Book Title: Pandita Virvijayji Jain Educational Certificate Course
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Panditvaryashri Virvijayji Upashray Ahmedabad
View full book text
________________
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૩ પ્રેમ. પર્વતિથિ ના એક દિવસનું ચોવીસ કલાકનું ચારિત્ર તેને કાયમી ચારિત્રવાનું બનાવી ને મોક્ષ આપી ગયું.
આપણે પણ સામાયિક કરીએ – પૌષધ કરીએ-પ્રતિક્રમણ કરીએ, નાનામોટા વ્રતનિયમો લઈએ ત્યારે આપણે પણ આવી જ દઢતાથી તેનું પાલન કરવું જોઈએ. જે સંસારમાંથી આપણને છોડવી હંમેશા મોક્ષના દ્વારે પહોંચાડે.
કથા- ૨ કપિલમુનિ શ્રાવતી નગરી છે. ત્યાં પ્રસેનજિત રાજા રાજ કરે છે. રાજા ઘણો ન્યાયી હતો. પોતે જ ન્યાય કરે. એક વખત પહેરેગિરી કપિલ નામના યુવકને પકડી લાવ્યા. રાજા તેને પૂછે છે કે તું કોણ છે? શા માટે ચોરી કરવા નીકળેલો છે. ?
કપિલ તો પુરોહિત પુત્ર હતો. તે કહે છે. રાજા હું ચોર નથી. ચોરી કરવા પણ નીકળેલ નથી. હું તો બ્રાહ્મણનો પુત્ર છું. ઇંદ્રદત્ત પુરોહીતને ત્યાં ભણવા આવેલો છું. હું તો રાજા આશીર્વાદ આપીને દાન લેવા નીકળેલો છું. મને થયું કે જો હું સૌથી પહેલો પહોંચી જઈશ તો જ મને દાન મળશે એટલે રાત્રિના જ નીકળીને અહીં આવી ગયો હતો. જેથી બીજું કોઈ મારી પહેલા પહોચે નહીં.
રાજા તો કપિલ બ્રાહ્મણની વાત સાંભળી ખુશ થઈ ગયો. રાજાએ કપિલને કહ્યું કે “માંગ-માંગ” તારી સત્યપ્રિયતાથી હું ખુશ થયો છું. કપિલ બ્રાહ્મણે કહ્યું કે રાજા હું વિચારીને કહું તો? અશોક વાટિકામાં જાય છે. વિચાર કરે છે કે હું રાજા પાસે શું માગું? કપિલનો લોભ વધતો જાય છે. મનમાં ને મનમાં લગ્નના અને પુત્રના એવા વિચારો કરે છે. માંગવા માટેની ઈચ્છા વધતી જાય છે. લાખ-દશલાખ-કરોડ-દસ કરોડ એમ ઈચ્છા વધતી જ ગઈ, છેલ્લે એટલો લોભ વધી ગયો કે રાજાનું અડધું રાજ માંગવા તૈયાર થઈ ગયો.
અચાનક કપિલના મનમાં ભાવ બદલાયા. તેને થયું કે મારો લોભ તો વધતો જ જાય છે. મારે તો માત્ર થોડુંક સોનું જોઈતું હતું તેને બદલે રાજાનું અડધુ રાજ માંગવા હું તૈયાર થઈ ગયો. જો મારો લોભ વધતો જ જશે તો આખું રાજ મળશે, તો પણ મને સંતોષ નહી થાય. લોભ તો દાવાનળ જેવો છે તેને સંતોષરૂપી પાણી વડે જ શાંત કરવો જોઈએ. લોભનો ત્યાગ કરી દીધો. પોતાની જ મેળે માથાના વાળનો લોચ કરીને કપિલ બ્રાહ્મણ કપિલમુનિ બની ગયા તેણે રાજસભામાં આવીને રાજાને ધર્મલાભ આપ્યો.
લોભનો ત્યાગ કરીને કપિલમુનિ બન્યા પછી ઉત્તમોત્તમ ભાવના ભાવતા તેને છ મહિનામાં તો કેવળજ્ઞાન થઈ ગયું. લોભનો ત્યાગ અને સંતોષની