Book Title: Pandita Virvijayji Jain Educational Certificate Course
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Panditvaryashri Virvijayji Upashray Ahmedabad
View full book text
________________
39
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૨ અને પાપ છેદનની પ્રક્રિયા શરૂ કરો. ઇરિયાવહી ના અર્થને બરાબર સમજી કોઈપણ જીવને દુઃખ ન થાય તેનો ખ્યાલ રાખો.
કથાઃ ૨ - મેતારજ મુનિ રાજગૃહી નગરીમાં શ્રેણિક મહારાજાનું રાજ ચાલતું હતું. શ્રેણિક મહારાજ માટે એક સોની દરરોજે સોનાના ૧૦૮ જવ ઘડે. શ્રેણિક મહારાજના જમાઈએ દીક્ષા લીધી હતી. જે મેતાર્યમુનિ નામે ઓળખાતાં હતાં. તેમણે એ વખતે માસક્ષમણનું તપ કર્યું હતું. તે માસક્ષમણને પારણે સોનીના ઘેર પધાર્યા. સોની પણ અત્યંત આનંદિત થઈ લાડવા વહોરાવે છે.
મેતારજ મુનિ તો ધ્યાન સમાધિમાં ઉભા રહી ગયા. સોની તો મુનિ ની તપશ્ચર્યાની પ્રશંસા કરતા કરતાં ઘરની બહાર ગયો. અંદર શ્રેણિક મહારાજની આજ્ઞાથી ઘડેલા ૧૦૮ સોનાના જવલા પડેલા છે. એક ક્રૌંચ પક્ષી આવ્યું ને બધાં જવલા ને દાણા સમજી ખાઈ ગયું. મેતારક મુનિએ પણ તે જોયું, ક્રૌંચપક્ષી તો ઉડીને ઉંચે બેસી ગયું.
સોની બહાર થી આવ્યો, પણ જ્યાં જુએ છે તો જવલા નથી, સોનીએ સાધુને પૂછયું આ જવલા કયાં ગયા? સાધુને થયું કે જો હું સત્ય બોલીશ તો સોની આ પક્ષીને મારી નાખશે. એટલે મેતાર્ય મુનિ મૌન રહ્યા. તેમના મનમાં ધ્યાનના અંકુરો ફૂટી ગયા. સોની વારંવાર પૂછે છે પણ મુનિરાજ જણાવતા નથી કે જવલા ક્યાં ગયા, તે તો બસ મૌન જ રહે છે.
સોનીને થયું કે જવલા નો ચોરનાર નક્કી આ સાધુ જ છે. આથી જ તે બોલતો નથી. મેતાર્ય મુનિના મનમાં કેટલી ઉચ્ચ સમભાવની ભાવના હશે? તેમને થયું કે જેવો મારો આત્મા છે તેવો જ આ પક્ષીનો આત્મા છે. જેવું દુઃખ મને થાય તેવું જ દુ:ખ પક્ષીને પણ થાય જ. જો હું સત્ય બોલીશ તો આ સોની ક્રૌંચપક્ષીને મારી નાંખશે. એક જીવની રક્ષા કરવા માટે તેમને પોતાનો જીવ મુશ્કેલીમાં મુક્યો.
સોની તો ગુસ્સાથી રાતો-પીળો થઈ ગયો અને લીલા ચામડાની પટ્ટી મુનિના મસ્તકને કસીને બાંધી દીધી. અને જેમ જેમ ચામડું સૂકાવા લાગ્યું. તેમ તેમ મુનિના માથાની નસો ફાટવા લાગી. વળી, તેમને બહાર તડકામાં ઉભા રાખી દીધા હોવાથી મુનિના પગમાં ફોલ્લા પડી ગયા. સોનીને થયું કે આ વેદના સહન ન થઈ શક્વાના કારણે તે તરત જ બોલશે કે જવલા કોને લીધા છે. પરંતુ મુનિ એક જીવની રક્ષા કરવા અસહ્ય વેદનાને સમભાવથી સહન કરે છે. ત્યાંજ કેવળજ્ઞાન પામીને મોક્ષે જાય છે.