________________
(૧૩) જેમ નેત્ર કાજળવડે કરીને શોભે છે. (૧૪) જેમ કાજળ શ્યામતા વડે કરીને શોભે છે. (૧૫) જેમ શ્યામતા ગુણવડે કરીને શોભે છે. (૧૬) જેમ પ્રેક્ષણ ગીતવડે કરીને શોભે છે. (૧૭) જેમ ગીત ગાનતાનવડે કરીને શોભે છે. (૧૮) જેમ પીંછા મયૂરવડે કરીને શોભે છે. (૧૯) જેમ મયૂર કેકારવડે કરીને શોભે છે. (૨૦) જેમ પ્રજા રાજાવડે કરીને શોભે છે. (૨૧) જેમ રાજા ન્યાયવડે કરીને શોભે છે. (૨૨) જેમ છત્ર દંડવડે કરીને શોભે છે. (૨૩) જેમ નગર કીલ્લાવડે કરીને શોભે છે. (૨૪) જેમ રાજ્ય રાજાવડે કરીને શોભે છે. (૨૫) જેમ ધનેશ્વર દાનવડે કરીને શોભે છે. (૨૬) જેમ યોગી ધ્યાનવડે કરીને શોભે છે. (૨૭) જેમ શિષ્ય વિનયવડે કરીને શોભે છે. (૨૮) જેમ યતિ નિર્મમત્વપણાવડે કરીને શોભે છે. (૨૯) જેમ શૂરવીર સત્વવડે કરીને શોભે છે. (૩૦) જેમ મસ્તક મુકુટવડે કરીને શોભે છે. (૩૧) જેમ મુકુટ હીરાવડે કરીને શોભે છે. (૩૨) જેમ હીરો તેજવડે કરીને શોભે છે. (૩૩) જેમ મુખ દાંતવડે કરીને શોભે છે. (૩૪) જેમ શાન્તિ વિનાનો સાધુ શોભતો નથી. (૩૫) જેમ પૈસા વિનાનો ગૃહસ્થ શોભતો નથી. (૩૬) જેમ સારા વચનો વિનાનું ગૌરવ શોભતું નથી. (૩૭) જેમ કમલ વિનાનું સરોવર શોભતું નથી. (૩૮) જેમ પુત્ર વિનાનું કુલ શોભતું નથી. (૩૯) જેમ સુગંધ વિનાનું ફૂલ શોભતું નથી. (૪૦) જેમ શસ્ત્ર વિનાનો શૂરવીર શોભતો નથી. (૪૧) જેમ મંત્ર વિનાનો મંત્રી-પ્રધાન શોભતો નથી. (૪૨) જેમ પૈડા વિનાની ગાડી શોભતી નથી. (૪૩) જેમ કીલ્લા વિનાનું નગર શોભતુ નથી. (૪૪) જેમ સ્વામી વિનાનું બલ શોભતું નથી. (૪૫) જેમ દાંત વિનાનો હસ્તિ શોભતો નથી. (૪૬) જેમ દંડ વિનાનો ધ્વજ શોભતો નથી. (૪૭) જેમ કલાહીન પુરુષ શોભતો નથી. (૪૮) જેમ તેજ વિનાનો મણિ શોભતો નથી. (૪૯) જેમ તપ વિનાનો મુનિ શોભતો નથી. (૫૦) બાણ વિનાનું ધનુષ્ય શોભતું નથી.
Page 48 of 51