________________
વૃદ્ધિ થાય છે, આઠ આંગુલનું હોય તો હાનિ થાય છે, નવ આંગુલનું હોય તો પુત્રની વૃદ્ધિ થાય છે, દસ આંગુલનું હોય તો ધનનો નાશ થાય છે, (૩) અગિયાર અંગુલનું બિંબ હોય તો સર્વ કામાર્થને કરવાવાળું થાય છે. ઘરદેરાસરજીને વિષે બિંબોને સ્થાપન કરવાનું પ્રમાણ એ પ્રકારે કહ્યું છે, અગિયાર આંગુલથી વધારે આંગુલનું બિંબ ઘરદેરાસરજીમાં સ્થાપન કરી શકાય નહિ, છતાં સ્થાપન કરે તો મહાઅનર્થની પરંપરા વૃદ્ધિ થાય છે.
“મારપે છiyભાંદ્ધિવાદ્, યાદેવાદશાંગુલમ્ |
गृहेषु पूजयेद्धिंब-मूर्ध्व प्रासादगं पुन: ।।१।।" ભાવાર્થ :- એક આંગુલથી આરંભીને યાવત્ અગિયાર આંગુલ સુધીનું બિંબ, ઘરદેરાસરજીને વિષે પૂજવું અને તેના પછી બાર આંગુલથી લઇ વિશેષ આંગુલ પ્રમાણવાળું બિંબ જૈન પ્રાસાદને વિષે પૂજવું.
“प्रतिमाकाष्ठलेप्याश्मदन्तचित्रायसां गहे |
માનાધિપરિવાર-રીદતા જૈવ પૂજ્યતે ||શા” ભાવાર્થ :- કાષ્ઠમય, લેપમય, પત્થરની, દાંતની, ચિત્રમય, લોખંડની પ્રતિમા તથા માનવડે કરી અધિક પરિવાર રહિત પ્રતિમા, ઘરદેરાસરજીને વિષે પૂજવી નહિ.
લંબ્ધિચારી મનિમહારાજાઓ
અતિશય લબ્ધિચારી બે પ્રકારના છે. (૧) જંઘાચારણ, વિદ્યાચારણ.
(૧) જે ચારિત્ર તથા તપવિશેષના પ્રભાવથી ગમનાગમન સંબંધી ઉત્પન્ન થયેલી લબ્ધિસંપન્ન હોય છે તે જંઘાચારણ કહેવાય છે.
(૨) જે વિધાના વશવર્તીપણાથી, ગમનાગમન સંબંધી ઉત્પન્ન થયેલી લબ્ધિસંપન્ન હોય છે તે વિધાચારણ કહેવાય છે.
(3) જંઘાચારણ, રૂચકદ્વીપ સુધી જવાની શક્તિવાળા હોય છે. (૪) વિધાચારણ નંદીશ્વર દ્વીપ સુધી જવાથી શક્તિવાળા હોય છે.
જંઘાચારણ પોતાની ઇચ્છા મુજબ, જ્યાં જવું હોય ત્યાં સૂર્યના કિરણને આશ્રીને તતકાળ. જાય છે.
(૬) વિદ્યાચારણ પણ એવી જ રીતે જાય છે.
(૭) જઘાચારણ રૂચક દ્વીપ પ્રત્યે ગમન કરતા, એક જ ઉત્પાતે ત્યાં જાય છે, પાછા ફ્રેતાં એક ઉત્પાતે નંદીશ્વર દ્વીપે આવે છે અને બીજે ઉત્પાતે પોતાને મૂળ સ્થાને આવે છે.
(૮) જંઘાચારણા ચારિત્ર અતિશયના પ્રભાવથી થાય છે, તેથી લબ્ધિના ઉપજીવનથી, ઉત્સુક ભાવનાથી, અગર પ્રમાદના સંભવથી, ચારિત્ર અતિશય નિબંધનથી, લબ્ધિની હાનિ થવાથી પાછા ફ્રતા, બે ઉત્પાતે પોતાને સ્થાને આવે છે.
(૯) જો મેરુપર્વત ઉપર જવાની ઇચ્છા હોય તો, પ્રથમ ઉત્પાતે પંડક વને જાય છે, પાછા ક્રતા એક ઉત્પાતને નંદન વને જાય છે, બીજે ઉત્પાતે પોતાને મૂળસ્થાને આવે છે.
(૧૦) વિધાચારણા, પ્રથમ ઉત્પાતે માનુષ્યોત્તર પર્વતે જાય છે, બીજ ઉત્પાતે નંદીશ્વર દ્વીપે જાય છે, ત્યાં ચેત્યોને વાંદે છે, ત્યાંથી પાછા ફ્રતા એક ઉત્પાતે પોતાને સ્થાને આવે છે.
(૧૧) જો મેરુપર્વત ઉપર ગમન કરે તો એક ઉત્પાતે નંદન વને જાય છે, બીજે ઉત્પાતે મેરુપર્વત જાય છે, ત્યાં ચેત્યોને વાંદે છે, ત્યાંથી પાછા ફ્રતા એક ઉત્પાતે પોતાના સ્થાને આવે છે.
(૧૨) વિધાચારણા, વિધાના વશવર્તીપણાથી થાય છે, વિધાના પરિશીલનથી સ્કુટ-કુદતર થાય.
Page 33 of 51