________________
દેવ દેવાંગના સાથે સ્નાત્ર મહોત્સવ કરે છે તે ધર્મના પ્રતાપે.
શ્રોમાન્ તીર્થકર મહારાજાના અંગૂઠામાં, ઇંદ્રમહારાજ અમૃતને સ્થાપન કરે છે, તે ધર્મના પ્રતાપે. શ્રીમાનું તીર્થકર મહારાજાના, આહાર નિહારને ચર્મચક્ષુ વાળા દેખતા નથી, તે ધર્મના પ્રતાપે. શ્રીમાન તીર્થકર મહારાજા અનંત, રૂપ, બલ, વીર્યના ધણી હોય છે, તે ધર્મના પ્રતાપે.
શ્રીમાન તીર્થંકર મહારાજાના કલ્યાણિક દિવસે, ઇંદ્રમહારાજાદિક મહોત્સવ કરે છે, તે ધર્મના પ્રતાપે.
શ્રીમાન તીર્થંકર મહારાજા, દીક્ષા લેતી વખતે, બાર માસ પહેલા વાર્ષિક દાનમાં ૩૮૮ ક્રોડ, ૮૦ લાખ સોનામહોરોનું દાન આપે છે તે ધર્મના પ્રતાપે.
શ્રીમાન્ તીર્થંકર મહારાજા પોતાના હાથથી દાન લેનારા ભવ્ય જીવોને મુક્તિની છાપ આપે છે, તે ધર્મના જ પ્રતાપે.
શ્રીમાન તીર્થંકર મહારાજા દીક્ષા લીધા પછી જેને ઘરે વહોરવા જાય છે તે જીવોને સાડાબાર ક્રોડ સોનૈયાની વૃષ્ટિ સાથે ભવ્યપણાની છાપ આપે છે, તે ધર્મના પ્રતાપે.
શ્રીમાન તીર્થંકર મહારાજાના બાર ગુણો, ચોત્રીશ અતિશય, પાંત્રિશ વચનવાણી હોય છે, તે ધર્મના જ પ્રતાપે.
શ્રીમાન તીર્થંકર મહારાજા, સુરસંચારિત નવ સુવર્ણકમલો પર પગ મૂકીને વિચરનારા, તથા રૂથ્ય, સુવર્ણ, મણિમય, સમવસરણને વિષે બેસી, ધર્મદેશના આપે છે, તે ધર્મના પ્રતાપે. | શ્રીમાન્ કષભદેવસ્વામીને, ચોરાશી લાખ પૂર્વ વર્ષના આયુષ્યમાં કોઇ દિવસ માથું સરિખું પણ દુ:ખ્યું નથી તથા વર્ષીતપને પારણે સબળ શેરડીના રસનું પારણું કર્યા છતાં પણ તે રસ ઝરી ગયો, તે ધર્મના જ પ્રતાપે.
શ્રીમાન અજિતનાથ મહારાજા માતાના ગર્ભમાં આવ્યા પછી, જિતશત્રુ રાજા વિજયારાણી સાથે સોગઠાબાજી રમતાં, એક પણ દાવમાં જીતી શક્યા નહિ, તે ધર્મના પ્રતાપે.
શ્રીમાન શાંતિનાથ મહારાજા માતાના ગર્ભમાં આવ્યા બાદ, અચિરામાતાને, સ્નાન કરાવી, પાણી. છાંટવાથી, પ્રથમ હજારો ઉપાયો શાંત કરવા કર્યા છતાં પણ નહિ શાન્ત થયેલ મરકીનો ઉપદ્રવ તુરત શાંત થયો, તે ધર્મના પ્રતાપે.
શ્રીમાન શાંતિનાથ, ફÉનાથ, અરનાથ -આ ત્રણે તીર્થકરો એક ભવમાં અલભ્ય ચક્રવર્તીપદ અને તીર્થંકરપદ સમકાળે બે પદ પામ્યા, તે સર્વ ધર્મના પ્રતાપે.
શ્રીમાન વર્ધમાનસ્વામીના અવતારે, સિદ્ધાર્થ રાજાના ઘરમાં સર્વથા પ્રકારે દિનપ્રતિદિન તમામ પ્રકારે વૃદ્ધિ થઇ તે ધર્મના પ્રતાપે.
ચક્રવર્તીયો, અદ્ભુત સુખના ભોક્તા થાય છે તે ધર્મના પ્રતાપે. બાહુબલી ચક્રવર્તી નહિ છતાં, તમામ બાબતમાં ભરત ચક્રવર્તીને જીત્યા તે ધર્મના પ્રતાપે. સનકુમારને વિવિધ પ્રકારની લબ્ધિયો ઉત્પન્ન થઇ, તે ધર્મના પ્રતાપે. અંબુચીચ રાજા થયો, તે ધર્મના પ્રતાપે. નંદના લેપમય પુરુષો લડ્યા, તે ધર્મના પ્રતાપે. સુભૂમચક્રવર્તીને થાલ ચક્ર થયું, તે ધર્મના પ્રતાપે. કરકંડુરાજાને લાકડી વીજળી થઇ, તે ધર્મના પ્રતાપે. પુણ્યાક્ય રાજાને તૃણવજ થયું, તે ધર્મના પ્રતાપે. પાંચે પાંડવોને સુરંગ રાખ થઇ ગઇ તે ધર્મના પ્રતાપે. ધન્નો, શાલિભદ્ર, કયવન્નો, હદ્ધિ-સિદ્ધિના ભોક્તા થયા, તે ધર્મના જ પ્રતાપે.
Page 42 of 51