Book Title: Pandita Virvijayji Jain Educational Certificate Course
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Panditvaryashri Virvijayji Upashray Ahmedabad
View full book text
________________
૯૨
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૪
શ્રાવિકા. કેમકે તે તો દઢ સમકિતી શ્રાવિકા હતા. બીજે દિવસે અંબડે નગરની દક્ષિણ દિશામાં જઈ સાક્ષાત્ શંકરનું રૂપ ધારણ કર્યું. ત્રીજે દિવસે નગરની પશ્ચિમ દિશામાં જઈ સાક્ષાત્ વિષ્ણુનું રૂપ ધારણ કર્યું. અનેક નગરજનો તેના દર્શને ગયા. પણ સુલસા શ્રાવિકા તો સાચા શ્રાવિકા હતા, તે દર્શને ન જ ગયા.
અંબાના મનમાં થયું કે આ દઢ શ્રદ્ધાળુ અને સમકિતી શ્રાવિકા છે તે બ્રહ્માશંકર કે વિષ્ણુ ને નહીં જ નમે જો હું તીર્થકરનું રૂપ બનાવું તો કદાચ તે દર્શન કરવા આવે. અંબડે તો એવો આડંબર ગોઠવ્યો કે જાણે ખરેખર ! તીર્થકર ભગવંત પધાર્યા હોય, લોકો ના તો ટોળેટોળા દર્શન કરવા નીકળી પડ્યા. સુલતા વિચાર કરે છે કે નક્કી આ કોઈ પાખંડી લાગે છે. તીર્થંકર ચોવીશ જ હોય, પચીશ માં તીર્થકર તો હોઈ જ ન શકે જો ચોવીશમાં તીર્થકર મહાવીર પ્રભુ પધાર્યા હોય તો મારો રોમરોમમાં આનંદ થાય માટે મારે જવું નથી.
બોલો! કેટલી શ્રદ્ધા હશે તે શ્રાવિકાની? તમે પણ પૂજા કરો છો ને? તમને કદી આવો રોમાંચ થયો ખરો? પછી તો અંબડે પણ માયા સંકેલી લીધી. શ્રાવક તરીકે જ તે સુલસા શ્રાવિકાના ઘેર મહેમાન બનીને ગયો. ભગવંત મહાવીરનો સંદેશો જણાવ્યો. સુલસા શ્રાવિકાની માફી માંગી. શ્રાવિકા પણ આનંદવિભોર બની ગયા. ભગવંત ની સ્તુતિ કરતા કરતા તેની આંખોમાં આંસુ આવી ગયા. કેટલી શ્રદ્ધા અને સમર્પણ હશે તેનું અરિહંત પરમાત્મા પ્રત્યે !
આપણે પણ ઘણી જિનવાણી સાંભળી, ધર્મ પામ્યા. પણ આપણી શ્રદ્ધા કેવી અને કેટલી ? આપણે પણ હવે નિયમ કરીએ કે અરિહંત દેવ, પંચમહાવ્રતધારી ગુરુ અને ભગવંતે કહેલા ધર્મ પ્રત્યે આવા શ્રદ્ધાવાનું બનીશું.
પિ. જૈન - ભૂગોળ
ભરતક્ષેત્રનો પરીચય (અતિસંક્ષેપમાં) ચૌદ રાજલોકના મધ્યભાગમાં મધ્યલોક છે. મધ્યલોકના મધ્યભાગમાં જંબૂદ્વીપ આવેલો છે. જંબૂદીપ માં સાત મોટા વર્ષ ક્ષેત્રો છે. તેમાં એક ક્ષેત્રનું નામ ભરત ક્ષેત્ર છે. આપણે આ ભરતક્ષેત્રમાં રહીએ છીએ.
એક લાખ યોજનાના જંબૂદ્વીપમાં પ૨૬ યોજનથી થોડુ-મોટું એવું ભરતક્ષેત્ર છે. આ ભરતક્ષેત્ર નો આકાર ધનુષ્ય જેવો છે. આ ભરતક્ષેત્રની બરાબર મધ્યમાં વૈતાઢ્ય નામનો એક પર્વત આવેલો છે. ભરતક્ષેત્રની ઉપરની બાજુ લઘુ હિમવંત પર્વત છે. બીજી ત્રણે તરફ લવણ નામે સમુદ્ર છે.