________________
છે. મેરુના પેઠે સ્થિર હોય છે. સમુદ્રના પેઠે ગંભીર હોય છે. (૧) ચંદ્રમાની પેઠે સૌમ્ય લેશાયુક્ત હોય છે. સૂર્યના પેઠે ઉગ્ર તપ તેજધારી હોય છે. સિંહના પેઠે અક્ષુબ્ધ હોય છે. ચંદનવનના પેઠે સારી રીતે શીતલ હોય છે. (૨) પવનના પેઠે અપ્રતિબદ્ધ હોય છે. ભારંડ પક્ષીના પેઠે અપ્રમત્ત હોય છે. નાની બાળકન્યાના પેઠે વિકાર રહિત હોય છે. શરદઋતુના પાણીના પેઠે નિર્મલ મનવાળો હોય છે. (૩) સાધુસેવાનું ફલ
“મિમમળવંદ્ળ નમંસોળ, પડિવુચ્છોળ સાહૂણં | વિરસંપિયંપિ જ્ન્મ, ચોળ વિરલત્તળનુવે ||9||”
ભાવાર્થ :- સાધુઓના સન્મુખ જવાથી તથા વંદન, નમન તેમજ શરીર સંબંધી નિરાબાધતાના સમાચાર પૂછવાથી ઘણા કાળનું સંચિત કરેલું પાપકર્મ ક્ષણવારમાં સ્વલ્પપણાને પામે છે. અર્થાત્ ઉપરોક્ત પ્રમાણે કરવાથી સાધુસેવક ઘણા જ કર્મને છેદી નાખે છે.
સાધુઓની સેવામાં ફ્ળ છે, એટલું જ નહિ પણ ગ્લાન સાધુની સેવા કરવાનું ફ્લ પણ અતિ પ્રબલ કહ્યું છે. જુઓ.
किं मंते ! जे गिलाणं पडियरइसे धन्ने, उयाहु जे तुमं दंसणेण पडियरह से धन्ने ! गोयमा ? जे गिलाणं पडियरह से धन्ने सेकेण देणं भंते ? इवं वुच्चइ ! गोयमा ! जे गिलाणं पडियरह सेमं दंसणेण पडिवज्जइ, जेमं दंसणेण पडिवज्जह से गिलाणं पडियरह, आणाकरणसारं खु अरहंताणं दंसणं, एएण देणं गोयमा ! एवं वुच्चइ, जे गिलाणं पडियरह सेमं पडिवज्जइ, जेमं पडिवज्जइ से गिलाणं पडियरइ इति ।
ભાવાર્થ :- હે ભગવન્ ! જે ગ્લાનની સેવા કરે તે ધન્યવાદને યોગ્ય છે ? કે જે તમારા દર્શનને અંગીકાર કરે છે તે ધન્યવાદને યોગ્ય છે ? હે ગૌતમ ! જે ગ્લાનની વૈયાવચ્ચ કરે છે તેને ધન્યવાદ છે. હે ભગવન્ ! જે ગ્લાનની વૈયાવચ્ચ કરે છે તેને ધન્યવાદ શા કારણથી આપેલ છે ? હે ગૌતમ ! જે ગ્લાનની વૈયાવચ્ચ કરે છે, તે મહારા દર્શનને પામેલા છે, તે ગ્લાનની વૈયાવચ્ચને કરનારા છે, કારણ કે ભગવાનની
આજ્ઞાને માનવાનું જે સારભૂત છે તેજ નિશ્ચય અરિહંત ભગવાનનું દર્શન કહેલ છે. તે કારણ માટે એમ કહ્યું છે કે હે ગૌતમ ! જે ગ્લાનની સારવાર વૈયાવચ્ચ કરે તે મારા દર્શનને પામેલા છે. અને જે મહારા દર્શનને પામેલા છે, તે ગ્લાનની વૈયાવચ્ચ સારવાર કરે છે.
આ ઉપરથી એ સમજવાનું છે કે ગ્લાનીની વૈચાવચ્ચ કરનારા ભગવાનના વચનને માનનારા છે, અને નહિ વૈયાવચ્ચ કરનારા ભગવાનના દર્શનને માનનારા નથી એમ સચોટ જણાવે છે; માટે ઉત્તમ જીવોએ ગ્લાનીની વૈયાવચ્ચ કરવા ચૂકવું નહિ એટલું જ નહિ પરંતુ દ્રઢભાવથી વૈયાવચ્ચ કરવી. ઉપદેશ એક્વીશમો
ये व्यापारपरायणाः प्रणयिनी प्रेमप्रवीणाश्च ये । ये धान्यादिपदिग्रहाग्रहगृहं सर्वाभिलाषाश्च ये ।। ये मिथ्यावचनप्रपंचचतुरा येडहर्निशं भोजिन । स्ते सेव्या न भवोदधौ कुगुरवः सच्छिद्रपोता इव ।।
ભાવાર્થ :- જે વ્યાપાર કરવામાં તત્પર હોય, જે સ્ત્રીયોના સાથે પ્રેમ કરવામાં પ્રવીણ હોય, જે ધાન્યાદિક પરિગ્રહને ગ્રહણ કરવાના આગ્રહના ઘર જેવા હોય અર્થાત્ અત્યંત પરિગ્રહધારી હોય જે સર્વ વસ્તુ પદાર્થાદિકના અભિલાષી હોય, જે મિથ્યાવચનો બોલવાના પ્રપંચોમાં ચતુર હોય, જે નિરંતર ભોજન કરનાર હોય. તે કુગુરુઓને ભવરૂપી સમુદ્રમાં બડાડવાવાળા માની સેવવા નહિ. જેમ સમુદ્રના પારને પામવાની ઇચ્છા કરનારા જીવો સમુદ્રમાં છિદ્રવાળા વહાણમાં નહિ બેસતા તેનો ત્યાગ કરે છે તેમ ઉત્તમ
Page 39 of 51