Book Title: Panch Parmeshthi Namaskar Mahamantrano Prabhav Author(s): Narvahanvijay Publisher: Narvahanvijay View full book textPage 6
________________ નવકાર સ્વર્ગાપવર્ગને આપનારો છે. (૯) જે કાંઇ પરમ તત્ત્વ છે અને જે કાંઇ પરમ પદનું કારણ છે, ત્યાં આ નવકાર પરમ યોગીઓ વડે પણ ધ્યાન કરાય છે. (૧૦) જે એક લાખ નવકારને ગણે અને શ્રી જિનેશ્વરદેવને વિધિપૂર્વક પૂજે, તે શ્રી તીર્થંકરનામગોત્રને બાંધે એમાં સંદેહ નથી. (૧૧) મહાવિદેહની પ્રવર ૧૬૦ વિજ્યો, કે જ્યાં શાશ્વતકાળ છે, ત્યાં પણ આ શ્રી જિન-નવકાર નિરન્તર ભણાય છે. (૧૨) પાંચા એરવત અને પાંચ ભરતમાં પણ શાશ્વત સુખને દેનાર આ જ નવકાર ભણાય છે. (૧૩) મરતી વખતે જે કૃતાર્થ પુરૂષે આ નવકાર પ્રાપ્ત કર્યો, તે દેવલોકને વિષે જાય છે અને પરમ પદને પામે છે. (૧૪) આ કાળા અનાદિ છે, આ જીવ અનાદિ છે અને આ જનિધર્મ પણ અનાદિ છે. જ્યારથી એ છે ત્યારથી આ નવકાર ભવ્યજીવો વડે ભણાય છે. (૧૫) જે કોઇ મોક્ષે ગયા છે અને જે કોઇ કર્મમલથી રહિત બનીને મોક્ષે જાય છે, તે સર્વે પણ શ્રી જિન-નવકારના જ પ્રભાવે છે એમ જાણો. (૧૬) નવકારના પ્રભાવથી ડાકિણી, વેતાલ, નક્ષત્ર અને મારિ વિગેરેનો ભય કાંઇ કરી શકતો નથી તથા સકલ રિતો નાશ પામે છે. (૧૭) શ્રી જિન-નવકારના પ્રભાવથી વ્યાધિ, જલ, અગ્નિ, ચોર, સિંહ, હાથી, સંગ્રામ, સર્પ આદિના ભયો તક્ષણ નાશ પામે છે. (૧૮) આ નવકાર સુર, સિદ્ધ, ખેચર વિગેરે વડે ભણાયો છે. તેને જે કોઇ ભક્તિયુક્ત બનીને ભણે છે, તે પરમ નિર્વાણને પામે છે. (૧૯) અટવી, પર્વત કે અરણ્યના મધ્યમાં સ્મરણ કરાયેલો આ નવકાર ભયને નાશ કરે છે અને માતા જેમ પુત્રભાંડોનું રક્ષણ કરે છે, તેમ સેંકડો ભવ્યોનું રક્ષણ કરે છે. (૨૦) પંચનવકાર ચિંતવવા માત્રથી પણ જલ અને અગ્નિને થંભાવી દે છે તથા અરિ, મારિ, ચોર અને રાજાઓના ઘોર ઉપસર્ગોને અત્યંત નાશ કરે છે. (૨૧) જે શ્રી જિનશાસનનો સાર છે અને ચતુર્દશ પૂર્વોનો સમ્યગ ઉદ્વાર છે, તે નવકાર જેના મનને વિષે સ્થિર છે, તેને સંસાર શું કરે ? અર્થાત કાંઇ પણ કરવા. સમર્થ નથી. (૨૩) $તિ ભg નવDIR DHW નવકારનું સંક્ષિપ્ત ફળ પૂર્ણ થયું. બૃહત્ નવકાર-છૂળ શ્રી વર્ધમાન જિનેશ્વરને અને પોતાના ગુરૂને નમસ્કાર કરીને, જેમ પંચ નવકારના ફ્લને સૂત્રમાં કહ્યું છે તેમ સંક્ષેપથી હું કહું છું. (૧) હે ભદ્ર ! અત્યંત ભયંકર એવા ભાવશત્રુના સમુદાય ઉપર વિજય મેળવનાર અરિહંતાને, કર્મમલથી અત્યંત શુદ્ધ થયેલા સિદ્ધભગવંતોને, આચારને પાળનારા. આચાર્યભગવંતોને, ભાવ સૂત્રદાયી ઉપાધ્યાયભગવંતોને તથા શિવસુખના સાધક સર્વ સાધુભગવંતોને નમસ્કાર કરવાને નિરંતર ઉધુક્ત થા-તત્પર રહે. સિદ્વિસુખના સાધન એવા તે નમસ્કારને સમાહિત આત્મા બનીને તથા કુવિકલ્પોનો ત્યાગ કરીને પરમ આદર કર. (૨-૩-૪) કારણ કે-આ નમસ્કાર સંસાર-સમરાંગણમાં પડેલા આત્માઓને અસંખ્ય દુ:ખોના ક્ષયનું કારણ છે તથા શિવપંથનો પરમ હેતુ છે. (૫) વળી તે કલ્યાણ-કલ્પતરૂનું અવધ્ય બીજ છે, સંસાર રૂપી હિમગિરિના શિખરોને ઓગાળવા માટે પ્રચંડ માર્તડ તુલ્ય છે, પાપભુજંગોન વશ કરવા માટે ગરૂડ પક્ષી છે, દરિદ્રતાના કંદને મૂળથી ઉખેડી નાખવા. માટે વરાહ-સૂઅરની દાઢા છે, સમ્યકત્વ રત્નને પ્રથમ ઉત્પન્ન થવા માટે રોહણાચલની ધરણી છે, સુગતિના આયુષ્યબંધ રૂપી વૃક્ષનો પુષ્પોગમ છે અને વિશુદ્ધ એવા સદ્ધર્મની નિર્વિઘ્ન સિદ્વિનું નિર્મળ ઉપલભ ચિહ્ન છે. (૬-૭-૮) વળી જ્યારે વિધિવિહિત સર્વ આરાધનાનો પ્રકાર વડે કામિત ફ્લ સંપાદન કરવા માટે પ્રધાન મુંબતુલ્ય નવકારનો પ્રભાવ થાય છે, ત્યારે શત્રુ પણ મિત્ર બની જાય છે, તાલપુટ વિષ પણ અમૃત બની જાય છે અને ભયંકર અટવી ચિત્તને આનંદ આપનાર વાસભવન જેવી બની જાય છે. (૯-૧૦) ચોરો પણ રક્ષકપણાને પામે છે, ગહો અનુગ્રહ કરવાવાળા થાય છે અને અપશુકન પણ શુભ શુકનથી સાધ્ય ળને આપનારા બની જાય છે. (૧૧) જનનીઓની માફ્ટ ડાકિણીઓ પણ થોડી પણ પીડાને કરતી નથી, તેમજ Page 6 of 51Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51