________________
દુઃખને જલાંજલિ આપી છે. (૯૫) આ નવકાર એ પિતા છે, આ નવકાર એ માતા છે, આ નવકાર એ અકારણ બંધુ છે અને આ નવકાર એ પરમોપકારી મિત્ર છે.(૯૬) શ્રેયોને વિષે પરમ શ્રેય, મંગલોને વિષે પરમ મંગલ, પુણ્યોને વિષે પરમ પુણ્ય અને ફ્લોને વિષે પરમ રમ્યળ પણ આ નવકાર જ છે.(૯૭) તથા આલાક રૂપી ઘરથી નીકળીને પરલોકના માર્ગે પ્રવર્તેલા જીવ રૂપી પથિકોને આ નવકાર પરમ પથ્યાદન-ભાથા તુલ્ય છે. (૯૮) જેમ જેમ તેના વર્ણોનો રસ મનને વિષે પરિણામ પામે છે, તેમ તેમ ક્રમે કરીને પાણીથી ભરેલા કાચા કુંભની માફ્ક જીવની કર્મગ્રન્થી ક્ષયને પામે છે. (૯૯) પંચ નમસ્કાર રૂપી સારથીથી હંકાયેલો અને જ્ઞાન રૂપી ઘોડાથી જોડાયેલો તપ, નિયમ અને સંયમ રૂપી રથ મનુષ્યને નિવૃત્તિનગરીએ લઇ જાય છે.(૧૦૦) અગ્નિ કદાચ શીતલ થઇ જાય અને સુરસરિતા-આકાશગંગા કદાચ સાંકડા માર્ગવાળી બની જાય, પરન્તુ આ નવકાર પરમ પદપુરે ન લઇ જાય એ બને નહિ. (૧૦૧) અનન્ય હૃદય અને વિશુદ્ધ લેશ્યા વડે આરાધાયેલો આ નવકાર સંસારના ઉચ્છેદને કરનારો છે. તે કારણે તેને વિષે શિથિલ ન થાઓ તેના ઉપર મંદ આદર ન કરો. (૧૦૨) મરણકાળે કરાતો આ નવકાર નક્કી સંસારનો ઉચ્છેદ કરવાને સમર્થ છે, એમ શ્રી જિનેશ્વરો એ જોયેલું છે. (૧૦૩) પંચ નમસ્કારને કરવાનું તાત્કાલિક ફ્ળ અક્ષેપે-શીઘ્ર કર્મનો ક્ષય અને નિયમા-નિશ્ચિત મંગલનું આગમન છે. (૧૦૪) તેનું કાલાંતર ભાવિ ફ્લ બે પ્રકારનું છે. ૧-આ ભવ સંબંધી અને ૨- અન્ય ભવ સંબંધી. આ ભવ સંબંધી ફ્ળ ઉભય ભવમાં સમ્યક્ સુખને આપનારા અર્થકામની પ્રાપ્તિ રૂપ છે. (૧૦૫) આ ભવમાં સુખને આપનારા એટલે અકલેશ કે અલ્પ કલેશથી મળનારા રોગરહિત અને વિઘ્નરહિતપણે ઉપભોગમાં આવનારા સૂત્રોક્ત વિધિ મુજબ સુંદર સ્થાનમાં-સક્ષેત્રોમાં વિનિયોગ પામનારા અને પરમ સુખને આપનારા. (૧૦૬-૧૦૭) હવે અન્ય ભવ સંબંધી પંચ નમસ્કારનું ફ્ળ એ છે કે નમસ્કારને પામેલા અને તેની વિરાધના નહિ કરનારા આત્મા જો કોઇ કારણસર તે જ ભવને વિષે સિદ્ધિગતિને ન પામે, તો ઉત્તમ દેવોને વિષે ઉત્પન્ન થાય છે અને ત્યાંથી વિપુલ કુલોને વિષે અતુલ સુખથી યુક્ત એવું મનુષ્યપણું મેળવે છે. પર્યંતે કર્મરહિત થઇને સિદ્ધિગતિને પામે છે. (૧૦૮-૧૦૯) જ્ઞાનાવરણીયાદિ કર્મોના અનંત પુદ્ગલોનો પ્રતિક્ષણ વિગમ થવાથી પરમાર્થથી નવકારના પ્રથમ અક્ષર ‘7' કારનો લાભ થાય છે. શેષ પ્રત્યેક અક્ષરોનો લાભ પણ ક્રમે કરીને અનંતગુણવિશુદ્ધિ થવાથી થાય છે.(૧૧૦-૧૧૧) એ રીતે જેનો એકેક પણ અક્ષર અત્યંત કર્મક્ષયથી મળે છે, તે નવકાર કોને વાંછિત ફ્લદાયી ન થાય ? (૧૧૨) એ પ્રમાણે ઉભય લોકન વિષે ‘ સુખનું મૂળ છે’ એમ જાણીને, આરાધનાભિલાષી હે ભદ્ર ! તું એને સદા સ્મરણ કર : કારણ કે-પંચ પદવાળો આ નવકાર જીવને હજારો ભવોથી મૂકાવે છે તથા ભાવપૂર્વક કરાતો તે બોધિલાભ માટે થાય છે. (૧૧૩-૧૧૪) પાંચેય પરમેષ્ઠિઓને કરેલો નમસ્કાર ધન્યપુરૂષોને ભવક્ષય કરાવે છે અને હૃદયથી તેને નહિ મૂકનારને તે વિશ્રોતસિકાચિત્તના ઉન્માર્ગગમનને વારનાર થાય છે. (૧૧૫) એ રીતે પંચ નમસ્કાર મહાન્ અર્થવાળો છે, એમ શાસ્ત્રોમાં વર્ણન કરાયેલો છે અને એ કારણે મરણ અવસર આવી લાગે ત્યારે તેનું નિરંતર અને વારંવાર સ્મરણ કરાય છે. (૧૧૬) સાત, પાંચ, સાત, સાત અને નવ અક્ષર પ્રમાણ છે. પ્રગટ પાંચ પદો જેના અને તેત્રીસ અક્ષરપ્રમાણ છે. શ્રેષ્ઠચૂલિકા જેની, એવા ઉત્તમ શ્રી નવકારમંત્રનું તમે નિરંતર સ્મરણ (ધ્યાન) કરો.(૧૧૭) એ રીતે સંવિગ્નશિરોમણિ શ્રી જિનેશ્વરસૂરિના ચરણકમલને વિષે ભ્રમર સમાન શ્રી જિનચંદ્રસૂરિ દૂર થયો છે પાપમલ જેનાથી એવા નવકારના ફ્લને કહે છે. (૧૧૮)
इति ज्येष्ठ पंचनमस्कारफलप्रकरण समाप्तम् ।
નમસ્કારનું પ્રયોજન અને ફળ
કર્મનો ક્ષય અને મંગળનું આગમન, એ નમસ્કારનું પ્રયોજન છે. નમસ્કારનું ફ્ળ બે પ્રકારનું છે આ લોકસંબંધી અને પરલોક સંબંધી. આ લોકમાં અર્થ, કામ, આરોગ્ય અને અભિરતિની પ્રાપ્તિ તથા
Page 10 of 51