Book Title: Panch Parmeshthi Namaskar Mahamantrano Prabhav
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay
Catalog link: https://jainqq.org/explore/009186/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પંચપરમેષ્ઠિ નમસ્કારનો પ્રભાવ મુનિ શ્રી નરવાહનવિજયજી શાસ્ત્રોમાં પંચપરમેષ્ઠિ નમસ્કારનો મહિમા ઘણો મોટો વર્ણવ્યો છે. એને સર્વ મંત્રરત્નોનું ઉત્પત્તિસ્થાન કહ્યું છે. એને સર્વ શાસ્ત્રોની આદિમાં ઉચ્ચારણ કરવાનું માન કર્યું છે. એના એકેક અક્ષરના ઉચ્ચારણમાં અનંત કર્મો અને તેના રસનો ઘાત થાય છે, એમ માવ્યું છે. સર્વકાળના અને સર્વ ક્ષેત્રના સર્વ પરમર્ષિઓ. અને મહર્ષિઓને પ્રણામ રૂપ હોવાથી એ મહામંગલ સ્વરૂપ છે, એમ જોરશોરથી પ્રતિપાદન કર્યું છે. પંચપરમેષ્ઠિ નમસ્કૃતિને આ લોક અને પરલોકમાં અનેક પ્રકારના વાંછિતો પૂરા પાડનાર તરીકે વર્ણવેલા છે. અર્થને આપનાર પણ તે જ છે, કામને આપનાર પણ તે જ છે અને આરોગ્યને આપનાર પણ તે જ છે. અવિરતિ અને આનંદને આપનાર પણ એને જ માનેલ છે. પરલોકમાં સિદ્ધિગમન અથવા દેવલોકગમના અથવા શુભ કુળમાં આવાગમન અથવા બોધિલાભનું કારણ પણ એને જ કહેલ છે. સર્વ સુખનો પ્રયોજક અને સર્વ દુ:ખનો ઘાતક પણ પંચપરમેષ્ઠિ નમસ્કાર છે, એમ તે તે સ્થળોએ સ્પષ્ટ શબ્દોમાં શાસ્ત્રકાર મહર્ષિઓએ ક્રમાવ્યું છે. તો પછી આજે એથી વિપરીત કેમ ? -એ પ્રશ્ન સહેજે ઉત્પન્ન થાય છે. એનો ઉત્તર પણ ભગવાન હરિભદ્રસૂરિજી આદિ સૂરિપુંગવોએ સ્પષ્ટ શબ્દોમાં આપેલો છે. યોગબિન્દુ' નામના ગ્રન્થરત્નમાં તેઓશ્રી ક્રમાવે છે કે “ક્ષરદ્ધયમથેન, શ્રયમાdi વિઘાત: | गीतं पापक्षयायोच्चैः, योगसिद्धैर्महात्मभि ।।१।।" સિદ્ધયોગી એવા તીર્થકર ગણધરાદિ મહાપુરૂષોએ “યોગ’ એવા બે અક્ષર પણ વિધાન પૂર્વક સાંભળનાર આત્માને અત્યંત પાપના ક્ષય માટે થાય છે, એમ માવેલ છે. એ જ શ્લોકની સ્વોપ્રજ્ઞ ટીકામાં તેઓશ્રી માવે છે કે "अक्षरद्वयमपि किं पुनः पझ्चनमस्कारादीन्यनेका न्यक्षराणीन्यपि शब्दार्थ: । एतत योग: इति शब्दलक्षणं श्रूयमाणमाकर्यमानम् / तथा विधार्थाडनवबोधेडपि, 'विधानतो विधानेन, श्रद्धासंवेगादिशुद्धभावोल्लासकरकुडमलयोजना दिलक्षणेन / गीतमुक्तं, पापक्षयाय, मिथ्यात्वमोहाद्यकुशल कर्मनिर्मलनायोच्चैरत्यर्थम् / कैगीतमित्याह योगसिदैः योग: सिद्धो निपनो येषां ते तथा, जिनगणधरादिभिः महात्मभिः प्रशस्तभाचैरिति //' “બે અક્ષર પણ પંચનમસ્કારાદિ અનેક અક્ષરો માટે તો કહેવું જ શું ? “યોગ' એવા બે અક્ષર સાંભળતાં, તેવા પ્રકારના અર્થનું જ્ઞાન ન હોય તો પણ, વિધાનપૂર્વક “શ્રદ્ધા-સંવેગાદિ ભાવોલ્લાસપૂર્વક અને બે હાથ આદિ જોડવાપૂવક' મિથ્યાત્વમોહનીયાદિ અશુભ કર્મના અત્યંત નિર્મુલન માટે થાય છે, એમ નિષ્પન્ન યોગી એવા શ્રી જિનગણધરાદિ પ્રશસ્ત સ્વભાવવાળા મહાત્મપુરુષોએ ક્રમાવેલ છે.” ભગવાન હરિભદ્રસૂરિ મહારાજનું ઉપરોક્ત નિરૂપણ માને છે કે-શ્રી પંચપરમેષ્ઠિ નમસ્કારાદિ અનેક અક્ષરો નહિ, કિન્તુ શ્રી જિનવચનાનુસારી ‘યોગ’ એવા બે અક્ષરનું શ્રવણ પણ અત્યંત પાપક્ષય માટે થાય છે. શરત એટલી જ કે-તે વિધાનપૂર્વક હોવું જોઇએ અને વિધાન એટલે શ્રદ્ધા-સંવેગાદિ માનસિક ભાવ અને કરકુમલયોજનાદિ શારીરિક વ્યાપાર : ઉપલક્ષણથી શુદ્ધ ઉચ્ચારણ આદિ વાચિક ક્રિયા. તથા પ્રકારના અવબોધ વિના કાયિક, વાચિક અને માનસિક ભાવોલ્લાસપૂર્વક શ્રી પંચપરમેષ્ઠિ નમસ્કારાદિ અક્ષરોનું શ્રવણ પણ અતિ કિલષ્ટ પાપોના ક્ષયનું ઉચ્ચ કારણ માનેલું છે, તો પછી તથા પ્રકારના અવબોધ Page 1 of 51 Page #2 -------------------------------------------------------------------------- ________________ સહિત શુદ્ધ અને સ્પષ્ટશબ્દોચ્ચારપૂર્વક તેનું ઉચ્ચારણ અથવા મનન, ચિન્તન અને નિદિધ્યાસનાદિ અત્યંત અશુભ કર્મોના ક્ષયનું મહત કારણ બને તેમાં પૂછવું જ શું ? આજે પંચપરમેષ્ઠિ નમસ્કાર ળીભૂત ન થતો હોય કે તેનો પ્રભાવ પ્રતીતિગોચર ન બનતો હોય, તેમાં મુખ્ય કારણ તેના અર્થનું અજ્ઞાન છે કે શ્રદ્ધા-સંવેગાદિનો અભાવ છે, એનો નિશ્ચય ઉપરોક્ત નિરૂપણમાંથી મળી આવે છે. તથા પ્રકારના ક્ષયોપશમના અભાવે અર્થનો અવગમ ઓછો-વધતો હોઇ શકે છે, પરન્તુ તે તેટલો બાધક નથી. જેટલો બાધક વિધાનનો અભાવ છે-શ્રદ્ધા-સંવેગાદિ ભાવોલ્લાસનો અભાવ છે. ક્ષયોપશમના યોગે અર્થાવગમ અધિક પણ હોય, છતાં જો વિધાન પ્રત્યે બેદરકાર હોય, તો તે ફ્લપ્રાપ્તિથી બનશીલ રહે છે. સામાન્ય અર્થબોધવાનું પણ વિધાન પ્રત્યે કાળજીવાળો આત્મા પાપક્ષયાદિ ઉચ્ચ ળોનો ભોક્તા બની શકે છે. આજે નવકારને ગણનારા અર્થજ્ઞાનહીનપણે તેને ગણે છે માટે તેના ળથી વંચિત રહે છે, એમ કહેવા કરતાં શ્રદ્ધા-સંવેગશૂન્યપણે તેને ગણે છે માટે જ ળથી વંચિત રહે છે, એમ કહેવું એ શાસ્ત્રદ્રષ્ટિએ વધારે અનુકૂળ છે. શ્રદ્વા એટલે “તત પ્રત્યારે “આ તેમ જ છે' એવો વિશ્વાસ અથવા “આ જ પરમાર્થ છે' એવી બુદ્ધિ : અને સંવેગ એટલે. “મોક્ષાભિલાષા” અથવા “આ જ આરાધન કરવા યોગ્ય છે.' એવો ભાવ. ભાવોલ્લાસ માટે આ જાતિનાં શ્રદ્ધા અને સંવેગની પરમ આવશ્યક્તા છે. જ્યાં સુધી “પંચપરમેષ્ઠિ નમક્રિયા એ જ પરમાર્થ છે” એવી બુદ્ધિ ન થાય અને “દુ:ખ અને તેના કારણભૂત પાપથી રહિત બનવા. માટે એ જ એક પરમ સાધન છે.' એવું આંતરિક સ્પર્શજ્ઞાન ન થાય, ત્યાં સુધી- “અરિહંત એ બાર ગુણ સહિત છે અને સિદ્ધ એ આઠ ગુણ સહિત છે : આઠ પ્રાતિહાર્ય અને ચાર મૂલાતિશય મળીને બાર ગુણ થાય છે : અશોકવૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ ઇત્યાદિ આઠ પ્રતિહાર્યોનાં નામ છે : અપાયાપગમાતિશય, જ્ઞાનાતિશય ઇત્યાદિ ચાર મૂલ અતિશયો કહેવાય છે : આઠ કર્મના ક્ષયથી સિદ્ધપરમાત્માને આઠ ગુણો ઉત્પન્ન થાય છે : આઠ કર્મની ઉત્તર પ્રવૃતિઓ (૧૫૮), સત્તામાં (૧૪૮), બંધમાં (૧૨૦), ઉદયમાં (૧૨૨), ઉદીરણામાં (૧૨૨) હોય છે : બંધ, ઉદય, ઉદીરણા અને સત્તા -એ ચાર પ્રકારે કર્મથી રહિત હોય તે સિદ્ધ કહેવાય છે.” -અગર આથી પણ પાંચ પરમેષ્ઠી અને તેમના ગુણો સંબંધી સૂક્ષ્માતિ સૂક્ષ્મ જ્ઞાન ધરાવનાર આત્મા પણ જો તે પ્રત્યે શ્રદ્ધા અને સંવેગથી શૂન્ય છે, તો ળપ્રાપ્તિનો અનધિકારી છે. તથા પ્રકારના ક્ષયોપશમાદિ સામગ્રીના અભાવે “અરિહંત પરમાત્મા એ મોક્ષમાર્ગના ઉપદેશક છે : સિદ્ધ પરમાત્મા એ મોક્ષને પ્રાપ્ત થયેલા છે : મોક્ષ એ અનંત સુખનું ધામ છે : જન્મ-મરણાદિ કે ભૂખ-તૃષાદિ પીડાઓનું ત્યાં નામનિશાન નથી. : દુ:ખનું સ્થાન ચાર ગતિ રૂપ સંસાર છે. આધિ, વ્યાધિ અને ઉપાધિથી તે ભરપૂર છે. જ્યાં સુધી એ સંસારપરિભ્રમણ મટે નહિ, ત્યાં સુધી દુ:ખનો અંત આવે નહિ. અરિહંત પરમાત્માઓએ કેવળજ્ઞાનથી તે જોયું છે : પોતે સ્વપુરુષાર્થથી કમરહિત બન્યા છે : બીજાઓને કમરહિત બનવાનો માર્ગ બતાવી ગયા છે : એ માર્ગે ચાલનાર પૂર્વે દુ:ખરહિત બન્યા છે, આજે પણ દુ:ખરહિત બન છે. અનંત સુખના ભોક્તા પણ તેઓ જ થયા છે અને થાય છે : એ માર્ગની શ્રદ્ધાના અભાવે જ જીવો ચારેય ગતિમાં દુઃખ અનુભવી રહ્યા છે : દુ:ખનાશ અને સુખ પ્રાપ્તિનો પરમાર્થિક ઉપાય અરિહંતો જ સ્વયં જાણી શકે છે, બીજાઓ તેમના કહેવાથી જ જાણી શકે છે : અરિહંત કે સર્વજ્ઞ બન્યા સિવાય જેઓ સુખપ્રાપ્તિનો માર્ગ બતાવે છે તેઓ. શ્રદ્ધેય નથી : તેવા અપૂર્ણ જ્ઞાનીના બતાવેલા માર્ગે ચાલવામાં અશ્રેય છે, સંપૂર્ણ જ્ઞાનીએ બતાવેલા માર્ગે ચાલવામાં જ શ્રેય છે : જ્ઞાનીએ બતાવેલો માર્ગ કષ્ટપૂર્ણ હોય તો પણ આદરણીય છે, અજ્ઞાની અગર અધુરા જ્ઞાનીઓએ બતાવેલો માર્ગ સુખાળો હોય તો પણ અનાદરણીય છે : સમસ્ત દુ:ખનો જેમાં સદાકાળને માટે અંત છે, એવા મોક્ષને મેળવવા માટેનો માર્ગ સુખાળો હોઇ શકે જ નહિ : અધિક કષ્ટથી બચવા માટે અલ્પ કષ્ટ એ કષ્ટ ગણાય જ નહિ : સંસારનાં ક્ષણિક સુખો પણ કષ્ટ વિના મળી શકતા નથી, તો મોક્ષના અનંત સુખો વિના કષ્ટ, અગર ખાતાં-પીતાં મળી જાય એમ માનવું એ બાલિશતા છે.” –એટલું જેઓ જાણે Page 2 of 51 Page #3 -------------------------------------------------------------------------- ________________ છે, શ્રદ્ધા અને સંવેગ ભરપૂર વિચારો જેના અંતરમાં સ્થાન જમાવીને બેઠેલા છે, તે આત્માઓ જ પંચપરમેષ્ઠિ નમસ્કાર-ક્રિયાના યથાર્થ ળના ઉપભોક્તા બની શકે છે. અર્થજ્ઞાન મળ્યા પછી શ્રદ્ધા-સંવેગની શી જરૂર ? -એમ કહેનારા તત્ત્વને સમજ્યા જ નથી. અર્થજ્ઞાનની સાથે શ્રદ્ધા-સંવેગ ઇત્યાદિ જ્યાં સુધી ન મળે, ત્યાં સુધી તે ક્રિયા ભાવક્રિયા બની શકતી નથી. શાસ્ત્રકારોએ “ભાવ” ને જ સર્વત્ર ળદાયી માન્યો છે. “ભાવ” ઉપયોગ સ્વરૂપ છે. ઉપયોગ વિનાની. અર્થજ્ઞાન સહિત અને શુદ્ધ ક્રિયાને પણ શાસ્ત્રકારોએ દ્રવ્યક્રિયા કહેલી છે. “પોતે ભૂમિતિ તૈનાત “અનુપયોગ એ જ દ્રવ્ય છે.' એમ શાસ્ત્રોનું માન છે. ઉપયોગવાળાની અશુદ્ધ અગર અર્થજ્ઞાનહીન ક્રિયા પણ ભાવક્રિયાનું કારણ બની શકે છે. એથી વિપરીત ઉપયોગશૂન્યની શુદ્ધ અને અર્થજ્ઞાનવાળી ક્રિયા પણ ભાવક્રિયા કે તેનું સાક્ષાત્ કારણ બની શકતી નથી. ઉપયોગની આટલી પ્રધાનતા જેમ ધર્મક્રિયામાં છે, તેમ પ્રત્યેક સારી-નરસી ક્રિયામાં છે. જેમ અનુપયોગ થયેલો અપરાધ સંસારમાં કે સરકારમાં પણ મુખ્ય અપરાધ ગણાતો નથી, તેમ વિના ઉપયોગ થયેલું સારું કાર્ય પણ સંસારમાં સારું કે પ્રશંસનીય ગણાતું નથી. ઇતર દર્શનકારોએ પણ કહ્યું છે કે- ‘મન PQ HTM[ @(ર જૂ મોક્ષ “મનુષ્યોનું મન એ જ બંધ અને મોક્ષનું કારણ છે.” મન જેમાં ભળતું નથી, એ ક્રિયા જેમ બન્ધનો હેતુ થતી નથી, તેમ મોક્ષનો હેતુ પણ થતી નથી. મનશૂન્યપણે કે ઉપયોગશૂન્યપણે થતી પંચપરમેષ્ઠિ નમસ્કાર-ક્રિયા પણ, તેનું સારુ અને યથાર્થ ળ કેમ આપી શકે ? એ ક્રિયાની સાથે મનને મેળવવા માટે અર્થજ્ઞાનની જેટલી જરૂર છે, તેથી કઇ ગુણી અધિક જરૂર શ્રદ્ધા અને સંવેગની છે. શ્રદ્ધા અને સંવેગવાળા તથા પંચપરમેષ્ઠિ નમસ્જિયા પ્રત્યે ભક્તિ અને આદરવાળા પુણ્યવંત જીવો અત્યભ અર્થજ્ઞાનને ધારણ કરવા છતાં, તેનાથી જે ફયદો આજે અગર કોઇ પણ કાળે ઉઠાવી શકે છે, તે ળ, શ્રદ્ધા, સંવેગ, ભક્તિ અને આદરાદિથી શૂન્ય મોટા તત્ત્વવેત્તા અને પંડિતાગ્રણી તરીકે લેખાતાઓ પણ મેળવી શકે તેમ નથી. પંચપરમેષ્ઠિ નમસ્ક્રિયાનો પ્રભાવ એ રીતે અત્યંત ભારી હોવા છતાં પણ, તેના ળથી વંચિત રહી જવાનું મુખ્ય કારણ કાઇ હોય તો તે શ્રદ્ધાહીનતાદિ છે. શ્રદ્ધાહીન આત્માના હાથમાં આવેલો નવકાર રૂપી. ચિન્તામણિ નિષ્ફળ જાય અગર નુક્શાન કરનારો થાય, તો તેમાં દોષ નવકાર કે તેના પ્રભાવનો છે એમ કેમ કહી શકાય ? અનધિકારી આત્માઓને સારી પણ ચીજ આપવાની પરોપકારરત પુરુષો સ્પષ્ટ શબ્દોમાં ના પાડે છે. પરમોપકારી ભગવાન હરિભદ્રસૂરિ મહારાજ જ અન્ય સ્થળે માવે છે કે - જૈતાદ્ધdયોગ્યેયો, દ્રત્યેનું તથાપિ તૂ I हरिभद्र इदं प्राद्, नैतेभ्ये देय आदरात् ।।१।।" ઉત્તમ વસ્તુના માહાભ્યને જાણનારા સપુરુષો અયોગ્યને ઉત્તમ વસ્તુ આપતા જ નથી. તો પણ. હરિભદ્ર' આદરપૂર્વક જણાવે છે કે- કૃપા કરીને ઉત્તમ વસ્તુ અયોગ્યને આપતા નહિ. કારણ કે-ઉત્તમ વસ્તુની કરેલી સ્વલ્પ પણ અવજ્ઞા મોટા અનર્થને માટે થાય છે. એ અનર્થથી બચવાને માટે જ મારું આ કથન છે. નહિ કે-મને કોઇના પ્રત્યે માત્સર્ય છે. યોગ્ય અને અધિકારી આત્માઓને તો તે પ્રયત્નપૂર્વક આપવી જોઇએ. પરન્તુ તેમાં પણ વિધિ જાળવવાની અત્યંત જરૂર છે. અયોગ્ય વિધિએ ગ્રહણ કરનાર યોગ્ય આત્માને ઉત્તમ વસ્તુ પણ એકાએક ળીભૂતી થતી નથી, નુક્શાના કરનારી પણ થઇ પડે છે. શ્રી પચપરમેષ્ઠી નમસ્કારના સાચા અધિકારી શ્રદ્ધા-સંવેગાદિ ગુણોથી વિભૂષિત પુરુષરત્નો છે. પછી તે સાધુ હો, સાધ્વી હો, શ્રાવક હો, શ્રાવિકા હો કે ભદ્રક પરિણામી મિથ્યાદ્રષ્ટિ હો. ઉપધાનાદિ તપ કરવાપૂર્વક, શ્રી મહાનિશીથાદિ સૂત્રોના યોગોદ્વહન કરનાર સંયમી, શુદ્ધ ચારિત્રના ખપી અને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન પ્રત્યે પરિપૂર્ણ આદર ધરાવનારા નિર્ચન્થ મુનિરાજના મુખથી ગ્રહણ કરેલો નવકાર એ જ Page 3 of 51 Page #4 -------------------------------------------------------------------------- ________________ વિધિપૂર્વક ગ્રહણ કરેલો ગણાય છે. એ રીતે વિધિપૂર્વક અગર વિધિ પ્રત્યે સંપૂર્ણ આદર ધારણ કરી, અવસર મળ્યું એ વિધિને સત્યાપિત કરવાની ધારણા રાખી ગ્રહણ કરવાવાળો આત્મા, નવકાર દ્વારા યથેષ્ટ ળ આજે પણ ના મેળવી શકે એ બને જ નહિ. આજના વિપકાળમાં મંગળ માટે, વિધ્વ-વિનાશ માટે, ચારે બાજુ અને દશે દિશાએથી મોટું ફાડીને ડોકીયાં કરી રહેલાં દુ:ખ રૂપી પિશાચોના મુખની અંદર ક્ષદ્ર જન્તુની જેમ પીસાતાં બચી જવા માટે શું કોઇ પ્રબળ સાધનની જરૂર નથી ? પ્રત્યેક વ્યક્તિ માટે, સ્ત્રી-પુરુષ માટે, બાલક-બાલિકા સર્વને માટે એવા સાધનની અનિવાર્ય જરૂર છે : અને એવું પ્રબળ સાધન, અમોધ સાધન, સર્વ ભયોની સામે આત્માને સુરક્ષિત બનાવનાર અને સર્વને એક સરખું ઉપયોગી થઇ પડે તેવું સાધન શ્રી પંચપરમેષ્ઠી નમસ્ક્રિયાથી ચઢીયાતું બીજું કયું છે ? હોય તો તેને અપનાવવાની જરૂર છે અને ન હોય તો ધુમાડામાં બાચકા ભરવાની. જરૂર નથી. મધ્ય દરિયામાં ડુબતી વેળાએ તણખલાને વળગવાથી બચી શકાતું નથી. દુ:ખસાગરમાં ડુબતી દુનિયાને બચાવી લેવા અને સુરક્ષિત સ્થળે પહોંચાડી દેવા શ્રી નવકાર સમાન બીજી કોઇ Life boat' જીવનનાવ નથી. જેમ નાવ પણ તેમાં બેસનારને જ બચાવે છે-બીજાને નહિ તેમ નવકાર પણ તેના આરાધકને બચાવે-આરાધક કે વિરાધકને ન બચાવે, એમાં કોનો દોષ ? શ્રી નવકારનો નહિ જ. પંચપરમેષ્ઠિ નમસ્કાર એ સર્વ પાપોનો પ્રભાશ કરનાર તથા સર્વ મંગલોનું મૂળ છે એમ સાક્ષાત શ્રી નમસ્કારસૂત્રમાં જ માવ્યું છે, જેથી તે વિષયમાં કોઇને કાંઇ પણ શંકા રહેવી જોઇએ નહિ. છતાં તેનો વિશેષ વિસ્તારથી મહિમા બતાવવા માટે શાસ્ત્રોમાંથી ઉદ્ધત કરીને નાના પ્રકરણો રૂપે કેટલાંક પ્રકરણો આજે પણ મળી આવે છે. તેમાંથી માત્ર બે જ પ્રકરણો-એક સંક્ષેપથી ળને બતાવનાર તથા બીજું વિસ્તારથી ળને બતાવનાર-મૂળ પ્રાકૃત ઉપરથી સરલ ગુજરાતીમાં અનુવાદ કરીને અહીં આપવામાં આવે છે. આશા છે કે-આજના ભીષણ કાળમાં યોગ્ય આત્માઓને તે ઘણું આશ્વાસન આપશે અને નવકાર પ્રત્યે ભક્તિ ઉત્પન્ન કરાવી ચિત્તની અસમાધિને મોટે ભાગે મટાડનાર થશે. શાસ્ત્રકારોએ સંકલેશ વખતે, કષ્ટ વખતે તથા ચિત્તની અરતિ અને અસમાધિ વખતે વારંવાર નવકારને યાદ કરવા ક્રમાવ્યું છે. તે શાસ્ત્રાજ્ઞાનું પાલન થશે. શાસ્ત્રજ્ઞાના પાલન માટે પ્રત્યેક સમયે સાવધ રહેનાર આત્માને અરતિ કે અસમાધિ જેવું કાંઇ રહેતું જ નથી. પરન્તુ આજનો જમાનો શાસ્ત્રાજ્ઞાઓથી નિરપેક્ષ બનીને સુખની શોધ પાછળ પડ્યો છે, જેથી તેના ભાગ્યમાં સુખના બદલે દુ:ખના. દિવસો જોવાનો પ્રસંગ વધે છે અથવા શાંતિના બદલે અશાંતિ અને સમાધિના બદલે અસમાધિના જ કારમાં. પ્રસંગો ઉભા થાય છે. હજુ પણ જો જ્ઞાનીઓનાં વચનોને અનુસરવાની વૃત્તિ ઉત્પન્ન થાય, તો પણ ઘણાં દુ:ખો, ઘણી. ચિંતાઓ અને ઘણી ઘણી અસમાધિઓ આપોઆપ અદ્રશ્ય થઇ જાય તેમ છે. અસમાધિઓ અને અશાંતિઓને અદ્રશ્ય કરવાનો સિદ્ધ, શિધ્ર અને અમોધ ઉપાય જ્ઞાનીઓએ શ્રી નવકાર મંત્ર, તેનાં પદો અને તેના પ્રત્યેક અક્ષરોના અવલંબનનો બતાવ્યો છે. વિધિપૂર્વક તેનો આશ્રય લેનારને શ્રી નવકારમંત્ર અપૂર્વ શાંતિ આપે છે, અનન્ત કર્મોનો નાશ કરાવે છે, તેમજ સર્તમ અને તેના પરિણામે મળતાં અનંતા સુખોનાં પરમ બીજ સ્વરૂપ બની જાય છે. જેમ બીજમાંથી અંકુર, અંકુરમાંથી વૃક્ષ, અને વૃક્ષમાંથી પત્ર, પુષ્પ અને ફળ સ્વાભાવિક રીતે જ ઉત્પન્ન થાય છે, તેમ પંચપરમેષ્ઠિ નમસ્કાર રૂપી ભાવ બીજમાંથી કાળક્રમે સદ્ધર્મ ચિંતા રૂપી અંકુરાઓ, સદ્ધર્મશ્રવણ અને અનુષ્ઠાનાદિ રૂપી વૃક્ષ તથા તેની શાખા-પ્રશાખાઓ, સુદેવ તથા મનુષ્યોનાં સુખો રૂપી પત્રો અને કુસુમો, તેમજ સિદ્વિગતિનાં અક્ષય સુખો રૂપી સદા અમ્લાન અને પરિપક્વ ળોની પ્રાપ્તિ સ્વયમેવ (Automatic) થાય છે. Page 4 of 51 Page #5 -------------------------------------------------------------------------- ________________ પંચપરમેષ્ઠિ નમસ્કાર એ ભાવધર્મનું પણ બીજ છે અને ભાવધર્મની સિદ્ધિથી પ્રાપ્ત થતાં સ્વર્ગ અને અપવર્ગનાં સુખોનું પણ બીજ છે. જેનાથી સ્વર્ગાપવર્ગનાં દુર્લભ સુખો પણ સુલભ અને સહજ બને છે, તે નવકાર વડે અન્ય સુખોની પ્રાપ્તિ કે સાધારણ દુઃખોથી નિવૃત્તિ શકય ન બને, એ કલ્પના જ કેટલી મિથ્યા છે ? છતાં આજે સુખ મેળવવા કે દુઃખ દૂર કરવાના અર્થી આત્માઓ પણ નવકાર જેવી વિનામૂલ્યે મળેલી કે મળી શકે એવી અસાધારણ ચોજથી પણ અત્યંત દૂર રહે છે, એ સત્પુરૂષોને મન અત્યંત શોચનીય વાત છે. જગતના ઉત્તમ આત્માઓને આજે એ નવકારની સન્મુખ બનાવવાની અસાધારણ અગત્ય છે. આજના વિષમકાળમાં એક પણ આત્મા જો ભાવથી એ નવકારની સન્મુખ બને, તો તે કાર્યને માટે લાખ્ખો રૂપિયાનું ખર્ચ થતું હોય તો પણ અલ્પ છે ઃ કારણ કે-આજે ઉઘાડી આંખે દેખી શકાય છે કે-લાખ્ખો અને ક્રોડો રૂપિયાના જ નહિ, કિન્તુ મોટા સામ્રાજ્યોના માલિકો પણ નવકારના અભાવે કારમી આપત્તિઓ અને દુઃખોથી કચડાય છે-કારમી અશાન્તિ અને અસમાધિઓથી રીબાય છે : જ્યારે ભાવથી એ નવકારને પ્રાપ્ત થયેલા જે કોઇ સત્પુરૂષો છે, તેઓ આટલા અસમાધિગ્રસ્ત કાળમાં પણ પરમ સમાધિ અને શાન્તિપૂર્વક જીવી રહ્યા હોય છે. અજ્ઞાનથી, પૂર્વગ્રહથી કે કશિક્ષણથી એ નવકાર પ્રત્યે કે એ નવકારને આપવા માટે શાસ્ત્ર માવેલી પરમ પવિત્ર આચરણાઓ પ્રત્યે વિરૂદ્ધ ભાવવાળા બનેલા આત્માઓ હજુ પણ સમજે અને પોતાના જ ભાવિ સુખ માટે સીધી દિશાનો સ્વીકાર કરે, તો પણ આ કાળની વિષમતા તેમને અનિષ્ટ માટે નહિ, પણ ખરેખર આશિર્વાદ માટે બની જાય. નવકાર એ પરમ મંત્ર છે એટલું જ નહિ, પણ પરમ શાસ્ત્ર છે. પરમ શાસ્ત્ર છે એટલું જ નહિ, પણ સર્વ શાસ્ત્રોમાં શિરોમણિભૂત મહાશાસ્ત્ર છે. શાસ્ત્રોમાં એને ‘મહાશ્રુતસ્કંધ’ નામથી સંબોધેલ છે. લોકમાં રહેલ પંચાસ્તિકાયની જેમ શાશ્વત અને સહજસિદ્ધ તરીકે એને માવેલ છે. એનો મહિમા અભૂતપૂર્વ છે. પ્રત્યેક પુણ્યવાન આત્મા આજના કાળે તે મહિમાને સમજતો થાય, તે મહિમાવંત વસ્તુની આરાધનામાં રસ લેતો થાય અને પ્રત્યેક દુઃખના પ્રતિકાર માટે શાસ્ત્રોક્ત રીતિ મુજબ જીવનમાં તેને સ્થાન આપતો થઇ જાય એટલી જ લેખક અને અનુવાદકર્તાની અભિલાષા છે. લઘુ નવકાર-ફ્ળ અને બહત્ નવકાર-ફ્ળ એ બંને પ્રકરણોના અનુવાદોમાં બુદ્ધિમાંધના કારણે થયેલી સ્ખલનાઓને વિદ્વાનો સુધારીને વાંચે એવી પ્રાર્થના છે. લઘુ નવકાર-ફળ (અનુવાદ) ધનઘાતી કર્મથી મુક્ત અરિહંતો, સર્વ સિદ્ધો, પ્રવર આચાર્યો, ઉપાધ્યાયો તથા સર્વ સાધુઓ-શ્રેષ્ઠ લક્ષણોને ધારણ કરનારા એ પાંચેય પરમેષ્ઠિઓને કરેલો નમસ્કાર સંસારમાં ભટકતા ભવ્ય જીવોને પરમ શરણ રૂપ છે. (૧-૨) ઉર્ધ્વલોક, અધોલોક અને તિર્યંચલોકમાં શ્રી જિન-નવકાર પ્રધાન છે તથા સમસ્ત ભુવનમાં નરસુખ, સુરસુખ અને શિવસુખોનું પરમ કારણ છે. (૩) તે કારણે સુતાં અને ઉઠતાં આ નવકારને અનવરત ગણવો જોઇએ. ભવ્ય લોકને તે નિશ્ચયે દુઃખને દળનારો તથા સુખને ઉત્પન્ન કરનારો છે. (૪) જન્મતી વખતે તે ગણવામાં આવે તો જન્મ પામ્યા બાદ બહુ ઋદ્ધિને આપનારો થાય છે અને અવસાન વખતે તે ગણવામાં આવે તો મરણ થયા બાદ સુગતિને આપનારો થાય છે. (૫) આપત્તિ વખતે તેને ગણવામાં આવે તો સેંકડો આપત્તિઓનું ઉલ્લંઘન થાય છે અને ઋદ્ધિની વખતે તેને ગણવામાં આવે તો તે ઋદ્ધિ વિસ્તારને પામે છે. (૬) આ નવકારને શ્વાસની જેમ કંઠને વિષે જે સ્થાપન કરે છે, ત દેવતાઓ હોય તો નવલક્ષ્મીને પામે છે તથા નરવરેન્દ્રો હોય તો વિધાધરના તેજને પ્રાપ્ત કરે છે.(૭) શું આ નવકાર એ મહારત્ન છે ? અથવા ચિન્તામણિ સમાન છે ? કે કલ્પવૃક્ષ સમાન છે ? નહિ, નહિ, પરંતુ તેનાથી પણ અધિકતર છે. ચિન્તામણિ, રત્નાદિ અને કલ્પતરૂ એક જન્મમાં સુખનાં કારણ છ, જ્યારે પ્રવર એવો Page 5 of 51 Page #6 -------------------------------------------------------------------------- ________________ નવકાર સ્વર્ગાપવર્ગને આપનારો છે. (૯) જે કાંઇ પરમ તત્ત્વ છે અને જે કાંઇ પરમ પદનું કારણ છે, ત્યાં આ નવકાર પરમ યોગીઓ વડે પણ ધ્યાન કરાય છે. (૧૦) જે એક લાખ નવકારને ગણે અને શ્રી જિનેશ્વરદેવને વિધિપૂર્વક પૂજે, તે શ્રી તીર્થંકરનામગોત્રને બાંધે એમાં સંદેહ નથી. (૧૧) મહાવિદેહની પ્રવર ૧૬૦ વિજ્યો, કે જ્યાં શાશ્વતકાળ છે, ત્યાં પણ આ શ્રી જિન-નવકાર નિરન્તર ભણાય છે. (૧૨) પાંચા એરવત અને પાંચ ભરતમાં પણ શાશ્વત સુખને દેનાર આ જ નવકાર ભણાય છે. (૧૩) મરતી વખતે જે કૃતાર્થ પુરૂષે આ નવકાર પ્રાપ્ત કર્યો, તે દેવલોકને વિષે જાય છે અને પરમ પદને પામે છે. (૧૪) આ કાળા અનાદિ છે, આ જીવ અનાદિ છે અને આ જનિધર્મ પણ અનાદિ છે. જ્યારથી એ છે ત્યારથી આ નવકાર ભવ્યજીવો વડે ભણાય છે. (૧૫) જે કોઇ મોક્ષે ગયા છે અને જે કોઇ કર્મમલથી રહિત બનીને મોક્ષે જાય છે, તે સર્વે પણ શ્રી જિન-નવકારના જ પ્રભાવે છે એમ જાણો. (૧૬) નવકારના પ્રભાવથી ડાકિણી, વેતાલ, નક્ષત્ર અને મારિ વિગેરેનો ભય કાંઇ કરી શકતો નથી તથા સકલ રિતો નાશ પામે છે. (૧૭) શ્રી જિન-નવકારના પ્રભાવથી વ્યાધિ, જલ, અગ્નિ, ચોર, સિંહ, હાથી, સંગ્રામ, સર્પ આદિના ભયો તક્ષણ નાશ પામે છે. (૧૮) આ નવકાર સુર, સિદ્ધ, ખેચર વિગેરે વડે ભણાયો છે. તેને જે કોઇ ભક્તિયુક્ત બનીને ભણે છે, તે પરમ નિર્વાણને પામે છે. (૧૯) અટવી, પર્વત કે અરણ્યના મધ્યમાં સ્મરણ કરાયેલો આ નવકાર ભયને નાશ કરે છે અને માતા જેમ પુત્રભાંડોનું રક્ષણ કરે છે, તેમ સેંકડો ભવ્યોનું રક્ષણ કરે છે. (૨૦) પંચનવકાર ચિંતવવા માત્રથી પણ જલ અને અગ્નિને થંભાવી દે છે તથા અરિ, મારિ, ચોર અને રાજાઓના ઘોર ઉપસર્ગોને અત્યંત નાશ કરે છે. (૨૧) જે શ્રી જિનશાસનનો સાર છે અને ચતુર્દશ પૂર્વોનો સમ્યગ ઉદ્વાર છે, તે નવકાર જેના મનને વિષે સ્થિર છે, તેને સંસાર શું કરે ? અર્થાત કાંઇ પણ કરવા. સમર્થ નથી. (૨૩) $તિ ભg નવDIR DHW નવકારનું સંક્ષિપ્ત ફળ પૂર્ણ થયું. બૃહત્ નવકાર-છૂળ શ્રી વર્ધમાન જિનેશ્વરને અને પોતાના ગુરૂને નમસ્કાર કરીને, જેમ પંચ નવકારના ફ્લને સૂત્રમાં કહ્યું છે તેમ સંક્ષેપથી હું કહું છું. (૧) હે ભદ્ર ! અત્યંત ભયંકર એવા ભાવશત્રુના સમુદાય ઉપર વિજય મેળવનાર અરિહંતાને, કર્મમલથી અત્યંત શુદ્ધ થયેલા સિદ્ધભગવંતોને, આચારને પાળનારા. આચાર્યભગવંતોને, ભાવ સૂત્રદાયી ઉપાધ્યાયભગવંતોને તથા શિવસુખના સાધક સર્વ સાધુભગવંતોને નમસ્કાર કરવાને નિરંતર ઉધુક્ત થા-તત્પર રહે. સિદ્વિસુખના સાધન એવા તે નમસ્કારને સમાહિત આત્મા બનીને તથા કુવિકલ્પોનો ત્યાગ કરીને પરમ આદર કર. (૨-૩-૪) કારણ કે-આ નમસ્કાર સંસાર-સમરાંગણમાં પડેલા આત્માઓને અસંખ્ય દુ:ખોના ક્ષયનું કારણ છે તથા શિવપંથનો પરમ હેતુ છે. (૫) વળી તે કલ્યાણ-કલ્પતરૂનું અવધ્ય બીજ છે, સંસાર રૂપી હિમગિરિના શિખરોને ઓગાળવા માટે પ્રચંડ માર્તડ તુલ્ય છે, પાપભુજંગોન વશ કરવા માટે ગરૂડ પક્ષી છે, દરિદ્રતાના કંદને મૂળથી ઉખેડી નાખવા. માટે વરાહ-સૂઅરની દાઢા છે, સમ્યકત્વ રત્નને પ્રથમ ઉત્પન્ન થવા માટે રોહણાચલની ધરણી છે, સુગતિના આયુષ્યબંધ રૂપી વૃક્ષનો પુષ્પોગમ છે અને વિશુદ્ધ એવા સદ્ધર્મની નિર્વિઘ્ન સિદ્વિનું નિર્મળ ઉપલભ ચિહ્ન છે. (૬-૭-૮) વળી જ્યારે વિધિવિહિત સર્વ આરાધનાનો પ્રકાર વડે કામિત ફ્લ સંપાદન કરવા માટે પ્રધાન મુંબતુલ્ય નવકારનો પ્રભાવ થાય છે, ત્યારે શત્રુ પણ મિત્ર બની જાય છે, તાલપુટ વિષ પણ અમૃત બની જાય છે અને ભયંકર અટવી ચિત્તને આનંદ આપનાર વાસભવન જેવી બની જાય છે. (૯-૧૦) ચોરો પણ રક્ષકપણાને પામે છે, ગહો અનુગ્રહ કરવાવાળા થાય છે અને અપશુકન પણ શુભ શુકનથી સાધ્ય ળને આપનારા બની જાય છે. (૧૧) જનનીઓની માફ્ટ ડાકિણીઓ પણ થોડી પણ પીડાને કરતી નથી, તેમજ Page 6 of 51 Page #7 -------------------------------------------------------------------------- ________________ મંત્ર, તંત્ર અને યંત્રના પ્રકારો પણ રૂંધાઇ જાય છે-કાંઇ કરી શકતા નથી. (૧૨) પંચ નવકારના સામર્થ્યથી અગ્નિકમલના પુંજ જેવો સિંહ, શિયાળ જેવો અને વનહસ્તી મૃગના બચ્ચાં જેવો બની જાય છે. (૧૩) એ કારણે આ નવકાર સુર, ખેચર વિગેરે વડે બેસતાં, ઉઠતાં, અલના પામતાં કે પડતાં પરમ ભક્તિ સ્મરણ કરાય છે. (૧૪) વળી શ્રદ્ધાબહુમાન અને સ્નેહગર્ભિત આ નવકાર રૂપી શ્રેષ્ઠ દીપક, મિથ્યાત્વ રૂપી તિમિરને હરનારો ધન્યપુરૂષોના મન રૂપી ભવનને વિષે શોભે છે. (૧૫) જેઓના મન રૂપી વનનિકુંજમાં નવકાર રૂપી કેસરીકિસોર સિંહનું બચ્ચું રમે છે, તેઓને અનિષ્ટ એવા દુર્ધટ ભાગ્યની ઘટનાઓ નડતી નથી. (૧૬) નિબિડ બેડીઓની ઘટના કે વજપંજરનો નિરોધ ત્યાં સુધી જ છે, કે જ્યાં સુધી યાવર્જિવીત પંચ નવકાર રૂપી શ્રેષ્ઠ મંત્ર જપવામાં આવ્યો નથી. (૧૭) દર્પિષ્ઠ, દુષ્ઠ, નિષ્ફર અને અત્યંત રૂષ્ઠ એવી. બીજાઓની દ્રષ્ટિ ત્યાં સુધી જ પીડા કરે છે, કે જ્યાં સુધી નવકારમંત્રના ચિન્તનપૂર્વક જોવાયું નથી. (૧૮) મરણતોલ સમરાંગણના સમાગમ વખતે કે ગ્રામ-નગરાદિના ગમન વખતે નવકારોનું સ્મરણ કરનારાઓને સન્માનની પ્રાપ્તિ થાય છે. (૧૯) તથા જ્વલમાન મણિપ્રભા વડે મલ્લ એવી વિશાલ ણિપતિની ક્ષાના સમૂહથી પ્રસાર પામતા કરણોના ભારથી ભાગી ગયું છે અંધકાર જ્યાંનું, એવા પાતાલ લોકને વિષે ચિત્તાનત્તર ઘટમાન છે ચિત્તાહલાદક વિષયો જેમને એવા દાનવો જે વિલાસ કરે છે, તે નવકારના તનો એક લેશ છે. (૨૦-૨૧) વળી વિશિષ્ટ પદવી, વિદ્યા, વિજ્ઞાન, વિનય અને ન્યાયથી નિપુણ, અખ્ખલિત પ્રસરવાળ, પ્રસાર પામતા મનોહર યશથી ભરાઇ ગયું છે ભુવનતલ જેમાં, અત્યંત અનુરક્તા એવા કલત્ર અને પુત્રાદિ સકલ સુખી સ્વજનવાળું, આજ્ઞાની રાહ જોતાં ઉત્સાહી અને દક્ષ ગૃહકર્મ કરનાર પરિજનવાળ, અવિચ્છિન્ન લક્ષ્મીના વિસ્તારયુક્ત શ્રેષ્ઠ સ્વામિપણું, ભોગીપણું અને દાનીપણું છે જેમાં, રાજા અમાત્યાદિ વિશિષ્ટ લોક અને પ્રજાજન વડે બહુમાન કરાયેલું, યથાચિંતિત ફ્લપ્રાપ્તિ વડે સુંદર અને વિરોધી લોકોના ચિત્તને પણ ચમત્કાર કરનારું, એવું મનુષ્યપણું જે પ્રાપ્ત થાય છે, તે પણ નવકારના ફ્લન એક લેશ છે. (૨૨-૨૩-૨૪-૨૫) વળી સર્વ અંગોએ પ્રધાન શોભાયુક્ત ચોસઠ હજાર અંતેઉરીવાળું, બત્રીસ હજાર મોટા પ્રભાવશાલી સામંત રાજાઓના આધિપત્યવાળું, મોટા નગર સદૃશ છન્ને ક્રોડ ગ્રામના વિસ્તારવાળું, દેવનગર સમાન બહોંતેર હજાર શ્રેષ્ઠ નગરોવાળું, બહુસંખ્ય ખેડ, કમ્બડ, મડંબ, દ્રોણમુખ વિગેરે ઘણી વસ્તીઓવાળું, દેદીપ્યમાન, મનોહર અને સુંદર એવા રથોના સમુદાયથી યુક્ત રાજમાર્ગોવાળું, દુશ્મનના સમુદાયને ચગદી નાખવાને સમર્થ એવા પાયદળની સેનાના સમુદાયવાળું, અત્યંત મદઝરતા. પ્રચંડ ગંડસ્થળના મંડળવાળા હસ્તીઓના દળવાળું, મન અને પવનથી પણ ચંચલ તથા કઠોર ખુરીઓ વડે ખોદી નાખ્યું છે. ક્ષોણિતલ જેમને એવા તરલ તુરંગોની માળાવાળું, સોલ હજારની સંખ્યાવાળા યક્ષોના સમુદાયથી સુરક્ષિત, નવ વિધિ અને ચૌદ રત્નોના પ્રભાવથી પ્રાદુર્ભાવ પામતા સકલ અર્થોવાળું છ ખંડ ભરતક્ષેત્રનું અધિપતિપણું, ભુવનને વિષે જે પ્રાપ્ત થાય છે, તે પણ ખરેખર શ્રદ્ધાસલિલના સિંચનથી. પરિવર્ધિત એવા પંચ નમસ્કાર રૂપી વૃક્ષના કોઇ એક ફ્લના વિલાસનો જ વિશેષ છે. (૨૬-૨-૨૮-૨૯-૩૦-૩૧-૩૨) વળી શ્વેત દિવ્યાંશુકથી ઢંકાયેલ દેવશય્યાને વિષે શુક્તિના પડની અંદર રહેલ મુક્તાફ્લની જેમ સુંદર અંગસહિત જે ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થયા બાદ જે આજન્મ રમ્યતનું, આજન્મ સૌભાગ્ય અને યુવાવસ્થાવાનું , આજન્મ રોગ, જરા, રજ અને સ્વદરહિત શરીરયુક્ત, આજના અનન્ય કાંતિ તથા માંસ અને રૂધિરાદિ શરીરના મલથી વિમુક્ત તથા આજન્મ અમ્લાન પુષ્પમાલા અને દેવદૂષ્યને ધારણ કરનાર તથા ઉત્તપ્ત જાત્યકાંચન અને તરૂણ દિનકર સમાન છે. શરીરની શોભા જેની, પાંચ પ્રકારના રત્નમય આભરણોના કિરણોથી કર્બરિત છે. દિગચક્ર જેનું, લટકતા કંડલોની , પ્રભાસિત છે. સંપૂર્ણ ગંડમંડલ જેનું, રમણીય રમણશીલ દેવરમણીઓના સમુદાયને મનહર, એક હેલા વડે ગ્રહચક્રને પાડવા અને ભૂતલને જમાડવા સમર્થ, લીલાપૂર્વક સકલ કુલાચલના સમુદાયને ચૂરવા અને માનસ પ્રમુખ મહાસરોવર, સરિતા, દ્રહ અને સાગરોના પાણીને પ્રલયકાલના પવનની જેમ એકીસાથે Page 7 of 51 Page #8 -------------------------------------------------------------------------- ________________ શોષવા સમર્થ, મોટા અને ઘણા એવાં વૈક્રિય રૂપો વડે એકીસાથે ત્રણ લોકને પૂરવા તથા પરમાણુ માત્ર રૂપને પણ કરવા સમર્થ, એક હાથની પાંચ આંગલીઓ ઉપર પ્રત્યેકના અગ્રભાગને વિષે એકીસાથે પાંચય મેરૂને ધારણ કરવાને સમર્થ, બહુ શું કહેવું ? એક ક્ષણમાં સત વસ્તુને અસત્ અને અસત્ વસ્તુને સત્ દેખાડવાને તથા કરવાને નિશ્ચે સમર્થ તથા નમતા એવા દેવોના મસ્તક ઉપર રહેલ મણિઓ રૂપી મધુકરીઓની છોલોથી શોભિત છે ચરણો જેના, ભૂભંગ વડે આદેશ કરાયેલો અને હર્ષિત થયેલો છે. સસંભ્રમપણે ઉઠતો પરિવાર જેનો, ચિન્તવતાની સાથે તુરત જ સંઘટિત થતો છે. અનુકૂળ વિષયોનો સમુદાય જેને, રતિના રસભરપૂર વિલાસ કરવાને વિષે નિરંતર રક્ત, નિર્મલ અવધિજ્ઞાન અને અનિમેષ દ્રષ્ટિ વડે જોયા છે. જોવાલાયક પદાર્થો જેણે, સમકાલે ઉદય પામેલી છે સઘળી શુભ કર્મનો પ્રકૃતિઓ જેને તથા ઋદ્ધિના પ્રબંધથી મનોહર એવા વિમાનોના સમુદાયોનું પ્રાપ્ત થયું છે અધિપતિપણું જેને, એવો અસ્ખલિત પ્રસરવાળો સુરેન્દ્ર પણ જે દેવલોકનું પાલન કરે છે, તે સઘળું સદ્ભાવગર્ભિત પંચ નમસ્કારની થયેલી આરાધનાની લીલાનો જ એક લવ છે-એમ જાણો. (૩૩ થી ૪૭) ઉર્ધ્વ, અધો અને તિર્યક્ લોક રૂપી રંગમંડપમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને આશ્રી જે કોઇને જે કાંઇ આશ્ચર્યજનક અતિશયવિશેષ દેખાય છે અથવા સંભળાય છે, તે સર્વ પણ નમસ્કારના સ્મરણનો જ એક મહિમા છે-એમ સમજો. (૪૮-૪૯) જલદુર્ગને વિષે, સ્થલદુર્ગને વિષે, પર્વતદુર્ગને વિષે, સ્મશાનદુર્ગને વિષે અથવા અન્યત્ર પણ દુર્ગ-કષ્ટપદને વિષે એક નવકાર જ ત્રાણ અને શરણ છે. (૫૦) વશીકરણ, રણ, ઉચ્ચારણ, ક્ષોભ અને સ્થંભન આદિ કાર્યોને વિષે વિધિપૂર્વક પ્રયુક્ત થયેલો નવકાર જ સમર્થ છે. (૫૧) અન્ય મંત્રોથી પ્રારંભેલા જે કાર્યો વશ થયાં નથી, તે સર્વ પણ નવકારના સ્મરણપૂર્વક પ્રારભેલાં થાય તો શિઘ્ર સિદ્ધ થાય છે. (૫૨) તે કારણ માટે સકલ સિદ્ધિઓ અને મંગલોને ઇચ્છતા આત્માએ સર્વત્ર સદા સમ્યક્ત્રકારે નવકારને ચિન્તવવો જોઇએ. (૫૩) જાગતાં, સુતાં, છીંકતાં, બેસતાં, ઉઠતાં, ઉભા રહેતાં, ચાલતાં, સ્ખલન પામતાં કે નીચે પડતાં આ પરમ મંત્રને જ નિશ્ચે અનુસરવો જાઇએ -વારંવાર સ્મરણ કરવો જોઇએ. (૫૪) પુણ્યાનુબંધી પુણ્યવાળા જે આત્માએ આ નવકારને પ્રાપ્ત કર્યો છે, તેની નરક અને તિર્યંચ ગતિઓ અવશ્ય રોકાઇ ગઇ છે. (૫૫) વળી કહ્યું છે કે- આ નવકાર જેણે ભાવથી પ્રાપ્ત કર્યો છે, તેને કદી પણ અપયશ અને નીચ ગોત્રાદિની પ્રાપ્તિ પણ દુર્લભ થતી નથી તથા જન્માંતરમાં પણ તેને ફરી વાર આ નવકારની પ્રાપ્તિ પણ દુર્લભ થતી નથી. (૫૬) વળી જે મનુષ્ય એક લાખ નવકારને અખંડપણે ગણે તથા શ્રી જિનેશ્વરદેવ અને સંઘની પૂજા કરે, તે તીર્થંકરનામકર્મને બાંધે છે. (૫૭) નવકારના પ્રભાવથી જન્માંતરને વિષે પણ પ્રધાન જાતિ, કુલ, રૂપ, આરોગ્ય અને સંપદાઓ પ્રાપ્ત થાય છે. (૫૮) ચિત્તથી ચિતવેલું, વચનથી પ્રાર્થેલું અને કાયાથી પ્રારંભેલું કાર્ય ત્યાંસુધી જ થતું નથી, કે જ્યાં સુધી આ નવકારને સ્મરવામાં આવ્યો નથી. (૫૯) વળી આ નવકારથી મનુષ્ય સંસારમાં કદી પણ દાસ, પ્રેષ્ય, દુર્ભાગ, નીચે કે વિકલેન્દ્રિય -અપૂર્ણ ઇંદ્રિયવાળો થતો નથી. (૬૦) પરમેષ્ઠિ વિષયક ભક્તિ-પ્રયુક્ત આ નવકાર આ લોક અને પરલોકમાં સુખને કરનારો છે તથા આ લોક અને પરલોકના દુઃખોને દળનારો છે. (૬૧) વળી બહુ વર્ણન કરવાથી શું ? આ જગતમાં તેવું કાંઇ જ નથી, કે જે ભક્તિપ્રયુક્ત આ નવકાર વડે જીવોને પ્રાપ્ત ન થાય ! (૬૨) પરમ દુર્લભ અવા પરમ પદના સુખોને પણ જો આ પમાડે, તો તેના અનુસંગથી સાધ્ય અન્ય સુખોની તો ગણના જ શી ? (૬૩) પરમપદ-પુરને જેઓ પામ્યા છે, પામશે અને પામે છે, તે સર્વે પંચ નમસ્કાર રૂપી મહારથના સામર્થ્ય-યોગે જ છે.(૬૪) લાંબા કાળ સુધી તપને તપ્યો, ચારિત્રને પાળ્યું અને ઘણાં શાસ્ત્રને ભણ્યો, પણ જો નવકારને વિષે રતિ ન થઇ, તો સર્વે શાસ્ત્ર નિષ્ફળ ગયું (જાણવું.) (૬૫) ચતુરંગ સેનાને વિષ જેમ સેનાની દીપે છે, તેમ દર્શન-જ્ઞાન-ચારિત્ર અને તપની આરાધના વિષે ભાવ નમસ્કાર શોભે છે. (૬૬) ભાવ-નમસ્કારરહિત જીવે અનંતી વાર દ્રવ્યલિંગોને નિસ્ક્લપણે ગ્રહણ કર્યા અને મૂક્યાં, અમ સમજીને હે સુંદર ! તું આરાધનાને વિષે એક-મનવાળો બની ભાવપૂર્વક તેને (ભાવ-નમસ્કારને) મનને વિષે ધારણ કર.(૬૭) હે દેવાનુપ્રિય ! હ્રી Page 8 of 51 Page #9 -------------------------------------------------------------------------- ________________ ફ્રીને તને પ્રાર્થના કરીએ છીએ કે-સંસારસાગરમાં સેતુ સમાન નમસ્કાર પ્રત્યે તું લેશ પણ શિથિલા (આદરવાળો) બનીશ નહિ. (૬૮) કારણ કે- જન્મ-જરા-મરણથી વધારે ભયંકર સ્વરૂપવાળા આ સંસાર-અરણ્યને વિષે મંદપુણ્યવાળા જીવોને આ નવકાર પ્રાપ્ત થતો નથી. (૬૯). રાધા-પુતલી સ્પષ્ટપણે વિંધવી એ દુર્લભ નથી, ગિરિને મૂળથી ઉખેડવો એ દુર્લભ નથી તથા ગગનતલને વિષે વું એ દુર્લભ નથી, પણ એક નવકારને પામવો એ જ દુર્લભ છે. (૭૦) સર્વત્ર-કોઇ પણ કાળે અને સ્થળે વિધિ રૂપી ધનવાળા પુરૂષે “આ જ એક શરણ છે.' –એમ માનીને નવકારને સ્મરવો જોઇએ, તો પણ આરાધનાકાળે-મરણ સમયે તેને વિશેષ સ્મરવો જોઇએ. (૭૧) આ નવકાર એ આરાધના. રૂપી પતાકાને ગ્રહણ કરવા માટે હાથ છે, સ્વર્ગાપવર્ગને માટે માર્ગ છે તથા દુર્ગતિઓના દ્વારોને રોકવા માટે મોટી અર્ગલા છે. (૭૨) અન્ય કાળે પણ આ નવકાર નિત્ય ભણવા લાયક, ગણવા લાયક, સાંભળવા લાયક અને સારી રીતે અનુપ્રેક્ષા-ચિન્તન કરવા લાયક છે, તો પછી મરણકાળ માટે તો પૂછવું જ શું ? (૭૩) ઘર સળગે ત્યારે ઘરનો સ્વામી જેમ શેષ વસ્તુને છોડીને આપત્તિનિવારણ માટે સમર્થ એવા એક જ મહારત્નને ગ્રહણ કરે છે (૭૪) તથા ભયંકર રણસંકટ વખતે સુભટ જેમ કાર્ય કરવાને સમર્થ એક જ અમોધ શસ્ત્રને ધારણ કરે છે : (૭૫) એ રીતે અંતકાળે અગર પીડા સમયે તગત મનવાળા પણ સકલા દ્વાદશાંગ શ્રુતસ્કંધને સવિસ્તર ચિંતવવા માટે સમર્થ થતા નથી. (૭૬) તેથી મરણ સમયે દ્વાદશાંગને છોડી. સમ્યફ પ્રકારે આ પંચપરમેષ્ઠિ નમસ્કાર જ તેઓ વડે કરાય છે, કારણ કે-તે દ્વાદશાંગનો જ અર્થ છે. (૭૭) સઘળુંએ દ્વાદશાંગ પરિણામવિશુદ્ધિના હેતુ માત્ર છે. નવકાર પણ તે જ કારણસ્વરૂપ હોવાથી દ્વાદશાંગાથે કેમ નહિ ? (૭૮) તે માટે તગતચિત્ત અને વિશુદ્ધ લેશ્યાયુક્ત બનીને આત્માને કૃતાર્થ માનતા તે નવકારનું જ સમ્યગ રીતિએ વારંવાર સ્મરણ કરવું જોઇએ. (૭૯) કોણ એવો સકર્ણ, મરણ વખતે રણમાં જયપતાકા ગ્રહણ કરનાર સુભટની જેમ કર્ણને અમૃતના છંટકાવ તુલ્ય નવકારનો આદર ન કરે ? (૮૦) પ્રકૃષ્ટભાવથી પરમેષ્ઠિઓને કરેલો એક પણ નમસ્કાર પવન જેમ જલન શોષવી નાખે, તેમ સકલ ફ્લેશજાલને છેદી નાખે છે. (૮૧) અંત સમયે સંવિગ્ન મન વડે, અમ્મલિત, સ્પષ્ટ અને મધુર સ્વર વડે તથા કરબદ્ધ યોગમુદ્રાથી યુક્ત પદ્માસને બેઠેલી કાયા વડે સમ્યક પ્રકારે સંપૂર્ણ નવકારને સ્વયં ઉચ્ચારણ કરે, એ ઉત્સર્ગવિધિ છે. અથવા બળ ઘટવાથી જો તેમ કરવા સમર્થ ન હોય, તો પરમેષ્ઠિઓના નામને અનુસરનારા “WHISHI' એવા પાંચ અક્ષરોને સમ્યફ પ્રકારે વારંવાર પરાવર્તન કરે. જો કોઇ કારણે તેમ કરવા પણ અશક્ત હોય, તો “37એવા એક અક્ષરનું ધ્યાન કરે : કારણ કે-બે અક્ષર વડે અરહંત, અશરીરથી, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વે મુનિવરો સહિત થયેલા છે. એ પાંચેય નામોની. આદિમાં રહેલા અક્ષરોની સંધિના પ્રયોગથી આ ઓંકાર બનેલો છે, એમ સર્વજ્ઞપરમાત્માઓએ ક્રમાવેલું છે. એનું ધ્યાન કરનાર નિશ્ચ પાંચેય પરમેષ્ઠિઓને સ્પષ્ટપણે ધ્યાયા છે અથવા જે એ (એક અક્ષર) નું ધ્યાન કરવાને પણ અસમર્થ છે, તે પાસે રહેલા કલ્યાણમિત્રોના સમુદાય પાસેથી પંચ નવકારને સાંભળે. અને સાંભળતી વખતે હૈયામાં આ પ્રમાણે ભાવના કરે. (૮૨ થી ૮૯) આ નવકાર એ સારની ગાંઠડી છે, આ નવકાર એ કોઇ દુર્લભ વસ્તુની પ્રાપ્તિ છે, આ નવકાર એ મને ઇષ્ટનો સમાગમ છે અને આ નવકાર એ એક પરમ તત્વ છે. (૯૦) અહો છો ! આજે હું ભવસમુદ્રના તટને પામ્યો છું. અન્યથા, ક્યાં હું ક્યા આ અને ક્યાં મારો એની સાથેનો સમાગમ ? (૯૧) હું ધન્ય છું, કે જેણે અનાદિ અનંત ભવસમુદ્રમાં અચિત્ય ચિન્તામણિ એવો પાંચ પદવાળો નમસ્કાર પ્રાપ્ત કર્યો ! (૯૨) શું હું આજે સર્વ અંગોને વિષે અમૃતપણા વડે પરિણત થયો છું અથવા અકાળે જ શું કોઇ વડે સકલ સુખમય કરાયો છું ? (૯૩) એ રીતે પરમ શમરસાપત્તિપૂર્વક આચરેલો નમસ્કાર, શીતધારણ (શીતોપચાર) નો પ્રયોગ જેમ વિષને હણે તેમ કિલષ્ટ કર્મોને હણી નાંખે છે (૯૪) અંતકાળે જેણે આ નવકારને ભાવપૂર્વ મર્યો છે, તેણે સુખને આમંચ્યું છે. અને Page 9 of 51 Page #10 -------------------------------------------------------------------------- ________________ દુઃખને જલાંજલિ આપી છે. (૯૫) આ નવકાર એ પિતા છે, આ નવકાર એ માતા છે, આ નવકાર એ અકારણ બંધુ છે અને આ નવકાર એ પરમોપકારી મિત્ર છે.(૯૬) શ્રેયોને વિષે પરમ શ્રેય, મંગલોને વિષે પરમ મંગલ, પુણ્યોને વિષે પરમ પુણ્ય અને ફ્લોને વિષે પરમ રમ્યળ પણ આ નવકાર જ છે.(૯૭) તથા આલાક રૂપી ઘરથી નીકળીને પરલોકના માર્ગે પ્રવર્તેલા જીવ રૂપી પથિકોને આ નવકાર પરમ પથ્યાદન-ભાથા તુલ્ય છે. (૯૮) જેમ જેમ તેના વર્ણોનો રસ મનને વિષે પરિણામ પામે છે, તેમ તેમ ક્રમે કરીને પાણીથી ભરેલા કાચા કુંભની માફ્ક જીવની કર્મગ્રન્થી ક્ષયને પામે છે. (૯૯) પંચ નમસ્કાર રૂપી સારથીથી હંકાયેલો અને જ્ઞાન રૂપી ઘોડાથી જોડાયેલો તપ, નિયમ અને સંયમ રૂપી રથ મનુષ્યને નિવૃત્તિનગરીએ લઇ જાય છે.(૧૦૦) અગ્નિ કદાચ શીતલ થઇ જાય અને સુરસરિતા-આકાશગંગા કદાચ સાંકડા માર્ગવાળી બની જાય, પરન્તુ આ નવકાર પરમ પદપુરે ન લઇ જાય એ બને નહિ. (૧૦૧) અનન્ય હૃદય અને વિશુદ્ધ લેશ્યા વડે આરાધાયેલો આ નવકાર સંસારના ઉચ્છેદને કરનારો છે. તે કારણે તેને વિષે શિથિલ ન થાઓ તેના ઉપર મંદ આદર ન કરો. (૧૦૨) મરણકાળે કરાતો આ નવકાર નક્કી સંસારનો ઉચ્છેદ કરવાને સમર્થ છે, એમ શ્રી જિનેશ્વરો એ જોયેલું છે. (૧૦૩) પંચ નમસ્કારને કરવાનું તાત્કાલિક ફ્ળ અક્ષેપે-શીઘ્ર કર્મનો ક્ષય અને નિયમા-નિશ્ચિત મંગલનું આગમન છે. (૧૦૪) તેનું કાલાંતર ભાવિ ફ્લ બે પ્રકારનું છે. ૧-આ ભવ સંબંધી અને ૨- અન્ય ભવ સંબંધી. આ ભવ સંબંધી ફ્ળ ઉભય ભવમાં સમ્યક્ સુખને આપનારા અર્થકામની પ્રાપ્તિ રૂપ છે. (૧૦૫) આ ભવમાં સુખને આપનારા એટલે અકલેશ કે અલ્પ કલેશથી મળનારા રોગરહિત અને વિઘ્નરહિતપણે ઉપભોગમાં આવનારા સૂત્રોક્ત વિધિ મુજબ સુંદર સ્થાનમાં-સક્ષેત્રોમાં વિનિયોગ પામનારા અને પરમ સુખને આપનારા. (૧૦૬-૧૦૭) હવે અન્ય ભવ સંબંધી પંચ નમસ્કારનું ફ્ળ એ છે કે નમસ્કારને પામેલા અને તેની વિરાધના નહિ કરનારા આત્મા જો કોઇ કારણસર તે જ ભવને વિષે સિદ્ધિગતિને ન પામે, તો ઉત્તમ દેવોને વિષે ઉત્પન્ન થાય છે અને ત્યાંથી વિપુલ કુલોને વિષે અતુલ સુખથી યુક્ત એવું મનુષ્યપણું મેળવે છે. પર્યંતે કર્મરહિત થઇને સિદ્ધિગતિને પામે છે. (૧૦૮-૧૦૯) જ્ઞાનાવરણીયાદિ કર્મોના અનંત પુદ્ગલોનો પ્રતિક્ષણ વિગમ થવાથી પરમાર્થથી નવકારના પ્રથમ અક્ષર ‘7' કારનો લાભ થાય છે. શેષ પ્રત્યેક અક્ષરોનો લાભ પણ ક્રમે કરીને અનંતગુણવિશુદ્ધિ થવાથી થાય છે.(૧૧૦-૧૧૧) એ રીતે જેનો એકેક પણ અક્ષર અત્યંત કર્મક્ષયથી મળે છે, તે નવકાર કોને વાંછિત ફ્લદાયી ન થાય ? (૧૧૨) એ પ્રમાણે ઉભય લોકન વિષે ‘ સુખનું મૂળ છે’ એમ જાણીને, આરાધનાભિલાષી હે ભદ્ર ! તું એને સદા સ્મરણ કર : કારણ કે-પંચ પદવાળો આ નવકાર જીવને હજારો ભવોથી મૂકાવે છે તથા ભાવપૂર્વક કરાતો તે બોધિલાભ માટે થાય છે. (૧૧૩-૧૧૪) પાંચેય પરમેષ્ઠિઓને કરેલો નમસ્કાર ધન્યપુરૂષોને ભવક્ષય કરાવે છે અને હૃદયથી તેને નહિ મૂકનારને તે વિશ્રોતસિકાચિત્તના ઉન્માર્ગગમનને વારનાર થાય છે. (૧૧૫) એ રીતે પંચ નમસ્કાર મહાન્ અર્થવાળો છે, એમ શાસ્ત્રોમાં વર્ણન કરાયેલો છે અને એ કારણે મરણ અવસર આવી લાગે ત્યારે તેનું નિરંતર અને વારંવાર સ્મરણ કરાય છે. (૧૧૬) સાત, પાંચ, સાત, સાત અને નવ અક્ષર પ્રમાણ છે. પ્રગટ પાંચ પદો જેના અને તેત્રીસ અક્ષરપ્રમાણ છે. શ્રેષ્ઠચૂલિકા જેની, એવા ઉત્તમ શ્રી નવકારમંત્રનું તમે નિરંતર સ્મરણ (ધ્યાન) કરો.(૧૧૭) એ રીતે સંવિગ્નશિરોમણિ શ્રી જિનેશ્વરસૂરિના ચરણકમલને વિષે ભ્રમર સમાન શ્રી જિનચંદ્રસૂરિ દૂર થયો છે પાપમલ જેનાથી એવા નવકારના ફ્લને કહે છે. (૧૧૮) इति ज्येष्ठ पंचनमस्कारफलप्रकरण समाप्तम् । નમસ્કારનું પ્રયોજન અને ફળ કર્મનો ક્ષય અને મંગળનું આગમન, એ નમસ્કારનું પ્રયોજન છે. નમસ્કારનું ફ્ળ બે પ્રકારનું છે આ લોકસંબંધી અને પરલોક સંબંધી. આ લોકમાં અર્થ, કામ, આરોગ્ય અને અભિરતિની પ્રાપ્તિ તથા Page 10 of 51 Page #11 -------------------------------------------------------------------------- ________________ પરલોકમાં સિદ્ધિ, સ્વર્ગ અને ઉત્તમ કુળાદિની પ્રાપ્તિ વિગેરે ફળો છે. નમસ્કાર સંબંધી સતત ઉપયોગ અને ક્રિયા વડે કર્મક્ષયાદિ ગુણનો લાભ થાય છે, તે અનન્તર-પ્રયોજન’ છે અને તેના પરિણામે કાળાન્તરે યા જન્માંતરે અર્થકામાદિકની યા સ્વર્ગમોક્ષાદિકની પ્રાપ્તિ, તે “પરમ્પરપ્રયોજન’ છે. નમસ્કાર, એ મૃત એટલે આગમરૂપ છે. મૃતોપયોગ રૂપ આત્મપરિણામ, આત્મહિત પરિજ્ઞા અને ભાવસંવરાદિ બહુ પ્રકારના લાભવાળો છે, તેથી મૃતાત્મક નમસ્કારના ઉપયોગથી કર્મક્ષય થાય છે. એ રીતે નમસ્કારના ઉપયોગથી પ્રતિ સમયે કર્મનો ક્ષય થતો હોવાથી, તેને સર્વ કાર્યોમાં મંગળરૂપ તથા વિજ્ઞવિનાશના અપ્રતિમ કારણ તરીકે માનેલ છે. શંકા. કોપ-પ્રસાદરહિત શ્રી જિન અને શ્રી સિદ્ધ, એ પૂજાનું ળ આપનારા નથી : કારણ કે-જેઓ પૂજાનું ફળ આપનારા છે, તેઓ હમેશાં રાજા વિગેરેની જેમ કોપ-પ્રસાદસહિત જ દેખાય છે. સમાધાન. શ્રી જિનો અને શ્રી સિદ્ધો પૂજાનું ફળ આપે છે, એવું અમે કહેતા જ નથી. સર્વ જીવોને સ્વર્ગનરકાદિ કે સુખદુ:ખાદિક ફળ સ્વકૃત પુણ્ય-પાપના બલે જ થાય છે. પુણ્ય-પાપ યાને ધર્મ-અધર્મ, એ જ્ઞાનાદિકની જેમ આત્માના ગુણો હોવાથી, કોઇને આપી શકાય કે કોઇની પાસેથી લઇ શકાય એમ નથી. આત્મગુણો પણ જો આપી કે લઇ શકાતા હોય, તો કૃતનાશ, અકૃતાગમ, સાંકર્ય, એકત્વાદિ અનેક દોષો. આવીને ઉભા રહે. એ કારણે નમસ્કારનું મૂખ્ય ફળ અવ્યાબાધ-સુખ રૂપ મોક્ષ છે અને સ્વર્ગાદિ ફળ એ આનુષંગિક ળ છે : તેમાં મોક્ષ રૂપ મુખ્ય ફળ એ ચેતન્યાદિ ભાવોની જેમ આત્મપર્યાય રૂપ હોવાથી કોઇને પણ આપી શકાય કે કોઇની પાસેથી પણ લઇ શકાય તેમ નથી. શંકા. મૂખ્ય ળ રૂપ મોક્ષ ભલે આત્મપર્યાય હોવાથી આપી કે લઇ શકાય નહિ, કિન્તુ સુંદર ભક્તપાનાદિ યા મનોહર અર્થકામાદિ તો બીજાને આપી શકાય કે લઇ શકાય તેવા છે, તો તેને શ્રી જિનો અને શ્રી સિદ્ધો કેવી રીતે આપે છે ? સમાધાન. અર્થકામાદિ કે ભક્ત પાનાદિ બીજાને આપી શકાય તેવા છે, પણ પૂજાનો પ્રયત્ન ભક્તાદિ માટે હોતો નથી. કિન્તુ મોક્ષ માટે જ હોય છે : અથવા ભક્તાદિ પણ જે પ્રાપ્ત થાય છે તે સ્વકૃત કર્મના ઉદયથી જ થાય છે : બીજા દાતા તો તેમાં નિમિત્ત માત્ર છે : નિશ્ચયથી કોઇને કોઇ દાતા પણ નથી. કે અપહર્તા પણ નથી. સુખદુ:ખાદિનો અંતરંગ હેતુ કર્મ જ છે. શરીર, એ બાહ્ય હેતુ છે : શબ્દાદિ વિષયો, એ એથી પણ વધારે બાહ્ય હેતુઆ છે : અને તેને આપનાર-લેનાર-અપહર્તાદિ તો અતિશય બાહ્યતર હેતુઓ છે : માટે નિશ્ચયથી કર્મ સિવાય સુખ દુઃખનો દાતાર અન્ય કોઇ જ નથી. શરીર, વિષયો અને તેના આપનાર-લેનાર સુખદુ:ખનાં નિમિત્તો માનેલાં છે, તે કર્મના લીધે જ માત્ર વ્યવહારથી માનેલાં છે : તો પછી રાગદ્વેષ રહિત શ્રી સિદ્ધાત્માઓ નમસ્કારના ળને આપનારા છે, એમ કહી જ કેમ શકાય ? શંકા જો સર્વ શુભાશુભ ફળ સ્વકૃત-કર્મજનિત જ છે, તો દાન-અપહરણાદિનું દાતા-હર્તાને થવું ન જોઇએ. સમાધાન. કર્મ સ્વકૃત છે તેથી જ તેનું ળ દાતા-હર્તાને ઘટે છે. દાનાદિ સમયે પરાનુગ્રહ પરિણામ તથા હરણાદિ વખતે પરોપઘાતાદિ પરિણામ, એજ પુણ્ય-પાપનાં કારણ બને છે. તે પુણ્ય-પાપ બાહ્ય નિમિત્તની અપેક્ષા રાખે છે, કિન્તુ બાહ્ય નિમિત્તની અપેક્ષા રાખીને પણ રહે છે આત્મામાં અને કાળાન્તરે બાહ્ય નિમિત્તની અપેક્ષા રાખીને જ શુભાશુભ ફળને આપે છે : તેથી તે ળ પરકૃત કહેવાય છે. વસ્તુત: સ્વકૃત-કર્મ સિવાય બીજાથી તે પ્રાપ્ત થતું નથી. વળી જો તે ળ બીજાથી પ્રાપ્ત થવા યોગ્ય છે એમ માનીએ, તો જેણે ગ્રહણ અથવા હરણ કર્યું, તે મોક્ષ અથવા ફુગતિ પામે, તે વખતે તે ળ કોનાથી પ્રાપ્ત થાય ? અર્થાત- કૃતનાશ દોષ આવીને ઉભો રહે. જેને જે આપ્યું હોય તેણે તે આપવું જોઇએ અને જેનું હરણ કરાયું હોય તેનું તે હરણ કરે, એ માન્યતા અયુક્ત છે. Page 11 of 51 Page #12 -------------------------------------------------------------------------- ________________ એમ માનવાથી દાનાદિ નહિ આપનાર સાધુને જન્માન્તરમાં ભૂખ્યા રહેવું પડે અને પોતાને જ જો ભૂખ્યા રહેવું પડે, તો પૂર્વ જન્મમાં આપનાર દાતાને તો ક્યાંથી જ આપી શકે ? એજ રીતે પૂર્વ જન્મમાં કોઇનું ધનાદિ હરણ કરીને વર્તમાન જન્મમાં નિર્ધન થયેલ આત્મા પાસેથી શી રીતે હરણ કરાશે ? શંકા૦ અન્ય અન્ય જન્મોના દાન-હરણાદિથી બધું ઘટી જશે. સમાધાન એમ કહેવું પણ અઘટિત છે. એમ માનવાથી અનવસ્થા (અપ્રામાણિક અનન્ત દાન-હરણાદિની કલ્પના) તથા સ્વર્ગમુક્તિ આદિ ફ્ળોનો અભાવ પ્રાપ્ત થશે. આ સર્વ ચર્ચાનો મથિતાર્થ એ છે કે-દાન દેનાર કે હરણ કરનાર આત્મા પોતાના અનુગ્રહ-ઉપઘાત રૂપ પરિણામથી જ સ્વયં ફ્ળ પામે છે, તેમ અહીં પણ શ્રી સિદ્ધો અને શ્રી જિનોની પૂજાનું ફ્ક્ત પૂજકના પોતાના પરિણામથી જ સ્વયં પ્રાપ્ત થાય છે. શ્રી જિનપૂજા પરિણામની વિશુદ્ધિનો હેતુ હોવાથો, દાનાદિક ધર્મોની પેઠે નિરન્તર કરવા યોગ્ય છે અથવા તો શ્રી જિનપૂજા એ મોક્ષમાર્ગની પ્રભાવક હોવાથી, ધર્મકથનની માફ્ક હંમેશાં કરવા યોગ્ય છે. કોપ-પ્રસાદરહિત વસ્તુ ફ્ળપ્રદ થતી નથી, એમ કહેવું એ પણ સર્વથા અસત્ય છે. અન્નપાનાદિ વસ્તુ કોપ-પ્રસાદરહિત હોવા છતાં પણ ફ્ળદાયી પ્રત્યક્ષપણે જણાય છે. અમૃત-વિષ, કનક-પાષાણ, તેમને અધર્મ નહિ થવો જોઇએ, કિન્તુ ધર્મ થવો જોઇએ. એટલું જ નહિ, પરન્તુ પરના કોપથી અધર્મ થતો હોય તો મોક્ષે ગયેલા આત્માઓનું પણ કોઇના કોપથી પતન થવું જોઇએ અને એમ થાય તો અકૃતાગમ અને કૃતનાશાદિ અસાધારણ દોષો આવીને ઉભા રહે. એ વિગેરે કારણોનો વિચાર કરતાં, ધર્માર્થી આત્માએ એક સ્વપ્રસાદ માટે જ પ્રયત્ન કરવો જોઇએ. તે સ્વપ્રસાદ શ્રી જિન અને શ્રી સિદ્ધોની પૂજાથી અવશ્ય પ્રાપ્ત થાય છે. સ્વપ્રસાદનું ફ્ળ અપ્રમેય છે, તેથી તે મેળવવા માટે શ્રી અર્હદાદિની પૂજાનો પ્રયત્ન પરમ આવશ્યક છે. શંકા॰ શ્રી અરિહંત પરમાત્માઓ અને શ્રી સિદ્ધ પરમાત્માઓ તો વીતરાગ અને કૃતાર્થ હોવાથી તેમની પૂજા વ્યાજબી છે, પરન્તુ શેષ આચાર્યાદિ ત્રણ તો રાગ-દ્વેષ સહિત અને અકૃતાર્થ છે, તેથી તેમની પૂજા કે એમને કરેલો નમસ્કાર સ્વપ્રસાદ યા મોક્ષને માટે કેવી રીતે થાય ? ધનનો અર્થી નિર્ધનની સેવા કર, તે કાંઇ ફ્લે ? સમાધાન૦ વીતરાગ જેમ રાગ-દ્વેષ રહિત છે, તેમ આચાર્યાદિ પણ વિદ્યમાન કષાયોનો નિગ્રહ કરનારા છે, તેથી તેઓ પણ વીતરાગની સમાન જ છે. વીતરાગ જેમ કૃતાર્થ છે તેમ આચાર્યાદિ પણ ઘણા અંશે કૃતકૃત્ય થયેલા છે, તેથી તેમની પૂજા પણ વીતરાગની પૂજાની જેમ ચિત્તની પ્રસન્નતાનું કારણ છે. વળી પૂજાનો આરંભ બીજાના ઉપકાર માટે નથી અને બીજાના ઉપકારથી પૂજાનું ફ્ળ મળતું નથી. માત્ર સ્વપ્રસાદથી ફ્ળ મળે છે અને આચાર્યાદિ કિંચિત્ અકૃતાર્થ છતાં સ્વપ્રસાદ-સ્વપરિણામની વિશુદ્ધિ માટે થાય પૂજ્ય છે. છે, તેથી તેઓ પણ વીતરાગની જેમ શંકા પૂજ્ય ઉપર ઉપકારના અભાવ છતાં પૂજ્યની પૂજા ફ્ળદાયી કેમ ? સમાધાન પૂજ્ય ઉપર ઉપકારનો અભાવ છતાં, શ્રી જિનાદિકની પૂજા બ્રહ્મચર્યાદિકની જેમ શુભ ક્રિયા અને શુભ પરિણામની વૃદ્ધિનો હેતુ છે, તેથી તે ફ્ળદાયી છે. પર-હૃદયગત મૈત્રી તદ્વિષયક જીવોને શું ઉપકાર કરે છે ? અને દૂરસ્થ આત્માને અંગે થયેલો હિંસાદિકનો સંકલ્પ દૂર રહેલા આત્માને શું અપકાર કરે છે ? અર્થાત્- કાંઇ જ નહિ : છતાં તે ઉપકાર-અપકારરહિત મૈત્રી-હિંસાદિનો સંકલ્પ ધર્માધર્મનું કારણ બને જ છે. તેવી જ રીતે પૂજાદિનો સંકલ્પ પણ શ્રી જિનાદિને ઉપકાર કરનારો નહિ હોવા છતાં પણ, ધર્મનું કારણ બને છે. શંકા॰ સાધુ આદિને દાન આપવામાં જે રીતિ સ્વપર ઉભયને ઉપકાર થાય છે, તે રીતનો ઉપકાર શ્રી જિનપૂજાદિકમાં થતો નથી માટે શ્રી જિનપૂજા કરતાં સાધુ આદિના દાનથી અધિક ફ્ળની પ્રાપ્તિ કેમ Page 12 of 51 Page #13 -------------------------------------------------------------------------- ________________ નહિ ? સમાધાન) સાધુ આદિના દાનમાં પણ દાનકૃત ઉપકાર-અપકારથી ળની પ્રાપ્તિ થતી નથી, કિન્તુ પરાનુગ્રહ રૂપ સંકલ્પ માત્રથી જ દાતાને ળની નિષ્પત્તિ થાય છે. અન્યથા, સાધુ આદિએ ભોજન કર્યા બાદ અજીર્ણાદિ થવાથી મૃત્યુ આદિ થાય, તેનો દોષ પણ દાતાને લાગવો જોઇએ. પૂજ્ય વડે પૂજાનું ગ્રહણ થાય તો જ ધર્મ થાય, એવો નિયમ નથી પણ પૂજ્યની પૂજાથી થતી પરિણામવિશુદ્ધિથી ધર્મ થાય છે.પૂજાનું ગ્રહણ ન થાય તોય તે વિશુદ્ધિ અવશ્ય થાય છે. અથવા શ્રી જિનાદિકની કરેલી પૂજાનું ગ્રહણ પણ તેઓ કરે છે. સંપ્રદાન ત્રણ પ્રકારે થાય છે તેથી ગ્રહણ પણ ત્રણ પ્રકારે થાય છે : જેમકે-પ્રેરક, મણિ-કાચ આદિ વસ્તુઓ કોપાદિરહિત છે, છતાં અનુગ્રહ અને ઉપઘાત માટે થાય છે. શંકા કોપ વિગેરે હરણ-પ્રદાનાદિનાં નિમિત્ત છે કે નહિ ? સમાધાન, નિમિત્ત હોવા છતાં તે બાહ્ય કારણ છે. અંતરંગ કારણ તો સ્વકૃત-કર્મ (પુણ્ય પાપ) સિવાય બીજું કોઇ નથી. રાજા આદિનો કોપ અને પ્રસન્નતા, એ સ્વકૃત પુણ્યપાપનું જ ફળ છે : કારણ કે-કોપયુક્ત બનેલો કે પ્રસાદવાન બનેલો રાજા પણ સર્વ લોકોને સમાન આપનારો થતો નથી : વિષમાં ફળ આપનારો થાય છે. અગર નિષ્ફળ પણ જાય છે. એ જ કારણે શ્રી અર્હદાદિ-નમસ્કાર કે શ્રી અર્હદાદિ પૂજાનો આરંભ કોઇને પ્રસન્ન કરવા માટે નથી, કિન્તુ પૂજકના જ ચિત્તની પ્રસન્નતા માટે છે. બીજા પ્રસન્ના થાય એટલે ધર્મ થાય અને બીજા કુપિત થાય એટલે અધર્મ થાય, એવો નિયમ બાંધી શકાય તેમ નથી. ધર્માધર્મ જીવના શુભાશુભ પરિણામને અનુસરવાવાળા છે. શ્રી અરિહંતાદિ આલંબનો શુભ પરિણામનાં જનક છે, શુભ પરિણામથી ધર્મ થાય છે અને ધર્મથી ભક્તપાન, અર્થકામ, સ્વર્ગઅપવર્ગાદિ ફળની પ્રાપ્તિ થાય છે. શંકાને ધર્માધર્મ બીજાની પ્રસન્નતા કે કોપને અનુસારનારા નથી, એ વાત હજુ સ્પષ્ટતયા સમજાતી નથી : કારણ કે જો તે ન હોય તો લોકમાં બીજાની પ્રસન્નતાદિ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવામાં આવે છે, તે કેમ બને ? સમાધાન લોકમાં સુખી થવા માટે બીજાની પ્રસન્નતાદિ પર આધાર રાખવામાં આવે છે, પરન્તુ તે અનેકાન્તિક છે : એટલું જ નહિ, કિન્તુ સ્વકૃત પુણ્ય-પાપને અનુસારે જ ફળ દેનાર બને છે. એમ નહિ માનતાં, પરના કોપ-પ્રસાદિ ઉપર જ ધર્માધર્મ માની લેવામાં આવે, તો રાગ-દ્વેષરહિત મુનિની સ્તુતિ આદિ કરવાથી પુણ્યાત્માને ધર્મ નહિ થાય અને આક્રોશાદિ કરવાથી દુષ્ટાત્માને અધર્મ નહિ થાય : કારણ. કે-રાગ-દ્વેષરહિત મુનિને સ્તુતિ સાંભળવાથી પ્રસન્નતા કે આક્રોશ સાંભળવાથી કોપ થતો નથી. વળી હિંસા, જૂઠ, ચોરી, પદારાગમનાદિ કાર્યોનું કોઇ ચિત્તમાં જ ચિંતવન કરે, તો તેનું પણ તેને ખરાબ ળા મળવું જોઇએ નહિ. એજ રીતે દયા, દાન, બ્રહ્મચર્યાદિ ધર્મ કરવાની ઇચ્છા મનમાં થાય, તેને શુભ ફળ પણ મળવું જોઇએ નહિ : કારણ કે-શુભ અગર અશુભ કાર્યોન ચિત્તમાં ચિત્તવન કરવા માત્રથી જે જે વ્યક્તિ વિષયક શુભ યા અશુભ ચિન્તવન થયું હોય છે, તે તે વ્યક્તિને કોપ યા પ્રસાદ થવાનો પ્રસંગ બનતો નથી. : પરન્તુ હિંસાદિ ચિત્તવનારને અધર્મ અને દયાદિ ચિત્તવનારને ધર્મ થાય છે જ, માટે પરપ્રસાદ અને પરકોપથીજ ધર્માધર્મ થાય છે, એમ માનવું એ અઘટિત છે : કિન્તુ સ્વપ્રસાદ અને સ્વકોપથી જ ધર્માધર્મ થાય છે, એમ માનવું એ યુક્ત છે. એમ નહિ માનવાથી એક ત્રીજો દોષ આવે છે. તે તો ઉપર્યુક્ત બે દોષોથી પણ ચડી જાય તેવો છે. પરપ્રસાદ કે પરકોપથી જ જો ધર્માધર્મ થતા હોય, તો દયા, દાન, બ્રહ્મચર્યાદિ ધર્મકૃત્ય કરનાર ઉપર પણ અનાર્ય અને દુર્જન આત્માઓ કોપયુક્ત રહે છે, તેથી તેઓનો ધર્મ નિળ જવો જોઇએ : એટલું જ નહિ Page 13 of 51 Page #14 -------------------------------------------------------------------------- ________________ પણ ઉલટો અધર્મ થવો જોઇએ. એજ રીતે હિંસા, જૂઠ, ચોરી, આદિ અધર્મ કાર્યોને આચરનારાઓને જોઇને પણ તેવા પ્રકારના આત્માઓ આનન્દ પામે છે : તો તેવાઓના આનન્દથી અનુમોદક અને અનિષેધક ત્રણે જૂદી જૂદી અપેક્ષાએ દાનને ગ્રહણ કરનારા છે, માટે શ્રી જિનાદિક અનિષેધક હોવાથી, તેમની પૂજાનું અંગ્રહણ જ થાય છે એમ નથી, કિન્તુ ગ્રહણ પણ થાય છે. અથવા. શ્રી જિનાદિકની પૂજાથી શ્રદ્ધા, સંવેગ અને પરિણામની વિશુદ્ધિ થતી હોય, તો તે પૂજા પરિગ્રહિત છે કે અપરિગ્રહિત છે, એ ચર્ચા જ અનાવશ્યક બની જાય છે. શંકાશ્રી સિદ્ધાદિકની પૂજાનું હોઇ શકે નહિ. કારણ કે-તેઓ અમૂર્ત છે, અર્થા–ચક્ષુ વડે જોઇ શકાતા નથી. તો પછી તેઓની પૂજા કેવી રીતે થઇ શકે ? સમાધાન શ્રી સિદ્ધપરમાત્માઓ મૂર્તિરહિત યાને અમૂર્ત છે, તેથી તો વિશેષ કરીને પૂજ્ય છે. રત્નત્રયી અમૂર્ત છે છતાં મોક્ષમાર્ગ બની શકે છે : તેમ શ્રી સિદ્ધપરમાત્માઓનું પૂજન પણ આત્માને પરમ ઉપકારક છે. મૂર્તિમાનની મૂર્તિ પૂજાતી નથી, કિન્તુ તેના અમૂર્ત ગુણો જ પૂજાય છે. શ્રી સિદ્ધ ભગવંતોના ગુણો તો વિશેષે કરીને અમૂર્ત છે, તેથી તેઓ વિશેષે પૂજ્ય છે. શંકા મૂર્તિમાનના ગુણોની પૂજા તર્ગુણસંબંધને લીધે મૂર્તિની પૂજાથી થઇ શકે છે. શ્રી સિદ્ધ પરમાત્માઓના ગુણોને તો તે મૂર્તિ નથી. સમાધાન પૂજા, મૂર્તિ કે ગુણોને અંગે જે ળ મળે છે, તેમાં સ્વગતપરિણામની વિશુદ્ધિ સિવાય અન્ય કોઇ હેતુ નથી. બાહ્ય અહંદાદિ આલંબનના નિમિત્તથી સ્વહૃદયગત જે શુભ પરિણામ ઉત્પન્ન થાય છે, તેજ સર્વ આપે છે. તે પરિણામનો સંબંધ મૂર્તિ સાથે નથી, પણ સ્વ-આત્મા સાથે છે માટે મૂતમૂર્તનો. ચિત્તા નિરર્થક છે. શંકાશ્રી સિદ્ધ પરમાત્માઓ અતિશય દૂર છે, માટે તેમની પૂજા કેવીરીતે ળદાયી થઇ શકે ? સમાધાન જેમ દૂર રહેલા બંધુજનને સુખી અગર દુ:ખી સાંભળીને આનન્દ અને શોકાદિ સંકલ્પથી દેહપુષ્ટિ અને દેહદૌર્બલ્યાદિ ળ થાય છે, તેવી રીતે દૂરસ્થ સિદ્ધાત્માઓ પણ વિશુદ્ધ પરિણામથી ધર્મ માટે અને અશુદ્ધ પરિણામથી અધર્મ માટે થાય છે : અર્થાત આલંબન દૂર હોય કે નજીક હોય, તેથી ળમાં કાંઇ ભેદ પડતો નથી. અથવા તગુણબહુમાન રૂપ શુભ પરિણામ આત્મસ્વભાવ રૂપ હોવાથી નજીક જ છે અને તેનાથી અન્ય જે કાંઇ વસ્તુ છે, તે અનાત્મ રૂપ હોવાથી દૂર જ છે. શંકા જો સ્વપરિણામથી જ ધર્માધર્મ થાય છે, તો પછી અહંદાદિ બાહ્ય આલંબનોની શી જરૂર છે ? સમાધાન, તે શુભ પરિણામ બાહ્ય આલંબનથી જ થાય છે. શુભાશુભ પરિણામ, એ ચિત્તનો ધર્મ છે, તેથી તે વિજ્ઞાનની પેઠે હંમેશા બાહ્ય આલંબનોથી જ પ્રવર્તે છે. એ કારણે મોક્ષમાર્ગમાં બાહ્ય શુભ આલંબનો પરમ આવશ્યક છે. શંકા ગમે તેવા આલંબનથી પણ જેને શુભ પરિણામ થઇ શકતો હોય, તેના માટે શુભાશુભ આલંબનનો ભેદ પાડવાનું શું પ્રયોજન છે ? સમાધાન જેમ આલંબનરહિત શુભ પરિણામ થતો નથી, તેમ વિપરીત આલંબનથી પણ પ્રાયઃ શુભ પરિણામ થતો નથી : અન્યથા, નીલાદિકનું શુક્લાદિ રૂપ જ્ઞાન થવું જોઇએ. અજ્ઞાની અને નિ:શીલ આત્માને શુભ આલંબન રૂપ મુનિપણાથી પણ શુભ પરિણામ જણાતા. નથી અને અશુભાલંબન રૂપ નાસ્તિકપણાથી પણ તેઓને શુભ પરિણામ થતા જણાય છે, તો પછી શુભાશુભ આલંબનોનો વિચાર કરવાથી શું ? Page 14 of 51 Page #15 -------------------------------------------------------------------------- ________________ સમાધાન૦ અશુભ આલંબનથી શુભ પરિણામ અને શુભ આલંબનથી અશુભ પરિણામ કવચિત્ અને કોઇક જ આત્માને થનાર હોવાથી, તેની અહીં ગણના નથી. અથવા નિ:શીલ આત્માને અશુભ આલંબનથી થનારો શુભ પરિણામ, ઉન્મત્ત આત્માના પરિણામની જેમ, શુભ પરિણામ જ નથી : કારણ કે-તે વિપર્યાસથી ગ્રસ્ત છે. શંકા મુનિવેષથી ઢંકાયેલા નિઃશીલ મુનિને દાન આપનાર દાતા સ્વર્ગાદિ ફ્ળ પામે છે, તેવી રીતે કુલિંગીને દાન આપનાર દાતાને મુનિદાનનું ફ્ળ કેમ ન મળે ? સમાધાન મુનિલિંગ, એ ગુણોનું સ્થાન છે તેથી તે ગુણોથી રહિત હોય તો પણ ગુણરહિત જાણવામાં ન આવે ત્યાં સુધી પ્રતિમાની પેઠે પૂજ્ય છ. કુલિંગ તો દોષનું આશ્રયસ્થાન હોવાથી, સ્થાનબુદ્ધિથી પણ તે પૂજવા યોગ્ય નથી. શંકા કુલિંગમાં પણ કેવળજ્ઞાન થાય છે, તો તે દોષનું જ આશ્રયસ્થાન કેમ કહેવાય ? સમાધાન કેવળજ્ઞાન ભાવલિંગથી થાય છે, કુલિંગથી થતું નથી. મુનિલિંગ તો ભાવલિંગની જેમ કેવળજ્ઞાનનું અંગ થાય છે, માટે પૂજ્ય છે. એ વિગેરે કારણોએ પરિણામની વિશુદ્ધિનો પ્રબળ હેતુ હોવાથી, શુભાલંબનરૂપ શ્રી જિન અને શ્રી સિદ્ધાદિકની પૂજા અને નમસ્કાર નિરન્તર કરવા યોગ્ય છે. અથવા શ્રી જિનાદિકની પૂજા, એ ભવ્યાત્માઓને બોધિબીજનું નિમિત્ત થાય છે, એ કારણે પણ અવશ્ય આદરણીય છે. તીર્થંકર મહારાજના જન્માભિષેકને વિષે એક ક્રોડ સાઠલાખ કળશો હોય છે, તેની વિગત નીચે મુજબ છે. એક અભિષેકમાં ચોસઠ હજાર કળશો હોય છે. તેને અઢી સો ગણા કરવાથી ૧ ક્રોડ, ૬૦ લાખ કળશો થાય છે. તે કળશો, આઠ જાતિના છે- ૧. સુવર્ણમય, ૨. રજતમય, ૩. રત્નમય, ૪. સ્વર્ણ રૂપ્યમય, ૫. સુવર્ણ રત્નમય, ૬. રૂપ્ય રત્નમય, ૭. સ્વર્ણ રત્નમય, ૮. મૃન્મય, (માટીમય). દરેક કળશ ૨૫ યોજન ઊંચો હોય છે. દરેક કળશ ૧૨ યોજન વિસ્તારવાળો હોય છે. દરેક કળશ ૧ યોજન નાળવાવાળો હોય છે. તે આઠ કળશોમાં દરેક જાતિના આઠ આઠ હજાર કળશો હોય છે. તે આઠે જાતિના કળશો મલોને, કુલ ૬૪૦૦૦ કળશો થાય છે. અઢી સો અભિષેકની વિગત કહે છે. ૧૦. અભિષેકો બાર વૈમાનિક દેવોના દસ ઇંદ્રોના. ૨૦. અભિષેકો ભુવનપતિના ઇંદ્રોના. ૩૨. અભિષેકો વ્યંતરના-બત્રીશ ઇંદ્રોના. ૧૩૨. અભિષેકો અઢીદ્વીપમાં રહેલ ૬૬ ચંદ્ર અને ૬૬ સૂર્યના. ૮. અભિષેકો સૌધર્મેદ્રની આઠ અગ્રમહિષીના. ૮. અભિષેકો ઇશાકેંદ્રની આઠ અગ્રમહિષીના. ૫. અભિષેકો ચમરેંદ્રની પાંચ અગ્રમહિષીના. ૫. અભિષેકો બલીંદ્રની પાંચ અગ્રમહિષીના. ૬. અભિષેકો ધરણંદ્રની છ પટરાણીના. Page 15 of 51 Page #16 -------------------------------------------------------------------------- ________________ ૬. અભિષેકો ભૂતાનંદની છ પટરાણીના. ૪. અભિષેકો વ્યંતરનીચાર અગ્રમહિષીના. ૪. અભિષેકા જ્યોતિષીની ચાર અગ્રમહિષીના. ૪. અભિષેકો ચારલોકપાલના. ૧. અભિષેક અંગરક્ષકદેવોનો. ૧. અભિષેક સામાનિક દેવનો. ૧. અભિષેક કટકાધિપ દેવનો. ૧. અભિષેક ત્રાયશ્રિંશક દેવનો. ૧. અભિષેક પર્ષદાના દેવનો. ૧. અભિષેક પ્રજાસ્થાનીય દેવનો. એ પ્રકારે અઢીસો અભિષેકો થયા. સ્નાન પછી ચંદ્રગમન શ્રી જિનેશ્વરમહારાજનો સ્નાત્ર મહોત્સવ મેરુપર્વત ઉપર થઇ રહ્યા પછી પ્રભુજીને તેમના મંદિરને વિષે પધરાવી, ઇંદ્રો, નંદીશ્વરદ્વીપે જાય છે. (૧) તેમાં પ્રથમ સૌધર્મેદ્ર, દેવતાઓના નિવાસરૂપ, નંદીશ્વર દ્વીપે ગયા, ત્યાં પૂર્વ દિશામાં રહેલ ૮૪૦૦૦ યોજન ઊંચા પ્રમાણવાળા, દેવરમણ નામના અંજનગિરિ પર્વત ઉપર ઉતર્યા. ત્યાં તેમણે વિચિત્રમણિની પીઠિકાવાળા ચૈત્યવૃક્ષ અને ઇંદ્રધ્વજવડે અંકિત ચાર દ્વારવાળા, ચૈત્યમાં પ્રવેશ કર્યો. ત્યાં અષ્ટાન્તિકા મહોત્સવપૂર્વક ઋષભાદિક ચાર શાશ્વતપ્રતિમાજીની પૂજા કરી. તે અંજનગિરિની ચારે દિશાઓમાં ચાર મોટી વાવડીયો છે, તમાં એકેક ાઁકિમણિનો દધિમુખપર્વત છે, તે ચારે પર્વતોની ઉપરના ચૈત્યોમાં શાશ્વતા અહંતોની પ્રતિમાઓ છે, શકેંદ્રના ચાર દિગ્પાલોએ, અષ્ટાન્તિકા મહોત્સવપૂર્વક તે પ્રતિમાજીની યથાવિધિ પૂજા કરી. (૨) ઇશાનઇંદ્ર, ઉત્તરદિશામાં રહેલા, નિત્ય રમણિક રમણિય નામના અંજનગિરિ પર ઉતર્યા, તેણે તે પર્વત ઉપર રહેલા ચૈત્યમાં પૂર્વ પ્રમાણે અષ્ટાન્તિકા મહોત્સવપૂર્વક, શાશ્વતી પ્રતિમાઓની પૂજા કરી, તેમના દિગ્પાળોએ તે પર્વતની ચારે બાજુની વાવડીયોમાં રહેલા દધિમુખ પર્વતો ઉપરના ચૈત્યોમાંહેની શાશ્વતી પ્રતિમાજીઓની અષ્ટાન્તિકા મહોત્સવપૂર્વક પૂજા કરી. (૩) અમરેંદ્ર, દક્ષિણ દિશામાં રહેલા નિત્યોદ્યોત નામના અંજનાદ્રિ પર્વત ઉપર ઉતર્યા રત્નોથી નિત્ય પ્રકાશવાળા. તે પર્વત ઉપર રહેલા ચૈત્યમાંહેની શાશ્વત પ્રતિમાઓની તેણે અષ્ટાન્તિકા મહોત્સવપૂર્વક મોટી ભક્તિ વડે, પૂજા કરી, અને તેને ચારે દિશામાં ફરતી વાવડીયોમાં રહેલા, ચાર દધિમુખ પર્વતના ઉપર રહેલા ચૈત્યોમાં, તેના ચાર દિપાળોએ અચલચિત્તથી, અષ્ટાન્ટિકા મહોત્સવપૂર્વક ત્યાં રહેલી પ્રતિમાઓની પૂજા કરી. (૪) બલીંદ્ર પશ્ચિમ દિશામાં રહેલા, સ્વયંપ્રભ નામના, અંજનગિરિ ઉપર, મેઘના જેવા પ્રભાવથી ઉતર્યા. તેણે તે પર્વત ઉપર રહેલા ચૈત્યમાં, દેવતાઓની દ્રષ્ટિને પવિત્ર કરનાર, ૠષભાદિક અરિહંત પ્રતિમાઓની અષ્ટાન્તિકા મહોત્સવપૂર્વક પૂજા કરી, તેના ચાર દિગ્પાલોએ, તે અંજનગિરિની ચારે દિશાઓમાં રહેલી ચાર વાવડીયોમાં રહેલા દધિમુખ પર્વત ઉપરની શાશ્વતી પ્રતિમાઓની અષ્ટાન્તિકા મહોત્સવપૂર્વક પૂજા કરી. એવી રીતે ઇંદ્રાદિક સર્વે દેવો નંદીશ્વરદ્વીપ ઉપર અષ્ટાન્તિકા મહોત્સવ કરી, જેમ આવ્યા હતા તેમ સ્વ સ્થાને ગયા. વીતરાગ પરમાત્મા Page 16 of 51 Page #17 -------------------------------------------------------------------------- ________________ મોમારામમમાઢંઢે, દેયાદ્દિગંમ: | एते यस्य न विद्यते, तं देवं प्रणमाम्यहम् ।।१।।' ભાવાર્થ :- પ્રથમ પદના આઠ અક્ષરને, બીજા પદના આઠ અક્ષર સાથે અનુક્રમે જોડવાથી, શ્લોકનો અર્થ સ્કુટ થાય છે, જેમકે જેને મોહ, માયા, રાગ, મદ, મલ, માન, દંભ, દ્વેષ નથી તે દેવને હું નમસ્કાર કરું છું, તે દેવ એક વીતરાગ જ છે. વીતરાણ પરમાત્મા બે પ્રકારના (૧) ભવસ્થ પરમાત્મા, (૨) સિદ્ધ પરમાત્મા. ક્ષપશ્રેષામારુ, gવા ઘાતQર્મમાં નાશ: I आत्मा केवल भूत्या, भवस्थ परमात्मतां भजते ।।१।। तदनुभवोग्राहक, कर्मसमूह समूलमुन्मूल्य । [મયા ભો, પ્રાતોડસો સિદ્ધપરમાત્મા THશા' ભાવાર્થ - જે જીવ ક્ષપક શ્રેણિ પર આરૂઢ થઇ, ઘાતિકર્મનો નાશ કરી, કેવલજ્ઞાનની વિભૂતિ વડે આત્માને વિભૂષિત કરે છે. તે ભવસ્થ પરમાત્મા કહેવાય. ૧. ત્યાર બાદ ભવોપગ્રાહી કર્મ સમૂહને, મૂળથી ઉખેડી નાખી, અજુગતિવડે લોકના અગ્રભાગને પામેલ આત્મા, મોક્ષમાં ગયેલો આત્મા, સિદ્ધ પરમાત્મા કહેવાય છે. (૧) ભવસ્થ પરમાત્માની સ્થિતિમાન, જઘન્યથી અંતર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી દેશોના પૂર્વકોટી હોય છે. (૨) સિદ્ધસ્થ પરમાત્માની સ્થિતિમાન સાદિ અનંત છે. પરમાત્મા બે પ્રકારે (૧) ભવસ્થ કેવલી, (૨) સિદ્ધા. ભવસ્થ વલી બે પ્રકરના (૧) જિના, (૨) અજિના (૧) જિના :- તે જિનનામ કર્મ ઉદયિનઃ, તીર્થંકરા: (૨) અજિના :- તે સામાન્ય કેવલીયો. જિના નિક્ષેપથી ચાર પ્રકારે છે. (૧) નામ, (૨) સ્થાપના, (૩) દ્રવ્ય, (૪) ભાવ. ચાર પ્રકારે છે. 'नामजिणा जिणनामा, ठवणजिणा जिणंद पडिमाओ | હૃધ્વનિપાનનીવા, માવળિUા સમરVIત્થા IIકા” ભાવાર્થ - (૧) નામજિના :- ૭ષભઅજિતાદિ નામજિનો કહેવાય છે, તે સાક્ષાત જિનગુણ રહિત છતાં પણ, પરમાત્માના ગુણસ્મરણાદિકના હેતુપણાથી, તથા પરમાત્મ સિદ્ધિ કરવાવાળા હોવાથી, સદ્રષ્ટિપણાથી, સુદ્રષ્ટિજીવોએ નિરંતર સ્મરણ કરવા, લોકને વિષે મંત્રાલરના સ્મરણ કરવાથી ઉત્પન્ન થયેલા કાર્યની સિદ્ધિ દેખાય છે, માટે તે પ્રથમ નામજિનો કહ્યા છે. Page 17 of 51 Page #18 -------------------------------------------------------------------------- ________________ (૨) સ્થાપનાજિના :- રત્ન, સ્વર્ણ, રજતાદિમય, કૃત્રિમ, અકૃત્રિમ, જિતેંદ્ર પ્રતિમાને સ્થાપના જિનો કહેવાય છે. તેમાં પણ સાક્ષાત્ જિનગુણો નથી, તો પણ તે તાત્વિક, જિનસ્વરૂપના સ્મરણ કરવાથી, જોનારા-સમ્યગદ્રષ્ટિ જીવોના ચિત્તને વિષે-પરમ શાંત રસને ઉત્પન્ન કરવાથી, અબોધ જીવોને, સબોધિબીજની પ્રાપ્તિના હેતથી, તથા કેવલીના વચનથી, જિનતુલ્યપણાથી, શુદ્ધ માર્ગને અનુસરનારા, શ્રાદ્ધ જીવોયે, નિ:શંકપણાથી, વાંદવા, પૂજવા, સ્તવવા, અને સાધુને સ્તુતિ સ્તવનાદિક, ભાવ પૂજા કરવા લાયક આગમમાં કહેલ છે, તેથી તે સ્થાપનાજિનો કહેવાય છે. (૩) દ્રવ્યજિના :- તે તીર્થકર મહારાજાના જીવો. (૪) ભાવજિના :- તે સાક્ષાત સમવસરણમાં બિરાજમાન થઇ, અમોધ વાણીવડે, ભવ્ય જીવોને ધર્મદેશના આપે છે તે સાક્ષાત ભાવ જિનેશ્વરો કહેવાય છે. સમવસરણ જે અવસરે તીર્થકર મહારાજાને કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે, તે અવસરે વાયુકુમાર દેવતાઓ માનનો ત્યાગ કરી, એક યોજન ભૂમિને શુદ્ધ કરે છે, મેઘકુમાર દેવતાઓ તે શુદ્ધ ભૂમિને સુગંધી પાણીની વૃષ્ટિવડે સિંચન કરે છે, તે ભૂમિ ઉપર વ્યંતરદેવો ભક્તિથી પોતાના આત્માની પેઠે સુંદર કિરણોવાળા, સુવર્ણ, માણિક્ય અને રત્નોના પાષાણથી ઊંચું ભૂમિતલ બાંધે છે. તેના ઉપર જાણે પૃથ્વીથી જ ઉત્પન્ન થયેલ હોય ને શું ? એવા સુગધી, પંચરંગી, નીચે ડીંટવાળા પુષ્પોની જાનું પ્રમાણ વૃષ્ટિ કરે છે, તેની ચારે દિશામાં આભૂષણરૂપ કંઠીયો હોય, તેમ રત્નો, માણિક્ય અને સુવર્ણના તોરણો બાંધે છે, ત્યાં ગોઠવેલી રત્નોની પુતલીના દેહના પ્રતિબિંબ એક બીજામાં પડવાથી, સખીયોને જાણે પરસ્પર આલિંગન કરતી હોય તેવી તેઆ ભાસતી હતી. સ્નિગ્ધ, ઇંદ્રનીલ મણિયોથી ઘડેલા, મઘરના ચિત્રો નાશ પામેલા કામદેવને છોડી દીધેલા, પોતાના ચિન્હરૂપ મઘરના ભ્રમને ઉત્પન્ન કરનારા દેખાતા હતા. ભગવાનના કેવલજ્ઞાન કલ્યાણિકથી ઉત્પન્ન થયેલા જાણે દિશાઓના હાસ્ય હોય એવા શ્વેત છત્રો ત્યાં શોભી રહે છે, અતિ હર્ષથી પૃથ્વીએ પોતાને નૃત્ય કરવા માટે, જાણએ પોતાની ભુજાઓ ઊંચી કરી હોય તેવી ધ્વજાઓ કતી હતી, તોરણોના નીચે સ્વસ્તિકાદિક અષ્ટમંગલિકના શ્રેષ્ઠ ચિહ્નો કર્યા હતા, તે બલીપીઠ જેવા જણાતા હતા, સમવસરણનો ઉપલો ભાગ, પ્રથમ ગઢ વૈમાનિક દેવતાઓયે બનાવેલ હતો, તેથી જાણે રત્નગિરિની, રત્નમય મેખલા ત્યાં લાવ્યા હોય તેમ જણાતું હતું, તે ગઢના ઉપર જાતજાતના મણિયોના કાંગરા બનાવ્યા હતા, તે પોતાના કિરણોથી આકાશને વિચિત્ર વર્ણવાળું બનાવતા હોય એમ લાગતું હતું, મધ્યમાં જ્યોતિષી દેવતાઓએ જાણે પિંડરૂપ થયેલ પોતાના અંગની જ્યોતિ હોય ને શું ? એવા સુવર્ણથી બીજા ગઢ કર્યો હતો. તે ગઢ ઉપર રત્નમય કાંગરાઓ કર્યા હતા. તે જાણે સુર, અસુરની સ્ત્રીયોને મુખ જોવા માટે રત્નોના દર્પણો રાખ્યા હોયને શું ? એવા જણાતા હતા. ભક્તિથી વેતાત્ય પર્વત જાણે ગોળ થયો હોય ને શું ? તેવો રૂપાનો ત્રીજો ગઢ બાહ્ય ભૂમિ ઉપર ભુવનપતિયે રચેલો હતો, તે ગઢની ઉપર દેવતાઓની વાવડીયોનાં પાણીમાં, સુવર્ણના કમળો હોય એવા વિશાલ કાંગરાઓ બનાવ્યા હતા. તે ત્રણે ગઢની પૃથ્વી, ભુવનપતિ, જ્યોતિષિ, વિમાનાધિપતિની લક્ષ્મીના એક ગોળાકાર કુંડલ વડે શોભે તેવી શોભતી હતી, પતાકાના સમૂહવાળા માણિકયમય તોરણો પોતાના કિરણોથી જાણ બીજી પતાકાઓ રચતા હોય તેમ જણાતા હતા. તે દરેક ગઢને ચાર ચાર દરવાજા હતા, તે જાણે ચતુર્વિધ ધર્મને ક્રીડા કરવાના ચાર ગોખલા હોય ને શું તેવા દેખાતા હતા. તે દરેક દ્વારોએ વ્યંતરોયે મૂકેલા, ધૂપના પાત્રો, ઇંદ્રનીલમણિના સ્થંભના જેવી ધૂમલતાને છોડતા હતા, તે સમવસરણના દરેક દ્વારે ગઢની જેમ ચાર ચાર બારણાવાળી, સુવર્ણના કમલવાળી, વાવડીયો કરી હતી, અને બીજા ગઢમાં પ્રભુને વિશ્રામ કરવા માટે દેવરચ્છેદ બનાવેલ હતો. પ્રથમ ગઢના પૂર્વ દ્વારમાં અંદર, બંને તરફ સુવર્ણના જેવા વર્ણવાળા, વૈમાનિક દેવો દ્વારપાળ થઇને રહ્યા હતા, દક્ષિણ Page 18 of 51 Page #19 -------------------------------------------------------------------------- ________________ દ્વારમાં બન્ને બાજુયે જાણે એક બીજાના પ્રતિબિંબ હોય તેવા ઉજ્જવળ વર્ણવાળા વ્યંતર દેવતા દ્વારપાળો થયા હતા, પશ્ચિમ દ્વારમાં સાયંકાળે જેમ સૂર્ય અને ચંદ્ર સામસામાં આવીને રહે તેમ રક્ત વર્ણવાળા, જ્યોતિષી દેવતા દ્વારપાળ થયા હતા, ઉત્તર દ્વારે જાણે ઉન્નત મેઘ હોય તેમ કૃષ્ણવર્ણવાળા બે ભુવનપતિ દેવતા, બન્ને તરફ દ્વારપાળ થઇ રહલા હતા, બીજા ગઢના ચારે દ્વારે, બન્ને તરફ અનુક્રમે અભય, પાશા અંકુશ, મુગરને ધારણ કરનારી, શ્વેતમણિ, સ્વર્ણમણિ અને નીલમણિની કાંતિવાળી, પ્રથમ પ્રમાણે ચાર નિકાયની, જયા, વિજયા, અજિતા, અપરાજિતા, નામની બે બે દેવીઓ પ્રતિહારી થઇ ઊભી રહેલી હતી. છેલ્લા દ્વારના ચારે ગઢને ચારે દ્વારે તબરુ, ખટ્વાંગધારી, મનુષ્ય-મસ્તકમાલાધારી અને જટા મુકુટમંડિત, એ નામના ચાર દેવતાઓ દ્વારપાળ થયા હતા. સમવસરણની મધ્યમાં વ્યંતરોએ, ત્રણ કોશા ઊંચું એક અશોક વૃક્ષ રચ્યું હતું, તે જાણે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપી રત્નત્રયનો ઉદેશ કરતું હોય તેવું જણાતું હતું. તે વૃક્ષની નીચે વિવિધ રત્નોથી એક પીઠિકા રચી હતી તે પીઠિકા ઉપર અપ્રતિમ, મણિમય. એક છંદ રચ્યો હતો. છંદની મધ્યમાં પૂર્વ દિશા તરફ જાણે સર્વ લક્ષ્મીનો સાર હોય એવું પાદપીઠ સહિત રત્નમય સિંહાસન રચેલું હતું, અને તેની ઉપર ત્રણ જગતના સ્વામીપણાના ત્રણ ચિન્હો હોય તેવા ઉજ્જવળ ત્રણ છત્રો રચ્યા હતા. સિંહાસનની બે બાજુએ, બે યક્ષો, જાણે હૃદયમાં નહિ સમાવાથી બહાર આવેલા ભક્તિના બે સમૂહ હોય તેવા બે ઉજ્જવળ ચામરોને લઇ ઊભા રહ્યા હતા. સમવસરણના ચારે દ્વારની ઉપર, અભૂત કાંતિના સમૂહવાળું. એક એક ધર્મચક્ર, સુવર્ણના કમલમાં રાખ્યું હતું, બીજું પણ કરવા લાયક જે જે કર્તવ્ય હતું. તે સર્વ કૃત્ય વ્યંતરોએ કરેલું હતું, કારણ કે સાધારણ સમવસરણમાં તેઓ અધિકારી હોય છે. સમવસરણનું પ્રમાણ ત્રણે કીલ્લાની પ્રત્યેક ભીંત ૧૦૦ ધનુષ્ય પહોળી હતી. પહેલા અને બીજા ગઢનું અંતર બન્ને પાસા મળવાથી ૦|| અડધો કોષ થાય, અને બીજી તથા ત્રીજા ગઢનું અંતર મળવાથી એક કોષ થાય, માંહેલી ભીંતનું અતર એક કોષ અને ૬૦૦ ધનુષ્ય, બાહરલા ગઢ તથા માંહેલા ગઢનું અંતર ૧૦૦૦ ધનુષ્ય, બીજા ગઢની ભીંતર ૧૦૦ ધનુષ્ય થાય, બીજા અને ત્રીજા ગઢનું અંતર ૧૫૦૦ ધનુષ્ય થાય અને ભીંત ૧૦૦ ધનુષ્ય થાય. ત્રીજા ગઢથી ૧૩૦૦ ધનુષ્ય જઇએ, ત્યારે પીઠના મધ્ય ભાગે, સર્વ મળી જઇને બન્ને પાસે થઇને ૧ યોજન સમવસરણ ચોરસ ભૂમિવાળું થાય, તેમાં પહેલે ગટે ૧૦,૦૦૦ પગથિયા એકેક હાથ પહોળા હોય છે, ત્યાર બાદ ૫૦ ધનુષ્ય પ્રતર ભાગ ભૂમિ, બીજે ગઢ ૫૦૦૦ પગથિયા અડધો હાથ પહોળા હોય, ત્યાર બાદ ૫૦ હાથ પ્રતર ભૂમિ, ત્રીજે ગટે ૫૦૦૦ પગથિયા અડધો હાથ પહોળા હોય, તે પછી પીઠિકા ભૂમિ હોય, તેના ચાર દરવાજે ત્રણ ત્રણ પગથિયા હોય. સમવસરણના મધ્ય ભાગે મણિમય પીઠિકા ૨૦૦ ધનુષ્ય લાંબી પહોળી જિનદેહ પ્રમાણ ઊંચી, તે પૃથ્વી તલથી અઢી રાા કોષ ઊંચી હોય છે, એટલે ભૂમિથી અઢી કોષ ઊંચુ સમવસરણ હોય છે. જિનેશ્વર મહારાજની પૂજા "नौरेषा भववारिधौ शिवपदप्रासादनिश्रेणिका । मार्ग: स्वर्गपुरस्य दुर्गतिपुरद्वारप्रवेशार्गला ।। कर्मग्रन्थी शिलोच यस्यदलने दंभोलिधारोपमा । कल्याणैक निकेतनं निगदिता पूजा जिनानां वग ।।१।।" ભાવાર્થ - પરમાત્માની પૂજા; ભવસમુદ્ર તરવા માટે નાવ સમાન છે, મુક્તિપદરૂપી મહેલમાં ચડવામાં Page 19 of 51 Page #20 -------------------------------------------------------------------------- ________________ નિસરણી સમાન છે, સ્વર્ગપુરીમાં જવામાં સરલ માર્ગ સમાન છે, દુર્ગતિપુરીમાં પ્રવેશ નહિ કરવા માટે બારણાની ભોગળ સમાન છે, કર્મની ગાંઠરૂપી શિલાને ભેદવામાં વજની ધારા સમાન છે, કિંબહુના ? જિનેશ્વર મહારાજાએ પરમાત્માની શ્રેષ્ઠ પૂજા, ભવ્ય જીવોને, એક કલ્યાણના ઘર-સ્થાન સમાન કહેલ છે. "पुष्पात्पूज्यपदं जलाद्धिमलतासभूपधूमाद्विषत् । वृन्दध्वं सविधिस्तमोपहननं दीपाद् धृतात् स्निग्धता ।। क्षेमं चाक्षतपात्रत: सूरभितावासात्फलाद्रुपता । GUાં પૂનમMઘા નિતેરોવિત્યRaj pભમ્ IIશા” ભાવાર્થ - જિનેશ્વર મહારાજની પુષ્પોવડે પૂજા કરવાથી પૂજ્યપદ પ્રાપ્ત થાય છે, જળ વડે પૂજા કરવાથી નિર્મલતા પ્રાપ્ત થાય છે. શ્રેષ્ઠ ધૂપવડે પૂજા કરવાથી શત્રવૃંદનો ધ્વંસ કરનાર થાય છે, સ્નિગ્ધ ઘીના દીપકથી દીપક પૂજા કરવાથી પાપરૂપી અંધકારનો નાશ થાય છે, અક્ષત વડે પૂજા કરવાથી કલ્યાણમંગળ કરનાર થાય છે, વાસક્ષેપ વડે પૂજવાથી સુગંધી દેહવાળો થાય છે, ફળવડે પૂજવાથી શ્રેષ્ઠ રૂપવાળો થાય છે. એ પ્રકારે શાસ્ત્રકાર મહારાજાએ પૂજાના જુદા જુદા ક્કો કહેલા છે. વળી સત્તર ભેદી પૂજા, તથા એકવીશ પ્રકારી પૂજા પણ કહેલી છે. શાસ્ત્રકાર કહે છે કે કોટી સાગરોપમનું આયુષ્ય કદાપિ હોય, સમગ્ર વરૂપદાર્થના વિષયોનું યથાર્થજ્ઞાન હોય, કોટી જીતવા હોય, તો પણ પર્વ દિવસોમાં પૂજાના ફ્લને વર્ણવવામાં હું સમર્થ નથી. જો શીઘ્રતાથી મુક્તિ મેળવવી હોય, તો હે મહાનુભાવો ! પરમાત્માનું પૂજન કરવામાં આદરવાળા થાઓ. દ્રવ્ય પૂજા અને ભાવ પૂજા જેમ ચિંતામણિ રત્ન મલ્યા પછી વિધિ સહિત તેનું પૂજન કરવાથી સફ્ટ થાય છે, તેમ પરમાત્માનું વિધિ સહિત પૂજન કરવાથી મુક્તિ આપનાર થાય છે. પૂજા બે પ્રકારની છે; (૧) દ્રવ્ય પૂજા અને (૨) ભાવ પૂજા (૧) દ્રવ્ય પૂજા વિરતા વિરત, શીયલ સત્કાર, દાનાદિકનું આચરણ વિગેરે શ્રાવકને કહેલ છે, કષ્ટ, ચારિત્ર અનુષ્ઠાન, ઘોર, ઉગ્ર વિહાર, તપાદિકના આચરણરૂપ, ભાવપૂજા, સાધુને કહેલ છે, દ્રવ્યપૂજા, જિન પૂજન કરવારૂપ છે, ભાવપૂજા સ્તુતિ સ્તવનાદિક કરવારૂપ છે, દ્રવ્યપૂજા કરતાં ભાવપૂજા વિશેષે કરી પ્રશસ્ત કહેલ ચે. જેમ કોઇ માણસ હજારો, લાખો સ્થંભવડે કરી સુશોભિત સુવર્ણના તલવાળું અને સુવર્ણના પગથિયાવાળું સુવર્ણમય જિનેશ્વર મહારાજનું મંદિર કરાવી મહાન પુન્ય બાંધે છે, તેમના કરતાં પણ તપ સંયમ ક્રિયા અનુષ્ઠાન અધિક કહેલ હોવાથી દ્રવ્યપૂજા કરતા ભાવપૂજા વિશેષ ફળ આપે છે, નરેંદ્રોએ, દેવોએ, દેવેન્દ્રોએ પૂજેલા જિનચૈત્યોની, (રાગાદિકને જીતનારા હોવાથી જિન કહેવાય છે.) તેનાં ચેત્યો, એટલે ચિત્તને પ્રમોદ કરનાર જિનપ્રતિમાઓની ગંધ, ધૂપ, પુષ્પ વિગેરે દ્રવ્યો વડે પૂજન કરનાર શ્રાવક અને ચૈત્યવંદન સ્તુતિ, જિનાજ્ઞા પાલન, ઉગ્ર વિહાર, ઘોર બ્રહ્મચર્યપાલન, તપાદિક વિગેરે આચરનાર, સાધુ, ભાવપૂજનથી મિથ્યાત્વ મોહનીય કર્મને જીર્ણ કરે છે જેમ નહિ જીર્ણ થયેલું અન્ન, ભસ્મ, અર્ક, ગૂટિકા, ચૂર્ણાદિક ઔષધોના ભક્ષણ કરવાથી જીર્ણ થાય છે તેમ કર્મનું અજીર્ણ પણ જિનેશ્વર મહારાજની પૂજા કરવાથી જ જીર્ણ થાય છે. જિનમંદિર અને ઘર દેરાસરને વિષે રહેલ પ્રત્યેક પ્રતિમાજીની ભક્તિ સહિત એકાગ્રચિત્તે વેદના, સ્તવના કરવી ઐલોક્યપૂજિત, ધર્મતીર્થને પ્રગટ કરનાર, જગદ્ગુરુનું બહુમાન સાથે દ્રવ્ય ભાવથી પૂજન કરવું, તે દ્રવ્ય, ભાવ બે પ્રકારે પૂજા કહેવાય છે, શ્રાવકોને દ્રવ્ય, ભાવ, બે પ્રકારનું પૂજન, અને સાધુઓને ભાવ પૂજન, એક જ પ્રકારે હોય છે. શ્રાવક વિધિથી સ્નાનાદિકને કરી પવિત્ર થઇ, સુગંધી જળાદિકે જિનેશ્વર મહારાજને પ્રક્ષાલન કરી, ગંધકષાય વસ્ત્રથી લુંછી, શ્રેષ્ઠ-કેસર, ચંદન, પુષ્પાદિ માળા વિગેરેથી Page 20 of 51 Page #21 -------------------------------------------------------------------------- ________________ પૂજા કરે, તે દ્રવ્યપૂજા કહેવાય છે અને સાધુ, મન, વચન, કાયાની શુદ્ધિએ ચારિત્રકષ્ટ અનુષ્ઠાનના સેવન સાથે બાવીશ પરિષહો, તેમજ અનેક જાતના ઉપસર્ગને સહન કરે છે, તે તેમને ભાવ પૂજારૂપ છે, તેથી જ દ્રવ્યપૂજા કરતાં ભાવપૂજા પ્રશસ્ત છે. દ્રવ્યપૂજા આઠ પ્રકારે છે "वर गंध धूव चोक्ख कखएहिं, कुसुमेहिं पवरदीवेहिं । નેવન લ નનેહિય, નિળયૂઞા અડ્ડા મળિયા 11911” ભાવાર્થ :- શ્રેષ્ઠાગંધ, એટલે કેસર, કસ્તૂરી, બરાસ વિગેરે સુગંધી પદાર્થોથી, ૧. ધૂપ, ૨. અખંડ અક્ષત, ૩. કુસુમ, ૪. શ્રેષ્ઠદીપક, ૫. નૈવેધ, ૬. ફ્લૂ, ૭. જલ, ૮. વડે કરી જિનેશ્વર મહારાજાની પૂજા આઠ પ્રકારે કહી છે, આ દ્રવ્યપૂજા છે, ભાવપૂજાનું માહાત્મ્ય ઘણું છે, તે કેટલું કહેવું. ભાવપૂજા માટે આગમમાં કહેલું છે કે " मेरुस्स सरिसवस्सय, जित्तियमित्तं अंतरं होई । दव्वत्थय भावत्थय, अंतरं तत्तिंय नेयं ||१||” ભાવાર્થ :- મેરુ અને સરસવનું જેટલું આંતરું હોય છે તેટલું આંતરુ, દ્રવ્યસ્તવ અને ભાવસ્તવને વિષે જાણવું. વળી પણ કહ્યું છે કે “વોર્સ વથયું, ારાહિય નાડ઼ ગ઼વ્વુયં નાવ | માવત્થળ પાવ, અંતમુહોળું નિવ્વાનું ||શા” ભાવાર્થ :- ઉત્કૃષ્ટતાથી દ્રવ્યસ્તવના આરાધન કરવાથી બારમા દેવલોક સુધી, અને ભાવસ્તવક કરનાર અંતર્મુહૂર્તમાં મુક્તિને વિષે જાય છે, કારણ કે ઉત્કૃષ્ટપણે કરેલી ભાવપૂજા શીઘ્રતાથી મુક્તિમાં પહોંચાડે છે. ભગવાન શ્રી મહાવીર મહારાજા કહ છે કે-હે ગૌતમ ! આ અર્થ તેજ પરમાર્થ છે, ગૃહસ્થોને ભેદ ઉપાસનારૂપ દ્રવ્યપૂજા હોય છે, ભેદ ઉપાસનારૂપ એટલે આત્માથી અરિહંત પરમેશ્વર જૂદા છે. પ્રાપ્ત થયેલા આત્માનંદના વિલાસી છે. તેની ઉપાસના એટલે નિમિત્ત આલંબનરૂપ સેવા, તે રૂપ દ્રવ્યપૂજા, ગૃહસ્થીઓને છે, અને સાધુઓને તો અભેદ ઉપાસના, એટલે પરમાત્માથકી પોતાનો આત્મા અભિન્ન છે, એવા પ્રકારની ભાવપૂજા યોગ્ય છે, યદ્યપિ અર્હત્ ભગવાનના ગુણનું સ્મરણ કરવું, તેમનું બહુમાન કરવું, એવા ઉપયોગરૂપ, સવિકલ્પ ભાવપૂજા ગૃહસ્થીયોને પણ છે, તો પણ નિર્વિકલ્પ ઉપયોગવાળી, આત્માસ્વરૂપના એકત્વરૂપ ભાવપૂજા તો મુનિમહારાજાઓ ને જ યોગ્ય છે. દ્રવ્ય અને ભાવ, આ બે પ્રકારની | પૂજા સ્વપરના પ્રાણ રક્ષણરૂપ, દયારૂપી પાણીવડે સ્નાન કરી, પૌદ્ગલિક સુખની ઇચ્છાના અભાવરૂપ સંતોષ વસ્ત્રને ધારણ કરી, સ્વપરવિભાગના જ્ઞાનરૂપ વિવેકનું તિલક કરી, અરિહંત ભગવાનના ગુણગાનમાં, એકાગ્રતારૂપ ભાવનાવડે પવિત્ર અંતઃકરણવાળો થઇ, ભક્તિ અને શ્રદ્ધારૂપ ચંદનથી મિશ્ર કેસરના દ્રવે કરી, નવ પ્રકારના બ્રહ્મચર્યરૂપ નવ અંગોને ધારણ કરનાર, અનંત જ્ઞાનાદિપર્યાયવાળા, શુદ્ધ આત્મારૂપ દેવની પૂજા કર. પછી બે પ્રકારના ધર્મરૂપ અંગલુંછણા આગળ ધર, ધ્યાનરૂપી શ્રેષ્ઠ અલંકારો પ્રભુના અંગને વિષે નિવેષન કર, આઠ મદસ્થાનના ત્યાગરૂપ, અષ્ટમંગળ પ્રભુ પાસે આલેખ, જ્ઞાનરૂપી અગ્નિમાં શુભ વિચાર રૂપ કાકતુંડ (અગર) નો ધૂપ કર, પૂર્વે કરેલા ધર્મરૂપ લવણ ઉતારી ધર્મસંન્યાસરૂપ વન્હિ સ્થાપન કરી, તેમાં ક્ષેપન કર, પછી આત્મ સામર્થ્ય રૂપ આરતિ ઉતાર તે ભાવપૂજા શીઘ્રતાથી શિવસુખ દેનારી છે. જિનેશ્વર મહારાજની પૂજા, સ્નાત્ર, ગુણસમૂહની સ્તુતિ, સ્તવનાદિક વિગેરે કરવાથી દર્શન રહિત (મિથ્યાત્વી) જીવોને દર્શન (સમકિત)ની પ્રાપ્તિ થાય છે, જેને દર્શન ગુણ પ્રાપ્ત થયો હોય તેને ક્ષાયિક Page 21 of 51 Page #22 -------------------------------------------------------------------------- ________________ ભાવની ઉત્પત્તિ થાય છે. ગૌતમસ્વામીએ ભગવાનને પૂછયું કે- હે ભગવન્ જિનેશ્વરની સ્તુતિ, સ્તવન, મંગળ વિગેરે ભણવાથી શું થાય ? મહાવીર મહારાજાએ કહ્યું કે-હે ગૌતમ ! સ્તુતિ સ્તવન મંગળથી, જીવોને જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ રત્નત્રયીનો લાભ થાય, જિનેશ્વરની પૂજા કરવાથી પોગલિક સુખ પણ પ્રાપ્ત થાય છે, ધન, ધાન્ય, રાજ્ય, ચક્રવર્તી, ઇંદ્રાદિકની સંપત્તિ, છેવટ ચિદાનંદપદ મુક્તિ પણ મળે છે. એ પ્રકારે જિનેશ્વરની પૂજા બન્ને પ્રકારની લક્ષ્મી પ્રાપ્તિના કારણભૂત છે, માટે પ્રમાદ છોડી ભવ્ય જીવોએ, દ્રવ્ય, તથા ભાવ, બન્ને પ્રકારની પૂજા અવશ્ય કરવી. "रम्यंयेनजिनालयं निजभूजोपातेन कारापितं, मोक्षार्थस्वधने न शुद्धमनसा पुंसासदाचारिणरिणा, वेद्यंतेन नरामहेन्द्रमहितं तीर्थेश्वराणांपदं, प्राप्तंजन्मफलंकृतंजिनमतं गोत्रंसमुद्योतितम् ।।१।।" ભાવાર્થ :- જે પુન્યશાળી માણસે પોતાના ભુજબળથી ઉપાર્જન કરેલ ધનવડે કરી શુદ્ધ અને સદાચારથી મોક્ષને માટે મનોહર જૈનમંદિર કરાવેલ છે તે માણસ દેવોએ, ઇંદ્રોએ પૂર્જિત એવું તીર્થકર મહારાજનું પદ ભોગવવાવાળો થાય છે. કિંબહુના ? તેણે મનુષ્યજન્મનું ફળ પ્રાપ્ત કર્યું, જિનેશ્વર મહારાજના મતનું આરાધન કર્યું અને પોતાના ગોત્રને પણ ઉજ્જવળ કર્યું એમ જાણવું. જે મનુષ્યો આ મૃત્યુલોકમાં શ્રી જિનેશ્વર ભગવાનનું પૂજન કરે છે તેઓ જ ધન્યવાદને પાત્ર છે, તેઓ જ કૃતકૃત્ય છે અને તેઓનાથી જ આ પૃથ્વી શોભાયમાન છે. વેગવંત ઘોડા, મદોન્મત્ત હાથીયો, સમગ્ર જાતની સંપદા, પ્રીતિવાળા નોકરચાકરો, ધોળા છત્રો, ચામરો, સિંહાસન, મોટી શય્યાઆ, પવિત્ર આચરણવાળી અંતઃપુરની સ્ત્રીઓ, સંગીત, સુગંધી ચીજો, વારાંગનાના હાવભાવાદિ વિલાસો, છત્રીસ કુળના રાજપુત્રો તેમનાથી ઉત્પન્ન થતાં વિનોદો, અને અપાર રમ્ય પદાર્થો જેના વડે મળે છે એવું રાજ્ય પણ પ્રભુ-પૂજાના પ્રતાપથી મળે છે, જે મનુષ્ય, દૂધ, દહીં, ઘી, સાકર અને ચંદન-સુખડ એ પંચામૃત વડે શ્રી અરિહંત પરમાત્માને સ્નાત્રાભિષેક કરે છે તે પંચામૃત ભોજન કરનારો દેવ થાય છે, જે મનુષ્યો. જિનાધીશને હંમેશા હાથથી પૂજે છે-સેવે છે તે મનુષ્યો તમામ જગતના મનુષ્યો કરતાં વિશેષ વૈભવવંત થાય છે. જે મનુષ્ય એક દિવસમાં એક વખત શ્રી જિનેશ્વરનું પૂજન કરે છે તે ક્ષણવારમાં અનેક ભવના સંચેલા પાપનો નાશ કરે છે. પ્રભાતે જિનેશ્વર ભગવાનનું દર્શન કરેલું રાત્રિના પાપનો નાશ કરે છે, બપોરે દર્શન કરેલું દિવસનું પાપ નાશ કરે છે અને રાત્રિએ કરેલું એક જન્મમાં ઉપાર્જન કરેલું પાપ નાશ કરે છે. જે ચતુર મનુષ્ય શ્રી જિનચરણમાં ચાર વખત કસમાંજલી મૂકી તીર્થના કુંડ, નદી, દ્રહ વિગેરેના પાણીવડે સ્નાન કરે છે તે મનુષ્ય દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક એ ચાર ગતિમાં ફ્રા તો નથી, ચાર ગતિના ફ્રાને બંધ કરી મોક્ષસુખને વરે છે. પાણી, ળ, અખંડ ચોખા, ધૂપ, દીપ, નૈવેધ, ક્લ, તથા પાંદડી વિગેરેનાં પત્ર વડે પણ શ્રી જિનેશ્વર ભગવાનનું ભક્તિ સહિત પૂજન કરવું. જે મનુષ્ય નિરંતર જિનેશ્વર ભગવાનની આજ્ઞા પ્રમાણે અષ્ટપ્રકારી પૂજાને કરે છે તે મનુષ્યની પાસે હંમેશા આઠે સિદ્ધિઓ પ્રત્યક્ષપણે હાજર રહે છે. જે મનુષ્ય ઉત્તમ આશયથી સાતે ક્ષેત્રમાં સદ્રવ્યરૂપી બીજ વાવી વખતોવખત ભાવનારૂપી પાણીવડે આદર સહિત સિંચ્યા કરે છે તે પ્રાણિ સમાધિવડે ચૌદ રાજલોકને પાર થઇ, અતુલ જ્ઞાનને પ્રાપ્ત કરી લોકાગ્રને હાથ કરે છે, જે સાત ક્ષેત્ર એટલે કે જિનમંદિર, જિનબિંબ, જ્ઞાન, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા અને એ સાત ક્ષેત્ર છે, તેમાં પહેલા મણિરત્ન વિગેરેથી, સોનારૂપાથી, પત્થર કે લાકડાથી શ્રી જિનેશ્વર મહારાજનું દેરાસર બંધાવવું, જેઓ ક્ત જિનભગવાનને માટે ઘાસનું ઝુંપડું બંધાવે છે તેઓ દેવપણું પામી અખંડ વિમાનને પ્રાપ્ત કરે છે, તો જેઓ ઉત્તમ મનોહર, સુવર્ણ રત્ન વિગેરેનાં જૈનમંદિરો. બંધાવે છે તે પુણ્યપ્રધાન મનુષ્યોને જે ઉત્તમ ળ મળે, તેને કોણ જાણી શકે ? જે મનુષ્ય લાકડા વિગેરેનું દેરાસર બંધાવે છે તે બંધાવનાર મનુષ્ય લાકડા વિગેરેમાં જેટલા પરમાણુઓ હોય છે તેટલા લાખ પલ્યોપમ સુધી સ્વર્ગમાં વાસ કરે છે. નવું દેરાસર બંધાવવાથી જેટલું ળ મળે છે તે કરતાં વિવેકી મનુષ્યોને આઠગણું Page 22 of 51 Page #23 -------------------------------------------------------------------------- ________________ ફ્ળ જૂના-જીર્ણ થઇ ગયેલા દેરાસરને સમરાવી દુરસ્ત કરાવવાથો મળે છે. શત્રુંજય વિગેરે તીર્થોમાં જે જિનમંદિર બંધાવે અને પ્રતિમાજી સ્થાપન કરાવે છે તેનું ફ્ળ તો જો જ્ઞાની હોય તો જ જાણવા પામે છે. શ્રી અરિહંત પ્રભુની પ્રતિમાજીઓ વિધિસહિત મણિમય, રત્નમય, સુવર્ણમય, રૂણ્યમય, આરસમય, પત્થરમય, કાષ્ટમય અને માટીની કરાવી જે એક અંગુઠાથી માંડી સાતસો અંગુઠા સુધીના માપની જિનપ્રતિમાઓ કરાવે છે તેને મુક્તિ લક્ષ્મી આધીન થઇને રહે છે. જે એક અંગુઠા પ્રમાણવાળી પણ જિનપ્રતિમા કરાવે છે તે બીજા ભવને વિષે એક છત્ર સામ્રાજ્ય પ્રાપ્ત કરે છે, જેમ મેરૂ પર્વતથી બીજો શ્રેષ્ઠ પર્વત નથી, કલ્પવૃક્ષથી બીજું ઉત્તમ વૃક્ષ નથી તેમ જિનપ્રતિમા કરાવવા જેવો બીજો અદ્ભૂત ધર્મ નથી. શ્રી જિનેશ્વરની પ્રતિમા કરાવ્યા પછી ખરાબ ગતિઓથી કોણ ભય પામે ? સિંહની પીઠ ઉપર બેસનારને શિયાળ શું કરી શકે ? જે મનુષ્યો ગુરુકથન મુજબ જિનબિંબ તૈયાર કરાવે છે તેના ઘરના આંગણામાં સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ એ ત્રણ લોકની સંપદાઓ દાસીઓ થઇને હાજર રહે છે. જે સૂરિમંત્ર વડે શ્રી અરહંત પ્રભુની પ્રતિષ્ઠા કરાવે છે તે તીર્થંકરપણાને પ્રાપ્ત કરે છે, કેમકે જેવું બીજ વાવે તેવું ફ્ળ મળે છે. જેટલા હજાર વર્ષ સુધી બીજા લોકો જે પ્રતિમાજીની પૂજા કરે છે તેટલા હજાર વર્ષ સુધી તે પ્રતિમાજીના કરાવનારને પૂજાના ફ્ળનો હિસ્સો મળ્યા કરે છ, પ્રતિષ્ઠા કરેલાં પહેલવહેલા જિનબિંબોના દર્શન કરવાથી જે આલોક તથા પરલોક હિત કરનારા ફ્ળ થાય છે તે ફ્ળોની ગણત્રી ફ્ક્ત કેવલી મહારાજ જાણે છે. સારું કે નઠારું કોઇપણ કામ કરનાર, કરાવનાર અને મદદ કરનાર અને અનુમોદન કરનાર અને મદદ કરનાર એ બધાને સારું કે બૂરું ફ્ળ બરોબર હિસ્સેજ મળે છે, એમ જિનેશ્વરદેવે માવેલું છે. જે દેશમાં કે શહેરમાં શ્રી અરિહંતપ્રભુની પ્રતિષ્ઠા થાય છે તે તે ઠેકાણે રોગ, દુષ્કાળ, કે દુશ્મનાઇ પેદા થતાં જ નથી. જે સ્ત્રી જિનેશ્વર મહારાજને પખાળ કરવા માટે માથે પાણીની ગાગર-બેઢું ભરીને લાવે છે તે સ્ત્રી સારા ચિત્તને તાબે થવાન લીધે ચક્રવર્તીની સ્ત્રીનું પદ મેળવી છેવટે મુક્તિને મેળવે છે. જેમ જીવ વિનાનો દેહ, વિધા વિનાનો સપૂત પુત્ર, આંખ વિનાનું મુખ, દિકરા વિનાનું સારું કુળ, પાણી વિનાનું સરોવર અને સૂર્ય વિનાનું આકાશ મનોહર લાગતું નથી. તેમ પ્રતિષ્ઠા વિનાના પ્રતિમાજી મનોહરપણાને લાયક થતાં જ નથી. હવે સાત ક્ષેત્રમાં બીજું ક્ષેત્ર જીર્ણોદ્વાર છે, તેનું ફ્ળ નીચે મુજબ છે. " जिणभवणाई जे उद्धरंति, भत्तीइसडियपडियाणं । તે દ્વરતિ અપ્પ, મીનાો મવસમુદ્દાળો ||9|| अप्पा उद्धरिउच्चिय, उद्धरिओ तहय तेहिं नियवंसो । अन्नेय भव्यसत्ता, अणुमोदंता उ जिणभवणं ||२|| खवियं नीयागोयं, उच्चागोयं च बंधियंतेहिं । कुगइपहो निठ्ठविओ, सुगइपहो अजिओ य तहा ||३|| इहलोगंमि सुकिंत्ती, सुपुरिसमग्गो य देसिओ होइ । ઊન્નતિ સત્તાળ, નિનમવળ દ્વતěિ ।।૪।। सिझंति केइ तेणवि, भवेण इंदत्तणं च पावंति । इंद समाकेइ पुणो, सुरसुक्खं अणु भवेऊणं ||५|| मयत्ते संपत्ता, इक्खागुकुलेसु तह यह खिसे । सेणावई अमच्चा, इब्भसुया तेण जायंति ||६|| कलाकलावे कुसला, कुलीणा सयाडणुकूला मरला सुसीला । सदेव मच्चासुरसुंदरीणं, आणंदयारी मणलोयणाणं ||७| चंदोव्व सोम्मयाए, सूरोवा तेयवंतया | रहना होव्वरुवेणं, भरहो वाजणइठ्ठया ||८|| कप्पदुमोत्व चिंतामणि व्वचक्काय वासुदेवाय । पूइज्जंति जणेणं, निण्णुद्वाररसकत्तारो || Page 23 of 51 Page #24 -------------------------------------------------------------------------- ________________ भोत्तूण वरे भोए, काउणं संजमं च अकलंकं । खविउण कम्मरासिं, सिद्धिपयंझत्ति पावित्ति ||१०||" ભાવાર્થ - જે માણસો શટન પટન વિધ્વંસભાવને પામેલા, જિનેશ્વર મહારાજના મંદિરોનો કીર્તિની ઇચ્છાથી નહિ, કિંતુ ભક્તિ બહુમાન કરી ઉદ્ધાર કરે છે, તે માણસો જન્મ, જરા, મરણાદિ દુ:ખના સમૂહરૂપ ભયંકર ભવસમુદ્રથી તથા દેવ, મનુષ્ય, તિર્યંચ, નરકરૂપ સંસારસાગરથી પોતાના આત્માનો ઉદ્ધાર કરે છે. (૧) તેઓએ જીર્ણોદ્વારાદિ સુકૃત કરણી કરવાથી પોતાના આત્માનો ઉદ્ધાર કયો, એટલું જ નહિ પરંતુ પોતાના બાપદાદાદિક પૂર્વજોનો પણ ઉદ્ધાર કર્યો, કારણ કે કદાચ તેમના પિતૃઓ દેવગતિમાં ગયા હોય. અને ત્યાંથી અવધિજ્ઞાન વડે જોવાથી; તેઓ પણ અનુમોદન કરવાથી પોતાના આત્માનો ઉદ્ધાર કરે, પોતાના પુત્ર, પૌત્રો, સગા સંબંધીઓ, જીર્ણોદ્ધાર કરેલ દેખી અનુમોદન કરી, પોતાના આત્માનો ઉદ્ધાર કરે, તેમજ નજીકમાં સિદ્ધિ પામનારા બીજા જીવો પણ જીર્ણોદ્ધારનું અનુમોદન કરી પોતાના આત્માનો ઉદ્ધાર કરવા ભાગ્યશાળી થાય. (૨) શુભ પરિણામ વડે કરી તેઓએ ખરાબ કૂળને વિષે ઉત્પન્ન થવા રૂપ નીચ ગોત્રને નષ્ટ કર્યું અને બહુ લોકોને પૂજવારૂપ તથા સારા કુલને વિષે જન્મને ધારણ કરવા રૂપ ઊંચગોત્ર બાળ્યું. તેઓએ નરકાદિક કુગતિમાર્ગનો રોધ કર્યો અને દેવગતિરૂપ તથા સુમનુષ્યગતિરૂપ સારો માર્ગ ઉપાર્જન કર્યો. (૩) ઇહલોકને વિષે આ ભવે, ભૂતકાળમાં સગરચક્રી, ભરતચક્રી આદિ મહાત્માઓ તીર્થનો ઉદ્ધાર કરવાવાળા થઇ ગયા છે. તેઓએ યશકર્મ પુન્ય ઉપાર્જન કરેલ છે. તે પુરુષોએ જે માર્ગને પ્રગટ કરેલ છે તે માર્ગ જીર્ણોદ્વારના કરનારા બીજા ભવ્યપ્રાણિયોનાં પાસે પ્રગટ કરેલ છે. (૪) જૈનમંદિરનો ઉદ્ધાર કરવાવાળા સમગ્ર કર્મને ક્ષીણ કરી કેટલા એક, તે જ ભવમાં મુક્તિ મેળવે છે, કર્માશો કાંઇક બાકી રહ્યા હોય તો તેને ભોગવવા માટે કેટલાએક ઇંદ્રપણાને પામે છે, કેટલાએક ઇંદ્રની સમાન મુખવાળા સામાનિક દેવતાઓ થાય છે, કેટલાએક મહર્તિક દેવતાઓ થાય છે અને ત્યાં દેવતાનાસુખને અનુભવીને. (૫) મનુષ્યપણું પામે છે. ઇસ્યાકુ, હરિવંશાદિક ઉત્તમ કુળમાં ઉત્પન્ન થાય છે. હાથી, ઘોડા, રથ, પાયદળના નાયક થાય છે. રાજા-મહારાજા, મંત્રીઓ, મહામંત્રીઓ, ધનાઢયો, સાર્થવાહો, સાર્થવાહના શ્રેષ્ઠ પુત્રો થાય છે. (૬) ત્યાં પણ તમામ પ્રકારની કલાના સમૂહને વિષે કુશળ થાય છે. બોંતેર કળાના જાણકાર થાય છે. શુદ્ધ માતાપિતાના વંશવાળા કુલીન થાય છે. સર્વ જીવોને સદા અનુકૂળ થાય છે, સદા હિતકારી, સરલા આશયવાળા, પવિત્ર શીલાદિક આચારવાળા તથા અપકારીના ઉપર પણ ઉપકાર કરવાવાળા થાય છે. દેવ, મનુષ્ય, અસુરની સ્ત્રીઓના મનને અને નેત્રોને આનંદ કરવાવાળા થાય છે. (૭) ચંદ્રમાના સમાન સૌમ્ય થાય છે, સૂર્યના સમાન તેજસ્વી થાય છે, કામદેવના સમાન રૂપવાન થાય છે, ભરતની પેઠે લોકોને ઇષ્ટ થાય છે. (૮) કિં બહુના ? જીર્ણોદ્ધાર કરનારને, લોકો, કલ્પવૃક્ષની પેઠે, ચિંતામણિની પેઠે, ચક્રવર્તીની પેઠે, વાસુદેવની પેઠે પૂજન કરનારા થાય છે. (૯) મનુષ્ય ગતિમાં પણ શ્રેષ્ઠ ભોગોને ભોગવી, કષાયકાલુષ્ય રહિત સંયમ અંગિકાર કરી, કર્મરાશીને ક્ષીણ કરી શીવ્રતાથી સિદ્વિપદને પામનારા થાય છે. (૧૦) હવે ત્રીજે ક્ષેત્ર જ્ઞાન છે, તેનું માહાત્ય કહે છે. “જ્ઞાનંમો 9મતાંઘા૨તરળિજ્ઞનું નાભોવનું ! ज्ञानं नीतितरंगिणीकुलगिरिर्ज्ञानं कषायापहं ।। ज्ञानं निर्वृत्तिवश्यमंत्रममलं ज्ञानं मन:पावनं । ज्ञानं स्वर्गगतिप्रयाणपटह: ज्ञानं निदानं श्रियः ।।" ભાવાર્થ - હે મહાનુભાવ ! કુમતરૂપી અંધકારને નાશ કરવામાં જ્ઞાન સૂર્ય સમાન છે, જ્ઞાન જગતના નેત્ર સમાન છે, જ્ઞાન નીતિરૂપ નદીને નીકળવામાં મહાનું પર્વત સમાન છે, જ્ઞાન કષાયોને નાશ કરનાર છે, જ્ઞાન મુક્તિને વશ કરવામાં નિર્મળ મંત્ર સમાન છે, જ્ઞાન મનને પવિત્ર કરનાર છે, જ્ઞાના સ્વર્ગગતિમાં પ્રયાણ કરવામાં ઢોલ સમાન છે, જ્ઞાન મુક્તિરૂપી લક્ષ્મીનું નિદાન કારણ છે. જ્ઞાન કર્મરૂપી પર્વતને છેદવામાં વજ સમાન છે, જ્ઞાન પ્રાણિયોના શ્રેષ્ઠ ભૂષણ સમાન છે, જ્ઞાન જીવોને ઉત્તમ ધન સમાના Page 24 of 51 Page #25 -------------------------------------------------------------------------- ________________ છે, જ્ઞાન જગતને વિષે દીપક સમાન છે, જ્ઞાન તત્વ, અને અતત્ત્વના ભેદને જણાવનાર છે. કિં બહુના ? જ્ઞાન લોકાલોકના પદાર્થને સ્પષ્ટ દેખાડવામાં અખંડ, અદ્વિતીય, પરમ, અવિનાશી, જ્યોતિ સમાન છે. જ્ઞાન સમાન બીજી કોઇ પણ વસ્તુ આત્માને પ્રકાશિત કરનાર નથી, માટે જીવોએ સત્ય જ્ઞાન મેળવવા પ્રયત્ન કરવો કે જલ્દીથી સંસારનો અંત આવે. જ્ઞાન વગર આ ક્ષેત્રમાં ભટકવાનું થાય છે અને જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય છે, તે જ્ઞાન સિદ્ધાંતના આરાધન વડે જ મળે છે. તે આરાધન દ્રવ્ય તથા ભાવ, એમ બે. પ્રકારે થાય છે. તેમાં સુંદર પોથીબંધન, મનહર પાઠા, ઉત્તમ દોરી, પાન સચવાય તેવી કવળી, જ્ઞાનની પાસે દીપકનો પ્રકાશ, ધૂપ, ચંદનનાં છાંટણ સંગીત ગાવું, બજાવવું, અષ્ટ મંગળ, ફ્લલ અને અખંડ ચોખા ધરવા વિગેરેથી પુસ્તકોની પૂજા કરવી. તે દ્રવ્યથી જ્ઞાન આરાધન કહેવાય છે અને જ્ઞાનને સંભાળવું, તેના ઉપર વિશ્વાસ રાખવો, ભણવું, ભણાવવું, જ્ઞાન ભણનારની સેવા, ચાકરી કરવી તે ભાવથી આરાધન કહેવાય છે. આવી રીતે કરેલી જ્ઞાનની આરાધના સંસારનો ઘાત કરનારી અને કેવળજ્ઞાનને પેદા કરનારી થાય છે. જ્ઞાનની આરાધના કરવાથી પ્રાણી ચક્રવર્તી, ઇંદ્ર વિગેરેના ઉત્તમ ભવો પ્રાપ્ત કરી, પ્રાંતે તીર્થંકરપદ પામી કેવળી થઇ મોક્ષપદવી પામે છે. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ચારેની પૂજા, ઉપાસના કરવી. તે ચારે ક્ષેત્રો લોકોત્તર સુખને આપનારા કહેવાય છે. જેને ઘરે એ ચારેમાંથી કોઇ સંઘ આવે તેના હાથમાં ચિંતામણિ રન આવ્યું છે, તેને આંગણે કલ્પવૃક્ષ ળેલ છે, અને તેની આગળ કામધેનુ વિધમાન છે એમ જ જાણવું. જેના આંગણામાં ચતુર્વિધ સંઘ પધારે તેનું કુળ કલંક રહિત છે, તેની માતા ભાગ્યની ભૂમિ છે, અને લક્ષ્મી તેના હાથમાં વસેલી છે એમ સમજવું. જેના માથા ઉપર સંઘના પગની રજ પડે છે, તે પવિત્ર મનુષ્યને તીર્થ સેવાનું ફ્લા મળે છે. પાપના સમૂહરૂપ ઉન્હાળામાં શાંતિ આપવા વરસાદ સમાન, દારિદ્રરૂપ રાત્રી દૂર કરવા સૂર્ય સમાન, કર્મરૂપ હાથીઓનો નાશ કરવામાં કેસરીસિંહ સમાન, ચતુર્વિધ સંઘ જયવંત હો, ધન, ધાન્ય ! ળ, પાન, બીડાં, કપડાં, આહાર, ચંદન અને ફ્લોવડે જેઓએ સંઘનું પૂજન કરેલ છે. તેઓએ માનવભવ સળ કરેલા છે. આ સાત ક્ષેત્ર જેન રાજ્યમાં હંમેશા ળ દેનારાં છે. તેમાં પણ જો ધનરૂપી બીજ વાવેલું હોય તો તેની. અંદર વિજ્ઞવિરહિતપણે ઉદયકારક પ્રાપ્ત થાય છે. તીથદર ગણધર પાદિ તીર્થંકર મહારાજના રૂપથી ગણધરનું રૂપ અનંતગણું હીન હોય છે. ગણધરના રૂપથી આહારક શરીરનું રૂપ અનંતગણું હીન હોય છે. આહારક શરીરથી અનુત્તર વેમાનના દેવોનું રૂપ અનંતગણું હીન હોય છે. અનુત્તર વેમાનના દેવોથી ગ્રેવેયકના દેવોનું રૂપ અનુક્રમે અનંતગણું હીન હોય છે. ગ્રેવેયકના દેવોથી બારમા દેવલોકના દેવોનું રૂપ અનંતગણું હીન હોય છે. બારમા થી અગ્યારમાનું અનંતગણું હીન. અગ્યારમાંથી દસમાનું અનંતગણું હીન. દશમાથી નવમાંનું અનંતગણું હીન. નવમાથી આંઠમાનું અનંતગણું હીન. આઠમાંથી સાતમાનું અનંતગણું હીન. સાતમાંથી છઠ્ઠાનું અનંતગણું હીન. છઠ્ઠાથી પાંચમાનું અનંતગણું હીન. પાંચમાંથી ચોથાનું અનંતગણું હીન. ચોથાથી ત્રીજાનું અનંતગણું હીન. ત્રીજાથી બીજાનું અનંતગણું હીન, બીજાથી પહેલા દેવલોકનું અનંતગણું હીન, પહેલા દેવલોકના દેવોથી ભુવનપતિ દેવોનું રૂપ અનંતગણું હીન. ભુવનપતિથી જ્યોતિષી દેવોનું રૂપ અનંતગણું હીન. જ્યોતિષીથી વ્યંતરનું અનંતગણું હીન. વ્યંતરથી ચક્રવર્તીનું રૂપ અનંતગણું હીન ચક્રવર્તીથી વાસુદેવનું અનંતગણું હીન. વાસુદેવથી બળદેવનું અનંતગણું હીન. ઉતરતું ઉતરતું જાણવું. બાકીના રાજાઓ તથા લોકો છે ભાગે હીન જાણવા. (૧) અનંત ભાગહીના, (૨) અસંખ્ય ભાગહીના, (૩) સંખ્ય ભાગહીના, (૪) સંખ્ય ગુણહીના, (૫) અસંખ્ય ગુણહીના, (૬) અનંત ગુણહીના. Page 25 of 51 Page #26 -------------------------------------------------------------------------- ________________ પુગલોની સૂક્ષ્મતા દારિકથી સૂક્ષ્મ પુદગલોથી વેક્રિય બાંધેલું હોય છે. વેક્રિય શરીરથી સૂક્ષ્મ પુદ્ગલોથી આહારક શરીર બાંધલું હોય છે. આહાર સૂક્ષ્મ પુદ્ગલોથી તેજસ બાંધેલું હોય છે. તેજસ સૂક્ષ્મ પુદ્ગલોથી કાર્પણ શરીર બાંધેલું હોય છે. પાંચ શરીરના પ્રદેશો દારિકે અનંતા પ્રદેશો, એટલે સર્વથી થોડા. વૈક્રિયે તેનાથી અસંખ્યગુણા વધારે. આહારકે તેનાથી અસંખ્યગુણા વધારે. તેજસે તેનાથી અનંતગુણા વધારે. કાર્મણે તેનાથી અનંતગુણા વધારે. માનુષ્યો અને તિર્યંચોને દારિક શરીર હોય છે. દેવતા નારકીયોને વૈક્રિય શરીર હોય તથા મનુષ્ય તિર્યંચ કોઇ લબ્ધિધારીને, વેક્રિય શરીર હોય. આહારક શરીર ચૌદ પૂર્વધરને હોય, બીજાને નહિ. તેઓની ગતિનો વિષય દારિકનો વિષય વિદ્યાધરોને આશ્રિત્ય. નંદીશ્વર દ્વીપ સુધીનો હોય છે; જંઘાચારણને આશ્રિત્ય મેરુ પંડકવન નંદીશ્વર દ્વીપ અને રૂચકદ્વીપ સુધી હોય છે, વિદ્યાચારણોને આશ્રિત્ય માનુષ્યોતર પર્વત, મેરુ નંદન વન અને નંદીશ્વર દ્વીપ સુધી હોય છે. આહારકનો વિષય મહાવિદેહ સુધી હોય છે. તેજસ કાર્પણનો વિષય સર્વ લોક સુધી હોય છે કેવલી સમુદ્યાત વખતે સર્વલોકવ્યાપકત્વા. તેના પ્રયોજનો દારિકનું પ્રયોજન સુખ, દુ:ખ, ધર્મ, કેવલજ્ઞાન ઇત્યાદિ હોય છે. વૈક્રિયનું પ્રયોજન, પૂલ, સૂક્ષ્મ, એક, અનેક, કાર્ય કરવાપણું હોય છે. આંહારકનું પ્રયોજન, સૂક્ષ્માર્થ સંશયછેદાદિક હોય છે. તેજસનું પ્રયોજન, શ્રાપ, અનુગ્રહ, આહારપાચનાદિક કરવો વિગેરે. કાર્પણનું પ્રયોજન, ભવાંતરે ગતિ કરવારૂપ હોય છે. તેના પ્રમાણો દારિક શરીરનું પ્રમાણ એક હજાર યોજનથી અધિક હોય છે. વેક્રિય શરીરનું પ્રમાણ સાતિરેક લક્ષ યોજનનું હોય છે. આહારક શરીરનું પ્રમાણ એક હાથનું હોય છે. તેજસ કાર્પણનું પ્રમાણ સદા ઉત્કૃષ્ટ-લોકપ્રમાણ હોય છે. વર્તમાન કાળમાં ઉત્પન્ન થયેલા ચોવીશ તીર્થંકર મહારાજાઓના નામ પ્રમાણે નીચેના ગુણો કહેલા. છે. Page 26 of 51 Page #27 -------------------------------------------------------------------------- ________________ ૩રોd વૃષભ: ઇતિ સમગ્ર સંયમભારને વહન કરવાથી વૃષભ નામ થયું. શંકા બીજા તમામ તીર્થંકર મહારાજાઓ પણ વૃષભ કહેવાય છે, તો પ્રથમ જિનમાં વિશેષપણું શું હતી તેથી રાળી હોવાથી પણ ત્યારે તેમની કરવાની સમાધાન, ભગવાનના સાથલમાં વૃષભનું લાંછન હોવાથી તેમજ માતાએ ચૌદ સ્વપ્રોને વિષે પ્રથમ વૃષભ દેખવાથી ઋષભઃ ૧ પરિષહાદિકે જેને નહિ જીતવાથી અજિત તેમજ ભગવાન માતાના ગર્ભમાં હતા તે વખતે જિતશત્રુ રાજા સાથે વિજયારાણી પાસાક્રીડા કરતા રાજા રાણીને નહિ જીતી શકવાથી અજિત: ૨ જેને વિષે ચોત્રીશ અતિશયોની સંભાવના હોવાથી સંભવ તથા આ ભગવાનની સ્તુતિ કરવાથી સ-સુખ થાય તેથી સંભવ તેમજ ભગવાન માતાના ગર્ભમાં આવવાથી ઘણા પ્રકારના ધાન્યની ઉત્પત્તિ થઇ તેમજ ભગવાનના જન્મથી પ્રથમ પડેલો દુષ્કાળનો નાશ થયો તેથી સંભવઃ ૩ દેવોના ઇંદ્રોએ વારંવાર વંદન, નમન, સ્તવન, કીર્તન કરવાથી અભિનંદન અથવા ભગવાન ગર્ભમાં આવ્યા ત્યારથી જ ઇંદ્ર મહારાજાએ વારંવાર વંદન સ્તવન કરવાથી અભિનંદનઃ ૪ ભગવાનની ઉત્તમ પ્રકારની મતિ હોવાથી સુમતિ અથવા ભગવાન ગર્ભમાં આવ્યા હતા ત્યારે તેમની માતાની બુદ્ધિ બે શોક્યોનો વ્યવહારિક ઝઘડો છેદવાને માટે સારા નિશ્ચયવાળી હોવાથી સુમતિ: ૫ શરીરની કાંતિને આશ્રિત્ય કમલના સમાન જેની કાંતિ હતી તેથી પદ્મપ્રભ અથવા ભગવાન જ્યારે માતાના ગર્ભમાં આવ્યા ત્યારે પદ્મને વિષે શયન કરવાનો ડોહલો ઉત્પન્ન થયો તે દેવતાએ પૂર્ણ કયો તેથી પદ્મપ્રભ તેમજ પદ્મના સમાન વર્ણ હોવાથી પદ્મ પ્રભ. ૬ જેના પડખા મહાશોભાયુક્ત હતા તેથી સુપાર્શ્વ, અથવા પ્રભુ ગર્ભને વિષે આવ્યા ત્યારે માતાના બન્ને પડખા મહા શોભનીક ઉત્તમ થયા તેથી સુપાર્થ. ૭ - ચન્દ્રના સમાન સોમ્ય મનોરમ જેની કાન્તિ છે. ઇતિ ચન્દ્રપ્રભ તથા ભગવાન માતાના ગર્ભમાં આવ્યા ત્યારે ચન્દ્રમાનું પાન કરવાનો ડોહલો ઉત્પન્ન થયો તેથી ચન્દ્રપ્રભ: ૮ જેને ઉત્તમ પ્રકારનો વિધિ છે. તેથી સુવિધિ: તથા પ્રભુ ગર્ભમાં આવ્યા પછી ભગવાનની માતા સર્વ વિધિવિધાનમાં કુશલ થયા. તેથી સુવિધિઃ ૯ પ્રાણિયોને ઉત્પન્ન થયેલા સમગ્ર સંતાપને ઉપશાન્ત કરવાથી શીતલ, તેમજ પ્રભુ જ્યારે ગર્ભવાસમાં આવ્યા ત્યારે પ્રથમથી એટલે ગર્ભમાં આવ્યા પહેલા પિતાને ઉત્પન્ન થયેલો અને કોઇપણ પ્રકારે ચિકિત્સા નહિ કરી શકાય એવો પિત્તજવર ઉત્પન્ન થયેલો હતો તે ભગવાનની માતાના હાથના સ્પર્શ કરવાથી જ તુરત જ શાન્ત થઇ ગયો તેથી શીતલ : ૧૦ 1 વિશ્વને હિત કરનારા તેથી શ્રેયાંસ તથા ભગવાન જ્યારે માતાના ગર્ભમાં આવ્યા ત્યારે પ્રથમ કોઇએ નહિ આક્રમણ કરેલી દેવતાધિષ્ઠિત શય્યા માતાએ આક્રમણ કરવાથી કલ્યાણ થયું તેથી શ્રેયાંસઃ ૧૧ દેશવિશેષોને પૂજવાલાયક થયા તેથી વાસુપૂજ્ય તથા ભગવાન જ્યારે ગર્ભમાં આવ્યા ત્યારે ઇંદ્રમહારાજાઓ રત્નો વડે નિરંતર તેનું ઘર ભરવા લાગ્યા તેથી વાસુપૂજ્ય. તેમજ વસુ રાજાના પુત્ર હતા. તેથી પણ વાસુપૂજ્ય: ૧૨ જેના જ્ઞાનાદિક વિમલ નિર્મલ છે તેથી વિમલ અગર ભગવાન કર્મરૂપી મેલથી રહિત થયેલા છે તેથી વિમલ તેમજ ભગવાન માતાના ગર્ભમાં આવ્યા પછી માતાનું શરીર અત્યંત વિમલ નિર્મલ થયું તેથી વિમલઃ તેમજ માતાની મતિ અત્યંત વિમલ થવાથી વિમલઃ ૧૩ અનંતા કર્મોને જીતી જય મેળવવાથી અનંત, અગર અનંત જ્ઞાનાદિક જેને પ્રાપ્ત થયેલ તેથી અનંતઃ તથા ભગવાન જ્યારે માતાના ગર્ભમાં આવ્યા ત્યારે માતાએ મોટા પ્રમાણવાળી રત્નની માળાને સ્વપ્નમાં Page 27 of 51 Page #28 -------------------------------------------------------------------------- ________________ દેખવાથી અનંતઃ ૧૪ દુર્ગતિને વિષે પડતા પ્રાણીયોના સમૂહને બચાવે અને સગતિમાં સ્થાપન કરે તેથી ધર્મ તથા પ્રભુ ગર્ભમાં આવ્યા પછી માતા દાનાદિક ધર્મકર્મમાં તત્પર થયા તેથી ધર્મ: ૧૫ પોતાનો આત્મા શાન્તિમય હોવાથી શાંતિ; તથા બીજાને પણ શાન્તિ ઉત્પન્ન કરવાથી પણ શાન્તિ, તથા પ્રભુ ગર્ભમાં આવ્યા અગાઉ ઊત્પન્ન થયેલો અને અનેક ઉપચારોથી પણ પ્રશાન્ત નહિ થયેલો મરકીનો રોગ પ્રભુ ગર્ભમાં આવ્યા પછી પ્રભુની માતાને સ્નાન કરાવી તે પાણી નગરમાં છાંટવાથી તુરત મરકીનો રોગ શાન્ત થયો તેથી શાન્તિઃ ૧૬ કી-પૃથ્વીને વિષે રહ્યા તેથી કંથ, અગર ભગવાન જ્યારે માતાના ગર્ભમાં આવ્યા ત્યારે માતાએ સ્વમમાં વિચિત્ર રત્નનો સૂપ દેખ્યો તેથી કુંથુઃ ૧૭ મહાભાગ્યવાન તીર્થંકર મહારાજાના જીવો સર્વે મહા સત્વવંત કુલોને વિષે ઉત્પન્ન થાય છે તેથી તેની અભિવૃદ્ધિ થાય છે. માટે વૃધ્ધોએ ભગવાનનું નામ અર પાડ્યું તેથી અર:, અગર પ્રભુ ગર્ભમાં આવ્યા પછી માતાએ સ્વપ્રને વિષે સર્વ રત્નમય અર દેખ્યો તેથી અર: ૧૮ પરિષહાદિક મલ્લોને જીત્યા તેથી મલ્લિ, અગર ભગવાન ગર્ભમાં આવ્યા પછી માતાને સર્વ બદતુઓના પુષ્પોની શય્યામાં શયન કરવાનો ડોહલો ઉત્પન્ન થવાથી અને તે દેવતાએ પૂર્ણ કરવાથી મલ્લિઃ ૧૯ જગતના જીવોની ત્રિકાલ અવસ્થાને જાણે તેથી મુનિ અને જેના સારા વ્રતો છે તેથી સુવ્રત એટલે મુનિસુવ્રત અગર પ્રભુ ગર્ભમાં આવ્યા પછી માતા સારા વ્રતવાળા થયા તેથી મુનિસુવ્રત. ૨૦ પરિષહાદિક વર્ગને નમાવી દેવાથી નમિ, અગર ભગવાન ગર્ભમાં આવ્યા પછી શત્રુ રાજાઓએ નગરને ઘેરો ઘાલવાથી ભગવાનની પૂન્ય શક્તિએ પ્રેરેલા ભગવાનની માતાને કિલ્લાના ઉપર બેસાર્યા તેથી તેને દેખીને શત્રુઓ ભગવાનની માતાને નમસ્કાર કરી ઘેરો ઉઠાવી પોતાને સ્થાને ચાલ્યા ગયા તેથી નમિ. ૨૧ અરિષ્ટ દુરિતની નેમિ-ચક્રધારા ઇવ ઇતિ નેમિ, અગર પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે માતાએ સ્વપ્રમાં મહાન રિપ્ટ રત્નમય નેમિ ચક્રધારાને દેખેલ તેથી નેમિ. ૨૨ સર્વ ભાવોને જાણે તેથી પાર્થ, અગર પ્રભુ ગર્ભમાં આવ્યા પછી શયાને વિષે રહેલા માતાએ પાસે જતો સર્પ ગાઢ અંધકારમાં દેખ્યો તેથી પાર્થ. ૨૩ ઉત્પત્તિથી આરંભીને જ્ઞાનાદિકની વૃદ્ધિથી નિરંતર વૃદ્ધિને પામે તે વર્ધમાનઃ, અગર પ્રભુ ગર્ભમાં આવ્યા પછી જ્ઞાતકુલ ધનધાન્યાદિક વિગેરેથી પ્રતિદિન અત્યંત વૃદ્ધિ પામવા માંડ્યું તેથી વર્ધમાનઃ ૨૪ ઇતિ શ્રાદ્ધદિનકૃત્યે. જિનેશ્વર મહારાજાની ભક્તિ પાંચ પ્રકારે કહી છે "पुष्पाधर्चा तदाझाच, तद्रव्यपरिरक्षणम् । उत्सवास्तीर्थयात्रा च, भक्ति: पंचविधा जिने ||१||" ભાવાર્થ :- વિવિધ પ્રકારના સુગંધી પુષ્પોથી, તેમજ ચંદન, કેસર, ધૂપ, દીપ વિગેરેથી પરમાત્માની ભક્તિ કરવી તે પૂષ્પાદિ અર્ચા-ભક્તિ કહેવાય. ૧, જિનેશ્વર મહારાજની આજ્ઞાનું સમ્યફ પ્રકારે પા કરવું તે તદાજ્ઞાભક્તિ કહેવાય, કારણ કે આજ્ઞા વિનાની ભક્તિ સર્વથા નકામી છે. ૨, દેવદ્રવ્યાદિકનું રક્ષણ કરવું, તે દેવદ્રવ્યરક્ષણભક્તિ કહેવાય. ૩, નવીન જૈન મંદિર બંધાવવું તેમાં પ્રભુજીને સ્થાપના કરવા, અષ્ટાલિકા ઉત્સવાદિક કરવા, પર્યુષણાદિકમાં જૈન મંદિરમાં ઉત્સવાદિક કરી જેન શાસનની પ્રભાવના કરવી તે ઉત્સવભક્તિ કહેવાય. અને ૪, શત્રુંજયાદિક તીર્થોની ભક્તિ કરવી તે તીર્થભક્તિ Page 28 of 51 Page #29 -------------------------------------------------------------------------- ________________ કહેવાય છે. ૫ પાંચ પ્રકારનાં ચેત્યો (૧) ભક્તિ ચૈત્ય, (૨) મંગળચેત્ય, (૩) નિશ્રાકૃતચેત્ય, (૪) અનિશ્રાકૃતત્ય અને (૫) શાશ્વત ચેત્ય. (૧) જે ઘરને વિષે યથોક્ત લક્ષણાદિ ઉપેત જિનપ્રતિમાની વંદન પૂજાદિ ભક્તિ કરવામાં આવે છે, તે ભક્તિચેત્ય કહેવાય છે. (૨) ઘરના બારણા ઉપર મધ્યમ ભાગે કાષ્ઠને વિષે બનાવેલ જિનબિંબ હોય છે તે મંગલ ચેત્ય. કહેવાય છે. મથુરાનગરીમાં મંગલ માટે તમામ ઘરે લાકડામાં પ્રથમ જિનપ્રતિમાજી બનાવી ને સ્થાપન કરે છે, અન્યથા તે ઘર પડી જાય છે. કહ્યું છે કે “जम्मि सिरिपासपडिमं, सांतिकए पडिगिहवारे । 3Mવિ MUMI પૂરિ તું, મધુરમથન્ના ન પધૃતિ IIછી” ભાવાર્થ :- જે મથુરાનગરીને વિષે જ્યારે ઘર કરાવે ત્યારે દરેક ઘરના બારણાના મધ્ય ભાગને વિષે કાષ્ઠની શ્રી પાર્શ્વનાથજી મહારાજની મૂર્તિ કરાવી, શાંતિ નિમિત્તે સ્થાપન કરે છે, તે મથુરાનગરીને હાલમાં પણ અન્ય લોકો દેખી શકતા નથી એમ સિદ્ધસેન આચાર્યે કહેલ છે. (૩) કોઇ ગચ્છની નિશ્રાયે કરેલ ચૈત્ય હોય તે નિશ્રાકૃત ચેત્ય કહેવાય છે. તેમાં તે ગરચ્છના આચાર્યાદિક પ્રતિષ્ઠાદિક કરવા લાયક ગણાય. ત્યાં પ્રતિષ્ઠાદિક કરવાનો બીજાનો અધિકાર નથી. (૪) તેનાથી વિપરીત એટલે સર્વ ગણના નાયકો, પદવીધરો, પ્રતિષ્ઠાદિક તથા માલારોપણાદિક વિધિને કરે છે, જેમકે શત્રુંજય મૂલચેત્યમ્, તેમાં સર્વે આચાર્યાદિકોને પ્રતિષ્ઠા, ધ્વજારોપણ, માલારોપણ વિગેરે કરાવવાનો અધિકાર છે. (૫) સિદ્વાયતનમ્, શાશ્વત ચેત્યમ્. બીજા પણ પાંચ પ્રકારે ચેત્યો વ્હેલ છે. (૧) નિત્ય, (૨) દ્વિવિધ, (૩) ભક્તિકૃત, (૪) મંગલકૃત અને (૫) સાધર્મિક –એ પાચ પ્રકારે કહેલા છે. (૧) નિત્યાનિ શાશ્વત જિનચેત્યાનિ. દેવલોકાદિકને વિષે છે તે. (૨) નિશ્રાકૃતાનિ ૧ અનિશ્રાકૃતાનિ ૨ ઉપરોક્ત કહેલ છે. તે. (૩) ભક્તિકૃતાનિ-ભરત મહારાજાદિકે કરાવેલા ચેત્યો. (૪) મંગલાકૃતાનિ-મથુરાનગરીમાં મંગલ નિમિત્તે બારણાના ઉત્તરંગને વિષે સ્થાપેલ છે તે. (૫) સાધર્મિક. વારત્રક મુનિના પુત્ર મનોહર દેવગણને વિષે પોતાના પિતા મુનિની મૂર્તિ સ્થાપના કરેલી હતી તે સાધર્મિક ચેત્ય કહેવાય ક્વા બિંબોનું પૂજન ક્રવું યથોક્ત બિંબ પ્રથમ સો વર્ષનું હોય, અને અંગોપાંગોથી દૂષિત હોય તો પણ પૂજવું નહિ, પરંતુ મહાપુરૂષોયે વિધિવિધાન અનુષ્ઠાનથી તે બિંબને ચેત્યાદિકને વિષે સ્થાપન કરેલ હોય અને સો વર્ષ ઉપરનું હોય તેમજ અંગોપાંગોમાં કાંઇ દૂષિત હોય તોપણ પૂજવામાં કોઇપણ પ્રકારનો બાદ નથી. શ્રી સિદ્ધસેના આચાર્ય મહારાજે કહ્યું છે કે “वरिस सयाओ उढ्द, जं विंबं उत्तमेहिं संठवियं । Page 29 of 51 Page #30 -------------------------------------------------------------------------- ________________ वियलंगवि पूइज्जइ, तं बिंबं न निष्फलं जओति ।।१।।" ભાવાર્થ :- સો વર્ષ પ્રથમનું હોય તથા જે બિંબને ઉત્તમ મહાપુરુષોએ વિધિ અનુષ્ઠાનથી સ્થાપના કરેલ હોય અને તે અંગોપાંગોમાં દૂષિત હોય, તો પણ તેને પૂજવું, કારણ કે તે બિંબને નિફ્લ કહેલ નથી. આના અંદર એટલું વિશેષ છે કે-મુખ, નયન, નાસિકા, ડોક, કમ્મર ઇત્યાદિ પ્રદેશોમાં ખંડિત થયેલું બિંબ સર્વથા અપૂજનિક છે. પરંતુ મૂલનાયકજીનું બિંબ, આધાર, પરિકર, લાંછનાદિક પ્રદેશોથી ખંડિત થયેલ હોય તો પણ પૂજવા લાયક છે. ઉતીતાબ્દશતં ય રથાપિતમુત્તમૈ: | यव्यंगमपि पूज्यं, स्याद्विम्बं तं निष्फल नहि ||१||" ભાવાર્થ :- જે બિંબ સો વર્ષ પ્રથમનું હોય, તથા જે બિંબને ઉત્તમ પુરુષોયે સ્થાપન કરેલ હોય, તે બિંબઅંગોપાંગમાં દૂષિત હોય તો પણ પૂજવા લાયક છે, પરંતુ તે બિંબ નિફ્ટ નથી. ઇતિ આચારદિનકર ગ્રંથ વળી ધાતુ લેપાદિક બિંબ અંગરહિત હોય, તો ફ્રીથી સજ્જ કરી શકાય છે, પરંતુ પાષાણમય, રત્નમય, કાષ્ઠમય બિંબો ફ્રીથી સજ્જ કરી શકાય નહિ માટે તેવા બિંબો પૂજવાલાયક ગણી શકાય નહિ. “नखांगली वाहूनासां ध्रीणां भंगेष्वनुक्रमात् । शत्रुभीर्देशमंगश्च, धनबंधुकुलक्षयः ||१||" ભાવાર્થ :- નખ, આંગુલી, બાહુ, નાસિકા, પગ વિગેરેનો ભંગ થવાથી અનુક્રમે શત્રુનો ભય, દેશભંગ, ધન, બંધુ અને કુલનો ક્ષય થાય છે. “पीठयानपरिवारध्वंसे सति यथाक्रमम् । શૈMવાહનમંત્યાનાં, નાશોમવતિ નિરવતમ્ IIશા” ભાવાર્થ - પીઠ, વાહન, પરિવારનો ધ્વંસ થવાથી અનુક્રમે પોતાના વાહન તથા નોકરોનો નિશ્ચયા નાશ થાય છે. અરિહંતના બિંબને ક્યો માણસ બનાવી શકે ? "चैत्यगृहे नवं विवं, कारयन् स्नातक: कृती । सप्तधा निजनामाहं, जैनबिंब विधापयेत् ।।१।।" ભાવાર્થ - જિનચૈત્ય તથા ઘર દેરાસરને વિષે નવિન બિંબકરાવનાર સ્નાતક તથા કૃતજ્ઞઃ સાત પ્રકારે પોતાના નામને યોગ્ય અરિહંતના બિંબને ભરાવે, બનાવે, કરાવી શકે. ની હોવી જોઇએ. "रौद्री निहन्ति कार-मधिकांगी तू शिल्पिनम् । हीनांगी द्रव्यनाशाय, दुर्भिक्षाय कृशोदरी ।।१।। वक्रनासातिदुःखाय, हृस्वांगी क्षयकारिणी । अनेत्रानेत्रनाशाय, स्वल्पा स्याद् भोगवर्जिता ||२|| जायते प्रतिमाहीनकटीराचार्यधातिनी । जंघाहीना भवेद् भ्रातृपुत्रमित्रविनाशिनी ।।३।। पाणिपादविहिना तू, धनक्षयविधायिनी । વિરપવિતાઊં તુ, પાર્વતવા યતતત: I૪ll ઉર્થ હત્પતિમોત્તાની, વિંતા દેતુથોમુવી | आधिप्रदातिरश्चीना, नीचोच्चस्था विदेशदा ।।७।। Page 30 of 51 Page #31 -------------------------------------------------------------------------- ________________ 31ન્યાયદ્રવ્યનષ્પન્ના, પરવારતુરભામવા | हीनाधिकांगी प्रतिमा, स्वपरोक्षत्तिनाशिनी ।।६।। उर्ध्वद्रगद्रव्यनाशाय, तिर्यगृतभोगहानये । दुःखदा स्तब्ध दृष्टिश्चा-धोमुखी कुलनाशिनी ||७||" ભાવાર્થ - રૌદ્ર આકારવાળી મૂર્તિ, ઘડનારને મારે છે, અધિક અંગોપાંગવાળી મૂર્તિ-શિલ્પના જાણકારને હણે છે, હીન અંગો પાંગવાળી મૂર્તિ દ્રવ્યનો નાશ કરે છે, દુર્બલ ઉદરવાળી મૂર્તિ દુષ્કાળને કરવાવાળી થાય છે, (૧) વક્ર નાસિકાવાળી અતિ દુઃખ આપનારી થાય છે, અલ્પઅંગોપાંગ વાળી ક્ષય કરવાવાળી થાય છે, નેત્ર વિનાની નેત્રનો નાશ કરે છે અને સર્વથા નાની મૂર્તિ ભો વેગ રહિત કરનારી છે, (૨) હીન કમ્મરવાળી મૂર્તિ આચાર્યનો ઘાત કરનારી છે, જંઘાહીન મૂર્તિ, ભાઇ, પુત્ર, મિત્રનો વિનાશ. કરનારી થાય છે, (૩) હાથ, પગ વિનાની મૂર્તિ ધનનો ક્ષય કરે છે, લાંબા કાળથી નહિ પૂજાયેલી મૂર્તિ જ્યાં ત્યાં આદર કરવા લાયક ગણાય નહિ (૪) ઉત્તાન પ્રતિમા લક્ષ્મીને હરણ કરે છે, અધોમુખી પ્રતિમા ચિંતાના. હેતુભૂત થાય છે, તિરરચ્છી પ્રતિમા આધિ, માનસિક પીડાને ઉત્પન્ન કરે છે, ઊંચી નીચી મૂર્તિ વિદેશમાં રખડાવનારી થાય છે, (૫) અન્યાયના દ્રવ્યથી નિષ્પન્ન થયેલી, અને પરના ઘરના ભાંગેલા પત્થરના ટુકડાથી ઉત્પન્ન થયેલી તથા હીનાધિક અંગોપાંગવાળી પ્રતિમા સ્વપરની ઉન્નતિનો નાશ કરનારી થાય છે, (૬) ઊંચી દ્રષ્ટિવાળી મૂર્તિ દ્રવ્યનો નાશ કરે છે, તિરરચ્છી દ્રષ્ટિવાળી ભોગની હાનિ કરનારી છે, સ્તબ્ધ દ્રષ્ટિવાળી દુ:ખને આપનારી છે અને અધોમુખી મૂર્તિ કુલનો નાશ કરે છે. (૭) “विषमैरंगुलैर्हस्तै:, कार्य बिंब न तत्समैः । द्वादशांगुलतो हीनं, बिंबं चैत्ये न धारयेत् ।।१।। ततस्त्वडधिकागारे, सुखाकांक्षी न पूजयेत् । लोहाश्मदंतकाष्ठमृद्, चित्रगोविड्मयानि च ||२|| बिंबानि कुशलाकांक्षी, न गृहे पूजयेत् क्वचित् । खंडितांगानि वक्राणि, परिवारोज्झितानि च ।।३।। प्रमाणाधिकहीनानि, विषमांगस्थितानि च । अप्रतिष्ठानि दुष्टानि, बिंबानि गलिनानि च ।।४।। चैत्ये गृहेन धार्याणि, बिंबानि सुविचक्षणैः । धातुलेप्यमयं सर्व, व्यंगं संस्कारमर्हति ||७|| काष्ठपाषाण निष्पन्नं, संस्कारार्ह पुनर्नहि । यच्च वर्षशतातीतं, यच्च स्थापितमुत्तमैः ||६|| तद्व्यंगमपि पूज्यस्याद् बिंबं तनिष्फलं नहि । तच्च धार्यं परं चैन्ये, गेहे पूज्यं न पंडितैः ||७|| प्रतिष्ठिते पुनर्बिबे, संस्कार: स्यान्न कर्हिचित् । संस्कारे च कृते कार्या, प्रतिष्ठा तादशी पूनः ||८|| __ संस्कृते तु लिते चै व, दुष्टस्पृष्टे परीक्षिते । हीते बिंबे च लिंगे च, प्रतिष्ठा पूनरेव हि ||९||" ભાવાર્થ :- વિષમ, વાંકાચૂંકા, હાથ અને આંગળા હોય, એવું બિંબ તેના સમાન વાંકુંચૂકું કરવું નહિ, પરંતુ સમાન અંગોપાંગવાળું બિંબ કરવું, બાર આંગુલથી હીન બિંબ જૈન મંદિરમાં સ્થાપન કરવું નહિ (૧) સુખની ઇચ્છા કરનાર માણસે અગ્યાર આંગુલથી અધિક આંગલવાળું બિંબ, ઘરદેરાસરજીને વિષે પૂજવું નહિ, તથા લોઢાનું, પત્થરનું, દાંતનું, કાષ્ઠનું, માટીનું, ચિત્રનું, છાણનું આ તમામ બિંબો ઘર દેરાસરજીને વિષે પૂજવા નહિ (૨) કુશલની આકાંક્ષા કરનારાએ, કદાપિ કાલે પોતાના ઘરને વિષે અંગોપાંગ ખંડિત થયેલા, વક્ર અંગોપાંગવાળા તથા પરિવાર વડે કરી રહિત બિંબોને પૂજવા નહિ, (૩) Page 31 of 51 Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણ વડે કરી અધિક અને હીન બિંબો હોય, જેના અંગોપાંગો વિષમ રહેલા હોય, જે બિંબો પ્રતિષ્ઠા નહિ કરેલ હોય, દુષ્ટ તેમજ મલિન બિંબો હોય, (૪) એવા બિંબો દેરાસરજીમાં, ઘરદેરાસરજીમાં, વિચક્ષણ. પુરુષોએ ધારણ કરવા નહિ, રાખવા નહિ, તથા ધાતુમય, લેપમય, બિંબો જો અંગોપાંગોથી દૂષિત હોય, તો તેને ફ્રીથી સુધારવા જોઇએ, (૫) કાષ્ઠમય, પાષાણમય, બિંબો અંગોપાંગમાં દૂષિત થયેલા હોય તો તે સુધારવા યોગ્ય નથી, પણ જે બિંબ સો વર્ષ વ્યતીત થયેલું હોય, જે બિંબને ઉત્તમ પુરૂષોએ સ્થાપન કરેલ હોય, (૬) તે બિંબ, અંગોપાંગથી દૂષિત હોય, તો પણ પૂજવા લાયક છે, પરંતુ તે બિંબ નિફ્ટ નથી, તે બિંબ જેન મંદિરને વિષે સ્થાપન કરવું, પણ તે બિંબને પંડિત પુરૂષોએ ઘરદેરાસરજીમાં પૂજવું નહિ, (૭) પ્રતિષ્ઠા કરેલ બિંબનો સુધારો ફ્રીથી કદાપિ કાલે થતો નથી, અને જો સુધારો કરવામાં આવે તો તેના પ્રમાણમાં ફ્રીથી પ્રતિષ્ઠા કરવી જોઇએ, (૮) કહ્યું છે કે-જે બિંબને સુધારેલ હોય, તોળેલ હોય, તથા દુષ્ટ જીવોએ સ્પર્શ કરેલ હોય, બગાડો અગર નાશ કરેલ હોય, તથા જે બિંબ ચોરાઇ ગયું હોય, લિંગે દૂષિત થયેલ હોય, તેની પ્રતિષ્ઠા નિશ્ચય ફ્રીથી કરવી જોઇએ (૯) અતિઅંગા ૧. હીનાંગા ૨. કૃશોદરી ૩. વૃદ્ધોદરી ૪. અધોમુખી ૫. રીદ્રમુખી ૬. પ્રતિમાં ઇષ્ટશાન્તિ નહિ ઉત્પન્ન કરનારી હોવાથી, તથા રાજાનો ભય, સ્વામીનો નાશ, લક્ષ્મીનો વિનાશ, આપત્તિ, સંતાપ, વિગેરે અશુભ સૂચવનારી હોવાથી, તે પ્રતિમા સજ્જન પુરૂષોને પૂજવા લાયક નથી, પણ યથોચિત અંગોપાંગને ધારણ કરનારી, શાન્ત દ્રષ્ટિવાળી, જિનપ્રતિમા સભાવને ઉત્પન્ન કરનારી હોવાથી તથા શાન્તિ સોભાગ્યવૃધ્યાદિકને સૂચવનારી હોવાથી, આદેયપણાથી, સદેવ પૂજવા લાયક છે. ગૃહસ્થોએ ઉપર બતાવેલો દોષો રહિત, એક આંગુલથી અગ્યાર આંગુલ માનવાળી, પરઘર સંયુક્ત, સ્વર્ણમયી, રૂપ્યમયી, પિત્તલમયી, સર્વાગે સુંદર જે પ્રતિમાં હોય, તે જિનપ્રતિમાનું સ્વગૃહે પૂજના કરવું. પરઘર તેમજ ઉપરોક્ત માનવડે કરી વર્જિત, તથા પાષાણમયી, દાંતમયી, લેપમયી, કાષ્ઠમયી, ચિત્રલિખિત, જિનપ્રતિમાં પોતાના ઘરમાં પૂજવી નહિ, ઘરમાં રહેલી પ્રતિમાજી પાસે બલી વિસ્તાર કરવો નહિ, પરંતુ નિરંતર ભાવથી ત્રિસંધ્ય પૂજન વિગેરે કરવું, અગ્યાર આંગલુથી વધારે આંગુલવાળી પ્રતિમા જિનમંદિરમાં પૂજવી, પણ પોતાના ઘરદેરાસરજીમાં પૂજવી નહિ, અગ્યાર આંગુલથી હીન પ્રતિમા, જેના મંદિરમાં મૂળનાયકપણે સ્થાપન કરવી નહિ, વિધિથી જિન બિંબને સ્થાપન કરનારને ઋદ્ધિ, વૃદ્ધિ, સિદ્વિની સર્વદા પ્રાપ્તિ થાય છે, તથા દુ:ખ, દારિદ્ર, દોર્ભાગ્ય, કુગતિ, કુમતિ, કુશરીર, રોગ, શોક, સંતાપ, ભય, અપમાનાદિક, કદાપિ કાલે તેને થતા નથી. ઘરદેરાસરજીને વિષે કેવા બિંબ જોઇએ नवांगु “अथात: संप्रवक्ष्यामि गृहे विवस्य लक्षणम् । एकांगुलं भवेच्छ्रेष्ठं, दयंगुलं धननाशनम् ।।१।। व्यंगुले जायते सिद्धिः, पीडा स्याच्चतुरंगुले । રંવાંગુ તુ વૃદ્ધિ:, ચાલૅમરતુ પડંભ ||શા सप्तांगुले गवां वृद्धि, र्हानिरष्टांगुले मता । । पूत्रवृद्धि, र्धननाशो दशांगले ||३|| एकादशांगुलं बिंबं, सर्वकामार्थकारकं । एततप्रमाणमाख्यातं, तत उर्ध्वन कारयेत् ।।४।।" ભાવાર્થ :- ઘરદેરાસરજીને વિષે કેવા બિંબ જોઇએ, તેના લક્ષણને શાસ્ત્રકાર મહારાજા કહે છે કે હું કહીશ એ ક આંગુલનું બિંબ હોય તો તે શ્રેષ્ઠ કહેવાય છે, બે આંગુલનું બિંબ હોય તો ધનનો નાશ કરે છે, (૧) ત્રણ આંગુલનું હોય તો સિદ્ધિ થાય છે, ચાર આંગુલનું હોય તો પીડા થાય છે, પાંચ આંગુલનું હોય તો વૃદ્ધિ થાય છે, છ આંગુલનું બિંબ હોય તો ઉદ્વેગ કરનાર થાય છે. (૨) સાત આંગુલનું હોય તો ગાયોની Page 32 of 51 Page #33 -------------------------------------------------------------------------- ________________ વૃદ્ધિ થાય છે, આઠ આંગુલનું હોય તો હાનિ થાય છે, નવ આંગુલનું હોય તો પુત્રની વૃદ્ધિ થાય છે, દસ આંગુલનું હોય તો ધનનો નાશ થાય છે, (૩) અગિયાર અંગુલનું બિંબ હોય તો સર્વ કામાર્થને કરવાવાળું થાય છે. ઘરદેરાસરજીને વિષે બિંબોને સ્થાપન કરવાનું પ્રમાણ એ પ્રકારે કહ્યું છે, અગિયાર આંગુલથી વધારે આંગુલનું બિંબ ઘરદેરાસરજીમાં સ્થાપન કરી શકાય નહિ, છતાં સ્થાપન કરે તો મહાઅનર્થની પરંપરા વૃદ્ધિ થાય છે. “મારપે છiyભાંદ્ધિવાદ્, યાદેવાદશાંગુલમ્ | गृहेषु पूजयेद्धिंब-मूर्ध्व प्रासादगं पुन: ।।१।।" ભાવાર્થ :- એક આંગુલથી આરંભીને યાવત્ અગિયાર આંગુલ સુધીનું બિંબ, ઘરદેરાસરજીને વિષે પૂજવું અને તેના પછી બાર આંગુલથી લઇ વિશેષ આંગુલ પ્રમાણવાળું બિંબ જૈન પ્રાસાદને વિષે પૂજવું. “प्रतिमाकाष्ठलेप्याश्मदन्तचित्रायसां गहे | માનાધિપરિવાર-રીદતા જૈવ પૂજ્યતે ||શા” ભાવાર્થ :- કાષ્ઠમય, લેપમય, પત્થરની, દાંતની, ચિત્રમય, લોખંડની પ્રતિમા તથા માનવડે કરી અધિક પરિવાર રહિત પ્રતિમા, ઘરદેરાસરજીને વિષે પૂજવી નહિ. લંબ્ધિચારી મનિમહારાજાઓ અતિશય લબ્ધિચારી બે પ્રકારના છે. (૧) જંઘાચારણ, વિદ્યાચારણ. (૧) જે ચારિત્ર તથા તપવિશેષના પ્રભાવથી ગમનાગમન સંબંધી ઉત્પન્ન થયેલી લબ્ધિસંપન્ન હોય છે તે જંઘાચારણ કહેવાય છે. (૨) જે વિધાના વશવર્તીપણાથી, ગમનાગમન સંબંધી ઉત્પન્ન થયેલી લબ્ધિસંપન્ન હોય છે તે વિધાચારણ કહેવાય છે. (3) જંઘાચારણ, રૂચકદ્વીપ સુધી જવાની શક્તિવાળા હોય છે. (૪) વિધાચારણ નંદીશ્વર દ્વીપ સુધી જવાથી શક્તિવાળા હોય છે. જંઘાચારણ પોતાની ઇચ્છા મુજબ, જ્યાં જવું હોય ત્યાં સૂર્યના કિરણને આશ્રીને તતકાળ. જાય છે. (૬) વિદ્યાચારણ પણ એવી જ રીતે જાય છે. (૭) જઘાચારણ રૂચક દ્વીપ પ્રત્યે ગમન કરતા, એક જ ઉત્પાતે ત્યાં જાય છે, પાછા ફ્રેતાં એક ઉત્પાતે નંદીશ્વર દ્વીપે આવે છે અને બીજે ઉત્પાતે પોતાને મૂળ સ્થાને આવે છે. (૮) જંઘાચારણા ચારિત્ર અતિશયના પ્રભાવથી થાય છે, તેથી લબ્ધિના ઉપજીવનથી, ઉત્સુક ભાવનાથી, અગર પ્રમાદના સંભવથી, ચારિત્ર અતિશય નિબંધનથી, લબ્ધિની હાનિ થવાથી પાછા ફ્રતા, બે ઉત્પાતે પોતાને સ્થાને આવે છે. (૯) જો મેરુપર્વત ઉપર જવાની ઇચ્છા હોય તો, પ્રથમ ઉત્પાતે પંડક વને જાય છે, પાછા ક્રતા એક ઉત્પાતને નંદન વને જાય છે, બીજે ઉત્પાતે પોતાને મૂળસ્થાને આવે છે. (૧૦) વિધાચારણા, પ્રથમ ઉત્પાતે માનુષ્યોત્તર પર્વતે જાય છે, બીજ ઉત્પાતે નંદીશ્વર દ્વીપે જાય છે, ત્યાં ચેત્યોને વાંદે છે, ત્યાંથી પાછા ફ્રતા એક ઉત્પાતે પોતાને સ્થાને આવે છે. (૧૧) જો મેરુપર્વત ઉપર ગમન કરે તો એક ઉત્પાતે નંદન વને જાય છે, બીજે ઉત્પાતે મેરુપર્વત જાય છે, ત્યાં ચેત્યોને વાંદે છે, ત્યાંથી પાછા ફ્રતા એક ઉત્પાતે પોતાના સ્થાને આવે છે. (૧૨) વિધાચારણા, વિધાના વશવર્તીપણાથી થાય છે, વિધાના પરિશીલનથી સ્કુટ-કુદતર થાય. Page 33 of 51 Page #34 -------------------------------------------------------------------------- ________________ છે, તેથી પાછા ફ્રતા, શક્તિ અતિશયના સંભવથી એક જ ઉત્પાતે પોતાને સ્થાને આવે છે. એ પ્રકારે જંઘાચારણ, વિદ્યાચારણનું સ્વરૂપ કહ્યું. બીજા પણ ઘણા પ્રકારના ચારણો છે. (૧) કેટલોક આકાશગામિના, પલોંઠી વાળી બેઠેલા:, કાર્યોત્સર્ગે રહેલા, પગને ચલાવ્યા વિના આકાશમાં ગમન કરે છે, તે આકાશગામી આકાશચારણા કહેવાય છે. (૨) કેટલાએક સરોવર, નદી, સમુદ્રાદિકના જળના ઉપર, ભૂમિના પેઠે પગલા સ્થાપના કરવામાં કુશળ, અને અપકાયની વિરાધના નહિ કરતા પાણી ઉપર ચાલે છે, તે જળચારણ કહેવાય છે. (૩) કેટલાએક ભૂમિના ઉપર, ચાર આંગુલ જંઘાને ધારણ કરવામાં કુશળ હોય છે, તે જંઘાચારણા કહેવાય છે. (૪) કેટલાએક નાના પ્રકારના વૃક્ષોના, ગુલ્મ, લત્તા, પુષ્પોને લેતા છતાં, અને પુષ્પોના જીવોને નહિ વિરાધતા, પુષ્પ, પાંદડાને આલંબન કરી ગમન કરનારા હોય છે, તે પુષ્પચારણા કહેવાય છે. (૫) કેટલાએક ૪00 યોજન ઊંચા નિષધ, નીલ પર્વતની ટંક છિન્ન શ્રેણિને અંગીકાર કરી, ઉપર નીચે ચડવા ઉતરવામાં, પગલા મુકવામાં નિપુણ હોય છે, તે શ્રેણિચારણા કહેવાય છે. (૬) કેટલાએક અગ્નિશિખાને ગ્રહણ કરી, અગ્નિકાયના જીવોની વિરાધના નહિ કરતા, અને પોતે પણ નહિ બળતા, પગ વિહારને વિષે નિપુણ હોય, તે અગ્નિશિખાચારણા કહેવાય છે. (૭) કેટલાએક ઊંચી તથા તિરછેં જતી ધૂમશ્રેણિને આલંબન કરી, અખ્ખલિત રીતે ગમન કરનારા હોય છે તે ધૂમચારણા કહેવાય છે. (૮) કેટલાએક નાના નાના વૃક્ષોના અંતરના મધ્ય ભાગના પ્રદેશને વિષે બંધાયેલ, મર્કટતંતુઓને વિશેષ આલંબન કરી, પગલાને ઉપાડતા-મૂક્તા, મર્કટતંતુને નહિ છેદતાં અખ્ખલિત રીતે ગમન કરનારા હોય છે તે મર્કટતંતુચારણા કહેવાય છે. (૯) કેટલાએક ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્રાદિક, અન્યતમ જ્યોતિષીના રશ્મિના સંબંધવડે કરી પૃથ્વી ઉપરના જ પેઠે ચાલવામાં પ્રવીણ હોય છે, જ્યોતિષચારણા કહેવાય છે. (૧૦) કેટલાએક પ્રતિલોમ, અનુલોમ, નાના પ્રકારની દિશાને વિષે ગમન કરતા, પવનના ચાલવાના પ્રમાણમાં, તે તે દિશા વિષે મુખ કરી, પવનના પ્રદેશને અગીકાર કરી, અખ્ખલિત ગતિવડે પગલાને મૂતા-ઉપાડતા, ગમન કરનારા હોય છે તે વાયુચરણા કહેવાય છે. (૧૧) કેટલાએક નીહારને આલંબન કરી, અપકાયના જીવોને પીડા નહિ કરતા અસંગ ગતિને કરતા ચાલનારા હોય છે, તે નીહારચારણા કહેવાય છે. (૧૨) એ પ્રકારે મેઘચારણા, વશ્યાયચારણા , íચારણા વિગેરે ઘણા પ્રકારના ચારણા હોય છે. લબ્ધિવંત મુનિમહારાજાઓ આર્યરક્ષિતસૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં ત્રણ મુનિમહારાજાઓ લબ્ધિવંત હતા, (૧) વસ્ત્રપુષ્પમિત્ર, (૨) ધૃતપુષ્પમિત્ર, (૩) દુર્બલિકાપુષ્પમિત્ર. (૧) વસ્ત્રપુષ્પમિત્ર :- દ્રવ્યથી ગરચ્છને જેટલા વસ્ત્રો જોઇએ તેટલા લાવે, ક્ષેત્રથી મથુરા નગરીના હોય, કાળથી શીતઋતુ અગર વર્ષાબદતું હોય, ભાવથી કાયાથી દુર્બલ સ્ત્રી હોય, દુ:ખી હોય, સુધાથી મરતી હોય, ઘણો કલેશ ધારણ કરી, સુતર કાંતી વણાવેલ હોય, અને કાલે સારો દિવસ છે તેથી પહેરીશ એવી ભાવનાથી રાખી મૂકેલ હોય, એવા વખતમાં ઉપરોક્ત લબ્ધિધારી સાધુ આવીને, જો વસ્ત્ર માગે, તો હર્ષથી, તુષ્ટિથી તુરત તે વસ્ત્ર આપી દે છે. Page 34 of 51 Page #35 -------------------------------------------------------------------------- ________________ (૨) ધૃતપુષ્પમિત્ર :- દ્રવ્યથી ગચ્છને જેટલું ઘી જોઇએ તેટલું લાવી આપે છે, ક્ષેત્રથી ઉજ્જયિની નગરીનું હોય, કાળથી જેઠ અશાડ માસ હોય, ભાવથી એક બ્રાહ્મણી સગર્ભા હોય, જાતિથી જ પોતાનો ભત્તર રૌરવ હોય, તેને કહે કે મારે પ્રસવ સમયે ઘી જોશે માટે ભીખ માગીને થાડું થોડું ભેગું કર, બેરીના કહેવાથી તેણે પણ દિવસે દિવસે, પળી પળી ભીખ માગી છ માસે ઘડો ભરી દઇ, તે બ્રાહ્મણીને આપ્યો હોય તે વખતે ઉપરોક્ત લબ્ધિવંત મુનિ આવીને માગે તો હર્ષથી, તુષ્ટિથી તમામ ઘી આપી દે છે. (૩) દુર્બલિકાપુષ્પમિત્ર :- નવ પૂર્વથી અધિક ભણેલા હતા, તને નિરંતર નવીન જ્ઞાન મેળવવાની ચિંતાથી અને ભણેલું પરાવર્તન ન કરે તો ભૂલી જવાની ચિંતાથી ઘણો સબળ આહાર કરવા છતાં પણ તદ્દન દુર્બલ દેખી, તેમના સગા સંબંધીયો આવીને ગુરુજીને કહેવા લાગ્યા કે, શું દુનિયામાં અન્ન નથી ? શું તમોને કોઇ અન્ન આપતું નથી કે તમોયે અમારા સગાને દુર્બલ બનાવી દીધા ? ગુરુજીએ વાત કર્યા છતાં નહિ માનવાથી કેટલાયેક દિવસ તેમના જ સગા સંબંધીએ આપેલ આહાર કરાવ્યો છતાં દુર્બલ જ રહેવાથી તેના સંસાર પક્ષના સગાસંબંધીનો વહેમ ગયો, અને સબળ આહાર કરાવ્યા છતાં પણ નવીન ભણવાની ચિંતાથી, અને જૂનું ભણેલું સંભારવાની ચિંતાથી જ તેઓ અત્યંત દુર્બલ રહે છે તેમ માન્ય કર્યું. ગુરુ –ગુણો ગુરુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના જાણકાર હોય છે. ગુરુ વ્યવહાર નિશ્ચય, ઉત્સર્ગ અપવાદ માર્ગના જાણકાર હોય છે. ગુરુ પંચમહાવ્રતાદિકનું પ્રતિપાલન કરનારા હોય છે. ગુરુ પંચ શુદ્ધ સમિતિના ધારણ કરનારા હોય છે. ગુરુ પાંચ પ્રકારના નિર્મલ આચારને પાલન કરનારા હોય છે. ગુરુ ત્રણ પ્રકારની ગુપ્તિવડે સુશોભિત હોય છે. ગુરુ સ્થિરતાને આલંબન કરનારા હોય છે. ગુરુ કપાયથી મુક્ત થયેલ હોય છે. ગુરુ રાગ દ્વેષથી રહિત હોય છે. ગુરુ નિરંતર ઉપદેશ આપવામાં રક્ત હોય છે. ગુરુ પરશાસ્ત્રના જાણકાર હોય છે. ગુરુ આદેય વચન યુક્ત હોય છે. ગુરુ એક વાર દેખેલને ફરીથી ઓવખી શકનાર હોય છે. ગુરુ સ્મરણાદિક યુક્ત હોય છે. ગુરુ પટુ પંચેંદ્રિય યુક્ત હોય છે. ગુરુ બાહ્ય સંસર્ગવર્જિત હોય છે. ગુરુ રોગ રહિત હોય છે. ગુરુ કૃતજ્ઞ વિચારશીલ હોય છે. ગુરુ મૃદુ વાણી યુક્ત પંડિત હોય છે. ગુરુ અભિગ્રહને ધારણ કરનારા હોય છે. ગુરુ ગુરુગુણ આશ્રિત હોય છે. ગુરુ સિદ્ધાંતનાં પારગામી હોય છે. ગુરુ બુદ્ધિ-વૃદ્ધિ સમન્વિત હોય છે. ગુરુ સર્વ કદાગ્રહ મુક્ત હોય છે. Page 35 of 51 Page #36 -------------------------------------------------------------------------- ________________ ગુરુ વિષયથી વિરક્ત હોય છે. ગુરુ ગંભીર, ધીર તથા જનહિતકારી હોય છે. ગુરુ પ્રમાદ રહિત તથા દયાળુ હોય છે. ગુરુ તત્વજ્ઞ તથા ગ્રંથ કરનારા હોય છે. ગુરુ સૌમ્ય સ્મૃતિ યુક્ત હોય છે. ગુરુ અપ્રતિશ્રાવિ તથા સર્વગુણસંપન્ન હોય છે. ક્રોધરૂપી અંધકારને નાશ કરવામાં ગુરુ સૂર્ય સમાન, માનરૂપી પર્વતને તોડી નાખવામાં વજ સમાન, માયારૂપી વેલડીને બાળવામાં હિમસમાન, લોભરૂપી સમુદ્રને શોષણ કરવામાં અગસ્તિ કષિ સમાન, સામ્યતારૂપી વેલડીને પુષ્ટ કરવામાં બગીચા સમાન, મહાવ્રતો વડે મનોહર લબ્ધિના ભંડાર, મૂર્તિમાન્ શ્રી. જૈન ધર્મ સમાન, મહાસાત્ત્વિક આત્મારામી, સંસારસાગરમાં જહાજ, શિવમાર્ગસાધક, કર્યબાધક, ભવનાથ, જગત જીવનાથ, સનાથ હોય છે. કોઇક પદ્માસનવાળા, કોઇક વજાસનવાળા, કોઇ વોરાસનવાળા, કોઇક મયૂરાસનવાળા, કોઇક ભદ્રાસનવાળા, કોઇક દંડાસનવાળા, કોઇક હંસાસનવાળા, કોઇક કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહેલા, કોઇક શીલાંગ રથ પરાવર્તન કરનારા, કોઇક કાલ અનુષ્ઠાન ક્રિયા કરનારા, કોઇક દક્ષ મહાત્માએ બતાવેલા. ભાંગાઓને ગણવાવાળા, કોઇ સિદ્ધાંતને વાંચનારા, કોઇક પાત્રાને લેપ કરનારા, કોઇક મીનપણું ધારણ કરનારા, કોઇક સાધુઓને ભણાવનારા, કોઇક કર્મગ્રંથસ્થિત કર્મપ્રકૃતિને વિચારનારા, કોઇક સ્વાધ્યાય ધ્યાન કરનારા, કોઇક ધ્યાનમાં મસ્ત બનેલા, કોઇક સિદ્ધાંતને ભણનારા, કોઇક ભાષ્ય, કોઇક ચૂર્ણ આદિ પદોના વ્યાખ્યાન કરનારા, કોઇક પ્રશ્ન કરનારા, કોઇક ભવ્ય જીવોના સંશય છેદનારા, કોઇક પ્રકરણોને વનારા, કોઇક તીવ્ર તપને તપનારા, કોઇક કર્મશત્રુઓને જીતવા કટિબદ્ધ થએલા, એવા મુનિરાજાઓ હોય છે. “गुशब्दस्त्वंधकाराख्यो, रुशब्दस्तनिरोधक: । ૩મયો: સંમિનિqq, ગુરુરિત્યમિઘીયતે IIઝી” ભાવાર્થ - ગુ શબ્દ અંધકારવાચી છે અને રુ શબ્દ અંધકારનો નાશ કરનાર છે. આ બન્ને દત્તક મળીને ગુરુ શબ્દ કહેવાય છે. આ શબ્દમાં ઘણો ગુણ છે, કારણ કે મિથ્યાત્વ તેમજ પાપરૂપી અંધકારને જે રોકે તેજ ગુરુ કહેવાય છે. “गुरुर्विना को नहि मुक्तिदाता, गुरुर्विना को नहि मार्गगता । गुरुर्विना को नहि जाड्यहर्ता, गुरुर्विना को नहि सौख्यकर्ता ||१||" ભાવાર્થ - અનાદિ કાળથી સંસારમાં રઝળતા જીવોને પરિભ્રમણનું દુઃખ ટાળી મુક્તિ આપનાર ગુરુ વિના બીજો કોઇ નથી તથા વીતરાગ મહારાજના ઉત્તમોત્તમ માર્ગને ગુરુમુખથી જાણ્યા વિના ગરુ વિના કોઇ મુક્તિમાર્ગ પ્રત્યે ચાલનાર નથી, મિથ્યાત્વરૂપી જડતાથી જડાયેલ જીવોની જડતાને ગુરુ વિના કોઇ હરણ કરનાર નથી, અને ઇહલોક પરલોક તેમજ મુક્તિના પરમ સુખને કરનાર ગુરુ વિના આ જગતમાં કોઇ છે જ નહિ. “सर्वेषु जीवेषु दयालवो ये, ते साधवो मे गुरवो न चान्ये । પારસ્વનિરંજૂરપૂરસ્થા, પ્રાણાતિપાતન વદંતિ ઘર્મ: III” ભાવાર્થ :- જે સર્વ જીવોને વિષે દયાલુપણું ધારણ કરનારા હોય તે સાધુઓજ મારા ગુરુઓ છે, પરંતુ તે સિવાય બીજા નથી જે જીવઘાતવડે કરી ધર્મને કહે છે તે ઉદરપોષણ કરનારા પાખંડીયો છે, માટે તે ગુરૂપદને લાયક નથી. "काष्ठे च काष्ठांतरता यथास्ति, दुग्धे च दुग्धांतरता यथास्ति । Page 36 of 51 Page #37 -------------------------------------------------------------------------- ________________ जले जले चांतरता यथास्ति, गुरी गुरी चांतरता तथारित ||१||" ભાવાર્થ :- જેમ કાષ્ઠ કાષ્ઠમાં અંતર હોય છે, જેમ દૂધ દૂધમાં અંતર હોય છે, જેમ પાણી પાણીમાં અંતર હોય છે, તેમ તેમ ગુરુ ગરુમાં અંતર (ફાર) હોય છે, આથી સમજવું કે ગુરુગુરુમાં પણ ઉત્તમ, મધ્યમ, જઘન્ય, ગુણ, નિર્ગુણ સામાન્ય, પ્રગભપણું વિગેરે તારતમ્યપણું હોય છે. તમામ પ્રકારનો ઉપદેશ કરવાથી જંગમ તીર્થરૂપ, અને ધર્મરૂપી ચક્ષને ખુલ્લી કરવાથી ગૃહસ્થાશ્રમી. જીવોને ગુરુ પૂજવા લાયક છે, કારણ કે ગુરુના ઉપદેશ વિના પંડિતપુરુષો પણ ધર્મના રહસ્યને જાણી શકતા નથી. વિધા, કળાઓ, રસ, સિદ્ધિઓ, ધર્મનું તત્ત્વ, ધન સંપાદન કરવું -એ સર્વ ડાહ્યા મનુષ્યોને પણ, ગુરુ ઉપદેશ વિના પ્રાપ્ત થતાં નથી. માતા, પિતા, ભાઇ વિગેરે સર્વના હણમાંથી મનુષ્ય મુક્ત થઇ શકે છે, પરંતુ ગુરુના દેવામાંથી સેંકડો ઉપાયોથી મુક્ત થઇ શકતો નથી. માતા, પિતા વગેરે સગા વહાલા જ્યાં જ્યાં જન્મ થાય ત્યાં ત્યાં મળે છે પણ ધર્મોપદેશક સદ્ગુરુ તો મહાન પુન્યોદયથી કવચિત્ જગ્યાએ જ મળે. છે, સગુરુરૂપ ચિંતામણિરત્ન પ્રાપ્ત થવું બહુ જ મુશીબત છે. આઠ પ્રદારના ગરૂઓ (૧) નીલચાસ પક્ષી સમાન ગુરુ જેમ નીલચાસ પક્ષીમાં પાંચ વર્ષો સુંદર હોવાથી, તે શકુનમાં જોવા લાયક છે, પણ ઉપદેશ વચન સુંદર નથી અને કીડા આદિના ભક્ષણ કરવાથી ક્રિયા પણ સારી નથી, તેવી રીતે કેટલાક નામધારી ગુરુઓનો વેષ દેખાવમાં તો સુવિહિત સાધુ જેવો હોય છે, પણ ઉત્સુકની પ્રરૂપણા કરવાથી ઉપદેશ શુદ્ધ નથી, તથા ક્રિયા પણ મૂલ ગુણ ઉત્તરગુણરૂપ નથી. પ્રમાદથી શુદ્ધ આહારાદિકની ગવેષણા પણ નથી તેમજ ષકાયની વિરાધના કરવાથી ગૃહસ્થ સમાન છે, હાલમાં તેઓ બહુ જ છે, ભૂતકાળમાં કુલવાલુકાદી જાણવા, તેમાં વેષ સુવિહિત નહોતો, પણ માગધિકા વેશ્યામાં લુબ્ધ થવાથી, ક્રિયા સારી નહોતી, તથા વિશાલા નગરીના ભંગનું કારણભૂત પોતે થઇ, મહા આરંભાદિકથી વ્રતોનું ખંડન કરવાવાલો થયેલો છે. (૨) કૌચ પક્ષીના સમાન ગુરુ ક્રૌંચ પક્ષીનું રૂપ સારૂં નથી. તથા કીડા આદિકને ખાવાથી કેવલ ક્રિયા પણ સારી નથી, ક્ત ઉપદેશ (વચન) મીઠા ધ્વનિવાલો છે તેવા પ્રકારે કેટલાક ગુરુઓને, ચારિત્રધારી સાધુઓના સમાન વેષનો. અભાવ હોવાથી રૂપ નથી, તથા પ્રમાદ આચરણથી ક્રિયા પણ સારી નથી, પણ શુદ્ધ માર્ગની પ્રરૂપણા કરવાનો ઉપદેશ સારો છે. મરીચી આદિ વેષધારી પરિવ્રાજકના પેઠે, એક યથાજીંદી સિવાય, પાસત્યો, ઓસન્નો કુશીલ, સંસક્ત, આચાર શુદ્ધ પ્રરૂપણા કરનારા હોઇ શકે છે. (3) ભમરાના સમાન ગુરુ કાળો વર્ણ હોવાથી ભમરામાં રૂપ સારૂં નથી, મધુર વચન પણ નથી, પરંતુ પુષ્પોને પીડા કર્યા સિવાય પુષ્પોથી રસ ગ્રહણ કરવાથી કેવલ ક્રિયા જ સારી છે, તેવી જ રીતે કેટલાક ગુરુઓમાં સાધુનો વેષ તેઓ ઉપદેશ આપવા લાયક પણ નથી, પરંતુ ક્રિયાયુક્ત છે, જેમ પ્રત્યેક બદ્ધાદિકોમાં, પ્રત્યેકબુદ્ધ, સ્વયંબુદ્ધ, તીર્થકરાદીક જો કે સાધુ છે, પરંતુ તીર્થગત સાધુઓની સાથે પ્રવચનલિંગથી સાધર્મિક નથી, સાધવેષ પણ નથી, ઉપદેશ પણ નથી, દેશનાના સેવક પ્રત્યે કબુદ્વાદિરિ ત્યાગમાત તે જ Page 37 of 51 Page #38 -------------------------------------------------------------------------- ________________ ભવમાં મોક્ષગામી હોવાથી ક્રિયા તો સારી જ છે. (૪) મોર સમાન ગુરુ જેમ મોરમાં પાંચ વર્ણો સુંદર હોવાથી તેનું રૂપ સારુ છે, ઉપદેશ શબ્દ પણ સુંદર છે, મધુર છે; પણ સર્પાદિકના ભક્ષણ કરવાથી ક્રિયા સારી નથી, તેમ કેટલોક ગુરુઓમાં વેષ અને ઉપદેશ સારા છે, પણ ક્રિયા સારી નથી. મંગુ આચાર્યાદિકનું દ્રષ્ટાંત આ બાબાતમાં જાણવું. (૫) કોયલ સમાન ગુરુ કોયલમાં રૂપ સારુ નથી, વચન પંચમ સ્વર ગાવાથી મધુર છે, આંબાની શુદ્ધ માંજર ભક્ષણ રૂપ ક્રિયા પણ સારી છે, તેમ જ કેટલાયેક ગુરુઓનો વેષ સારો નથી, સરસ્વતી સાધ્વીને વાળવા ગયેલ ગર્દ ભોલ્લઉછેદી કાલિકાચાર્યના પેઠે, સિવાય ઉપદેશ ક્રિયા સારા હતા. (૬) હંસ સમાન ગુરુ હંસનું રૂપ સારું છે, ક્રિયા કમલના બીસતંતુઓને ભક્ષણ કરવાથી સારી છે, પણ ઉપદેશ (વચન) મધુર ધ્વનિ નથી, તેવા પ્રકારે કેટલાયેક ગુરૂઓમાં સાધુપણાનો વેષ સારો છે, તથા ક્રિયા પણ સારી છે, પરંતુ વચન સારૂ નથી, ઉપદેશ નથી, ગુરૂ મહારાજાએ આજ્ઞા નહી આપવાથી ધન્નાશાલિભદ્રાદિકની પેઠે ઉપદેશ આપી શકતા નથી. (૭) પોપટ સમાન ગુરુ પોપટનું રૂપ સુંદર છે, તથા સૂક્તાદીકના બોલવાથી શબ્દ પણ સારો છે, સુંદર દ્રાક્ષ દાડીમાદિકના ફ્ળો ભક્ષણ કરવાથી ક્રિયા પણ સારી છે, તેવી જ રીતે કેટલાયેક ગુરુઓના વેષ, ઉપદેશ અને ક્રિયા વિગેરે ગુણો સારા હોય છે. શ્રીમાન્ જંબુસ્વામીજી મહારાજની પેઠે. (૮) કાગડાના સમાન ગુરુ જેમ કાગડામાં રૂપ નથી, શબ્દો કઠોર હોવાથી ઉપદેશ પણ સારો નથી, બાળક, બુઢા, રોગી, જાનવરો આદિની આંખો ફોડી નાખવાથી ક્રિયા પણ સારી નથી, માંસાદિકના ભક્ષણ કરવાથી ક્રિયા સારી નથી, તેવી જ રીતે કેટલાયેક સાધુઓમાં વેષ, ઉપદેશ, ક્રિયા સારી નહી હોવાથી આ ત્રણે અશુદ્ધી હોવાથી, પાસત્યાદિક તથા પરતિર્થીયોને કાગડા સમાન ગુરુ કહેલા છે. સુસાધુ ગુણો “ગયાંવનિરાલંવો, હુઁન ઘરામંડલં વ સવ્વસહો | મેરુત્વ નિવÓપો, મંમીરો નીર નાહુવ ||9|| चंदुत्व सोमले सो, सुरुव्वफुरंत उग्गतवतेओ । सीहुव्व असंखो भो, सुसीयलो चंदणवंणं व ||२|| पवणुव्व अपडिबध्धो, भारंडविहंगमुव्वअप्पमत्तो । મુદ્ધવર્તુળ વિયારો, સાયરસલિનં ૫ સુદ્ધમળો ।।।।” ભાવાર્થ :- સુસાધુ આકાશના પેઠે આલંબન રહિત હોય છે. પૃથ્વીના પેઠે સર્વને સહન કરનાર હોય Page 38 of 51 Page #39 -------------------------------------------------------------------------- ________________ છે. મેરુના પેઠે સ્થિર હોય છે. સમુદ્રના પેઠે ગંભીર હોય છે. (૧) ચંદ્રમાની પેઠે સૌમ્ય લેશાયુક્ત હોય છે. સૂર્યના પેઠે ઉગ્ર તપ તેજધારી હોય છે. સિંહના પેઠે અક્ષુબ્ધ હોય છે. ચંદનવનના પેઠે સારી રીતે શીતલ હોય છે. (૨) પવનના પેઠે અપ્રતિબદ્ધ હોય છે. ભારંડ પક્ષીના પેઠે અપ્રમત્ત હોય છે. નાની બાળકન્યાના પેઠે વિકાર રહિત હોય છે. શરદઋતુના પાણીના પેઠે નિર્મલ મનવાળો હોય છે. (૩) સાધુસેવાનું ફલ “મિમમળવંદ્ળ નમંસોળ, પડિવુચ્છોળ સાહૂણં | વિરસંપિયંપિ જ્ન્મ, ચોળ વિરલત્તળનુવે ||9||” ભાવાર્થ :- સાધુઓના સન્મુખ જવાથી તથા વંદન, નમન તેમજ શરીર સંબંધી નિરાબાધતાના સમાચાર પૂછવાથી ઘણા કાળનું સંચિત કરેલું પાપકર્મ ક્ષણવારમાં સ્વલ્પપણાને પામે છે. અર્થાત્ ઉપરોક્ત પ્રમાણે કરવાથી સાધુસેવક ઘણા જ કર્મને છેદી નાખે છે. સાધુઓની સેવામાં ફ્ળ છે, એટલું જ નહિ પણ ગ્લાન સાધુની સેવા કરવાનું ફ્લ પણ અતિ પ્રબલ કહ્યું છે. જુઓ. किं मंते ! जे गिलाणं पडियरइसे धन्ने, उयाहु जे तुमं दंसणेण पडियरह से धन्ने ! गोयमा ? जे गिलाणं पडियरह से धन्ने सेकेण देणं भंते ? इवं वुच्चइ ! गोयमा ! जे गिलाणं पडियरह सेमं दंसणेण पडिवज्जइ, जेमं दंसणेण पडिवज्जह से गिलाणं पडियरह, आणाकरणसारं खु अरहंताणं दंसणं, एएण देणं गोयमा ! एवं वुच्चइ, जे गिलाणं पडियरह सेमं पडिवज्जइ, जेमं पडिवज्जइ से गिलाणं पडियरइ इति । ભાવાર્થ :- હે ભગવન્ ! જે ગ્લાનની સેવા કરે તે ધન્યવાદને યોગ્ય છે ? કે જે તમારા દર્શનને અંગીકાર કરે છે તે ધન્યવાદને યોગ્ય છે ? હે ગૌતમ ! જે ગ્લાનની વૈયાવચ્ચ કરે છે તેને ધન્યવાદ છે. હે ભગવન્ ! જે ગ્લાનની વૈયાવચ્ચ કરે છે તેને ધન્યવાદ શા કારણથી આપેલ છે ? હે ગૌતમ ! જે ગ્લાનની વૈયાવચ્ચ કરે છે, તે મહારા દર્શનને પામેલા છે, તે ગ્લાનની વૈયાવચ્ચને કરનારા છે, કારણ કે ભગવાનની આજ્ઞાને માનવાનું જે સારભૂત છે તેજ નિશ્ચય અરિહંત ભગવાનનું દર્શન કહેલ છે. તે કારણ માટે એમ કહ્યું છે કે હે ગૌતમ ! જે ગ્લાનની સારવાર વૈયાવચ્ચ કરે તે મારા દર્શનને પામેલા છે. અને જે મહારા દર્શનને પામેલા છે, તે ગ્લાનની વૈયાવચ્ચ સારવાર કરે છે. આ ઉપરથી એ સમજવાનું છે કે ગ્લાનીની વૈચાવચ્ચ કરનારા ભગવાનના વચનને માનનારા છે, અને નહિ વૈયાવચ્ચ કરનારા ભગવાનના દર્શનને માનનારા નથી એમ સચોટ જણાવે છે; માટે ઉત્તમ જીવોએ ગ્લાનીની વૈયાવચ્ચ કરવા ચૂકવું નહિ એટલું જ નહિ પરંતુ દ્રઢભાવથી વૈયાવચ્ચ કરવી. ઉપદેશ એક્વીશમો ये व्यापारपरायणाः प्रणयिनी प्रेमप्रवीणाश्च ये । ये धान्यादिपदिग्रहाग्रहगृहं सर्वाभिलाषाश्च ये ।। ये मिथ्यावचनप्रपंचचतुरा येडहर्निशं भोजिन । स्ते सेव्या न भवोदधौ कुगुरवः सच्छिद्रपोता इव ।। ભાવાર્થ :- જે વ્યાપાર કરવામાં તત્પર હોય, જે સ્ત્રીયોના સાથે પ્રેમ કરવામાં પ્રવીણ હોય, જે ધાન્યાદિક પરિગ્રહને ગ્રહણ કરવાના આગ્રહના ઘર જેવા હોય અર્થાત્ અત્યંત પરિગ્રહધારી હોય જે સર્વ વસ્તુ પદાર્થાદિકના અભિલાષી હોય, જે મિથ્યાવચનો બોલવાના પ્રપંચોમાં ચતુર હોય, જે નિરંતર ભોજન કરનાર હોય. તે કુગુરુઓને ભવરૂપી સમુદ્રમાં બડાડવાવાળા માની સેવવા નહિ. જેમ સમુદ્રના પારને પામવાની ઇચ્છા કરનારા જીવો સમુદ્રમાં છિદ્રવાળા વહાણમાં નહિ બેસતા તેનો ત્યાગ કરે છે તેમ ઉત્તમ Page 39 of 51 Page #40 -------------------------------------------------------------------------- ________________ જીવોએ ભવસમુદ્રને તારવાવાળા સુગુરુનું સેવન કરી ઉપરોક્ત કુગુરુઓનો ત્યાગ કરવો. પાંચ પ્રકારના શુરૂઓ (૧) પાસFો, (૨) ઉસન્નો, (૩) કુશીલ, (૪) સંસક્ત, અને (૫) યથાશ્કેદી એ પાંચે કુગુરુઓ કહેલ છે. (૧) પાસો બે પ્રકારે છે. (૧) સર્વથી પાસભ્યો અને (૨) દેશથી પાસFો. તેમાં પોતાના રાગી શ્રાવકને સંભાળીને રાખે, અને સારા સાધુઓની સોબત કરતા અટકાવે, ભોળા લોકોને ભરમાવે, પોતાના અવગુણોને ઢાંકે, પારકા અવગુણને દેખે, મોક્ષમાર્ગ પૂછનારા ભવ્ય જીવોને અવળો માર્ગ બતાવે અને સારા સાધુઓની નિંદા કરે. એમ અનેક અવગુણથી ભરેલો હોય તે સર્વથી પાસત્યો કહેવાય. દેશપાસત્યો-શય્યાતરનો તથા રાજાનો પિંડ કારણ વિના ગ્રહણ કરે, તથા સન્મુખ લાવેલો આહાર લે, દેશ, નગર, કુલ વિગેરેમાં મમતાવાળો, શુદ્ધ કુળમર્યાદાને ઉત્થાપનારો, વિવાહ મહોત્સવને જોનારો, જેવા તેવા માણસોનો પિરચય કરનારો અને મહાવ્રતનો ત્યાગ કરી પ્રમાદમાં પડેલો તે દેશથી પાસત્યો કહેવાય છે. (૨) ઉસત્રો ગળીયા બળદની જેમ મહાવ્રતાદિકના ભારને ઉપાડે તે ઓસન્નો જાણવો. તે પણ દેશથી અને સર્વથી એમ બે પ્રકારે હોય છે. તેમાં રોષકાળે કારણ વિના પાટ પાટલા વાપરે, અમુક શ્રાવકના ઘરનું જ લાવેલું મારે ભોજન લેવું ઇત્યાદિ દોષયુક્ત પિંડ લેવાવાળો જ હોય છે તે સર્વથી ઓસન્નો કહેવાય છે. દેશથી તો. પ્રતિક્રમણાદિક ઠેકાણા ઓછા વધારે કરે, અને સુગુરુનું વચન જાળવે નહિ, રાજ વેઠી કામ કરનાર અને ઉપયોગ વિના કામ કરનાર એમ કરવાથી આગામી ભવે જેને ચારિત્ર મળવું મહાદુર્લભ છે તેવો અને પોતાના શિષ્યોને પણ ક્રિયામાં શિથિલ કરનાર હોય તે દેશથી ઓસન્નો કહેવાય છે. (3) કુશીલ જ્ઞાન, દર્શન, ચારિત્રના ભેદથી ત્રણ પ્રકારે કુશીલ હોય છે એટલે ત્રણ રત્નોની આરાધના ન કરે તો કુશીલ જાણવો જેમકે જ્ઞાનથી કાલે વિણયે બહુમાણે ઇત્યાદિ જ્ઞાનાચારનો ભંગ કરે, દર્શનથી નિસંકિયા નિર્કખિય ઇત્યાદિ દર્શનાચારનો ભંગ કરે, ચારિત્રાથી પણિહાણ જોગજુત્તો, પંચહિસમદહિં તિહિં ગુત્તિહિં, ઇત્યાદિ ચારિત્રચારનો ભંગ કરે, શોભા માટે સ્નાન કરે, ઔષધ આપવા વૈદક વિગેરેના કામો કરે, અને પ્રશ્ન વિધાપ્રમુખના બળથી કારણ વિના પોતાને મનાવવા, પૂજાવવા નિમિત્તાદિકને કહે, તેમજ જાતિલ પ્રમુખથી આજીવિકા કરે, અને કપટનો ભંડાર સ્ત્રી પ્રમુખના અંગલક્ષણ કહે, નીચમાર્ગે મંત્રાદિકના કામ કરે-ઇત્યાદિ ચારિત્રને દૂષણ લગાડવાના કાર્યો કરવાથી ચારિત્ર કુશીલ ગણવો. (૪) સંસક્ત જે ઠેકાણે જાય ત્યાં તેના જેવો થઇ જાય અને નાટકીયાની જેમ બહુરૂપી થઇને , શ્રી તીર્થકર મહારાજના વેષને વગોવે તે અશુભ સંક્ત કહેવાય છે. કેમકે આગમના અર્થો બે પ્રકારે છે. શુભ અને અશુભ તેમાં જો મહાવ્રતાદિ મૂળ ગુણમાં તથા પિંડવિશુદ્વિ પ્રમુખ ઉત્તરગુણમાં થતાં દોષોને નિવારનાર શુદ્ધયોગી પુરુષોની સાથે એટલે સંવેગી પુરુષોની સાથે આગમનો અર્થ મળ્યો હોય તો શુભ રીતે પરિણમ શુભ કહેવાય છે, અને તે જ આગમનો અર્થ જો પાસત્યાદિ સાથે મળ્યો હોય તો પ્રાયઃ કરી Page 40 of 51 Page #41 -------------------------------------------------------------------------- ________________ અશુભ રીતે પરિણમવાથી અશુભ કહેવાય છે. કેમકે લીંબડાના સમાગમથી મીઠા આંબામાં પણ કડવાશ. આવે છે, તો આ ઠેકાણે આંબાના જેવા આગમો જાણવા અને લીંબડાના સમાન પાસત્યાદિ જાણવા. અહીં અશુભ સંસક્તો એટલે પ્રાણાતિપાતાદિ પાંચ આશ્રવમાં અને દ્વિગારવાદિકમાં આસક્ત હોય, બહુકામી હોય, માહથી ઘેરાયેલ હોય તે અશુભ સંસક્તો જાણવો, અને આગમના જાણ શુદ્ધ માર્ગે ચાલનારા ગીતાર્થ પ્રમુખ જે સંવેગી પુરુષો હોય, તે શુભ સંસકતા જાણવા, પણ અહીં કુગુરુના સંબંધમાં અશુભ સંસક્તો ગ્રહણ કરવો. (૫) યથાશ્ચંદી જેનસૂત્રથી વિરુદ્વાચારે ચાલતો હોય, અનેસૂત્ર વિરુદ્ધ બોલીને ઉસૂત્રની પ્રરૂપણા કરનાર, અને સ્વેચ્છાએ વર્તનાર હોય તે યથારજીંદી કહેવાય છે. તેમાં જે વચનો સૂત્ર અને પરંપરાથી મળતાં ન હોય તે વચન ઉસૂત્ર કહેવાય છે. ગારવમાં મચ્યો રહે અને ગૃહસ્થ કરતાં પણ નીચ કાર્ય કરે, ભોળા લોકોને ભરમાવવા માટે પોતાની મતિકલ્પિત વચનો બોલે-જેમક હે ભાઇઓ ! આપણે એકલી મુહપત્તિથી પડિલેહણ કરીશું, માટે ચરવળાનું શું કામ છે ? અને આપણે પાત્રામાં માથું કરીશું માટે ફંડીનું શું કામ છે ? અથવા ચોલપટ્ટાના આપણે પગલા કરીશું માટે જુદા પડલા રાખવાની કાંઇ જરૂર નથી, અને ચોમાસામાં જો વરસાદ ન આવતો હોય તો સાધુઓને વિહાર કરવામાં શું દોષ છે ? અથવા ચોમાસામાં સાધુઓને વસ્ત્ર વહોરવાથી શું દોષ છે ? વહોરે તો કાંઇ હરક્ત નથી, એમ કુભાષણ કરે અથવા પોતાને ગમતું ન લાગે તો અહો તીર્થંકરે આ પ્રમાણે ક્યાં કહ્યું? ઇત્યાદિ સ્વમતિકલ્પનાથી ભૂત ગ્રસિત અથવા ગાંડા માણસની પઠે બોલે અને તેનું મન પણ શુધ્ધ હોય નહિ તે મિથ્યાદ્રષ્ટિ યથાજીંદી જાણવો. એ પાંચે કુગુરુઓનું વિશેષ સ્વરૂપ શ્રી. વ્યવહાર ભાષ્ય આવશ્યક સૂત્ર તથા યોગબિંદુ વિગેરેમાં છે. શ્રીમાન તીર્થંકર મહારાજનો અવતાર લોકોના કલ્યાણને માટે જ થાય છે, તે ધર્મથી જ થાય છે. શ્રીમાન તીર્થંકર મહારાજાની માતા ચોદ સ્વપ્નોને દેખે છે તે ધર્મથી જ દેખે છે. શ્રીમાન તીર્થકર મહારાજા માતાની કુક્ષીમાં આવે છે ત્યારે ત્રણ જ્ઞાન સહિત હોય છે, તે ધર્મના જ પ્રતાપે. શ્રીમાન તીર્થંકર મહારાજા માતાના ગર્ભમાં આવે છે કે તુરત હે રત્નકુક્ષિધારિણિ ! હે જગન્માત ! તુભ્ય નમઃ એમ બોલી ઇંદ્ર મહારાજા સ્ત્રીને પણ નમસ્કાર કરે છે તે ધર્મના જ પ્રતાપે. " શ્રીમાન તીર્થકર મહારાજાના ઘરને વિષે, ઇંદ્ર મહારાજા સુવર્ણરત્નોની વૃષ્ટિ કરે છે, તે ધર્મના જ પ્રતાપે. શ્રીમાન તીર્થંકર મહારાજના અવતાર સમયે, ત્રણે લોકના જીવો આનંદ પામે છે, એટલું જ નહિ પણ, નારકીના જીવા પણ ક્ષણ માત્ર સુખ પામે છે, તે ધર્મના પ્રતાપે. શ્રીમાન તીર્થકર મહારાજના અવતાર સમયે, હરિણગમેષી દેવ, પાંચસો દેવતાના સાથે, સુઘોષા ઘંટ વગાડી દેવોને ભગવાનનો અવતાર જણાવે છે, તે ધર્મના પ્રતાપે. શ્રીમાન તીર્થકર મહારાજાના જન્મસમયે, અચલ એવું ઇંદ્ર મહારાજનું સિંહાસન ચલાયમાન થાય છે, તે ધર્મના પ્રતાપે. શ્રીમાન્ તીર્થકર મહારાજાના જન્મસમયે, છપ્પન દિકુમારિકા આવી સૂતિકર્મ કરે છે, તે ધર્મના પ્રતાપે. શ્રીમાન્ તીર્થંકર મહારાજાનો જન્મમહોત્સવ કરવા, ચોસઠ ઇંદ્રો પ્રભુને મેરુ પર્વત ઉપર લઇ જઇ, Page 41 of 51 Page #42 -------------------------------------------------------------------------- ________________ દેવ દેવાંગના સાથે સ્નાત્ર મહોત્સવ કરે છે તે ધર્મના પ્રતાપે. શ્રોમાન્ તીર્થકર મહારાજાના અંગૂઠામાં, ઇંદ્રમહારાજ અમૃતને સ્થાપન કરે છે, તે ધર્મના પ્રતાપે. શ્રીમાનું તીર્થકર મહારાજાના, આહાર નિહારને ચર્મચક્ષુ વાળા દેખતા નથી, તે ધર્મના પ્રતાપે. શ્રીમાન તીર્થકર મહારાજા અનંત, રૂપ, બલ, વીર્યના ધણી હોય છે, તે ધર્મના પ્રતાપે. શ્રીમાન તીર્થંકર મહારાજાના કલ્યાણિક દિવસે, ઇંદ્રમહારાજાદિક મહોત્સવ કરે છે, તે ધર્મના પ્રતાપે. શ્રીમાન તીર્થંકર મહારાજા, દીક્ષા લેતી વખતે, બાર માસ પહેલા વાર્ષિક દાનમાં ૩૮૮ ક્રોડ, ૮૦ લાખ સોનામહોરોનું દાન આપે છે તે ધર્મના પ્રતાપે. શ્રીમાન્ તીર્થંકર મહારાજા પોતાના હાથથી દાન લેનારા ભવ્ય જીવોને મુક્તિની છાપ આપે છે, તે ધર્મના જ પ્રતાપે. શ્રીમાન તીર્થંકર મહારાજા દીક્ષા લીધા પછી જેને ઘરે વહોરવા જાય છે તે જીવોને સાડાબાર ક્રોડ સોનૈયાની વૃષ્ટિ સાથે ભવ્યપણાની છાપ આપે છે, તે ધર્મના પ્રતાપે. શ્રીમાન તીર્થંકર મહારાજાના બાર ગુણો, ચોત્રીશ અતિશય, પાંત્રિશ વચનવાણી હોય છે, તે ધર્મના જ પ્રતાપે. શ્રીમાન તીર્થંકર મહારાજા, સુરસંચારિત નવ સુવર્ણકમલો પર પગ મૂકીને વિચરનારા, તથા રૂથ્ય, સુવર્ણ, મણિમય, સમવસરણને વિષે બેસી, ધર્મદેશના આપે છે, તે ધર્મના પ્રતાપે. | શ્રીમાન્ કષભદેવસ્વામીને, ચોરાશી લાખ પૂર્વ વર્ષના આયુષ્યમાં કોઇ દિવસ માથું સરિખું પણ દુ:ખ્યું નથી તથા વર્ષીતપને પારણે સબળ શેરડીના રસનું પારણું કર્યા છતાં પણ તે રસ ઝરી ગયો, તે ધર્મના જ પ્રતાપે. શ્રીમાન અજિતનાથ મહારાજા માતાના ગર્ભમાં આવ્યા પછી, જિતશત્રુ રાજા વિજયારાણી સાથે સોગઠાબાજી રમતાં, એક પણ દાવમાં જીતી શક્યા નહિ, તે ધર્મના પ્રતાપે. શ્રીમાન શાંતિનાથ મહારાજા માતાના ગર્ભમાં આવ્યા બાદ, અચિરામાતાને, સ્નાન કરાવી, પાણી. છાંટવાથી, પ્રથમ હજારો ઉપાયો શાંત કરવા કર્યા છતાં પણ નહિ શાન્ત થયેલ મરકીનો ઉપદ્રવ તુરત શાંત થયો, તે ધર્મના પ્રતાપે. શ્રીમાન શાંતિનાથ, ફÉનાથ, અરનાથ -આ ત્રણે તીર્થકરો એક ભવમાં અલભ્ય ચક્રવર્તીપદ અને તીર્થંકરપદ સમકાળે બે પદ પામ્યા, તે સર્વ ધર્મના પ્રતાપે. શ્રીમાન વર્ધમાનસ્વામીના અવતારે, સિદ્ધાર્થ રાજાના ઘરમાં સર્વથા પ્રકારે દિનપ્રતિદિન તમામ પ્રકારે વૃદ્ધિ થઇ તે ધર્મના પ્રતાપે. ચક્રવર્તીયો, અદ્ભુત સુખના ભોક્તા થાય છે તે ધર્મના પ્રતાપે. બાહુબલી ચક્રવર્તી નહિ છતાં, તમામ બાબતમાં ભરત ચક્રવર્તીને જીત્યા તે ધર્મના પ્રતાપે. સનકુમારને વિવિધ પ્રકારની લબ્ધિયો ઉત્પન્ન થઇ, તે ધર્મના પ્રતાપે. અંબુચીચ રાજા થયો, તે ધર્મના પ્રતાપે. નંદના લેપમય પુરુષો લડ્યા, તે ધર્મના પ્રતાપે. સુભૂમચક્રવર્તીને થાલ ચક્ર થયું, તે ધર્મના પ્રતાપે. કરકંડુરાજાને લાકડી વીજળી થઇ, તે ધર્મના પ્રતાપે. પુણ્યાક્ય રાજાને તૃણવજ થયું, તે ધર્મના પ્રતાપે. પાંચે પાંડવોને સુરંગ રાખ થઇ ગઇ તે ધર્મના પ્રતાપે. ધન્નો, શાલિભદ્ર, કયવન્નો, હદ્ધિ-સિદ્ધિના ભોક્તા થયા, તે ધર્મના જ પ્રતાપે. Page 42 of 51 Page #43 -------------------------------------------------------------------------- ________________ વસ્તુપાળને સ્વપ્ન આપી, દક્ષિણાવર્ત શંખ મળ્યો, તથા કૃષ્ણ ચિત્રાવેલી મલી તથા ઉત્તમ પ્રકારના લાભો મળ્યા, તે ધર્મના પ્રતાપે. કુમારપાલે અઢાર દેશમાં, અમારીનો પડહ વગડાવ્યો, તે ધર્મના પ્રતાપે. વાસુદેવોને ચક્રવર્તીના રાજ્યથી, અર્ધી બદ્વિ હોય છે, તે ધર્મના પ્રતાપે. વસુદેવનું અદ્ભુત રૂપ અને ૭૨ હજાર સ્ત્રીયોનું સ્વામીપણું થયું, તે ધર્મના પ્રતાપે. વસુદેવની ૭૨ હજાર સ્ત્રીયો મુક્તિમાં ગઇ, તે ધર્મના પ્રતાપે. રોહિણીના પુત્રને ગોખથી નીચે નાખ્યા છતાં પણ અશોકીપણું, તે સર્વ ધર્મના પ્રતાપે. ધમ્મિલકુમારને ચારે તરફ્લી સુખસંપત્તિ મળી, તે ધર્મના પ્રતાપે. વિક્રમરાજાને અગ્નિવેતાલ દેવ વશ, બે સુવર્ણ પુરુષની પ્રાપ્તિ, ભટ્ટ આદિ મિત્રો, પરોપકારરસિકતા, પરસ્ત્રીસહોદરતા, ચંદ્ર, સૂર્ય સુધી કીર્તિ ઉત્પન્ન થઇ, તે ધર્મના પ્રતાપે. અભયકુમારને ઓત્પાતિકી, વેનેયિકી, કાર્મિકી, પારિણામીકી ચાર પ્રકારની બુદ્ધિ ઉત્પન્ન થઇ, તે ધર્મના પ્રતાપે. રોહાની શીધ્ર બુદ્ધિ, તે પણ ધર્મના પ્રતાપે. ડામરદૂતની શીધ્ર બુદ્ધિ, તે પણ ધર્મના પ્રતાપે. બે લાખ યોજનના લવણસમુદ્રની શીખા, સોળ હજાર યોજન ઊંચી ચડે છે, વેલંધર દેવતા પાણીના સમૂહને ધારણ કરી રાખે છે, આવો લવણસમુદ્ર મર્યાદા મૂકી જંબુદ્વીપને બોળી દેતો નથી, તે ધર્મના પ્રતાપે. અગ્નિ તિર્યંગનથી બળતો, તે ધર્મના પ્રતાપે. પવન સર્વ જગ્યાયે વાય છે, તે ધર્મના પ્રતાપે. મેઘ સમગ્ર દુનિયામાં વર્ષી, અન્ન, પાણી, ઘાસની વૃદ્ધિ કરે છે, તે ધર્મના પ્રતાપે. ચિંતામણિ, કામકુંભ, કામધેનુ, કલ્પવૃક્ષ, ચિત્રવેલી, દક્ષિણાવર્ત શંખ, પારસમણિ, વિગેરે દેવતાધિષ્ઠિત પદાર્થોની પ્રાપ્તિ થાય છે, તે ધર્મના પ્રતાપે. સૌધર્મેદ્રને ૩૨ લાખ વેમાન, ૮૪ હજાર પ્રત્યેક દિશામાં રક્ષણ કરનારા દેવો, ૮ ઇંદ્રાણિયો વિગેરેનું પ્રભુત્વપણું તે ધર્મના પ્રતાપે. ચક્રવર્તીને ૯૬ કોટી ગામ, ૯૬ કોટી પાયદળ, ૮૪ લાખ હાથી, ૮૪ લાખ ઘોડા, ૮૪ લાખ રથ, ૧ લાખ બાણું હજાર વારાંગના, ૩૨ હજાર દેશ, ૩૨ હજાર મુકુટબધ્ધ રાજા, ૨૫ હજાર યક્ષ, ૧૪ રત્નો, ૯ નિધિયો વિગેરેનું નાયકપણું તે ધર્મના પ્રતાપે. લોકોના ઘરમાં મદ ઝરનારા મદોન્મત્ત હાથીઓ, જાતિવંત ઉત્તમ ઘોડાઓ વિગેરે સામગ્રી મળે છે, તે ધર્મના પ્રતાપે. શ્રેણિક, વિક્રમ, સંપ્રતિ, આમ, કુમારપાળ વિગેરે મહાન રાજાઓ ધર્મિષ્ટ થયા, તે ધર્મના જ પ્રતાપે. સાધુસિંહ, મુહણસિંહ, ગજસિંહ, જગતસિંહ, સમરરાજ, જગડુશાહ, રત્નાશાહ, વસ્તુપાળ, તેજપાળ, વિમળ, આભુ, બાહડ, ઉદાયન, સાજન, ઝાંઝણ, પેથડ, દેદાશા આદિ, મહામંત્રિયો, અને શ્રીમંતો જૈન શાસનના શણગાર, કોટાકોટી લક્ષ્મીના અધિપતિ થયા, તે ધર્મના પ્રતાપે. શ્રી ભોજ તથા કર્ણાદિકને દાન કરવાની શક્તિ થઇ, તે ધર્મના પ્રતાપે. શ્રી બપ્પભટ્ટસૂરિ નિરંતર સાતસો શ્લોકોને કંઠે કરતા તે ધર્મના પ્રતાપે. શ્રી વજસ્વામી મહારાજાએ પારણામાં સૂતા સૂતા ૧૧ અંગનું જ્ઞાન મેળવ્યું, તે ધર્મના પ્રતાપે. દુર્બલિકા પુષ્પમિત્રને સબળ આહારથી પણ દુર્બલતા તે ધર્મના પ્રતાપે. રિને દરેક ગાથા શ્લોકના સો સો અર્થ કરવાની શક્તિ હતી, તે ધર્મના પ્રતાપે. Page 43 of 51 Page #44 -------------------------------------------------------------------------- ________________ દેવસૂરિ મહારાજાયે ૮૪ વાદમાં જયપતાકા મેળવી, તે ધર્મના પ્રતાપે. હેમચંદ્ર મહારાજાને શ્રી સરસ્વતી દેવીને સિદ્ધ કરવાની શક્તિ તથા કુમારપાળને બોધ કરવાનું સામર્થ્ય હતું, તે સર્વ ધર્મના પ્રતાપનું જ કારણ છે. મલયગિરિ મહારાજાને તથા અભયદેવસૂરિ મહારાજાને સકલ સિદ્ધાંતની ટીકા કરવાનું સામર્થ્ય ઉત્પન્ન થયું હતું તે ધર્મના પ્રતાપે. કિંબહુના સારો દેશ, સારો વેશ, સારૂં રુપ, નિરોગી શરીર, યશમાનવૃદ્ધિ, દાનશક્તિ, ભોજનશક્તિ, રતિશક્તિ, ગીતશક્તિ વિવિધ પ્રકારની સમૃદ્ધિ વિગેરે જીવોને ધર્મના પ્રતાપે જ પ્રાપ્ત થાય છે. “યતો સત્યં તતો લક્ષ્મી, યતો લક્ષ્મીસ્તત: સુવું । યત: સુવું તતા ધર્મ:, યતો ધર્મસ્તતો નય: ||9||” ભાવાર્થ :- જ્યાં સત્ય છે ત્યાં લક્ષ્મી છે, અને જ્યાં લક્ષ્મી છે ત્યાં સુખ છે. જ્યાં અને જ્યાં ધર્મ છે ત્યાં જય છે. “આયુર્વેદ્વિર્યશોવૃદ્ધિ:, વૃદ્ધિ: પ્રજ્ઞાસુશ્રિયાન્ । ધર્મસંતાનવૃદ્વિશ્ય, ધર્માત્ સપ્તાપિવૃદ્ધય: [19]]” ભાવાર્થ :- આયુષ્યની વૃદ્ધિ ૧, યશની વૃદ્ધિ ૨, બુદ્ધિની વૃદ્ધિ ૩, સુખની વૃદ્ધિ ૪, લક્ષ્મીની વૃદ્ધિ ૫, ધર્મની વૃદ્ધિ ૬, સંતાનની વૃદ્ધિ ૭, એ સાતે વૃદ્ધિયો ધર્મથી પ્રાપ્ત થાય છે. “શાવારપ્રમવો ધર્મો, દૃળાં શ્રેયરો મહાન્ । इहलोके परा कीर्तिः परत्र परमं सुखम् ||१|| " સુખ છે ત્યાં ધર્મ છે ભાવાર્થ :- શુભ આચારથી ઉત્પન્ન થયેલો ધર્મ મનુષ્યોને મહાકલ્યાણ કરનાર થાય છે. ઇહલોકને વિષે ઉત્કૃષ્ટ કીર્તિ મળે છે અને પરલોકે પરમ સુખ પ્રાપ્ત થાય છે. “सर्वागमानामाचारः प्रथमं परिकल्पते । શાવારપ્રમવોધર્મો, ધર્મસ્ય પ્રમુદ્યુતઃ ।।શા” ભાવાર્થ :- સર્વ આગમોને વિષે મુખ્ય સારો આચાર કહેલો છે, કારણ કે સારા આચાર થકી ઉત્પન્ન થયેલ ધર્મ કદાપિ કાલે ભ્રષ્ટતા નહિ પામનાર ધર્મનો પ્રભુ છે, અર્થાત્ સદ્ભચારથી કોઇ દિવસ કોઇ માણસ ભ્રષ્ટ થતો નથી. સચાર વિનાના કરેલા તમામ કાર્યો નિરર્થક કહેલા છે. “તાવ—ન્દ્રવાં હતો ગ્રહવાં તારાવલં મૂવલં, तावत सिध्यति वांछितार्थमखिलं तावज्जनः सज्जनः । विद्याराधनमंत्रयंत्र महिमा तावत् कृतं पौरुषं, यावत् पुण्यमिदं सदा विजयते पुण्यक्षये क्षियते ||१|| ” ભાવાર્થ :- જ્યાં સુધી પ્રાણિયોને પોતાના પુન્યકર્મનો ઉદય હોય ત્યાં સુધી જ ચન્દ્રમાનું બલ હોય છે, ગ્રહબલ પણ ત્યાં સુધી જ હોય છે, તારાબલ અને ભૂમિબલ પણ ત્યાં સુધી જ હોય છે. ત્યાં સુધી જ તમામ ઇચ્છિત કાર્યો સિદ્વિભાવને પામે છે ત્યાં સુધી જ લોકો સજ્જનતા ધારણ કરે છે. વિધાનું આરાધન અને મંત્ર, યંત્રનો મહિમા તેમજ કરેલ પુરૂષાર્થ ત્યાં સુધી ફ્લીભૂત થાય છે. સદા વિજય મેળવાવે છે, પરંતુ પુણ્યના ક્ષય થવાથી ઉપરોક્ત તમામ નાશ પામે છે. a “ગૌષધ, મંત્રવાવું ઘ, નક્ષત્ર ગ્રહવેવતા । માન્યણને પ્રસીવંતિ, અમાન્યે યાન્તિ વિાિમ્ 11911” ભાવાર્થ :- ઔષધ, મંત્રજાપ, નક્ષત્ર, ગ્રહો, દેવતા, આ સર્વે ભાગ્યના સમયે પ્રસન્ન થાય છે અને અભાગ્યના ઉદયથી વિક્રિયાને પામે છે. વળી વિચારસંગ્રહને વિષે પણ કેવલજ્ઞાની મહારાજાયે કહેલું છે. Page 44 of 51 Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પુરૂષ જેટલું બળ, ૧ બળદનું હોય છે. ૧૦ બળદ જેટલું બળ ૧ ઘોડાનું હોય છે. ૧૨ ઘોડા જેટલું બળ. ૧ પાડાનું હોય છે. ૫૦૦ પાડા જેટલું બળ ૧ હાથીનું હોય છે. ૫૦૦ હાથી જેટલું બળા ૧ સિંહનું હોય છે. ૨૦૦૦ સિંહ જેટલું બળ ૧ અષ્ટાપદનું હોય છે. ૧૦ લાખ અષ્ટાપદ જેટલું બળ ૧ બળદેવનું હોય છે. ૨ બળદેવ જેટલું બળ ૧ વાસુદેવનું હોય છે. ૨ વાસુદેવ જેટલું બળ ૧ ચક્રવર્તીનું હોય છે. ૧ કોટી ચક્રવર્તી જેટલું બળ ૧ દેવતાનું હોય છે. ૧ કોટી દેવ જેટલું બળ ૧ ઇંદ્રનું હોય છે. અનંત ઇંદ્ર જેટલું બળ ૧ તીર્થંકર મહારાજની ટચલી આંગળીના અગ્રભાગમાં હોય છે. સર્વે જિનેશ્વરો, અનંત બળવાળા હોય છે. સર્વે જિનેશ્વરો, અનંત જ્ઞાનદર્શનવાળા હોય છે. સર્વે સુરેંદ્રોને વંદન કરવા લાયક હોય છે. એવી રીતે પાંચ ગાથાને વિષે તીર્થંકરાદિકનું વર્ણન કરેલ છે. કલ્પસૂત્રબાલાવબોધે, નેમિનાથાધિકારે, અંતરવાચનામાં કહેલ છે. જિનેશ્વર ભગવાનની વાણી શ્રી અરિહંત ભગવંત અનંતજ્ઞાની, કેવળજ્ઞાનભાસ્કર, કુમતઅંધકાર વિનાશક, અમૃતસમ લોચન, પરોપકારી અશરણશરણ, ભવભયહરણ, તરણતારણ, ષકાયરક્ષક, ચોસઠ ઇંદ્ર પૂજિત, ભવ્ય જીવના ભવસમુદ્રતારક, અઢાર દૂષણ રહિત, આઠ મહાપ્રતિહાર્ય શોભિત, ચોટીશ અતિશય , પાંત્રીશ વાણીગુણભૂષિત, ત્રણ લોકના નિષ્કારણ બંધવ, જગજીવસમૂહના હિતાવહ, અનંતજ્ઞાનમય, અનંતદર્શનમય, અનંતચારિત્રમય, અનંતલાભમય, અનંતભોગમય, અનંતઉપભોગમય, અનંતબલમય, અનંતવીર્યમય, અનંતતેજોમય, અનંત અગુરુલઘુમય, અનંતસ્વસ્વરૂપ, આનંદમય, અનંભાવચારિત્રમય, અખંડ, અરૂપી, અશરીરી, અભ્યાસી, અણાહારી, અલેશી, અનુપાધિ, અરાગી, અદ્વેષી, અક્રોધી, અમાની, અમારી, અલોભી, અમોહી, અજોગી, અભોગી, અભેદી, અવેદી, અલેશી, અનંદ્રિ, અસંસારી, અવ્યાબાધ, અગુરુલઘુ, અપરિણામી, મિથ્યાત્વરહિત, કષાયરહિત, જોગરહિત, ભોગરહિત, સિદ્વસ્વરૂપી, સ્વસ્વભાવનો કર્તા, પરભાવનો અભોક્તા, ત્રિજગવંદન, સકલરિતનિકંદન, પૂર્ણાનંદન, ભવભયભંજન, જગતઆનંદન, પરમ પુરુષોત્તમ, ત્રિકાળ જ્ઞાનિ, સકળ પદાર્થ નિત્ય અનિત્યપણે પ્રકાશક, લોકાલોકજ્ઞાયક, સકળ કર્મમળ ક્ષય કરી મુક્તિપદને પામેલા, ત્રિશલાનંદન ભગવાન મહાવીર મહારાજાનું શાસન પાંચમા આરામાં વર્તમાનકાળે ચાલે છે તેનું નામ લેતાં પરમ માંગલિકને વરે, ઉત્કૃષ્ટતાથી મોક્ષસુખ પામે, એવા સાચા દેવ તીર્થકર ત્રિભુવન ઉપકારી, પરમેશ્વર જિનરાજ વીતરાગ સંસારતારક, ભવભયવારક, ત્રિજગવાત્સલ્ય કરનાર, જગજીવજંતુરક્ષક એવા ઉત્તમોત્તમ પ્રભુજી છે, તે ત્રિલોકી નાથની વાણી, અમૃતસમાન આત્માને મહાશીતલતા કરનારી છે તથા ઇહલોકને વિષે ધર્મના રાગી ભવ્યપ્રાણીને મોક્ષ આપનારી છે. પૂર્વે પુન્ય કર્યા હોય ત્યારે જ એ પ્રભુજીની વાણી શ્રવણ કરી શકાય છે, અન્યથા તીર્થંકરની વાણી સાંભળવી દુર્લભ છે માટે હે મહાનુભાવો ! બે ઘડી સમતા ધારણ કરી, પ્રમાદ છોડી, ચાર પ્રકારની વિકથા છોડી, અનાદિકાળથી ધર્મના લૂંટારા અને મહાશત્રુ એવા તેર કાઠીઆને Page 45 of 51 Page #46 -------------------------------------------------------------------------- ________________ ત્યાગી, આત્માને સમાધિમાં રાખવા (૧) દ્રવ્યાનુયોગ, (૨) ગણિતાનુયોગ, (૩) ધર્મકથાનુયોગ, (૪) ચરણકરણાનુયોગને વિષે, અગ્યાર અંગ, બાર ઉપાંગ, છ છેદ, દસ પયન્ના, ચાર મૂળ સૂત્ર એવા. પીસ્તાલીશ આગમ સાંભળ અને તેને વિષે બહુ જ પ્રેમ ધારણ કરી, ધર્મકરણી સહિત, શ્રાવકવર્ગ ઉજમાળ રહેવાથી ભવનો અંત જલ્દીથી થાય છે, ચાલુ કાળમાં પ્રભુના વચન સાંભળવામાં બધીરા (બહેરા), અશ્રદ્ધાવાળા, ઉદાસીનતા ધારણ કરનારા અને પ્રમાદના પોટલા એવા જીવો ઘણો કાળ રખડશે, માટે સંસાર પરિભ્રમણના દુ:ખથી કંટાળેલા માણસોને ઘેવરના ભોજન અને અમૃતનાં પાનની પેઠે તીર્થકર દેવની વાણી શ્રવણ કરવાથી ભવદવનો તાપ શમી જઇ, મુક્તિપુરીની શીતળતા એકાંતતાથી મેળવી લેવા ચૂકવું નહિ. પ્રભુ દેશના આપે છે કે હે આત્મા ! તું મોહની નિદ્રામાં સૂતો હોવાથી દેવ, મનુષ્ય, તિર્યંચ, નર્ક, નિગોદમાં અનંતકાળ રઝળ્યો. જેમ તાવના જોરથી ભોજનની રુચિ જાય છે તેમ કર્મના યોગે જીવને ધર્મનું વચન રુચતું નથી, તાવના જવાથકી રુચિ થવાથી જેમ આહાર લેવાય છે તેમ અશુભ કર્મના નાશથી ધર્મનો વિચાર જાણી શકાય છે. જેમ પ્રચંડ પવનનાં યોગે પાણીમાં કલ્લોલ ઉઠે છે તેમ પરિગ્રહના સંગથી મના અત્યંત ચંચળ થાય છે. જ્યાં પવન નથી ત્યાં પાણીના કલ્લોલા ઉઠતા નથી તેમ પરિગ્રહના ત્યાગથી મનનું ડામાડોળપણું થતું નથી. જેમ સર્પ ડસિત માણસ કડવા લીંબડાને પણ મીઠો માની રુચિથી ખાય છે તેવી રીતે તું મોહમમતાથી મઢાઇ જઇ વિષયથી દુ:ખને પણ સુખ માને છે. જ્યારે માણસ નિર્વિષ થાય ત્યારે તેને લીંબડો જેમ કડવો લાગે છે તેમ મોહ મમતા ઘટવાથી કોઇ વિષયની વાંછા રતું નથી. જેવી રીતે અધમ માણસ જોયા વિના છિદ્રવાળી નાવમાં બેસી દરીઆમાં જવાથી બૂડે છે તેમ વિવેક વિચાર વિના ભેખ ધારણ કરી, ભેખને નહિ ભજવતા ભવરૂપી સમુદ્રમાં ડૂબે છે, જેમ અખંડિત નાવ ઉપર ચડનાર સમુદ્રનો પાર પામે છે, તેમ શુ વિચારક આત્મારૂપ નીકામાં ચડવાથી ભવ સમુદ્રનો પાર પામે છે, જેમ મદોન્મત્ત થઇ ગએલા હતિ અંકુશને માનતો નથી તેમ મનની સ્થિરતા વિનાનો માણસ કાર્ય અકાર્યને ગણતો નથી, જેમ માણસો ઉપાય કરી, તે મદોન્મત્ત હાથીને ગ્રહણ કરી ઠેકાણે લાવી બાંધે છે તેમ મનને વશ કરવાથી આત્મા નિર્મળ ધ્યાનની સમાધિમાં લીન થાય છે. જેમ ચક્ષમાં રોગ હોવાથી કાંઇને બદલે કાંઇ લખાઇ જાય છે તેમ જીવો મિથ્યાત્વમાં દોડતા હોવાથી જ્યાં જાય ત્યાં સંશયમાં જ પડે છે. જેમ ઓષધના અંજનથી આંખનો તિમિર રોગ મટી જાય છે તેમ સદ્ગુરુના જ્ઞાનરૂપી અંજન કરવા વડે મિથ્યાત્વ તિમિર દૂર થાય છે, જેમ કૈપાયને ચારે બાજુથી દ્વારિકાને સળગાવી દીધી અને તેમાંથી કોઇ નીકળી શક્યું નહિ તેમ તું પણ માયાગ્નિમાં ફ્રાએલ ત્યાંથી નીકળી કેવી રીતે ક્યાં ભાગી શકીશ ? માટે મુનિમહારાજાઓ માયાને ત્યાગી નિગ્રંથ સાધનો વેષ લઇ મુક્તિ પંથે પડે છે, તેમ તમો પણ માયાજાળ ત્યાગી મુક્તિનો પંથ પકડો. જેમ કુધાતુમાં મેળવલ કંચનની કાંતિ ઘટવધ થાય છે તેમ પાપપૂન્ય કરનાર મૂઢ આત્મા બહુજાતિભવોને કરે છે, તો પણ કાંચન પોતાનો કાંતિનો ગુણ ત્યાગ નહિ કરવાથી શુદ્ધ થઇ દિવ્ય કાંતિ આપે છે, તેમ પુન્ય પાપરૂપ મેલા ધોવાથી આત્મા પોતાનું મૂળ સ્વરૂપ પ્રગટ કરી પરમાત્મારૂપ થાય છે. જેમ પર્વરાહુનો સંગ થતા સૂર્ય ચંદ્રની કાંતિ વિનાશ પામે છે તેમ કુસાધુની સંગતિ કરવાથી સજ્જન હોય તે પણ મલિન થાય છે. જેમ મલયાચલના ચંદનની સુગંધ લીંબડાને પણ સુગંધી ચંદનરૂપ બનાવે છે તેમ સારા સાધુની સંગત કરવાથી. દુર્જન પણ સજ્જન થાય છે. જેમ ચારે બાજુથી પાણી આવવાથી તળાવ ભરાઇ જાય છે, તેમ આશ્રવરૂપી. પાણી આવવાથી આત્મા કર્મબંધનથી ભરાઇ જાય છે, જેમ તળાવમાં આવતું પાણી બંધ કરવાથી તળાવ સુકાઇ જાય છે તેમ આશ્રયદ્વાર બંધ કરવાથી આત્મા કર્મમળનો બંધ થવાથી બહુ જ નિર્મળ થાય છે, જેમ જડીબુટ્ટીના યોગે પારો મરે છે તેમ કર્મમેલથી જીવો પણ મૂચ્છિત થયેલ છે. જેમ મેલ કાઢીને મંજન કરવાથી પારો પ્રગટ રૂપવાળો થાય છે, તેમ શુક્લધ્યાન અભ્યાસથી જ્ઞાનદર્શન નિર્મળ થાય છે, માટે હે ચેતન ! જ્ઞાનદશાને જાગૃત કરી, વિવેકરૂપ દીપક પ્રગટ કરી-મોહ મમત્વ વારી, ધ્યાનાનલ પ્રગટાવી, આત્મારૂપ કંચન શુદ્ધ કરી, નિર્મળ કેવલજ્ઞાન દર્શન ઉપાર્જન કરી, સકળ કર્મમળ ધોઇ, શીઘ્રતાથી શિવરમણી વરી Page 46 of 51 Page #47 -------------------------------------------------------------------------- ________________ અખંડ ચિદાનંદ સુખનો ભોક્તા થા. कस्त्वं भद्र ! खलेश्वरोहमिह किं धोरे बने स्थीयते ? ज्ञार्दूलादिभिरेव हिंस्त्रपशुभि: खाद्योहमित्याशया । Dરમાçમિદં વા વવસિતં મદ્દેહમાંશાશન , प्रत्युत्पन्ननमांसमक्षणधियस्ते धन्तु सर्वानरान् ।।१।। ભાવાર્થ :- કોઇ વ્યક્તિ કોઇને પ્રશ્ન પૂછે છે. હે ભદ્ર ! તું કોણ છે ? તેણે જવાબ આપ્યો કે હું દુર્જનશિરોમણિ માણસ છું, ફ્રી પૂછયું- તું આ ઘોરાતિઘોર વનમાં કેમ રહેલો છે ? ઉત્તર આપ્યો. કે-સિંહાદિક હિંસક જાનવરો મને ખાઇ જાય તેવા આશયથી રહેલો છું. ફ્રી પૂછે છે- આવું કષ્ટ તું શા. કારણથી સહન કરે છે, એટલે ઉત્તર આપ્યો કે મારા દેહના માંસને આસ્વાદન કરી માણસના માંસભક્ષણ કરવાની બુદ્ધિવાળા તે સિંહાદિક હિંસક જીવો તમામ માણસોને મારી નાખો, એવા આશયથી હું અહીં બેઠો છું. કહેવત છે કે-પેટનો બળેલો આખું ગામ બાળે તેમ દુર્જનશિરોમણિ પોતાનો ઘાત ઇચ્છીને પણ બીજાઓના પ્રાણને હરણ કરવા કરાવવા ચૂકતો નથી. દુર્જનના છેષોની સંખ્યા નથી (૧) જેમ મેઘની ધારાની સંખ્યા નથી. (૨) જેમ સમુદ્રને વિષે માછલાઓની સંખ્યા નથી. (૩) જેમ માતાને વિષે સ્નેહની સંખ્યા નથી. (૪) જમ સત્પાત્રને વિષે પુન્યની સંખ્યા નથી. (૫) જેમ આકાશને વિષે તારાઓની સંખ્યા નથી. (૬) જેમ મેરુપર્વતને વિષે સુવર્ણની સંખ્યા નથી. (૭) જેમ આકાશને વિષે પ્રદેશોની સંખ્યા નથી. (૮) જેમ જીવોને ગયેલા ભવોની સંખ્યા નથી. (૯) જેમ સમુદ્રો અને પર્વતોની સંખ્યા નથી. (૧૦) જેમ સર્વજ્ઞમાં ગુણોની સંખ્યા નથી. (૧૧) તેમ દુર્જન માણસોને વિષે દોષોની સંખ્યા નથી. માનવ જન્મની શોભા શેનાથી છે ? (૧) જેમ રાત્રિ ચંદ્રવડે કરીને શોભે છે. (૨) જેમ આકાશ સૂર્યવડે કરીને શોભે છે. (૩) જેમ પ્રાસાદ દેવોવડે કરીને શોભે છે. (૪) જેમ દેવો પૂજાવડે કરીને શોભે છે. (૫) જેમ પૂજા ભાવવડે કરીને શોભે છે. (૬) જેમ ભાવ શ્રદ્વાવડે કરીને શોભે છે. (૭) જેમ વેલડી પુષ્પવડે કરીને શોભે છે. (૮) જેમ પુણ્ય પરિમલવડે કરીને શોભે છે. (૯) જેમ કુસુમ ભ્રમરવડે કરીને શોભે છે. (૧૦) જેમ યુવતી યોવનવડે કરીને શોભે છે. (૧૧) જેમ કુલવધૂ શીયલવડે કરીને શોભે છે. (૧૨) જેમ મુખ નેત્રવડે કરીને શોભે છે. Page 47 of 51 Page #48 -------------------------------------------------------------------------- ________________ (૧૩) જેમ નેત્ર કાજળવડે કરીને શોભે છે. (૧૪) જેમ કાજળ શ્યામતા વડે કરીને શોભે છે. (૧૫) જેમ શ્યામતા ગુણવડે કરીને શોભે છે. (૧૬) જેમ પ્રેક્ષણ ગીતવડે કરીને શોભે છે. (૧૭) જેમ ગીત ગાનતાનવડે કરીને શોભે છે. (૧૮) જેમ પીંછા મયૂરવડે કરીને શોભે છે. (૧૯) જેમ મયૂર કેકારવડે કરીને શોભે છે. (૨૦) જેમ પ્રજા રાજાવડે કરીને શોભે છે. (૨૧) જેમ રાજા ન્યાયવડે કરીને શોભે છે. (૨૨) જેમ છત્ર દંડવડે કરીને શોભે છે. (૨૩) જેમ નગર કીલ્લાવડે કરીને શોભે છે. (૨૪) જેમ રાજ્ય રાજાવડે કરીને શોભે છે. (૨૫) જેમ ધનેશ્વર દાનવડે કરીને શોભે છે. (૨૬) જેમ યોગી ધ્યાનવડે કરીને શોભે છે. (૨૭) જેમ શિષ્ય વિનયવડે કરીને શોભે છે. (૨૮) જેમ યતિ નિર્મમત્વપણાવડે કરીને શોભે છે. (૨૯) જેમ શૂરવીર સત્વવડે કરીને શોભે છે. (૩૦) જેમ મસ્તક મુકુટવડે કરીને શોભે છે. (૩૧) જેમ મુકુટ હીરાવડે કરીને શોભે છે. (૩૨) જેમ હીરો તેજવડે કરીને શોભે છે. (૩૩) જેમ મુખ દાંતવડે કરીને શોભે છે. (૩૪) જેમ શાન્તિ વિનાનો સાધુ શોભતો નથી. (૩૫) જેમ પૈસા વિનાનો ગૃહસ્થ શોભતો નથી. (૩૬) જેમ સારા વચનો વિનાનું ગૌરવ શોભતું નથી. (૩૭) જેમ કમલ વિનાનું સરોવર શોભતું નથી. (૩૮) જેમ પુત્ર વિનાનું કુલ શોભતું નથી. (૩૯) જેમ સુગંધ વિનાનું ફૂલ શોભતું નથી. (૪૦) જેમ શસ્ત્ર વિનાનો શૂરવીર શોભતો નથી. (૪૧) જેમ મંત્ર વિનાનો મંત્રી-પ્રધાન શોભતો નથી. (૪૨) જેમ પૈડા વિનાની ગાડી શોભતી નથી. (૪૩) જેમ કીલ્લા વિનાનું નગર શોભતુ નથી. (૪૪) જેમ સ્વામી વિનાનું બલ શોભતું નથી. (૪૫) જેમ દાંત વિનાનો હસ્તિ શોભતો નથી. (૪૬) જેમ દંડ વિનાનો ધ્વજ શોભતો નથી. (૪૭) જેમ કલાહીન પુરુષ શોભતો નથી. (૪૮) જેમ તેજ વિનાનો મણિ શોભતો નથી. (૪૯) જેમ તપ વિનાનો મુનિ શોભતો નથી. (૫૦) બાણ વિનાનું ધનુષ્ય શોભતું નથી. Page 48 of 51 Page #49 -------------------------------------------------------------------------- ________________ (૫૧) જેમ ધાર વિનાની તરવાર શોભતી નથી. (૫૨) જેમ પ્રતિજ્ઞા વિનાનો પુરુષ શોભતો નથી. (૫૩) જેમ લા વિનાની કુલવધુ શોભતી નથી. (૫૪) જેમ વૃક્ષ વિનાની વાડ શોભતી નથી. (૫૫) જેમ દાન વિનાનું ધન શોભતું નથી. (૫૬) જેમ સ્વામી વિનાનો દેશ શોભતો નથી. (૫૭) જેમ ગંધ વિનાનું ફ્લ શોભતું નથી. (૫૮) જેમ નેત્ર વિનાનું મુખ શોભતું નથી. (૫૯) જેમ મીઠા વિનાની રસવતી શોભતી નથી. (૬૦) જેમ સત્ય વિનાની સરસ્વતી (વાણી) શોભતી નથી. (૬૧) જેમ રૂપ વિનાનું શરીર શોભતું નથી. (૬૨) જેમ ગુણ વિનાનો માણસ શોભતો નથી. (૬૩) જેમ દેવ વિનાનું મંદિર શોભતું નથી. (૬૪) તેમ દેવગુરુધર્મના આરાધન વિના પુન્યહીન માણસ શોભતો નથી. તીર્થકરના જન્માદિ કલ્યાણક વખતે સાતે નારકે કેટલું અજવાળું થાય ? પહેલી નરકે સૂર્ય સરખો ઉધોત. બીજી તરકે સાભસૂર્ય સમાન તેજ. ત્રીજી નરકે પૂર્ણિમાના ચન્દ્ર સમાન ઉધોત. ચોથી નરકે સાભચન્દ્ર સમાન તેજ. પાંચમી નરકે શુબૃહસ્પતિ ઇત્યાદિ ગ્રહના સરખું તેજ હોય. છઠ્ઠી નરકે નક્ષત્ર સરખુ તેજ. સાતમી નરકે તારા સરખું તેજ હોય. નમસ્કાર મંત્ર સિદ્ધિ પૃ. ૧૪૫ નમસ્કાર મહામંત્રની સાધના કરનારમાં કેવા ગુણો હોવા જોઇએ તેનું વર્ણન પંચ પરમેષ્ઠિ ધ્યાન માલામાં કરેલું છે. (૧) શાંત - સમતા, (૨) દાત - ઇન્દ્રિયોને જીતનાર, (૩) ખાંત – ક્ષમા. સાચા સાધકમાં દયા, નમ્રતા, પ્રાર્થના, સમતા અને શાંત સ્વભાવ એટલા લક્ષણો અવશ્ય હોવા જોઇએ. (૧) શાંત, (૨) દાંત, (૩) ગુણવાન દયા, પરોપકાર વગેરે. (૪) સંત પુરૂષોની સેવા, (૫) વિષય કષાયનું વારણ કરનાર, (૬) જ્ઞાન દર્શનનો આરાધક સુવિચારી, (૭) સ્યાદવાદ રૂપી રસથી રંગાયેલો, (૮) સમતાનો રસ તેમાં હંસની માફ્ટ ઝીલવું એટલે તરવું કે તેમાં નિમગ્ન રહેવું, (૯) શુભ પરિણામના નિમિત્તથી અશુભ સઘળા કર્મને છોલે આવા જીવો પરમેષ્ઠિપદ સાધનાનાં કારણને પહોંચી શકે. પંચપરમેષ્ઠિ સાધનાનો મૂળહેતુ ભવ ભ્રમણની ભીતિમાંથી રક્ષણ મેળવવાનો છે. રક્ષણ ત્યારેજ મલે કે જન્મ મરણની શૃંખલાનો સદાને માટે અંત આવી જાય. સુકર મલધારિતં સુકર દુરૂપં તપઃ | સુમરોડક્ષ નિરોધ% દુષ્કરમ્ ચિત્ત નિરોધનમ્ | શરીર વિભૂષાનો ત્યાગ કરી મેલા રહેવું લું છે. અન્ન જલના ભાગ રૂપ તપ કરવો સહેલો છે. ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો એ પણ સહેલો છે પણ મનની વૃત્તિઓને જ્યાં ત્યાં રખડતી રોકવી એ કામ ઘણું દુષ્કર છે. શમાર્થ સર્વશાસ્ત્રાણિ વિહિતાનિ મનીષિભિઃ | તસ્માત સ સર્વ શાસ્ત્રજ્ઞો યસ્ય શાંત મનઃ સદા | બુદ્ધિમાન પુરૂષોએ સર્વ શાસ્ત્રોની રચના શમ એટલે શાંતિ કે સમતાના શિક્ષણ અર્થે કરેલી છે. તેથી જેનું મન સદા શાંત છે તે સર્વ શાસ્ત્રનો જ્ઞાતા છે. નમસ્કાર મહામંત્રના સાધકે સાધના દરમ્યાન અવશ્ય સત્સંગ કરવો જોઇએ અને શાસ્ત્ર સ્વાધ્યાયમાં પણ દત્તચિત્ત થવ જોઇએ. Page 49 of 51 Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિંહતિલકસૂરિ મહારાજાએ મંત્રરાજ રહસ્યમાં કહ્યું છે કેશ્વેતવર્ણના અરિહંતો રોગની શાંતિ માટે છે. રક્તવર્ણના સિધ્ધો ત્રિલોકનું વશીકરણ કરે છે. સુવર્ણરંગના આચાર્યો જલ-અગ્નિ અને શત્રુના મુખનું સ્તંભન કરે છે. ઉપાધ્યાયનો નીલ વર્ણ એહિક લાભાર્થે છે. અને સાધુઓનો શ્યામ વર્ણ પાપીઓનાં ઉચ્ચાટન અને મારણનું કારણ બને છે. જે મનુષ્યોનું ધ્યેય મોક્ષ છે અથવા આધ્યાત્મિક વિકાસ છે તેતો પોતાને પ્રાપ્ત થયેલી શક્તિનો દુરુપયોગ કદી કરે જ નહિ. શ્રી અરિહંત દેવોનાં :- જ્ઞાનાતિશય ઉપર ઉંડું ચિંતન કરતાં જ્ઞાન વધે છે. વચનાતિશય ઉપર ઉંડુ ચિંતન કરતાં આપણી વાણીમાં વિશદતા આવે છે અને તે અનેકનું આકર્ષણ કરે છે. પૂજાતિશય ઉપર ઉંડુ ચિંતન કરતાં આપણે સન્માનને પાત્ર થઇએ છીએ અને લોક પ્રિયતામાં વધારો થાય છે. તથા અપાયાપગ માલિશયનું ઉંડું ચિંતન કરતાં જે કોઇ આપત્તી આવી હોય કે આવવાના ભણકારા વાગતા હોય તે દૂર થાય છે. અપાયા બે પ્રકારે. (૧) સ્વાશ્રયી, (૨) પરાશ્રયી. (૧) સ્વાશ્રયી - દ્રવ્યથી રોગો નાશ થઇ ગયા છે અને ભાવથી અંતરંગ અઢાર દૂષણો ત્યાગ કરેલો છે તે. (૨) પરાશ્રયી અપાયા :- જેનાથી પારકા ઉપદ્રવ નાશ પામે એટલે જ્યાં ભગવાન વિચરે ત્યાં દરેક દિશામાં મળીને સવાસો યાજન સુધીમાં પ્રાયઃ રોગ, દુકાળ વગેરે થાય નહિ તે. ચિત્ત પ્રસાદો મનસ% તુષ્ટિરભાશિતાસ્વપ્ર પરાંગ મુખત્વમ્ | સ્વBષ યાનાધુપ લંભનંચ સિધ્ધસ્ય ચિન્હાનિ ભવાન્તિ સધઃ || સાધક જ્યારે સિધ્ધ બને ત્યારે તેના કેટલાક ચિન્હો તરત જ જોવામાં આવે છે જેમકે-ચિત્તની પ્રસન્નતા મનનો અપૂર્વ સંતોષ અલ્પભોજન સ્વખરહિત નિદ્રા વગેરે કદાચ આ વખતે સ્વપ્ત આવે તો કોઇ વાહનની પ્રાપ્તિનું અને તેના ઉપર સવારી કર્યાનું આવે છે. નવપદનાં વર્ણ સંબંધી જલતત્વનો પ્રધાન ગુણ નિર્મળતા છે તેના પ્રતિક રૂપ અરિહંત અને છેલ્લા ચાર પદો છે જેથી શ્વેતવર્ણ છે. અગ્નિતત્વનો ગુણ દાહકતા = જલાવવાનો છે. તેના પ્રતિક રૂપ સિધ્ધનો રક્તવર્ણ છે. પૃથ્વીતત્વનો ગુણ કઠીન્યતા યાને આધારતા છે. તેના પ્રતિકરૂપ આચાર્યનો પીળો વર્ણ છે. આકાશતત્વનો ગુણ વિશાળતા અને અવગ્રાહર્તાનો છે. તેના પ્રતિકરૂપ ઉપાધ્યાયનો નીલવર્ણ છે. વાયુતત્વનો ગુણ અપ્રતિબધ્ધતા છે તેના પ્રતિકરૂપ સાધુનો શ્યામવર્ણ છે. નવપદા અનુક્રમે - ઉપકાર, સુખ, આચાર, વિનય, સમર્પણ ભાવ, વૈયાવચ્ચ, ભાવ-વૈરાગ્ય, સર્વગુણ અને સંતોષનાં ભંડાર છે. જિણ સાસણમ્સ સારો ચઉદસ પુવ્વાણ જો સમુધ્ધારો | જસ્ટમણે નવકારો સંસારો તસ્સ કિં કુણઇ ||. જિનશાસનનો સાર અને ચૌદપૂર્વનો સમ્યગ ઉધ્ધાર એવો નવકાર જેના મનમાં રમે છે તેને સંસાર શું કરી શકવાનો છે ? દિશાઓ સાત પ્રકારે :- નામ, સ્થાપના, દ્રવ્ય ક્ષેત્ર, તાપ, ભાવ અને પ્રજ્ઞાપક. ભાવ દિશા ૧૮ પ્રકારે :- પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિની ચાર - મૂળ, સ્કંધ, અગ્રબીજ, પર્વબીજ, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્યની ચાર - કર્મભૂમિનું, અકર્મભૂમિ, અંતરદ્વીપ, સમુઈિમ મનુદેવની અને નરકની = ૧૮ થાય. Page 50 of 51 Page #51 -------------------------------------------------------------------------- ________________ Page 51 of 51