________________
શ્રી સિંહતિલકસૂરિ મહારાજાએ મંત્રરાજ રહસ્યમાં કહ્યું છે કેશ્વેતવર્ણના અરિહંતો રોગની શાંતિ માટે છે. રક્તવર્ણના સિધ્ધો ત્રિલોકનું વશીકરણ કરે છે. સુવર્ણરંગના આચાર્યો જલ-અગ્નિ અને શત્રુના મુખનું સ્તંભન કરે છે.
ઉપાધ્યાયનો નીલ વર્ણ એહિક લાભાર્થે છે. અને સાધુઓનો શ્યામ વર્ણ પાપીઓનાં ઉચ્ચાટન અને મારણનું કારણ બને છે. જે મનુષ્યોનું ધ્યેય મોક્ષ છે અથવા આધ્યાત્મિક વિકાસ છે તેતો પોતાને પ્રાપ્ત થયેલી શક્તિનો દુરુપયોગ કદી કરે જ નહિ.
શ્રી અરિહંત દેવોનાં :- જ્ઞાનાતિશય ઉપર ઉંડું ચિંતન કરતાં જ્ઞાન વધે છે. વચનાતિશય ઉપર ઉંડુ ચિંતન કરતાં આપણી વાણીમાં વિશદતા આવે છે અને તે અનેકનું આકર્ષણ કરે છે.
પૂજાતિશય ઉપર ઉંડુ ચિંતન કરતાં આપણે સન્માનને પાત્ર થઇએ છીએ અને લોક પ્રિયતામાં વધારો થાય છે. તથા અપાયાપગ માલિશયનું ઉંડું ચિંતન કરતાં જે કોઇ આપત્તી આવી હોય કે આવવાના ભણકારા વાગતા હોય તે દૂર થાય છે.
અપાયા બે પ્રકારે. (૧) સ્વાશ્રયી, (૨) પરાશ્રયી.
(૧) સ્વાશ્રયી - દ્રવ્યથી રોગો નાશ થઇ ગયા છે અને ભાવથી અંતરંગ અઢાર દૂષણો ત્યાગ કરેલો છે તે.
(૨) પરાશ્રયી અપાયા :- જેનાથી પારકા ઉપદ્રવ નાશ પામે એટલે જ્યાં ભગવાન વિચરે ત્યાં દરેક દિશામાં મળીને સવાસો યાજન સુધીમાં પ્રાયઃ રોગ, દુકાળ વગેરે થાય નહિ તે.
ચિત્ત પ્રસાદો મનસ% તુષ્ટિરભાશિતાસ્વપ્ર પરાંગ મુખત્વમ્ |
સ્વBષ યાનાધુપ લંભનંચ સિધ્ધસ્ય ચિન્હાનિ ભવાન્તિ સધઃ || સાધક જ્યારે સિધ્ધ બને ત્યારે તેના કેટલાક ચિન્હો તરત જ જોવામાં આવે છે જેમકે-ચિત્તની પ્રસન્નતા મનનો અપૂર્વ સંતોષ અલ્પભોજન સ્વખરહિત નિદ્રા વગેરે કદાચ આ વખતે સ્વપ્ત આવે તો કોઇ વાહનની પ્રાપ્તિનું અને તેના ઉપર સવારી કર્યાનું આવે છે.
નવપદનાં વર્ણ સંબંધી જલતત્વનો પ્રધાન ગુણ નિર્મળતા છે તેના પ્રતિક રૂપ અરિહંત અને છેલ્લા ચાર પદો છે જેથી શ્વેતવર્ણ છે.
અગ્નિતત્વનો ગુણ દાહકતા = જલાવવાનો છે. તેના પ્રતિક રૂપ સિધ્ધનો રક્તવર્ણ છે. પૃથ્વીતત્વનો ગુણ કઠીન્યતા યાને આધારતા છે. તેના પ્રતિકરૂપ આચાર્યનો પીળો વર્ણ છે. આકાશતત્વનો ગુણ વિશાળતા અને અવગ્રાહર્તાનો છે. તેના પ્રતિકરૂપ ઉપાધ્યાયનો નીલવર્ણ છે. વાયુતત્વનો ગુણ અપ્રતિબધ્ધતા છે તેના પ્રતિકરૂપ સાધુનો શ્યામવર્ણ છે.
નવપદા અનુક્રમે - ઉપકાર, સુખ, આચાર, વિનય, સમર્પણ ભાવ, વૈયાવચ્ચ, ભાવ-વૈરાગ્ય, સર્વગુણ અને સંતોષનાં ભંડાર છે. જિણ સાસણમ્સ સારો ચઉદસ પુવ્વાણ જો સમુધ્ધારો | જસ્ટમણે નવકારો સંસારો તસ્સ કિં કુણઇ ||.
જિનશાસનનો સાર અને ચૌદપૂર્વનો સમ્યગ ઉધ્ધાર એવો નવકાર જેના મનમાં રમે છે તેને સંસાર શું કરી શકવાનો છે ?
દિશાઓ સાત પ્રકારે :- નામ, સ્થાપના, દ્રવ્ય ક્ષેત્ર, તાપ, ભાવ અને પ્રજ્ઞાપક.
ભાવ દિશા ૧૮ પ્રકારે :- પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિની ચાર - મૂળ, સ્કંધ, અગ્રબીજ, પર્વબીજ, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્યની ચાર - કર્મભૂમિનું, અકર્મભૂમિ, અંતરદ્વીપ, સમુઈિમ મનુદેવની અને નરકની = ૧૮ થાય.
Page 50 of 51