Book Title: Pandita Virvijayji Jain Educational Certificate Course
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Panditvaryashri Virvijayji Upashray Ahmedabad
View full book text
________________
૬૧
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૩
ગોમેધ નામે યક્ષ ભલો એ, દેવી શ્રી અંબિકા નામ તો, શાસન સાન્નિધ્ય જે કરે છે, કરે વળી ધર્મના કામ તો; તપગચ્છનાયક ગુણ નીલો એ, શ્રી વિજય સેનસૂરિરાયતો; ઋષભદાસ પાય સેવતાએ, સફલ કરો અવતારતો. ૪
(૪. કથા - વિભાગ ]
કથા-૧ સૂર્યયશા રાજા ભગવાન્ ઋષભદેવ ને ભરત ચક્રવર્તી નામે પુત્ર હતો. તેના અનેક પુત્રોમાં સૌથી મોટો સૂર્યયશા નામનો પુત્ર હતો. ભગવંતની દેશનામાં તેણે સાંભળ્યું કે પર્વતિથિઓમાં પૌષધ કરવો એ શ્રાવક નો આચાર છે. તેણે પફિખ વગેરે પર્વ દિવસે પૌષધ કરવાનો નિયમ લીધો.
સૂર્યયશા રાજાની પૌષધની ઉત્તમ આરાધના જોઈ ઇન્દ્ર મહારાજ જેવા એ પણ તેની પ્રશંસા કરી. તે રાજાની ધર્મ આરાધનાની દઢતા જોઈ બીજા પણ અનેક જીવો ધર્મારાધના કરવામાં તત્પર બનેલા. પણ સ્વર્ગમાં રંભા અને ઉર્વશી દેવીને રાજા ના વ્રતમાં વિશ્વાસ ન હતો. બંને દેવીઓ પ્રતિજ્ઞા લઈ સૂર્યપશાના રાજ્યમાં આવી કે “રાજાને વ્રતભંગ કરવો.”
રાજા પણ દેવીના સૌંદર્ય, નૃત્ય વગેરે જોઈ ખુશ થયો, તે બંને દેવી સાથે લગ્ન કર્યા. આઠમની પર્વતિથિ આવી. દશહજાર રાજા સહિત સૂર્યયશા રાજા પણ પૌષધ કરવાના હતા. બંને દેવીઓએ જીદ પકડી કે રાજાએ પૌષધ કરવો નહીં. જો રાજા પૌષધ કરશે તો બંને દેવીઓને હંમેશા માટે છોડવી પડશે.
રાજા સૂર્યયશા પોતાના નિયમમાં દઢ હતો. તેણે કહ્યું કે હું કોઈપણ સંજોગોમાં પર્વદિને પૌષધ છોડીશ નહીં. બંને દેવીઓ અને રાજા વચ્ચે વિવાદ થયો. જો . રાજા પૌષધ છોડે તો વ્રતભંગ થાય. પૌષધ કરેતો દેવીને આપેલા વચનનો ભંગ થાય. રાજાને થયું કે મારે તો વ્રત અને વચન એકે નો ભંગ નથી કરવો. રાજા એ તલવારથી પોતાનું મસ્તક છેદવાનું નક્કી કર્યું, જેથી વ્રત કે વચન એકનો પણ ભંગ ન થાય. રાજા તો નવી-નવી તલવાર લેતો જાય અને મસ્તક છેદવા પ્રયત્ન કરે પણ બધી તલવાર ને પેલી દેવીઓ બુટ્ટી બનાવી દે. છેલ્લે દેવીઓએ રાજાના વ્રતની પ્રશંસા કરી અને રાજાને ધન્યવાદ આપી સ્વર્ગે ગઈ.
પૌષધના વ્રતમાં દઢ એવો રાજા પણ છેલ્લે અરીસા ભુવનમાં બેઠા બેઠા કેવળજ્ઞાન પામ્યો. આ હતી તેની નિયમની દઢતા. આવો હતો તેનો પૌષધ