Book Title: Pandita Virvijayji Jain Educational Certificate Course
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Panditvaryashri Virvijayji Upashray Ahmedabad
View full book text
________________
४०
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૨
પૂર્વભવના સ્નેહ થી વશ થઈને પારણું કરાવ્યું.
આ સાંભળીને બંને મુનિઓ ને સંસારની અસારતાનો ખ્યાલ આવ્યો. આ ભવની માતા ઓળખતી નથી અને પૂર્વ ભવની માતાનો આટલો સ્નેહ! બંને મુનિરાજે વૈભારગિરિ જઈને ભોજન પાણીનો ત્યાગ કરી દીધો.
પૂર્વ જન્મના દાન દેવાની ઉત્કૃષ્ટ ભાવના એ આ જન્મમાં શાલીભદ્ર ને કેવી સમૃદ્ધિ અપાવી ?છતાં સંસારની અસારતા જાણી સંસારનો ત્યાગ કરી અને તેમણે દીક્ષા ગ્રહણ કરી અને આકરું તપ શરૂ કર્યું. સતિમાં ગયા. પછીના ભવે મોક્ષે જશે. ‘‘આવો છે દાનનો મહિમા' આપણાથી બને તેટલું એટલે કે શક્તિ મુજબનું ઉત્કૃષ્ટ દાન કરવું જોઈએ. જેથી દાનદ્વારા ત્યાગની ભાવના પ્રગટે તો એક દિવસ વસ્તુનો ત્યાગ કરતા-કરતા સમગ્ર સંસારનો ત્યાગ પણ કરવાની શક્તિ આવશે.
કથા ઃ ૫ - સુંદરી
શ્રી ઋષભદેવ સ્વામી ની પુત્રી સુંદરી તેના નામ પ્રમાણે જ સુંદર હતી. એટલી બધી સુંદર કે ભરત મહારાજા સુંદરીના રૂપ લાવણ્યમાં મોહાય છે. પરંતુ સુંદરી તો દીક્ષા લેવા ઈચ્છે છે અને ભરત રાજા તેને ક્યારેય રાજા નહી આપે તેવી સ્થિતિ છે.
એક વખત ભરત રાજા દિગ્વીજય કરવા નીકળે છે. ત્યારે સુંદરી વિચારે છે. કે આ બધી મોહ-માયા મારા રૂપને કારણે છે. જો હું તેને તપ દ્વારા નષ્ટ કરી નાંખુ તો પછી મને દીક્ષા લેવા માટે કોઈ જ રોકશે નહીં. તેણીએ આંયબિલ તપની આરાધના શરૂ કરી દીધી એક - બે નહીં પરંતુ ૬૦,૦૦૦ વર્ષ સુધી આયંબિલ કર્યા અને તેના શરીર ને સુકવી નાંખ્યું.
જ્યારે ભરતરાજા બધા રાજ્યોને જીતને વિનીતામાં પાછા ફરે છે. ત્યારે જુએ છે તો પુછે છે કે આ દુબળી-પાતળી સાધારણ સ્ત્રી કોણ છે ? શું તેને આપણા રાજ્યમાં ખાવા નથી મળતું ? ભરતરાજા તેને ઓળખી શકતા નથી.
સુંદરી કહે છે હું સુંદરી છું મને ભૌતિક જીવનમાં કોઈ જ રસ નથી. કેમકે મારે તો ચારિત્ર્ય ગ્રહણ કરવું છે. અને વિરક્તોને આ ભૌતિક જીવનનો સ્વાદ સ્પર્શતો નથી. મેં રસ ત્યાગરૂપ આંયબિલ તપ કર્યો છે.
CL
ભરતરાજાને થયું આ સ્ત્રીએ દીક્ષા લેવા માટે ૬૦,૦૦૦ વર્ષ સુધી આયંબિલ તપ કર્યા. તેમણે દીક્ષા લેવા પરવાનગી આપી. જાઓ તમે બેનડી દીક્ષા પાળો રે ઋષભદેવનું કુળ અજવાળો રે’’ સુંદરીએ દીક્ષા લીધી, અપૂર્વ સંયમપૂર્વક ચારિત્ર્ય પાળી મોક્ષે ગયા.