________________
છે, જ્ઞાન જગતને વિષે દીપક સમાન છે, જ્ઞાન તત્વ, અને અતત્ત્વના ભેદને જણાવનાર છે. કિં બહુના ? જ્ઞાન લોકાલોકના પદાર્થને સ્પષ્ટ દેખાડવામાં અખંડ, અદ્વિતીય, પરમ, અવિનાશી, જ્યોતિ સમાન છે. જ્ઞાન સમાન બીજી કોઇ પણ વસ્તુ આત્માને પ્રકાશિત કરનાર નથી, માટે જીવોએ સત્ય જ્ઞાન મેળવવા પ્રયત્ન કરવો કે જલ્દીથી સંસારનો અંત આવે. જ્ઞાન વગર આ ક્ષેત્રમાં ભટકવાનું થાય છે અને જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય છે, તે જ્ઞાન સિદ્ધાંતના આરાધન વડે જ મળે છે. તે આરાધન દ્રવ્ય તથા ભાવ, એમ બે. પ્રકારે થાય છે. તેમાં સુંદર પોથીબંધન, મનહર પાઠા, ઉત્તમ દોરી, પાન સચવાય તેવી કવળી, જ્ઞાનની પાસે દીપકનો પ્રકાશ, ધૂપ, ચંદનનાં છાંટણ સંગીત ગાવું, બજાવવું, અષ્ટ મંગળ, ફ્લલ અને અખંડ ચોખા ધરવા વિગેરેથી પુસ્તકોની પૂજા કરવી. તે દ્રવ્યથી જ્ઞાન આરાધન કહેવાય છે અને જ્ઞાનને સંભાળવું, તેના ઉપર વિશ્વાસ રાખવો, ભણવું, ભણાવવું, જ્ઞાન ભણનારની સેવા, ચાકરી કરવી તે ભાવથી આરાધન કહેવાય છે. આવી રીતે કરેલી જ્ઞાનની આરાધના સંસારનો ઘાત કરનારી અને કેવળજ્ઞાનને પેદા કરનારી થાય છે. જ્ઞાનની આરાધના કરવાથી પ્રાણી ચક્રવર્તી, ઇંદ્ર વિગેરેના ઉત્તમ ભવો પ્રાપ્ત કરી, પ્રાંતે તીર્થંકરપદ પામી કેવળી થઇ મોક્ષપદવી પામે છે.
સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ચારેની પૂજા, ઉપાસના કરવી. તે ચારે ક્ષેત્રો લોકોત્તર સુખને આપનારા કહેવાય છે. જેને ઘરે એ ચારેમાંથી કોઇ સંઘ આવે તેના હાથમાં ચિંતામણિ રન આવ્યું છે, તેને આંગણે કલ્પવૃક્ષ ળેલ છે, અને તેની આગળ કામધેનુ વિધમાન છે એમ જ જાણવું. જેના આંગણામાં ચતુર્વિધ સંઘ પધારે તેનું કુળ કલંક રહિત છે, તેની માતા ભાગ્યની ભૂમિ છે, અને લક્ષ્મી તેના હાથમાં વસેલી છે એમ સમજવું. જેના માથા ઉપર સંઘના પગની રજ પડે છે, તે પવિત્ર મનુષ્યને તીર્થ સેવાનું ફ્લા મળે છે. પાપના સમૂહરૂપ ઉન્હાળામાં શાંતિ આપવા વરસાદ સમાન, દારિદ્રરૂપ રાત્રી દૂર કરવા સૂર્ય સમાન, કર્મરૂપ હાથીઓનો નાશ કરવામાં કેસરીસિંહ સમાન, ચતુર્વિધ સંઘ જયવંત હો, ધન, ધાન્ય ! ળ, પાન, બીડાં, કપડાં, આહાર, ચંદન અને ફ્લોવડે જેઓએ સંઘનું પૂજન કરેલ છે. તેઓએ માનવભવ સળ કરેલા છે. આ સાત ક્ષેત્ર જેન રાજ્યમાં હંમેશા ળ દેનારાં છે. તેમાં પણ જો ધનરૂપી બીજ વાવેલું હોય તો તેની. અંદર વિજ્ઞવિરહિતપણે ઉદયકારક પ્રાપ્ત થાય છે.
તીથદર ગણધર પાદિ
તીર્થંકર મહારાજના રૂપથી ગણધરનું રૂપ અનંતગણું હીન હોય છે. ગણધરના રૂપથી આહારક શરીરનું રૂપ અનંતગણું હીન હોય છે. આહારક શરીરથી અનુત્તર વેમાનના દેવોનું રૂપ અનંતગણું હીન હોય છે. અનુત્તર વેમાનના દેવોથી ગ્રેવેયકના દેવોનું રૂપ અનુક્રમે અનંતગણું હીન હોય છે. ગ્રેવેયકના દેવોથી બારમા દેવલોકના દેવોનું રૂપ અનંતગણું હીન હોય છે. બારમા થી અગ્યારમાનું અનંતગણું હીન. અગ્યારમાંથી દસમાનું અનંતગણું હીન. દશમાથી નવમાંનું અનંતગણું હીન. નવમાથી આંઠમાનું અનંતગણું હીન. આઠમાંથી સાતમાનું અનંતગણું હીન. સાતમાંથી છઠ્ઠાનું અનંતગણું હીન. છઠ્ઠાથી પાંચમાનું અનંતગણું હીન. પાંચમાંથી ચોથાનું અનંતગણું હીન. ચોથાથી ત્રીજાનું અનંતગણું હીન. ત્રીજાથી બીજાનું અનંતગણું હીન, બીજાથી પહેલા દેવલોકનું અનંતગણું હીન, પહેલા દેવલોકના દેવોથી ભુવનપતિ દેવોનું રૂપ અનંતગણું હીન. ભુવનપતિથી જ્યોતિષી દેવોનું રૂપ અનંતગણું હીન. જ્યોતિષીથી વ્યંતરનું અનંતગણું હીન. વ્યંતરથી ચક્રવર્તીનું રૂપ અનંતગણું હીન ચક્રવર્તીથી વાસુદેવનું અનંતગણું હીન. વાસુદેવથી બળદેવનું અનંતગણું હીન. ઉતરતું ઉતરતું જાણવું.
બાકીના રાજાઓ તથા લોકો છે ભાગે હીન જાણવા.
(૧) અનંત ભાગહીના, (૨) અસંખ્ય ભાગહીના, (૩) સંખ્ય ભાગહીના, (૪) સંખ્ય ગુણહીના, (૫) અસંખ્ય ગુણહીના, (૬) અનંત ગુણહીના.
Page 25 of 51