________________
પંચપરમેષ્ઠિ નમસ્કારનો પ્રભાવ
મુનિ શ્રી નરવાહનવિજયજી
શાસ્ત્રોમાં પંચપરમેષ્ઠિ નમસ્કારનો મહિમા ઘણો મોટો વર્ણવ્યો છે. એને સર્વ મંત્રરત્નોનું ઉત્પત્તિસ્થાન કહ્યું છે. એને સર્વ શાસ્ત્રોની આદિમાં ઉચ્ચારણ કરવાનું માન કર્યું છે. એના એકેક અક્ષરના ઉચ્ચારણમાં અનંત કર્મો અને તેના રસનો ઘાત થાય છે, એમ માવ્યું છે. સર્વકાળના અને સર્વ ક્ષેત્રના સર્વ પરમર્ષિઓ. અને મહર્ષિઓને પ્રણામ રૂપ હોવાથી એ મહામંગલ સ્વરૂપ છે, એમ જોરશોરથી પ્રતિપાદન કર્યું છે. પંચપરમેષ્ઠિ નમસ્કૃતિને આ લોક અને પરલોકમાં અનેક પ્રકારના વાંછિતો પૂરા પાડનાર તરીકે વર્ણવેલા છે. અર્થને આપનાર પણ તે જ છે, કામને આપનાર પણ તે જ છે અને આરોગ્યને આપનાર પણ તે જ છે. અવિરતિ અને આનંદને આપનાર પણ એને જ માનેલ છે. પરલોકમાં સિદ્ધિગમન અથવા દેવલોકગમના અથવા શુભ કુળમાં આવાગમન અથવા બોધિલાભનું કારણ પણ એને જ કહેલ છે. સર્વ સુખનો પ્રયોજક અને સર્વ દુ:ખનો ઘાતક પણ પંચપરમેષ્ઠિ નમસ્કાર છે, એમ તે તે સ્થળોએ સ્પષ્ટ શબ્દોમાં શાસ્ત્રકાર મહર્ષિઓએ ક્રમાવ્યું છે. તો પછી આજે એથી વિપરીત કેમ ? -એ પ્રશ્ન સહેજે ઉત્પન્ન થાય છે. એનો ઉત્તર પણ ભગવાન હરિભદ્રસૂરિજી આદિ સૂરિપુંગવોએ સ્પષ્ટ શબ્દોમાં આપેલો છે. યોગબિન્દુ' નામના ગ્રન્થરત્નમાં તેઓશ્રી ક્રમાવે છે કે
“ક્ષરદ્ધયમથેન, શ્રયમાdi વિઘાત: |
गीतं पापक्षयायोच्चैः, योगसिद्धैर्महात्मभि ।।१।।" સિદ્ધયોગી એવા તીર્થકર ગણધરાદિ મહાપુરૂષોએ “યોગ’ એવા બે અક્ષર પણ વિધાન પૂર્વક સાંભળનાર આત્માને અત્યંત પાપના ક્ષય માટે થાય છે, એમ માવેલ છે.
એ જ શ્લોકની સ્વોપ્રજ્ઞ ટીકામાં તેઓશ્રી માવે છે કે
"अक्षरद्वयमपि किं पुनः पझ्चनमस्कारादीन्यनेका न्यक्षराणीन्यपि शब्दार्थ: । एतत योग: इति शब्दलक्षणं श्रूयमाणमाकर्यमानम् / तथा विधार्थाडनवबोधेडपि, 'विधानतो विधानेन, श्रद्धासंवेगादिशुद्धभावोल्लासकरकुडमलयोजना दिलक्षणेन / गीतमुक्तं, पापक्षयाय, मिथ्यात्वमोहाद्यकुशल कर्मनिर्मलनायोच्चैरत्यर्थम् / कैगीतमित्याह योगसिदैः योग: सिद्धो निपनो येषां ते तथा, जिनगणधरादिभिः महात्मभिः प्रशस्तभाचैरिति //'
“બે અક્ષર પણ પંચનમસ્કારાદિ અનેક અક્ષરો માટે તો કહેવું જ શું ? “યોગ' એવા બે અક્ષર સાંભળતાં, તેવા પ્રકારના અર્થનું જ્ઞાન ન હોય તો પણ, વિધાનપૂર્વક “શ્રદ્ધા-સંવેગાદિ ભાવોલ્લાસપૂર્વક અને બે હાથ આદિ જોડવાપૂવક' મિથ્યાત્વમોહનીયાદિ અશુભ કર્મના અત્યંત નિર્મુલન માટે થાય છે, એમ નિષ્પન્ન યોગી એવા શ્રી જિનગણધરાદિ પ્રશસ્ત સ્વભાવવાળા મહાત્મપુરુષોએ ક્રમાવેલ છે.”
ભગવાન હરિભદ્રસૂરિ મહારાજનું ઉપરોક્ત નિરૂપણ માને છે કે-શ્રી પંચપરમેષ્ઠિ નમસ્કારાદિ અનેક અક્ષરો નહિ, કિન્તુ શ્રી જિનવચનાનુસારી ‘યોગ’ એવા બે અક્ષરનું શ્રવણ પણ અત્યંત પાપક્ષય માટે થાય છે. શરત એટલી જ કે-તે વિધાનપૂર્વક હોવું જોઇએ અને વિધાન એટલે શ્રદ્ધા-સંવેગાદિ માનસિક ભાવ અને કરકુમલયોજનાદિ શારીરિક વ્યાપાર : ઉપલક્ષણથી શુદ્ધ ઉચ્ચારણ આદિ વાચિક ક્રિયા. તથા પ્રકારના અવબોધ વિના કાયિક, વાચિક અને માનસિક ભાવોલ્લાસપૂર્વક શ્રી પંચપરમેષ્ઠિ નમસ્કારાદિ અક્ષરોનું શ્રવણ પણ અતિ કિલષ્ટ પાપોના ક્ષયનું ઉચ્ચ કારણ માનેલું છે, તો પછી તથા પ્રકારના અવબોધ
Page 1 of 51