________________
એમ માનવાથી દાનાદિ નહિ આપનાર સાધુને જન્માન્તરમાં ભૂખ્યા રહેવું પડે અને પોતાને જ જો ભૂખ્યા રહેવું પડે, તો પૂર્વ જન્મમાં આપનાર દાતાને તો ક્યાંથી જ આપી શકે ?
એજ રીતે પૂર્વ જન્મમાં કોઇનું ધનાદિ હરણ કરીને વર્તમાન જન્મમાં નિર્ધન થયેલ આત્મા પાસેથી શી રીતે હરણ કરાશે ?
શંકા૦ અન્ય અન્ય જન્મોના દાન-હરણાદિથી બધું ઘટી જશે.
સમાધાન એમ કહેવું પણ અઘટિત છે. એમ માનવાથી અનવસ્થા (અપ્રામાણિક અનન્ત દાન-હરણાદિની કલ્પના) તથા સ્વર્ગમુક્તિ આદિ ફ્ળોનો અભાવ પ્રાપ્ત થશે.
આ સર્વ ચર્ચાનો મથિતાર્થ એ છે કે-દાન દેનાર કે હરણ કરનાર આત્મા પોતાના અનુગ્રહ-ઉપઘાત રૂપ પરિણામથી જ સ્વયં ફ્ળ પામે છે, તેમ અહીં પણ શ્રી સિદ્ધો અને શ્રી જિનોની પૂજાનું ફ્ક્ત પૂજકના પોતાના પરિણામથી જ સ્વયં પ્રાપ્ત થાય છે. શ્રી જિનપૂજા પરિણામની વિશુદ્ધિનો હેતુ હોવાથો, દાનાદિક ધર્મોની પેઠે નિરન્તર કરવા યોગ્ય છે અથવા તો શ્રી જિનપૂજા એ મોક્ષમાર્ગની પ્રભાવક હોવાથી, ધર્મકથનની માફ્ક હંમેશાં કરવા યોગ્ય છે.
કોપ-પ્રસાદરહિત વસ્તુ ફ્ળપ્રદ થતી નથી, એમ કહેવું એ પણ સર્વથા અસત્ય છે. અન્નપાનાદિ વસ્તુ કોપ-પ્રસાદરહિત હોવા છતાં પણ ફ્ળદાયી પ્રત્યક્ષપણે જણાય છે. અમૃત-વિષ, કનક-પાષાણ, તેમને અધર્મ નહિ થવો જોઇએ, કિન્તુ ધર્મ થવો જોઇએ. એટલું જ નહિ, પરન્તુ પરના કોપથી અધર્મ થતો હોય તો મોક્ષે ગયેલા આત્માઓનું પણ કોઇના કોપથી પતન થવું જોઇએ અને એમ થાય તો અકૃતાગમ અને કૃતનાશાદિ અસાધારણ દોષો આવીને ઉભા રહે. એ વિગેરે કારણોનો વિચાર કરતાં, ધર્માર્થી આત્માએ એક સ્વપ્રસાદ માટે જ પ્રયત્ન કરવો જોઇએ. તે સ્વપ્રસાદ શ્રી જિન અને શ્રી સિદ્ધોની પૂજાથી અવશ્ય પ્રાપ્ત થાય છે. સ્વપ્રસાદનું ફ્ળ અપ્રમેય છે, તેથી તે મેળવવા માટે શ્રી અર્હદાદિની પૂજાનો પ્રયત્ન પરમ આવશ્યક છે.
શંકા॰ શ્રી અરિહંત પરમાત્માઓ અને શ્રી સિદ્ધ પરમાત્માઓ તો વીતરાગ અને કૃતાર્થ હોવાથી તેમની પૂજા વ્યાજબી છે, પરન્તુ શેષ આચાર્યાદિ ત્રણ તો રાગ-દ્વેષ સહિત અને અકૃતાર્થ છે, તેથી તેમની પૂજા કે એમને કરેલો નમસ્કાર સ્વપ્રસાદ યા મોક્ષને માટે કેવી રીતે થાય ? ધનનો અર્થી નિર્ધનની સેવા કર, તે કાંઇ ફ્લે ?
સમાધાન૦ વીતરાગ જેમ રાગ-દ્વેષ રહિત છે, તેમ આચાર્યાદિ પણ વિદ્યમાન કષાયોનો નિગ્રહ કરનારા છે, તેથી તેઓ પણ વીતરાગની સમાન જ છે. વીતરાગ જેમ કૃતાર્થ છે તેમ આચાર્યાદિ પણ ઘણા અંશે કૃતકૃત્ય થયેલા છે, તેથી તેમની પૂજા પણ વીતરાગની પૂજાની જેમ ચિત્તની પ્રસન્નતાનું કારણ છે. વળી પૂજાનો આરંભ બીજાના ઉપકાર માટે નથી અને બીજાના ઉપકારથી પૂજાનું ફ્ળ મળતું નથી. માત્ર સ્વપ્રસાદથી ફ્ળ મળે છે અને આચાર્યાદિ કિંચિત્ અકૃતાર્થ છતાં સ્વપ્રસાદ-સ્વપરિણામની વિશુદ્ધિ માટે થાય પૂજ્ય છે.
છે, તેથી તેઓ પણ વીતરાગની જેમ
શંકા પૂજ્ય ઉપર ઉપકારના અભાવ છતાં પૂજ્યની પૂજા ફ્ળદાયી કેમ ?
સમાધાન પૂજ્ય ઉપર ઉપકારનો અભાવ છતાં, શ્રી જિનાદિકની પૂજા બ્રહ્મચર્યાદિકની જેમ શુભ ક્રિયા અને શુભ પરિણામની વૃદ્ધિનો હેતુ છે, તેથી તે ફ્ળદાયી છે. પર-હૃદયગત મૈત્રી તદ્વિષયક જીવોને શું ઉપકાર કરે છે ? અને દૂરસ્થ આત્માને અંગે થયેલો હિંસાદિકનો સંકલ્પ દૂર રહેલા આત્માને શું અપકાર કરે છે ? અર્થાત્- કાંઇ જ નહિ : છતાં તે ઉપકાર-અપકારરહિત મૈત્રી-હિંસાદિનો સંકલ્પ ધર્માધર્મનું કારણ બને જ છે. તેવી જ રીતે પૂજાદિનો સંકલ્પ પણ શ્રી જિનાદિને ઉપકાર કરનારો નહિ હોવા છતાં પણ, ધર્મનું કારણ બને છે.
શંકા॰ સાધુ આદિને દાન આપવામાં જે રીતિ સ્વપર ઉભયને ઉપકાર થાય છે, તે રીતનો ઉપકાર શ્રી જિનપૂજાદિકમાં થતો નથી માટે શ્રી જિનપૂજા કરતાં સાધુ આદિના દાનથી અધિક ફ્ળની પ્રાપ્તિ કેમ
Page 12 of 51