________________
અશુભ રીતે પરિણમવાથી અશુભ કહેવાય છે. કેમકે લીંબડાના સમાગમથી મીઠા આંબામાં પણ કડવાશ. આવે છે, તો આ ઠેકાણે આંબાના જેવા આગમો જાણવા અને લીંબડાના સમાન પાસત્યાદિ જાણવા. અહીં અશુભ સંસક્તો એટલે પ્રાણાતિપાતાદિ પાંચ આશ્રવમાં અને દ્વિગારવાદિકમાં આસક્ત હોય, બહુકામી હોય, માહથી ઘેરાયેલ હોય તે અશુભ સંસક્તો જાણવો, અને આગમના જાણ શુદ્ધ માર્ગે ચાલનારા ગીતાર્થ પ્રમુખ જે સંવેગી પુરુષો હોય, તે શુભ સંસકતા જાણવા, પણ અહીં કુગુરુના સંબંધમાં અશુભ સંસક્તો ગ્રહણ કરવો. (૫) યથાશ્ચંદી
જેનસૂત્રથી વિરુદ્વાચારે ચાલતો હોય, અનેસૂત્ર વિરુદ્ધ બોલીને ઉસૂત્રની પ્રરૂપણા કરનાર, અને સ્વેચ્છાએ વર્તનાર હોય તે યથારજીંદી કહેવાય છે. તેમાં જે વચનો સૂત્ર અને પરંપરાથી મળતાં ન હોય તે વચન ઉસૂત્ર કહેવાય છે. ગારવમાં મચ્યો રહે અને ગૃહસ્થ કરતાં પણ નીચ કાર્ય કરે, ભોળા લોકોને ભરમાવવા માટે પોતાની મતિકલ્પિત વચનો બોલે-જેમક હે ભાઇઓ ! આપણે એકલી મુહપત્તિથી પડિલેહણ કરીશું, માટે ચરવળાનું શું કામ છે ? અને આપણે પાત્રામાં માથું કરીશું માટે ફંડીનું શું કામ છે ? અથવા ચોલપટ્ટાના આપણે પગલા કરીશું માટે જુદા પડલા રાખવાની કાંઇ જરૂર નથી, અને ચોમાસામાં જો વરસાદ ન આવતો હોય તો સાધુઓને વિહાર કરવામાં શું દોષ છે ? અથવા ચોમાસામાં સાધુઓને વસ્ત્ર વહોરવાથી શું દોષ છે ? વહોરે તો કાંઇ હરક્ત નથી, એમ કુભાષણ કરે અથવા પોતાને ગમતું ન લાગે તો અહો તીર્થંકરે આ પ્રમાણે ક્યાં કહ્યું? ઇત્યાદિ સ્વમતિકલ્પનાથી ભૂત ગ્રસિત અથવા ગાંડા માણસની પઠે બોલે અને તેનું મન પણ શુધ્ધ હોય નહિ તે મિથ્યાદ્રષ્ટિ યથાજીંદી જાણવો. એ પાંચે કુગુરુઓનું વિશેષ સ્વરૂપ શ્રી. વ્યવહાર ભાષ્ય આવશ્યક સૂત્ર તથા યોગબિંદુ વિગેરેમાં છે.
શ્રીમાન તીર્થંકર મહારાજનો અવતાર લોકોના કલ્યાણને માટે જ થાય છે, તે ધર્મથી જ થાય છે. શ્રીમાન તીર્થંકર મહારાજાની માતા ચોદ સ્વપ્નોને દેખે છે તે ધર્મથી જ દેખે છે.
શ્રીમાન તીર્થકર મહારાજા માતાની કુક્ષીમાં આવે છે ત્યારે ત્રણ જ્ઞાન સહિત હોય છે, તે ધર્મના જ પ્રતાપે.
શ્રીમાન તીર્થંકર મહારાજા માતાના ગર્ભમાં આવે છે કે તુરત હે રત્નકુક્ષિધારિણિ ! હે જગન્માત ! તુભ્ય નમઃ એમ બોલી ઇંદ્ર મહારાજા સ્ત્રીને પણ નમસ્કાર કરે છે તે ધર્મના જ પ્રતાપે. " શ્રીમાન તીર્થકર મહારાજાના ઘરને વિષે, ઇંદ્ર મહારાજા સુવર્ણરત્નોની વૃષ્ટિ કરે છે, તે ધર્મના જ પ્રતાપે.
શ્રીમાન તીર્થંકર મહારાજના અવતાર સમયે, ત્રણે લોકના જીવો આનંદ પામે છે, એટલું જ નહિ પણ, નારકીના જીવા પણ ક્ષણ માત્ર સુખ પામે છે, તે ધર્મના પ્રતાપે.
શ્રીમાન તીર્થકર મહારાજના અવતાર સમયે, હરિણગમેષી દેવ, પાંચસો દેવતાના સાથે, સુઘોષા ઘંટ વગાડી દેવોને ભગવાનનો અવતાર જણાવે છે, તે ધર્મના પ્રતાપે.
શ્રીમાન તીર્થકર મહારાજાના જન્મસમયે, અચલ એવું ઇંદ્ર મહારાજનું સિંહાસન ચલાયમાન થાય છે, તે ધર્મના પ્રતાપે.
શ્રીમાન્ તીર્થકર મહારાજાના જન્મસમયે, છપ્પન દિકુમારિકા આવી સૂતિકર્મ કરે છે, તે ધર્મના
પ્રતાપે.
શ્રીમાન્ તીર્થંકર મહારાજાનો જન્મમહોત્સવ કરવા, ચોસઠ ઇંદ્રો પ્રભુને મેરુ પર્વત ઉપર લઇ જઇ,
Page 41 of 51