્પિત થઈ ગયા. ઈન્દ્ર એ પણ તેને વંદન કર્યા ને કહ્યું કે ખરેખર ! મનુષ્યના જન્મ ને ધન્ય છે. હું તો દીક્ષા લઈ શકું તેમ નથી. સાધુ બનેલા રાજાને ચરણે ઇન્દ્રનું મસ્તક નમી ગયું.
૯૦
વંદન કરવા આવેલો રાજા ભલે અભિમાન કરતો આવેલો પણ તેનું એક વખતનું સમૃદ્ધિપૂર્વકનું વંદન તેને સાધુ બનાવી ગયું તો જગત્ તેને વંદન કરવા લાગ્યુ,જેવું પોતાનું માન છોડી દીધું કે રાજા દશાર્ણભદ્રને મુક્તિનો માર્ગ ખૂલી ગયો. માન છોડવાથી રાજા તો મોક્ષે પહોંચી ગયો.
આપણે પણ નાની-નાની વાતમાં અભિમાન કરીએ છીએ ને ? આપણે પણ સાચું સુખ જોઈતું હોય તો માનનો ત્યાગ કરવો જ પડશે. માન ત્યાગથી જ મોક્ષનો માર્ગ ખુલ્લો થશે.
કથા- ૪ : કપર્દીયક્ષ
ક્ષિતિપુર નામે એક નગર હતું. તે નગરમાં કુવિદ નામનો એક વણકર રહેતો હતો. એક વખત વજસ્વામીજી વિહાર કરતા-કરતાં ક્ષિતિપુર નગરે પહોંચ્યા. કુવિદ વણકર તેના પરીચયમાં આવ્યો. આ વણકરને તો દારુ અને માંસ વગર ચાલતું ન હતું. વજ્ર સ્વામીજી ને લાગ્યું કે આ વણકર ભલે વ્યસનમાં ડૂબેલો છે,પણ તેને સમજાવીને માર્ગે વાળીએ તો ચોક્કસ તેનું કલ્યાણ થશે.
વજ સ્વામીજી એ તેને સમજાવ્યું કે જેઓ નવકાર ગણીને ગાંઠ છોડ્યા પછી જ કંઈપણ ખાવા-પીવાનું પચ્ચક્ખાણ કરે છે તે પોતાના કર્મની ગાંઠ ખોલી એટલે નાંખે છે. દશ પ્રકારના પચ્ચક્ખાણોમાં એક ‘સંકેત' નામનું પચ્ચક્ખાણ કે નિયમ છે. તેમા મુઠ્ઠી વાળીને, ગાંઢ ખોલીને અથવા વીંટી બદલીને પોતાનો નિયમ પાળી શકે છે. જ્યારે કંઈપણ ખાવું કે પીવું હોય ત્યારે આવો કોઈ સંકેતરૂપ નિયમ પાળેતો પણ મહિને ઘણાં બધાં ઉપવાસનું ફળ મળે અને તેના ઘણાં પાપો ખપી જાય છે.
પેલો કુવિદ વણકર વિચારે છે કે ગુરુમહારાજ જે નિયમની વાત કરે છે તેમાં મારે કંઈ છોડવાનું તો છે નહીં. ફક્ત ખાતા કે પીતા મારે તો ગાંઠ જ છોડવાની