________________
૩રોd વૃષભ: ઇતિ સમગ્ર સંયમભારને વહન કરવાથી વૃષભ નામ થયું. શંકા બીજા તમામ તીર્થંકર મહારાજાઓ પણ વૃષભ કહેવાય છે, તો પ્રથમ જિનમાં વિશેષપણું શું
હતી તેથી રાળી હોવાથી પણ ત્યારે તેમની
કરવાની
સમાધાન, ભગવાનના સાથલમાં વૃષભનું લાંછન હોવાથી તેમજ માતાએ ચૌદ સ્વપ્રોને વિષે પ્રથમ વૃષભ દેખવાથી ઋષભઃ ૧
પરિષહાદિકે જેને નહિ જીતવાથી અજિત તેમજ ભગવાન માતાના ગર્ભમાં હતા તે વખતે જિતશત્રુ રાજા સાથે વિજયારાણી પાસાક્રીડા કરતા રાજા રાણીને નહિ જીતી શકવાથી અજિત: ૨
જેને વિષે ચોત્રીશ અતિશયોની સંભાવના હોવાથી સંભવ તથા આ ભગવાનની સ્તુતિ કરવાથી સ-સુખ થાય તેથી સંભવ તેમજ ભગવાન માતાના ગર્ભમાં આવવાથી ઘણા પ્રકારના ધાન્યની ઉત્પત્તિ થઇ તેમજ ભગવાનના જન્મથી પ્રથમ પડેલો દુષ્કાળનો નાશ થયો તેથી સંભવઃ ૩
દેવોના ઇંદ્રોએ વારંવાર વંદન, નમન, સ્તવન, કીર્તન કરવાથી અભિનંદન અથવા ભગવાન ગર્ભમાં આવ્યા ત્યારથી જ ઇંદ્ર મહારાજાએ વારંવાર વંદન સ્તવન કરવાથી અભિનંદનઃ ૪
ભગવાનની ઉત્તમ પ્રકારની મતિ હોવાથી સુમતિ અથવા ભગવાન ગર્ભમાં આવ્યા હતા ત્યારે તેમની માતાની બુદ્ધિ બે શોક્યોનો વ્યવહારિક ઝઘડો છેદવાને માટે સારા નિશ્ચયવાળી હોવાથી સુમતિ: ૫
શરીરની કાંતિને આશ્રિત્ય કમલના સમાન જેની કાંતિ હતી તેથી પદ્મપ્રભ અથવા ભગવાન જ્યારે માતાના ગર્ભમાં આવ્યા ત્યારે પદ્મને વિષે શયન કરવાનો ડોહલો ઉત્પન્ન થયો તે દેવતાએ પૂર્ણ કયો તેથી પદ્મપ્રભ તેમજ પદ્મના સમાન વર્ણ હોવાથી પદ્મ પ્રભ. ૬
જેના પડખા મહાશોભાયુક્ત હતા તેથી સુપાર્શ્વ, અથવા પ્રભુ ગર્ભને વિષે આવ્યા ત્યારે માતાના બન્ને પડખા મહા શોભનીક ઉત્તમ થયા તેથી સુપાર્થ. ૭
- ચન્દ્રના સમાન સોમ્ય મનોરમ જેની કાન્તિ છે. ઇતિ ચન્દ્રપ્રભ તથા ભગવાન માતાના ગર્ભમાં આવ્યા ત્યારે ચન્દ્રમાનું પાન કરવાનો ડોહલો ઉત્પન્ન થયો તેથી ચન્દ્રપ્રભ: ૮
જેને ઉત્તમ પ્રકારનો વિધિ છે. તેથી સુવિધિ: તથા પ્રભુ ગર્ભમાં આવ્યા પછી ભગવાનની માતા સર્વ વિધિવિધાનમાં કુશલ થયા. તેથી સુવિધિઃ ૯
પ્રાણિયોને ઉત્પન્ન થયેલા સમગ્ર સંતાપને ઉપશાન્ત કરવાથી શીતલ, તેમજ પ્રભુ જ્યારે ગર્ભવાસમાં આવ્યા ત્યારે પ્રથમથી એટલે ગર્ભમાં આવ્યા પહેલા પિતાને ઉત્પન્ન થયેલો અને કોઇપણ પ્રકારે ચિકિત્સા નહિ કરી શકાય એવો પિત્તજવર ઉત્પન્ન થયેલો હતો તે ભગવાનની માતાના હાથના સ્પર્શ કરવાથી જ તુરત જ શાન્ત થઇ ગયો તેથી શીતલ : ૧૦ 1 વિશ્વને હિત કરનારા તેથી શ્રેયાંસ તથા ભગવાન જ્યારે માતાના ગર્ભમાં આવ્યા ત્યારે પ્રથમ કોઇએ નહિ આક્રમણ કરેલી દેવતાધિષ્ઠિત શય્યા માતાએ આક્રમણ કરવાથી કલ્યાણ થયું તેથી શ્રેયાંસઃ ૧૧
દેશવિશેષોને પૂજવાલાયક થયા તેથી વાસુપૂજ્ય તથા ભગવાન જ્યારે ગર્ભમાં આવ્યા ત્યારે ઇંદ્રમહારાજાઓ રત્નો વડે નિરંતર તેનું ઘર ભરવા લાગ્યા તેથી વાસુપૂજ્ય. તેમજ વસુ રાજાના પુત્ર હતા. તેથી પણ વાસુપૂજ્ય: ૧૨
જેના જ્ઞાનાદિક વિમલ નિર્મલ છે તેથી વિમલ અગર ભગવાન કર્મરૂપી મેલથી રહિત થયેલા છે તેથી વિમલ તેમજ ભગવાન માતાના ગર્ભમાં આવ્યા પછી માતાનું શરીર અત્યંત વિમલ નિર્મલ થયું તેથી વિમલઃ તેમજ માતાની મતિ અત્યંત વિમલ થવાથી વિમલઃ ૧૩
અનંતા કર્મોને જીતી જય મેળવવાથી અનંત, અગર અનંત જ્ઞાનાદિક જેને પ્રાપ્ત થયેલ તેથી અનંતઃ તથા ભગવાન જ્યારે માતાના ગર્ભમાં આવ્યા ત્યારે માતાએ મોટા પ્રમાણવાળી રત્નની માળાને સ્વપ્નમાં
Page 27 of 51