Book Title: Pandav Charitra Mahakava Author(s): Bhanuchandravijay Publisher: Jain Prakashan Mandir View full book textPage 9
________________ સંભાર આ મહાકાવ્યના ભાષાંતર કરવામાં પ. પૂ. આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મહારાજ સાહેબ પ્રેરક બન્યા છે. કારણ કે તેઓશ્રીની પાસે ૨૦૨૩ના ચિત્ર વદ ૭ના બોરીવલી દલતનગર શ્રી મહાનિશીથસૂત્રના યુગમાં પ્રવેશ કર્યો. તેમાં પણ મુનિશ્રી માનતુંગવિજયજી મહારાજે પણ મારી સાથે સમાન જોગમાં પ્રવેશ કર્યો. વધારે અનુકૂળતા હોવાથી મેં મારો પ્રયત્ન શરૂ કર્યો. તેમાં વળી પ. પૂ. આચાર્ય મહારાજ શ્રીમદ્દ યશોભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ તરફથી ઉત્સાહિત કરવામાં આવ્યો. મુનિશ્રી શ્રેયાંસચંદ્રવિજયજી મહારાજ પણ યોગારાધનમાં પણ સાથે જ હતા. તેઓએ પણ સાથ પુરાવ્યો. પરિણામે આ મહાન ગ્રંથને મારી અલ્પબુદ્ધિએ ભાષાંતર કરીને પ્રકાશિત કરવા માટે પ્રેસ મેટર જશવંતલાલ ગિરધરલાલને સુપ્રત કર્યું. આ ગ્રંથમાં મેં કોઈપણ પ્રકારની છૂટછાટ લીધી નથી. જે કાવ્ય જે સ્વરૂપે હતું તેજ સ્વરૂપે સરળ ગુજરાતી ભાષામાં વાચકો સમક્ષ મૂક્યું છે. ક્ષતિ હેય તે વાંચકો જરૂરથી અંગુલી નિર્દેશ કરશે તો બીજી આવૃત્તિમાં જરૂર સુધારે વધારો કરી શકાય. શુભ ભવતુ. માટુંગા, કીંગ સર્કલ, મુંબઈ–૧૯, ૨૦૨૪ મૌન એકાદશી. } –પ્રવર્તક ભાનુચંદ્રવિજય.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 506