________________
નહિ ?
સમાધાન) સાધુ આદિના દાનમાં પણ દાનકૃત ઉપકાર-અપકારથી ળની પ્રાપ્તિ થતી નથી, કિન્તુ પરાનુગ્રહ રૂપ સંકલ્પ માત્રથી જ દાતાને ળની નિષ્પત્તિ થાય છે. અન્યથા, સાધુ આદિએ ભોજન કર્યા બાદ અજીર્ણાદિ થવાથી મૃત્યુ આદિ થાય, તેનો દોષ પણ દાતાને લાગવો જોઇએ. પૂજ્ય વડે પૂજાનું ગ્રહણ થાય તો જ ધર્મ થાય, એવો નિયમ નથી પણ પૂજ્યની પૂજાથી થતી પરિણામવિશુદ્ધિથી ધર્મ થાય છે.પૂજાનું ગ્રહણ ન થાય તોય તે વિશુદ્ધિ અવશ્ય થાય છે. અથવા
શ્રી જિનાદિકની કરેલી પૂજાનું ગ્રહણ પણ તેઓ કરે છે. સંપ્રદાન ત્રણ પ્રકારે થાય છે તેથી ગ્રહણ પણ ત્રણ પ્રકારે થાય છે : જેમકે-પ્રેરક, મણિ-કાચ આદિ વસ્તુઓ કોપાદિરહિત છે, છતાં અનુગ્રહ અને ઉપઘાત માટે થાય છે.
શંકા કોપ વિગેરે હરણ-પ્રદાનાદિનાં નિમિત્ત છે કે નહિ ?
સમાધાન, નિમિત્ત હોવા છતાં તે બાહ્ય કારણ છે. અંતરંગ કારણ તો સ્વકૃત-કર્મ (પુણ્ય પાપ) સિવાય બીજું કોઇ નથી. રાજા આદિનો કોપ અને પ્રસન્નતા, એ સ્વકૃત પુણ્યપાપનું જ ફળ છે : કારણ કે-કોપયુક્ત બનેલો કે પ્રસાદવાન બનેલો રાજા પણ સર્વ લોકોને સમાન આપનારો થતો નથી : વિષમાં ફળ આપનારો થાય છે. અગર નિષ્ફળ પણ જાય છે. એ જ કારણે શ્રી અર્હદાદિ-નમસ્કાર કે શ્રી અર્હદાદિ પૂજાનો આરંભ કોઇને પ્રસન્ન કરવા માટે નથી, કિન્તુ પૂજકના જ ચિત્તની પ્રસન્નતા માટે છે. બીજા પ્રસન્ના થાય એટલે ધર્મ થાય અને બીજા કુપિત થાય એટલે અધર્મ થાય, એવો નિયમ બાંધી શકાય તેમ નથી. ધર્માધર્મ જીવના શુભાશુભ પરિણામને અનુસરવાવાળા છે. શ્રી અરિહંતાદિ આલંબનો શુભ પરિણામનાં જનક છે, શુભ પરિણામથી ધર્મ થાય છે અને ધર્મથી ભક્તપાન, અર્થકામ, સ્વર્ગઅપવર્ગાદિ ફળની પ્રાપ્તિ થાય છે.
શંકાને ધર્માધર્મ બીજાની પ્રસન્નતા કે કોપને અનુસારનારા નથી, એ વાત હજુ સ્પષ્ટતયા સમજાતી નથી : કારણ કે જો તે ન હોય તો લોકમાં બીજાની પ્રસન્નતાદિ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવામાં આવે છે, તે કેમ બને ?
સમાધાન લોકમાં સુખી થવા માટે બીજાની પ્રસન્નતાદિ પર આધાર રાખવામાં આવે છે, પરન્તુ તે અનેકાન્તિક છે : એટલું જ નહિ, કિન્તુ સ્વકૃત પુણ્ય-પાપને અનુસારે જ ફળ દેનાર બને છે. એમ નહિ માનતાં, પરના કોપ-પ્રસાદિ ઉપર જ ધર્માધર્મ માની લેવામાં આવે, તો રાગ-દ્વેષરહિત મુનિની સ્તુતિ આદિ કરવાથી પુણ્યાત્માને ધર્મ નહિ થાય અને આક્રોશાદિ કરવાથી દુષ્ટાત્માને અધર્મ નહિ થાય : કારણ. કે-રાગ-દ્વેષરહિત મુનિને સ્તુતિ સાંભળવાથી પ્રસન્નતા કે આક્રોશ સાંભળવાથી કોપ થતો નથી. વળી હિંસા, જૂઠ, ચોરી, પદારાગમનાદિ કાર્યોનું કોઇ ચિત્તમાં જ ચિંતવન કરે, તો તેનું પણ તેને ખરાબ ળા મળવું જોઇએ નહિ. એજ રીતે દયા, દાન, બ્રહ્મચર્યાદિ ધર્મ કરવાની ઇચ્છા મનમાં થાય, તેને શુભ ફળ પણ મળવું જોઇએ નહિ : કારણ કે-શુભ અગર અશુભ કાર્યોન ચિત્તમાં ચિત્તવન કરવા માત્રથી જે જે વ્યક્તિ વિષયક શુભ યા અશુભ ચિન્તવન થયું હોય છે, તે તે વ્યક્તિને કોપ યા પ્રસાદ થવાનો પ્રસંગ બનતો નથી. : પરન્તુ હિંસાદિ ચિત્તવનારને અધર્મ અને દયાદિ ચિત્તવનારને ધર્મ થાય છે જ, માટે પરપ્રસાદ અને પરકોપથીજ ધર્માધર્મ થાય છે, એમ માનવું એ અઘટિત છે : કિન્તુ સ્વપ્રસાદ અને સ્વકોપથી જ ધર્માધર્મ થાય છે, એમ માનવું એ યુક્ત છે.
એમ નહિ માનવાથી એક ત્રીજો દોષ આવે છે. તે તો ઉપર્યુક્ત બે દોષોથી પણ ચડી જાય તેવો છે. પરપ્રસાદ કે પરકોપથી જ જો ધર્માધર્મ થતા હોય, તો દયા, દાન, બ્રહ્મચર્યાદિ ધર્મકૃત્ય કરનાર ઉપર પણ અનાર્ય અને દુર્જન આત્માઓ કોપયુક્ત રહે છે, તેથી તેઓનો ધર્મ નિળ જવો જોઇએ : એટલું જ નહિ
Page 13 of 51