Book Title: Pandita Virvijayji Jain Educational Certificate Course
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Panditvaryashri Virvijayji Upashray Ahmedabad
View full book text
________________
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૨
માનુષોત્ત૨ પર્વત ઓળંગીને જન્મતા કે મરતા નથી. તેથી અઢીદ્વીપ ને મનુષ્યલોક પણ કહેવામાં આવે છે.
૪૨
આ અઢી દ્વીપ નો વિસ્તાર પીસ્તાળીશ લાખ યોજનનો છે. તે આ રીતે જંબૂઢીપ ૧- લાખ યોજન, લવણ સમુદ્ર બંને તરફ ૨-૨ લાખ યોજન, ધાતકી ખંડ બંને તરફ ૪-૪ લાખ યોજન, કાલોધિ સમુદ્ર બંને તરફ ૮-૮ લાખ યોજન. પુષ્કરાવર્ત દ્વીપનો અર્ધભાગ બંને તરફ ૮-૮ લાખ યોજન ૮ + ૮ + ૪+ ૨ + ૧ + ૨ +૪+ ૮ + ૮ = ૪૫ લાખ યોજન.
આ છે આપણી મનુષ્ય લોકની સાચી ભૂગોળ. ૬. સૂત્ર આધારીત પ્રશ્નો
૧.
૨.
૩.
૪.
૫.
૬.
શાશ્વતા જિન ચૈત્યો કેટલા છે ? શાશ્વતી જિન પ્રતિમા કેટલી છે ? શાશ્વતા જિન ચૈત્યો ૮, ૫૭, ૦૦, ૨૮૨ છે શાશ્વતી જિન પ્રતિમા ૧૫, ૪૨, ૫૮, ૩૬, ૦૮૦ છે.
જંકિંચિ સૂત્ર થી કોને વંદના થાય છે. ?
જંકિંચિ સૂત્ર વડે સ્વર્ગ, મનુષ્ય અને પાતાળ લોકમાં રહેલ સર્વે જિન પ્રતિમાઓને વંદના થાય છે.
નમુન્થુણં સૂત્રનું બીજું નામ શું છે ? તે નામ કેમ પડ્યું?
નમુન્થુણં સૂત્રનું બીજું નામ શકસ્તવ છે. શક્રઈન્દ્ર એ પરમાત્માની તેમના ગુણો સહિત સ્તવના કરી હોવાથી તે શક્રસ્તવ કહેવાય છે.
જાવંતિ ચેઈઆઈ સૂત્રથી કોને વંદન થાય છે. ?
જાવંતિ ચેઈઆઈ સૂત્રથી ઉર્ધ્વ, અધો અને તીર્છાલોક ના સર્વે ચૈત્યોને વંદના થાય છે.
‘જાવંત કે વિ સાહુ’ સૂત્રથી કોને વંદન થાય છે ?
જાવંત કે વિ સાહૂ સૂત્રથી ભરત, ઐરવત, મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા સર્વ સાધુ મહારાજોને વંદન થાય છે.
ઉવસગ્ગહરં સૂત્રમાં કોની સ્તવના છે ? તે કોણે કરી છે ? ઉવસગ્ગહરં સૂત્રમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની સ્તવના છે. તેની રચના ભદ્રબાહુ સ્વામીએ કરેલી છે.