________________
ફ્ળ જૂના-જીર્ણ થઇ ગયેલા દેરાસરને સમરાવી દુરસ્ત કરાવવાથો મળે છે. શત્રુંજય વિગેરે તીર્થોમાં જે જિનમંદિર બંધાવે અને પ્રતિમાજી સ્થાપન કરાવે છે તેનું ફ્ળ તો જો જ્ઞાની હોય તો જ જાણવા પામે છે. શ્રી અરિહંત પ્રભુની પ્રતિમાજીઓ વિધિસહિત મણિમય, રત્નમય, સુવર્ણમય, રૂણ્યમય, આરસમય, પત્થરમય, કાષ્ટમય અને માટીની કરાવી જે એક અંગુઠાથી માંડી સાતસો અંગુઠા સુધીના માપની જિનપ્રતિમાઓ કરાવે છે તેને મુક્તિ લક્ષ્મી આધીન થઇને રહે છે. જે એક અંગુઠા પ્રમાણવાળી પણ જિનપ્રતિમા કરાવે છે તે બીજા ભવને વિષે એક છત્ર સામ્રાજ્ય પ્રાપ્ત કરે છે, જેમ મેરૂ પર્વતથી બીજો શ્રેષ્ઠ પર્વત નથી, કલ્પવૃક્ષથી બીજું ઉત્તમ વૃક્ષ નથી તેમ જિનપ્રતિમા કરાવવા જેવો બીજો અદ્ભૂત ધર્મ નથી. શ્રી જિનેશ્વરની પ્રતિમા કરાવ્યા પછી ખરાબ ગતિઓથી કોણ ભય પામે ? સિંહની પીઠ ઉપર બેસનારને શિયાળ શું કરી શકે ? જે મનુષ્યો ગુરુકથન મુજબ જિનબિંબ તૈયાર કરાવે છે તેના ઘરના આંગણામાં સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ એ ત્રણ લોકની સંપદાઓ દાસીઓ થઇને હાજર રહે છે. જે સૂરિમંત્ર વડે શ્રી અરહંત પ્રભુની પ્રતિષ્ઠા કરાવે છે તે તીર્થંકરપણાને પ્રાપ્ત કરે છે, કેમકે જેવું બીજ વાવે તેવું ફ્ળ મળે છે. જેટલા હજાર વર્ષ સુધી બીજા લોકો જે પ્રતિમાજીની પૂજા કરે છે તેટલા હજાર વર્ષ સુધી તે પ્રતિમાજીના કરાવનારને પૂજાના ફ્ળનો હિસ્સો મળ્યા કરે છ, પ્રતિષ્ઠા કરેલાં પહેલવહેલા જિનબિંબોના દર્શન કરવાથી જે આલોક તથા પરલોક હિત કરનારા ફ્ળ થાય છે તે ફ્ળોની ગણત્રી ફ્ક્ત કેવલી મહારાજ જાણે છે. સારું કે નઠારું કોઇપણ કામ કરનાર, કરાવનાર અને મદદ કરનાર અને અનુમોદન કરનાર અને મદદ કરનાર એ બધાને સારું કે બૂરું ફ્ળ બરોબર હિસ્સેજ મળે છે, એમ જિનેશ્વરદેવે માવેલું છે. જે દેશમાં કે શહેરમાં શ્રી અરિહંતપ્રભુની પ્રતિષ્ઠા થાય છે તે તે ઠેકાણે રોગ, દુષ્કાળ, કે દુશ્મનાઇ પેદા થતાં જ નથી. જે સ્ત્રી જિનેશ્વર મહારાજને પખાળ કરવા માટે માથે પાણીની ગાગર-બેઢું ભરીને લાવે છે તે સ્ત્રી સારા ચિત્તને તાબે થવાન લીધે ચક્રવર્તીની સ્ત્રીનું પદ મેળવી છેવટે મુક્તિને મેળવે છે. જેમ જીવ વિનાનો દેહ, વિધા વિનાનો સપૂત પુત્ર, આંખ વિનાનું મુખ, દિકરા વિનાનું સારું કુળ, પાણી વિનાનું સરોવર અને સૂર્ય વિનાનું આકાશ મનોહર લાગતું નથી. તેમ પ્રતિષ્ઠા વિનાના પ્રતિમાજી મનોહરપણાને લાયક થતાં જ નથી. હવે સાત ક્ષેત્રમાં બીજું ક્ષેત્ર જીર્ણોદ્વાર છે, તેનું ફ્ળ નીચે મુજબ છે.
" जिणभवणाई जे उद्धरंति, भत्तीइसडियपडियाणं । તે દ્વરતિ અપ્પ, મીનાો મવસમુદ્દાળો ||9|| अप्पा उद्धरिउच्चिय, उद्धरिओ तहय तेहिं नियवंसो । अन्नेय भव्यसत्ता, अणुमोदंता उ जिणभवणं ||२|| खवियं नीयागोयं, उच्चागोयं च बंधियंतेहिं । कुगइपहो निठ्ठविओ, सुगइपहो अजिओ य तहा ||३|| इहलोगंमि सुकिंत्ती, सुपुरिसमग्गो य देसिओ होइ ।
ઊન્નતિ સત્તાળ, નિનમવળ દ્વતěિ ।।૪।। सिझंति केइ तेणवि, भवेण इंदत्तणं च पावंति । इंद समाकेइ पुणो, सुरसुक्खं अणु भवेऊणं ||५|| मयत्ते संपत्ता, इक्खागुकुलेसु तह यह खिसे । सेणावई अमच्चा, इब्भसुया तेण जायंति ||६|| कलाकलावे कुसला, कुलीणा सयाडणुकूला मरला सुसीला ।
सदेव मच्चासुरसुंदरीणं, आणंदयारी मणलोयणाणं ||७| चंदोव्व सोम्मयाए, सूरोवा तेयवंतया | रहना होव्वरुवेणं, भरहो वाजणइठ्ठया ||८|| कप्पदुमोत्व चिंतामणि व्वचक्काय वासुदेवाय । पूइज्जंति जणेणं, निण्णुद्वाररसकत्तारो ||
Page 23 of 51