________________
વસ્તુપાળને સ્વપ્ન આપી, દક્ષિણાવર્ત શંખ મળ્યો, તથા કૃષ્ણ ચિત્રાવેલી મલી તથા ઉત્તમ પ્રકારના લાભો મળ્યા, તે ધર્મના પ્રતાપે.
કુમારપાલે અઢાર દેશમાં, અમારીનો પડહ વગડાવ્યો, તે ધર્મના પ્રતાપે. વાસુદેવોને ચક્રવર્તીના રાજ્યથી, અર્ધી બદ્વિ હોય છે, તે ધર્મના પ્રતાપે. વસુદેવનું અદ્ભુત રૂપ અને ૭૨ હજાર સ્ત્રીયોનું સ્વામીપણું થયું, તે ધર્મના પ્રતાપે. વસુદેવની ૭૨ હજાર સ્ત્રીયો મુક્તિમાં ગઇ, તે ધર્મના પ્રતાપે. રોહિણીના પુત્રને ગોખથી નીચે નાખ્યા છતાં પણ અશોકીપણું, તે સર્વ ધર્મના પ્રતાપે. ધમ્મિલકુમારને ચારે તરફ્લી સુખસંપત્તિ મળી, તે ધર્મના પ્રતાપે.
વિક્રમરાજાને અગ્નિવેતાલ દેવ વશ, બે સુવર્ણ પુરુષની પ્રાપ્તિ, ભટ્ટ આદિ મિત્રો, પરોપકારરસિકતા, પરસ્ત્રીસહોદરતા, ચંદ્ર, સૂર્ય સુધી કીર્તિ ઉત્પન્ન થઇ, તે ધર્મના પ્રતાપે.
અભયકુમારને ઓત્પાતિકી, વેનેયિકી, કાર્મિકી, પારિણામીકી ચાર પ્રકારની બુદ્ધિ ઉત્પન્ન થઇ, તે ધર્મના પ્રતાપે.
રોહાની શીધ્ર બુદ્ધિ, તે પણ ધર્મના પ્રતાપે. ડામરદૂતની શીધ્ર બુદ્ધિ, તે પણ ધર્મના પ્રતાપે.
બે લાખ યોજનના લવણસમુદ્રની શીખા, સોળ હજાર યોજન ઊંચી ચડે છે, વેલંધર દેવતા પાણીના સમૂહને ધારણ કરી રાખે છે, આવો લવણસમુદ્ર મર્યાદા મૂકી જંબુદ્વીપને બોળી દેતો નથી, તે ધર્મના પ્રતાપે.
અગ્નિ તિર્યંગનથી બળતો, તે ધર્મના પ્રતાપે. પવન સર્વ જગ્યાયે વાય છે, તે ધર્મના પ્રતાપે. મેઘ સમગ્ર દુનિયામાં વર્ષી, અન્ન, પાણી, ઘાસની વૃદ્ધિ કરે છે, તે ધર્મના પ્રતાપે.
ચિંતામણિ, કામકુંભ, કામધેનુ, કલ્પવૃક્ષ, ચિત્રવેલી, દક્ષિણાવર્ત શંખ, પારસમણિ, વિગેરે દેવતાધિષ્ઠિત પદાર્થોની પ્રાપ્તિ થાય છે, તે ધર્મના પ્રતાપે.
સૌધર્મેદ્રને ૩૨ લાખ વેમાન, ૮૪ હજાર પ્રત્યેક દિશામાં રક્ષણ કરનારા દેવો, ૮ ઇંદ્રાણિયો વિગેરેનું પ્રભુત્વપણું તે ધર્મના પ્રતાપે.
ચક્રવર્તીને ૯૬ કોટી ગામ, ૯૬ કોટી પાયદળ, ૮૪ લાખ હાથી, ૮૪ લાખ ઘોડા, ૮૪ લાખ રથ, ૧ લાખ બાણું હજાર વારાંગના, ૩૨ હજાર દેશ, ૩૨ હજાર મુકુટબધ્ધ રાજા, ૨૫ હજાર યક્ષ, ૧૪ રત્નો, ૯ નિધિયો વિગેરેનું નાયકપણું તે ધર્મના પ્રતાપે.
લોકોના ઘરમાં મદ ઝરનારા મદોન્મત્ત હાથીઓ, જાતિવંત ઉત્તમ ઘોડાઓ વિગેરે સામગ્રી મળે છે, તે ધર્મના પ્રતાપે.
શ્રેણિક, વિક્રમ, સંપ્રતિ, આમ, કુમારપાળ વિગેરે મહાન રાજાઓ ધર્મિષ્ટ થયા, તે ધર્મના જ પ્રતાપે.
સાધુસિંહ, મુહણસિંહ, ગજસિંહ, જગતસિંહ, સમરરાજ, જગડુશાહ, રત્નાશાહ, વસ્તુપાળ, તેજપાળ, વિમળ, આભુ, બાહડ, ઉદાયન, સાજન, ઝાંઝણ, પેથડ, દેદાશા આદિ, મહામંત્રિયો, અને શ્રીમંતો જૈન શાસનના શણગાર, કોટાકોટી લક્ષ્મીના અધિપતિ થયા, તે ધર્મના પ્રતાપે.
શ્રી ભોજ તથા કર્ણાદિકને દાન કરવાની શક્તિ થઇ, તે ધર્મના પ્રતાપે. શ્રી બપ્પભટ્ટસૂરિ નિરંતર સાતસો શ્લોકોને કંઠે કરતા તે ધર્મના પ્રતાપે. શ્રી વજસ્વામી મહારાજાએ પારણામાં સૂતા સૂતા ૧૧ અંગનું જ્ઞાન મેળવ્યું, તે ધર્મના પ્રતાપે. દુર્બલિકા પુષ્પમિત્રને સબળ આહારથી પણ દુર્બલતા તે ધર્મના પ્રતાપે.
રિને દરેક ગાથા શ્લોકના સો સો અર્થ કરવાની શક્તિ હતી, તે ધર્મના પ્રતાપે.
Page 43 of 51