________________
भोत्तूण वरे भोए, काउणं संजमं च अकलंकं ।
खविउण कम्मरासिं, सिद्धिपयंझत्ति पावित्ति ||१०||" ભાવાર્થ - જે માણસો શટન પટન વિધ્વંસભાવને પામેલા, જિનેશ્વર મહારાજના મંદિરોનો કીર્તિની ઇચ્છાથી નહિ, કિંતુ ભક્તિ બહુમાન કરી ઉદ્ધાર કરે છે, તે માણસો જન્મ, જરા, મરણાદિ દુ:ખના સમૂહરૂપ ભયંકર ભવસમુદ્રથી તથા દેવ, મનુષ્ય, તિર્યંચ, નરકરૂપ સંસારસાગરથી પોતાના આત્માનો ઉદ્ધાર કરે છે. (૧) તેઓએ જીર્ણોદ્વારાદિ સુકૃત કરણી કરવાથી પોતાના આત્માનો ઉદ્ધાર કયો, એટલું જ નહિ પરંતુ પોતાના બાપદાદાદિક પૂર્વજોનો પણ ઉદ્ધાર કર્યો, કારણ કે કદાચ તેમના પિતૃઓ દેવગતિમાં ગયા હોય. અને ત્યાંથી અવધિજ્ઞાન વડે જોવાથી; તેઓ પણ અનુમોદન કરવાથી પોતાના આત્માનો ઉદ્ધાર કરે, પોતાના પુત્ર, પૌત્રો, સગા સંબંધીઓ, જીર્ણોદ્ધાર કરેલ દેખી અનુમોદન કરી, પોતાના આત્માનો ઉદ્ધાર કરે, તેમજ નજીકમાં સિદ્ધિ પામનારા બીજા જીવો પણ જીર્ણોદ્ધારનું અનુમોદન કરી પોતાના આત્માનો ઉદ્ધાર કરવા ભાગ્યશાળી થાય. (૨) શુભ પરિણામ વડે કરી તેઓએ ખરાબ કૂળને વિષે ઉત્પન્ન થવા રૂપ નીચ ગોત્રને નષ્ટ કર્યું અને બહુ લોકોને પૂજવારૂપ તથા સારા કુલને વિષે જન્મને ધારણ કરવા રૂપ ઊંચગોત્ર બાળ્યું. તેઓએ નરકાદિક કુગતિમાર્ગનો રોધ કર્યો અને દેવગતિરૂપ તથા સુમનુષ્યગતિરૂપ સારો માર્ગ ઉપાર્જન કર્યો. (૩) ઇહલોકને વિષે આ ભવે, ભૂતકાળમાં સગરચક્રી, ભરતચક્રી આદિ મહાત્માઓ તીર્થનો ઉદ્ધાર કરવાવાળા થઇ ગયા છે. તેઓએ યશકર્મ પુન્ય ઉપાર્જન કરેલ છે. તે પુરુષોએ જે માર્ગને પ્રગટ કરેલ છે તે માર્ગ જીર્ણોદ્વારના કરનારા બીજા ભવ્યપ્રાણિયોનાં પાસે પ્રગટ કરેલ છે. (૪) જૈનમંદિરનો ઉદ્ધાર કરવાવાળા સમગ્ર કર્મને ક્ષીણ કરી કેટલા એક, તે જ ભવમાં મુક્તિ મેળવે છે, કર્માશો કાંઇક બાકી રહ્યા હોય તો તેને ભોગવવા માટે કેટલાએક ઇંદ્રપણાને પામે છે, કેટલાએક ઇંદ્રની સમાન મુખવાળા સામાનિક દેવતાઓ થાય છે, કેટલાએક મહર્તિક દેવતાઓ થાય છે અને ત્યાં દેવતાનાસુખને અનુભવીને. (૫) મનુષ્યપણું પામે છે. ઇસ્યાકુ, હરિવંશાદિક ઉત્તમ કુળમાં ઉત્પન્ન થાય છે. હાથી, ઘોડા, રથ, પાયદળના નાયક થાય છે. રાજા-મહારાજા, મંત્રીઓ, મહામંત્રીઓ, ધનાઢયો, સાર્થવાહો, સાર્થવાહના શ્રેષ્ઠ પુત્રો થાય છે. (૬) ત્યાં પણ તમામ પ્રકારની કલાના સમૂહને વિષે કુશળ થાય છે. બોંતેર કળાના જાણકાર થાય છે. શુદ્ધ માતાપિતાના વંશવાળા કુલીન થાય છે. સર્વ જીવોને સદા અનુકૂળ થાય છે, સદા હિતકારી, સરલા આશયવાળા, પવિત્ર શીલાદિક આચારવાળા તથા અપકારીના ઉપર પણ ઉપકાર કરવાવાળા થાય છે. દેવ, મનુષ્ય, અસુરની સ્ત્રીઓના મનને અને નેત્રોને આનંદ કરવાવાળા થાય છે. (૭) ચંદ્રમાના સમાન સૌમ્ય થાય છે, સૂર્યના સમાન તેજસ્વી થાય છે, કામદેવના સમાન રૂપવાન થાય છે, ભરતની પેઠે લોકોને ઇષ્ટ થાય છે. (૮) કિં બહુના ? જીર્ણોદ્ધાર કરનારને, લોકો, કલ્પવૃક્ષની પેઠે, ચિંતામણિની પેઠે, ચક્રવર્તીની પેઠે, વાસુદેવની પેઠે પૂજન કરનારા થાય છે. (૯) મનુષ્ય ગતિમાં પણ શ્રેષ્ઠ ભોગોને ભોગવી, કષાયકાલુષ્ય રહિત સંયમ અંગિકાર કરી, કર્મરાશીને ક્ષીણ કરી શીવ્રતાથી સિદ્વિપદને પામનારા થાય છે. (૧૦) હવે ત્રીજે ક્ષેત્ર જ્ઞાન છે, તેનું માહાત્ય કહે છે.
“જ્ઞાનંમો 9મતાંઘા૨તરળિજ્ઞનું નાભોવનું ! ज्ञानं नीतितरंगिणीकुलगिरिर्ज्ञानं कषायापहं ।।
ज्ञानं निर्वृत्तिवश्यमंत्रममलं ज्ञानं मन:पावनं ।
ज्ञानं स्वर्गगतिप्रयाणपटह: ज्ञानं निदानं श्रियः ।।" ભાવાર્થ - હે મહાનુભાવ ! કુમતરૂપી અંધકારને નાશ કરવામાં જ્ઞાન સૂર્ય સમાન છે, જ્ઞાન જગતના નેત્ર સમાન છે, જ્ઞાન નીતિરૂપ નદીને નીકળવામાં મહાનું પર્વત સમાન છે, જ્ઞાન કષાયોને નાશ કરનાર છે, જ્ઞાન મુક્તિને વશ કરવામાં નિર્મળ મંત્ર સમાન છે, જ્ઞાન મનને પવિત્ર કરનાર છે, જ્ઞાના સ્વર્ગગતિમાં પ્રયાણ કરવામાં ઢોલ સમાન છે, જ્ઞાન મુક્તિરૂપી લક્ષ્મીનું નિદાન કારણ છે. જ્ઞાન કર્મરૂપી પર્વતને છેદવામાં વજ સમાન છે, જ્ઞાન પ્રાણિયોના શ્રેષ્ઠ ભૂષણ સમાન છે, જ્ઞાન જીવોને ઉત્તમ ધન સમાના
Page 24 of 51