Book Title: Panch Parmeshthi Namaskar Mahamantrano Prabhav
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 47
________________ અખંડ ચિદાનંદ સુખનો ભોક્તા થા. कस्त्वं भद्र ! खलेश्वरोहमिह किं धोरे बने स्थीयते ? ज्ञार्दूलादिभिरेव हिंस्त्रपशुभि: खाद्योहमित्याशया । Dરમાçમિદં વા વવસિતં મદ્દેહમાંશાશન , प्रत्युत्पन्ननमांसमक्षणधियस्ते धन्तु सर्वानरान् ।।१।। ભાવાર્થ :- કોઇ વ્યક્તિ કોઇને પ્રશ્ન પૂછે છે. હે ભદ્ર ! તું કોણ છે ? તેણે જવાબ આપ્યો કે હું દુર્જનશિરોમણિ માણસ છું, ફ્રી પૂછયું- તું આ ઘોરાતિઘોર વનમાં કેમ રહેલો છે ? ઉત્તર આપ્યો. કે-સિંહાદિક હિંસક જાનવરો મને ખાઇ જાય તેવા આશયથી રહેલો છું. ફ્રી પૂછે છે- આવું કષ્ટ તું શા. કારણથી સહન કરે છે, એટલે ઉત્તર આપ્યો કે મારા દેહના માંસને આસ્વાદન કરી માણસના માંસભક્ષણ કરવાની બુદ્ધિવાળા તે સિંહાદિક હિંસક જીવો તમામ માણસોને મારી નાખો, એવા આશયથી હું અહીં બેઠો છું. કહેવત છે કે-પેટનો બળેલો આખું ગામ બાળે તેમ દુર્જનશિરોમણિ પોતાનો ઘાત ઇચ્છીને પણ બીજાઓના પ્રાણને હરણ કરવા કરાવવા ચૂકતો નથી. દુર્જનના છેષોની સંખ્યા નથી (૧) જેમ મેઘની ધારાની સંખ્યા નથી. (૨) જેમ સમુદ્રને વિષે માછલાઓની સંખ્યા નથી. (૩) જેમ માતાને વિષે સ્નેહની સંખ્યા નથી. (૪) જમ સત્પાત્રને વિષે પુન્યની સંખ્યા નથી. (૫) જેમ આકાશને વિષે તારાઓની સંખ્યા નથી. (૬) જેમ મેરુપર્વતને વિષે સુવર્ણની સંખ્યા નથી. (૭) જેમ આકાશને વિષે પ્રદેશોની સંખ્યા નથી. (૮) જેમ જીવોને ગયેલા ભવોની સંખ્યા નથી. (૯) જેમ સમુદ્રો અને પર્વતોની સંખ્યા નથી. (૧૦) જેમ સર્વજ્ઞમાં ગુણોની સંખ્યા નથી. (૧૧) તેમ દુર્જન માણસોને વિષે દોષોની સંખ્યા નથી. માનવ જન્મની શોભા શેનાથી છે ? (૧) જેમ રાત્રિ ચંદ્રવડે કરીને શોભે છે. (૨) જેમ આકાશ સૂર્યવડે કરીને શોભે છે. (૩) જેમ પ્રાસાદ દેવોવડે કરીને શોભે છે. (૪) જેમ દેવો પૂજાવડે કરીને શોભે છે. (૫) જેમ પૂજા ભાવવડે કરીને શોભે છે. (૬) જેમ ભાવ શ્રદ્વાવડે કરીને શોભે છે. (૭) જેમ વેલડી પુષ્પવડે કરીને શોભે છે. (૮) જેમ પુણ્ય પરિમલવડે કરીને શોભે છે. (૯) જેમ કુસુમ ભ્રમરવડે કરીને શોભે છે. (૧૦) જેમ યુવતી યોવનવડે કરીને શોભે છે. (૧૧) જેમ કુલવધૂ શીયલવડે કરીને શોભે છે. (૧૨) જેમ મુખ નેત્રવડે કરીને શોભે છે. Page 47 of 51

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51