Book Title: Panch Parmeshthi Namaskar Mahamantrano Prabhav
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 18
________________ (૨) સ્થાપનાજિના :- રત્ન, સ્વર્ણ, રજતાદિમય, કૃત્રિમ, અકૃત્રિમ, જિતેંદ્ર પ્રતિમાને સ્થાપના જિનો કહેવાય છે. તેમાં પણ સાક્ષાત્ જિનગુણો નથી, તો પણ તે તાત્વિક, જિનસ્વરૂપના સ્મરણ કરવાથી, જોનારા-સમ્યગદ્રષ્ટિ જીવોના ચિત્તને વિષે-પરમ શાંત રસને ઉત્પન્ન કરવાથી, અબોધ જીવોને, સબોધિબીજની પ્રાપ્તિના હેતથી, તથા કેવલીના વચનથી, જિનતુલ્યપણાથી, શુદ્ધ માર્ગને અનુસરનારા, શ્રાદ્ધ જીવોયે, નિ:શંકપણાથી, વાંદવા, પૂજવા, સ્તવવા, અને સાધુને સ્તુતિ સ્તવનાદિક, ભાવ પૂજા કરવા લાયક આગમમાં કહેલ છે, તેથી તે સ્થાપનાજિનો કહેવાય છે. (૩) દ્રવ્યજિના :- તે તીર્થકર મહારાજાના જીવો. (૪) ભાવજિના :- તે સાક્ષાત સમવસરણમાં બિરાજમાન થઇ, અમોધ વાણીવડે, ભવ્ય જીવોને ધર્મદેશના આપે છે તે સાક્ષાત ભાવ જિનેશ્વરો કહેવાય છે. સમવસરણ જે અવસરે તીર્થકર મહારાજાને કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે, તે અવસરે વાયુકુમાર દેવતાઓ માનનો ત્યાગ કરી, એક યોજન ભૂમિને શુદ્ધ કરે છે, મેઘકુમાર દેવતાઓ તે શુદ્ધ ભૂમિને સુગંધી પાણીની વૃષ્ટિવડે સિંચન કરે છે, તે ભૂમિ ઉપર વ્યંતરદેવો ભક્તિથી પોતાના આત્માની પેઠે સુંદર કિરણોવાળા, સુવર્ણ, માણિક્ય અને રત્નોના પાષાણથી ઊંચું ભૂમિતલ બાંધે છે. તેના ઉપર જાણે પૃથ્વીથી જ ઉત્પન્ન થયેલ હોય ને શું ? એવા સુગધી, પંચરંગી, નીચે ડીંટવાળા પુષ્પોની જાનું પ્રમાણ વૃષ્ટિ કરે છે, તેની ચારે દિશામાં આભૂષણરૂપ કંઠીયો હોય, તેમ રત્નો, માણિક્ય અને સુવર્ણના તોરણો બાંધે છે, ત્યાં ગોઠવેલી રત્નોની પુતલીના દેહના પ્રતિબિંબ એક બીજામાં પડવાથી, સખીયોને જાણે પરસ્પર આલિંગન કરતી હોય તેવી તેઆ ભાસતી હતી. સ્નિગ્ધ, ઇંદ્રનીલ મણિયોથી ઘડેલા, મઘરના ચિત્રો નાશ પામેલા કામદેવને છોડી દીધેલા, પોતાના ચિન્હરૂપ મઘરના ભ્રમને ઉત્પન્ન કરનારા દેખાતા હતા. ભગવાનના કેવલજ્ઞાન કલ્યાણિકથી ઉત્પન્ન થયેલા જાણે દિશાઓના હાસ્ય હોય એવા શ્વેત છત્રો ત્યાં શોભી રહે છે, અતિ હર્ષથી પૃથ્વીએ પોતાને નૃત્ય કરવા માટે, જાણએ પોતાની ભુજાઓ ઊંચી કરી હોય તેવી ધ્વજાઓ કતી હતી, તોરણોના નીચે સ્વસ્તિકાદિક અષ્ટમંગલિકના શ્રેષ્ઠ ચિહ્નો કર્યા હતા, તે બલીપીઠ જેવા જણાતા હતા, સમવસરણનો ઉપલો ભાગ, પ્રથમ ગઢ વૈમાનિક દેવતાઓયે બનાવેલ હતો, તેથી જાણે રત્નગિરિની, રત્નમય મેખલા ત્યાં લાવ્યા હોય તેમ જણાતું હતું, તે ગઢના ઉપર જાતજાતના મણિયોના કાંગરા બનાવ્યા હતા, તે પોતાના કિરણોથી આકાશને વિચિત્ર વર્ણવાળું બનાવતા હોય એમ લાગતું હતું, મધ્યમાં જ્યોતિષી દેવતાઓએ જાણે પિંડરૂપ થયેલ પોતાના અંગની જ્યોતિ હોય ને શું ? એવા સુવર્ણથી બીજા ગઢ કર્યો હતો. તે ગઢ ઉપર રત્નમય કાંગરાઓ કર્યા હતા. તે જાણે સુર, અસુરની સ્ત્રીયોને મુખ જોવા માટે રત્નોના દર્પણો રાખ્યા હોયને શું ? એવા જણાતા હતા. ભક્તિથી વેતાત્ય પર્વત જાણે ગોળ થયો હોય ને શું ? તેવો રૂપાનો ત્રીજો ગઢ બાહ્ય ભૂમિ ઉપર ભુવનપતિયે રચેલો હતો, તે ગઢની ઉપર દેવતાઓની વાવડીયોનાં પાણીમાં, સુવર્ણના કમળો હોય એવા વિશાલ કાંગરાઓ બનાવ્યા હતા. તે ત્રણે ગઢની પૃથ્વી, ભુવનપતિ, જ્યોતિષિ, વિમાનાધિપતિની લક્ષ્મીના એક ગોળાકાર કુંડલ વડે શોભે તેવી શોભતી હતી, પતાકાના સમૂહવાળા માણિકયમય તોરણો પોતાના કિરણોથી જાણ બીજી પતાકાઓ રચતા હોય તેમ જણાતા હતા. તે દરેક ગઢને ચાર ચાર દરવાજા હતા, તે જાણે ચતુર્વિધ ધર્મને ક્રીડા કરવાના ચાર ગોખલા હોય ને શું તેવા દેખાતા હતા. તે દરેક દ્વારોએ વ્યંતરોયે મૂકેલા, ધૂપના પાત્રો, ઇંદ્રનીલમણિના સ્થંભના જેવી ધૂમલતાને છોડતા હતા, તે સમવસરણના દરેક દ્વારે ગઢની જેમ ચાર ચાર બારણાવાળી, સુવર્ણના કમલવાળી, વાવડીયો કરી હતી, અને બીજા ગઢમાં પ્રભુને વિશ્રામ કરવા માટે દેવરચ્છેદ બનાવેલ હતો. પ્રથમ ગઢના પૂર્વ દ્વારમાં અંદર, બંને તરફ સુવર્ણના જેવા વર્ણવાળા, વૈમાનિક દેવો દ્વારપાળ થઇને રહ્યા હતા, દક્ષિણ Page 18 of 51

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51