________________
जले जले चांतरता यथास्ति, गुरी गुरी चांतरता तथारित ||१||"
ભાવાર્થ :- જેમ કાષ્ઠ કાષ્ઠમાં અંતર હોય છે, જેમ દૂધ દૂધમાં અંતર હોય છે, જેમ પાણી પાણીમાં અંતર હોય છે, તેમ તેમ ગુરુ ગરુમાં અંતર (ફાર) હોય છે, આથી સમજવું કે ગુરુગુરુમાં પણ ઉત્તમ, મધ્યમ, જઘન્ય, ગુણ, નિર્ગુણ સામાન્ય, પ્રગભપણું વિગેરે તારતમ્યપણું હોય છે.
તમામ પ્રકારનો ઉપદેશ કરવાથી જંગમ તીર્થરૂપ, અને ધર્મરૂપી ચક્ષને ખુલ્લી કરવાથી ગૃહસ્થાશ્રમી. જીવોને ગુરુ પૂજવા લાયક છે, કારણ કે ગુરુના ઉપદેશ વિના પંડિતપુરુષો પણ ધર્મના રહસ્યને જાણી શકતા નથી. વિધા, કળાઓ, રસ, સિદ્ધિઓ, ધર્મનું તત્ત્વ, ધન સંપાદન કરવું -એ સર્વ ડાહ્યા મનુષ્યોને પણ, ગુરુ ઉપદેશ વિના પ્રાપ્ત થતાં નથી. માતા, પિતા, ભાઇ વિગેરે સર્વના હણમાંથી મનુષ્ય મુક્ત થઇ શકે છે, પરંતુ ગુરુના દેવામાંથી સેંકડો ઉપાયોથી મુક્ત થઇ શકતો નથી. માતા, પિતા વગેરે સગા વહાલા જ્યાં
જ્યાં જન્મ થાય ત્યાં ત્યાં મળે છે પણ ધર્મોપદેશક સદ્ગુરુ તો મહાન પુન્યોદયથી કવચિત્ જગ્યાએ જ મળે. છે, સગુરુરૂપ ચિંતામણિરત્ન પ્રાપ્ત થવું બહુ જ મુશીબત છે.
આઠ પ્રદારના ગરૂઓ
(૧) નીલચાસ પક્ષી સમાન ગુરુ
જેમ નીલચાસ પક્ષીમાં પાંચ વર્ષો સુંદર હોવાથી, તે શકુનમાં જોવા લાયક છે, પણ ઉપદેશ વચન સુંદર નથી અને કીડા આદિના ભક્ષણ કરવાથી ક્રિયા પણ સારી નથી, તેવી રીતે કેટલાક નામધારી ગુરુઓનો વેષ દેખાવમાં તો સુવિહિત સાધુ જેવો હોય છે, પણ ઉત્સુકની પ્રરૂપણા કરવાથી ઉપદેશ શુદ્ધ નથી, તથા ક્રિયા પણ મૂલ ગુણ ઉત્તરગુણરૂપ નથી. પ્રમાદથી શુદ્ધ આહારાદિકની ગવેષણા પણ નથી તેમજ ષકાયની વિરાધના કરવાથી ગૃહસ્થ સમાન છે, હાલમાં તેઓ બહુ જ છે, ભૂતકાળમાં કુલવાલુકાદી જાણવા, તેમાં વેષ સુવિહિત નહોતો, પણ માગધિકા વેશ્યામાં લુબ્ધ થવાથી, ક્રિયા સારી નહોતી, તથા વિશાલા નગરીના ભંગનું કારણભૂત પોતે થઇ, મહા આરંભાદિકથી વ્રતોનું ખંડન કરવાવાલો થયેલો છે. (૨) કૌચ પક્ષીના સમાન ગુરુ
ક્રૌંચ પક્ષીનું રૂપ સારૂં નથી. તથા કીડા આદિકને ખાવાથી કેવલ ક્રિયા પણ સારી નથી, ક્ત ઉપદેશ (વચન) મીઠા ધ્વનિવાલો છે તેવા પ્રકારે કેટલાક ગુરુઓને, ચારિત્રધારી સાધુઓના સમાન વેષનો. અભાવ હોવાથી રૂપ નથી, તથા પ્રમાદ આચરણથી ક્રિયા પણ સારી નથી, પણ શુદ્ધ માર્ગની પ્રરૂપણા કરવાનો ઉપદેશ સારો છે. મરીચી આદિ વેષધારી પરિવ્રાજકના પેઠે, એક યથાજીંદી સિવાય, પાસત્યો, ઓસન્નો કુશીલ, સંસક્ત, આચાર શુદ્ધ પ્રરૂપણા કરનારા હોઇ શકે છે. (3) ભમરાના સમાન ગુરુ
કાળો વર્ણ હોવાથી ભમરામાં રૂપ સારૂં નથી, મધુર વચન પણ નથી, પરંતુ પુષ્પોને પીડા કર્યા સિવાય પુષ્પોથી રસ ગ્રહણ કરવાથી કેવલ ક્રિયા જ સારી છે, તેવી જ રીતે કેટલાક ગુરુઓમાં સાધુનો વેષ
તેઓ ઉપદેશ આપવા લાયક પણ નથી, પરંતુ ક્રિયાયુક્ત છે, જેમ પ્રત્યેક બદ્ધાદિકોમાં, પ્રત્યેકબુદ્ધ, સ્વયંબુદ્ધ, તીર્થકરાદીક જો કે સાધુ છે, પરંતુ તીર્થગત સાધુઓની સાથે પ્રવચનલિંગથી સાધર્મિક નથી, સાધવેષ પણ નથી, ઉપદેશ પણ નથી, દેશનાના સેવક પ્રત્યે કબુદ્વાદિરિ ત્યાગમાત તે જ
Page 37 of 51