________________
પંચપરમેષ્ઠિ નમસ્કાર એ ભાવધર્મનું પણ બીજ છે અને ભાવધર્મની સિદ્ધિથી પ્રાપ્ત થતાં સ્વર્ગ અને અપવર્ગનાં સુખોનું પણ બીજ છે. જેનાથી સ્વર્ગાપવર્ગનાં દુર્લભ સુખો પણ સુલભ અને સહજ બને છે, તે નવકાર વડે અન્ય સુખોની પ્રાપ્તિ કે સાધારણ દુઃખોથી નિવૃત્તિ શકય ન બને, એ કલ્પના જ કેટલી મિથ્યા છે ? છતાં આજે સુખ મેળવવા કે દુઃખ દૂર કરવાના અર્થી આત્માઓ પણ નવકાર જેવી વિનામૂલ્યે મળેલી કે મળી શકે એવી અસાધારણ ચોજથી પણ અત્યંત દૂર રહે છે, એ સત્પુરૂષોને મન અત્યંત શોચનીય વાત
છે.
જગતના ઉત્તમ આત્માઓને આજે એ નવકારની સન્મુખ બનાવવાની અસાધારણ અગત્ય છે. આજના વિષમકાળમાં એક પણ આત્મા જો ભાવથી એ નવકારની સન્મુખ બને, તો તે કાર્યને માટે લાખ્ખો રૂપિયાનું ખર્ચ થતું હોય તો પણ અલ્પ છે ઃ કારણ કે-આજે ઉઘાડી આંખે દેખી શકાય છે કે-લાખ્ખો અને ક્રોડો રૂપિયાના જ નહિ, કિન્તુ મોટા સામ્રાજ્યોના માલિકો પણ નવકારના અભાવે કારમી આપત્તિઓ અને દુઃખોથી કચડાય છે-કારમી અશાન્તિ અને અસમાધિઓથી રીબાય છે : જ્યારે ભાવથી એ નવકારને પ્રાપ્ત થયેલા જે કોઇ સત્પુરૂષો છે, તેઓ આટલા અસમાધિગ્રસ્ત કાળમાં પણ પરમ સમાધિ અને શાન્તિપૂર્વક જીવી રહ્યા હોય છે. અજ્ઞાનથી, પૂર્વગ્રહથી કે કશિક્ષણથી એ નવકાર પ્રત્યે કે એ નવકારને આપવા માટે શાસ્ત્ર માવેલી પરમ પવિત્ર આચરણાઓ પ્રત્યે વિરૂદ્ધ ભાવવાળા બનેલા આત્માઓ હજુ પણ સમજે અને પોતાના જ ભાવિ સુખ માટે સીધી દિશાનો સ્વીકાર કરે, તો પણ આ કાળની વિષમતા તેમને અનિષ્ટ માટે નહિ, પણ ખરેખર આશિર્વાદ માટે બની જાય.
નવકાર એ પરમ મંત્ર છે એટલું જ નહિ, પણ પરમ શાસ્ત્ર છે. પરમ શાસ્ત્ર છે એટલું જ નહિ, પણ સર્વ શાસ્ત્રોમાં શિરોમણિભૂત મહાશાસ્ત્ર છે. શાસ્ત્રોમાં એને ‘મહાશ્રુતસ્કંધ’ નામથી સંબોધેલ છે. લોકમાં રહેલ પંચાસ્તિકાયની જેમ શાશ્વત અને સહજસિદ્ધ તરીકે એને માવેલ છે. એનો મહિમા અભૂતપૂર્વ છે. પ્રત્યેક પુણ્યવાન આત્મા આજના કાળે તે મહિમાને સમજતો થાય, તે મહિમાવંત વસ્તુની આરાધનામાં રસ લેતો થાય અને પ્રત્યેક દુઃખના પ્રતિકાર માટે શાસ્ત્રોક્ત રીતિ મુજબ જીવનમાં તેને સ્થાન આપતો થઇ જાય એટલી જ લેખક અને અનુવાદકર્તાની અભિલાષા છે. લઘુ નવકાર-ફ્ળ અને બહત્ નવકાર-ફ્ળ એ બંને પ્રકરણોના અનુવાદોમાં બુદ્ધિમાંધના કારણે થયેલી સ્ખલનાઓને વિદ્વાનો સુધારીને વાંચે એવી પ્રાર્થના છે.
લઘુ નવકાર-ફળ
(અનુવાદ)
ધનઘાતી કર્મથી મુક્ત અરિહંતો, સર્વ સિદ્ધો, પ્રવર આચાર્યો, ઉપાધ્યાયો તથા સર્વ સાધુઓ-શ્રેષ્ઠ લક્ષણોને ધારણ કરનારા એ પાંચેય પરમેષ્ઠિઓને કરેલો નમસ્કાર સંસારમાં ભટકતા ભવ્ય જીવોને પરમ શરણ રૂપ છે. (૧-૨) ઉર્ધ્વલોક, અધોલોક અને તિર્યંચલોકમાં શ્રી જિન-નવકાર પ્રધાન છે તથા સમસ્ત ભુવનમાં નરસુખ, સુરસુખ અને શિવસુખોનું પરમ કારણ છે. (૩) તે કારણે સુતાં અને ઉઠતાં આ નવકારને અનવરત ગણવો જોઇએ. ભવ્ય લોકને તે નિશ્ચયે દુઃખને દળનારો તથા સુખને ઉત્પન્ન કરનારો છે. (૪) જન્મતી વખતે તે ગણવામાં આવે તો જન્મ પામ્યા બાદ બહુ ઋદ્ધિને આપનારો થાય છે અને અવસાન વખતે તે ગણવામાં આવે તો મરણ થયા બાદ સુગતિને આપનારો થાય છે. (૫) આપત્તિ વખતે તેને ગણવામાં આવે તો સેંકડો આપત્તિઓનું ઉલ્લંઘન થાય છે અને ઋદ્ધિની વખતે તેને ગણવામાં આવે તો તે ઋદ્ધિ વિસ્તારને પામે છે. (૬) આ નવકારને શ્વાસની જેમ કંઠને વિષે જે સ્થાપન કરે છે, ત દેવતાઓ હોય તો નવલક્ષ્મીને પામે છે તથા નરવરેન્દ્રો હોય તો વિધાધરના તેજને પ્રાપ્ત કરે છે.(૭) શું આ નવકાર એ મહારત્ન છે ? અથવા ચિન્તામણિ સમાન છે ? કે કલ્પવૃક્ષ સમાન છે ? નહિ, નહિ, પરંતુ તેનાથી પણ અધિકતર છે. ચિન્તામણિ, રત્નાદિ અને કલ્પતરૂ એક જન્મમાં સુખનાં કારણ છ, જ્યારે પ્રવર એવો
Page 5 of 51