________________
પુગલોની સૂક્ષ્મતા
દારિકથી સૂક્ષ્મ પુદગલોથી વેક્રિય બાંધેલું હોય છે. વેક્રિય શરીરથી સૂક્ષ્મ પુદ્ગલોથી આહારક શરીર બાંધલું હોય છે. આહાર સૂક્ષ્મ પુદ્ગલોથી તેજસ બાંધેલું હોય છે. તેજસ સૂક્ષ્મ પુદ્ગલોથી કાર્પણ શરીર બાંધેલું હોય છે. પાંચ શરીરના પ્રદેશો
દારિકે અનંતા પ્રદેશો, એટલે સર્વથી થોડા. વૈક્રિયે તેનાથી અસંખ્યગુણા વધારે. આહારકે તેનાથી અસંખ્યગુણા વધારે. તેજસે તેનાથી અનંતગુણા વધારે. કાર્મણે તેનાથી અનંતગુણા વધારે. માનુષ્યો અને તિર્યંચોને દારિક શરીર હોય છે. દેવતા નારકીયોને વૈક્રિય શરીર હોય તથા મનુષ્ય તિર્યંચ કોઇ લબ્ધિધારીને, વેક્રિય શરીર હોય.
આહારક શરીર ચૌદ પૂર્વધરને હોય, બીજાને નહિ. તેઓની ગતિનો વિષય
દારિકનો વિષય વિદ્યાધરોને આશ્રિત્ય. નંદીશ્વર દ્વીપ સુધીનો હોય છે; જંઘાચારણને આશ્રિત્ય મેરુ પંડકવન નંદીશ્વર દ્વીપ અને રૂચકદ્વીપ સુધી હોય છે, વિદ્યાચારણોને આશ્રિત્ય માનુષ્યોતર પર્વત, મેરુ નંદન વન અને નંદીશ્વર દ્વીપ સુધી હોય છે.
આહારકનો વિષય મહાવિદેહ સુધી હોય છે.
તેજસ કાર્પણનો વિષય સર્વ લોક સુધી હોય છે કેવલી સમુદ્યાત વખતે સર્વલોકવ્યાપકત્વા. તેના પ્રયોજનો
દારિકનું પ્રયોજન સુખ, દુ:ખ, ધર્મ, કેવલજ્ઞાન ઇત્યાદિ હોય છે. વૈક્રિયનું પ્રયોજન, પૂલ, સૂક્ષ્મ, એક, અનેક, કાર્ય કરવાપણું હોય છે. આંહારકનું પ્રયોજન, સૂક્ષ્માર્થ સંશયછેદાદિક હોય છે. તેજસનું પ્રયોજન, શ્રાપ, અનુગ્રહ, આહારપાચનાદિક કરવો વિગેરે. કાર્પણનું પ્રયોજન, ભવાંતરે ગતિ કરવારૂપ હોય છે.
તેના પ્રમાણો
દારિક શરીરનું પ્રમાણ એક હજાર યોજનથી અધિક હોય છે. વેક્રિય શરીરનું પ્રમાણ સાતિરેક લક્ષ યોજનનું હોય છે. આહારક શરીરનું પ્રમાણ એક હાથનું હોય છે. તેજસ કાર્પણનું પ્રમાણ સદા ઉત્કૃષ્ટ-લોકપ્રમાણ હોય છે. વર્તમાન કાળમાં ઉત્પન્ન થયેલા ચોવીશ તીર્થંકર મહારાજાઓના નામ પ્રમાણે નીચેના ગુણો કહેલા.
છે.
Page 26 of 51